અવનીની વાત સાંભળીને બાજુમાં ઉભેલા બધાં સ્તબધ બની એકબીજાનાં ચહેરા તરફ જોવા લાગે છે. આકાશ સમીર તરફ જોવા લાગ્યો.
સમીર : " આકાશ યાર....આપણો મગજ ત્યારે કામ કેમ ના કર્યો ! જ્યારે પિયુષને દવાની દુર્ગંધથી એલર્જી હોવાં છતાં, હોસ્પિટલમાં કાકાની તબિયતનુ ધ્યાન રાખવા પોતે હોસ્પિટલમાં રોકાઇ જવાની હા પાડી.
આકાશ : " અરે યાર....આ બધું શું થઇ રહ્યું છે ? પોતાના બન્ને હાથવડે માથા પર હાથ મુકીને નિસાસો નાખીને કહ્યું. સમીર પહેલાં પિયુષ બહાર ઉભો હતો અને અવનીને ઘરે લઇ જવા આવ્યો બરાબર " ?
સમીર : " હા બરાબર પિયુષ સાથે અવની ઘરે આવવા નીકળી ".
આકાશ : " થોડીવાર રહીને ફરીથી પિયુષનો અવાજ સંભળાયો બહારની હોસ્પિટલના પાર્કિંગ માંથી "?
સમીર : " હા... ત્યારે પિયુષ એમ બોલ્યો કે તે અહિયાં અવનીને રાહ જોઇને બેઠો હતો ".
આકાશ : " હા...અને ત્યારે એનો જવાબ હતો, તેણે દવાની દુર્ગંધથી એલર્જી હતી. એટલે પોતે બહાર ઉભો હતો.
સમીર : " હા...".
આકાશ : " જ્યારે આપણે અવનીની કોઈ જાણ ન થતાં. અવનીને શોધવાં નીકળ્યાં ત્યારે પિયુષ હોસ્પિટલમાં અંદર આરામથી બેઠો હતો ".
સમીર : " હા...યાર હવે આવું કેમ બન્યું ? એક જ વ્યક્તિ બે જગ્યાએ કેવી રીતે હોઈ શકે નથી.
આકાશ :( ગુસ્સેથી ) " યાર... પહેલા મને કોઈ જણાવશે કે પિયુષને દવાની એલર્જી છે કે નહીં "?
સમીર : " આકાશ પિયુષને એલજી છે કે નહીં અત્યારે એ વાત મહમહત્વની નથી. વાત અત્યારે એ છે કે પિયુષ ખરેખર પિયુષ તો છે ને ! ".
આકાશ અને સમીરની વાત સાંભળીને બધાનાં મનમાં અનેક વિચારો અને સવાલો મગજમાં ફરતાં હતાં.
આકાશ : " અવની તું ઘરે કેવી રીતે પહોંચી " ?
અવની : " રસ્તામાં ગાડીનું એક્સિડન્ટ થયું અને પિયુષને માથામાંથી લોહી વહેતુંહતુ ત. હું ઝાડ પાછળ સંતાઈને પિયુષને જોઈ રહી હતી. મારી તરફ પિયુષના આવવાનો અવાજ સંભળાયો. અચાનક એકદમ જોરથી પવન ફુંકાવા લાગ્યો. પાછળ મારાં કાનમાં ધીમેથી અવાજ સંભળાયો અવની...... ત્યાં હું ખુબ ગભરાઈ ગઈ અને મને બીપી ઘટવાના કારણે ચક્કર આવવા લાગ્યા. થોડીવાર પછી જ્યારે મારી આંખ ખુલી તો હું એક મંદિરની બહાર હતી. ડરના કારણે હું ઝડપથી ત્યાંથી દોડીને હવેલી આવી પહોંચી.
આકાશ : " સમીર ચોક્કસ કોઈ આત્મા પિયુષના શરીરમાં પ્રવેશ કર્યો તેમ લાગે છે ".
સમીર : " હા....અને ના...પણ કદાચ બની પણ શકે ! ભગવાન છે તો ભુત અને પ્રેત આત્મા પણ હોય છે. સત્ય છે તો જુઠ પણ છે. દિવ્યશક્તિ છે તો, નકારાત્મક ઉર્જાનુ પણ અસ્તિત્વ રહેલુ છે .
આકાશ : " જો હા...તો હોસ્પિટલમાં દાખલ કાકાની જીવનું જોખમ છે ".
આકાશની વાત સાંભળીને સુધાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. બાજુમાં ઉભેલી આકાશની મમ્મીને ગળે વળગીને સુધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
સમીર : " આકાશ આપણું જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. કદાચ કોઈ અણધારી આફત પહોંચે તો ..."
રડી રડીને સોજી ગયેલી આંખો ,અને ડરના કારણે ધ્રૂજી રહેલી અવનીને જોતાં આકાશને કોલેજમાં એકબીજાના પ્રેમમાં ગળાડૂબ અવનીનો અવાજ,અવનીનો સુંદર ચહેરો,હોઠ પાસે નાનકડો તડ હંમેશાં નાકમાં નથડી પહેરવાનો શોખ અને આછાં ભુરા રંગની અવનીની આંખો.
આજે અવનીના એ ચહેરાને જોતાં આકાશને અંદરથી અફસોસ થયો. અવનીને રડતાં છાની રાખીને આકાશ આગળ શું કરવું એનો વિચાર કરવા લાગ્યો. ત્યાં હવેલીની અંદરથી જીવીમાં ડાકડીના ટેકા વડે બહાર આવ્યાં. બંધી ચિંતાઓ આકાશની મમ્મી આકાશને જાણ કરવાનું ચુકી ગયું કે જીવીમાં યાત્રા કરીને ઘરે પરત ફર્યા છે.
જીવીમાં ને જોતાં આકાશ ઝડપભેર તેની પાસે આવીને પગે લાગ્યો. પગે લાગતાં આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. જીવીમાંને આકાશ બધી વાત કરવા લાગ્યો. પાછળ ઉભેલો સમીર આકાશની બાજુમાં આવ્યો.
સમીર : " આકાશ આપણે અહીંયા વાતોમાં સમય બગાડ્યા વગર તુરંત ડોક્ટરને જાણ કરવી જોઈએ. આકાશ સમીરના ફોનમાંથી ડોક્ટર શુક્લાને ફોન લગાડ્યો " હેલ્લો... ડોક્ટર હું આકાશ બોલી રહ્યો છું ".
ડોક્ટર શુક્લા : " જી મિસ્ટર આકાશ તમે ક્યાં છો ? પેસ્નટને ફરી દવા આપવાનો સમય થવા આવ્યો હતાં, તમે અહિયાં મને નજરે આવ્યાં નહીં આથી બહાર બેસેલા તમારાં મિત્રોને દવા મેડિકલ માંથી ખરીદવાં મોકલ્યા.
આકાશ : " ડોક્ટર હું તમને હોસ્પિટલમાં આવીને બધી વાત કરીશ. તમે અત્યારે ઝડપથી મારાં કાકાની બાજુમાં રહેજો પ્લીઝ... જ્યાં સુધી હું હોસ્પિટલ ના પહોંચું ત્યાં સુધી. આને મારી વિનંતી સમજો " . આકાશ આટલું કહીને ફોન કટ કરી નાખ્યો.
આકાશ : " સમીર તું ઝડપથી ગાડી ચાલુ કર આપણે હોસ્પિટલ જલ્દીથી જલ્દી પહોંચવું જોઈએ ".
સમીર ઝડપભેર ગેટ તરફ જવા લાગ્યો, આકાશ જેવો તેની પાછળ જવા લાગ્યો ત્યાં જીવીમાં પોતાના ગજવામાંથી કાળી રેશમની દોરીમા બાંધેલો એક રૂદ્રાક્ષ આકાશના ગળામાં પહેરાવ્યો. આકાશ આગળ ગેટ તરફ જવા લાગ્યો. બહાર ગાડી ચાલું કરીને સમીર ગાંડી ચલાવવા તૈયાર હતો.
ક્રમશ....