કાવ્ય 01
કસોટી.... પરીક્ષા..
ભણી ભણી શીખ્યા આખુ વર્ષ
આવ્યું છે હવૅ પરીક્ષા નું ટાણું
થઇ જાઓ દરેક વિદ્યાર્થી શાબદા
આવ્યો છે વખત જ્ઞાન ની કસોટી નો
પેન પેન્સિલ કંપાસ રાખજો તૈયાર
હોલ ટિકિટ રાખજો હાથવગી
હોલ રૂમ મા ઘુસજો પુરા જોશ થી
વાંચજો પેપર મન શાંત રાખી
આવડતું હોય તે લખજો પહેલા
અઘરા કોયડા હશે માત્ર થોડા
લખજો સુઘડ ને સ્વચ્છ આવડતું હોય તે પેહલા
બચવજો થોડો સમય પાછળ થી ચેક કરવા
પેપર પૂરું થતા મુકજો એને એકબાજુ
પેપર મા કેટલા આવશે માર્ક
એવી ગણતરી હાલ કરવી નહિ
પેપર કેવું ગયું પૂછે તો કહેવું ખુબ સારુ
લાગી જજો બીજા પેપર ની તૈયારી મા તુરંત
આત્મવિશ્વાસ ને ડગમગવા દેતા નહિ
પરીક્ષા શીખવાડે છે મહેનત કરતા
જીવનપથ ના શીખવાડે છે પાઠ પરીક્ષા
જીવન સરળ બનાવે છે પરીક્ષા
મહેનત ના પ્રમાણ મા આવશે માર્ક
નસીબ પણ આપે છે ક્યારેક સાથ
માર્ક છે માત્ર આંકડા
મન મા એને ક્યારેય લેવા નહિ
સફળતા મળતા ગુમાન મા રાચવું નહિ
નિષ્ફળતા મળે તો નાસીપાસ થવું નહિ
વધારે સારી કસોટી આપવા રહેજો કાયમ તૈયાર
દરેક વિદ્યાર્થી ઓ ને છે એક શીખ
ધ્યાન રાખજો વેસ્ટ ના થાય મહેનત
ઓલ ધ બેસ્ટ..બેસ્ટ ઓફ લક...
છેલ્લે થશે બધું... ઓલ ઇસ વેલ..
કાવ્ય 03
શું કામ નુ ???
તોફાન મસ્તી વગર નુ
બાળપણ શું કામ નુ ???
સાહસ ને શૂરવીરતા વગર નું
યૌવન શું કામ નુ ???
શાણપણ ને બુધ્ધિ વગર નુ
ઘડપણ શું કામ નુ ???
ખુલ્લા વિચાર વગર નાં
મન શું કામ નું ???
સવેનદના ને પ્રેમ ના હોય એવું
હૃદય શું કામ નુ ???
મદદ માટે લાંબા ના થઇ શકે એ
હાથ શું કામ ના ???
દાન દીધા વગર નુ તીઝોરી માં પડેલું
ધન શું કામ નુ ???
"માં બાપ" ને સાચવી ના શકે એવા
સંતાનો શુ કામના ???
ઘડપણ માં એક્બીજા નો સાથ ના આપે
એવા જીવન સાથી શુ કામ ના??
મીઠો આવકાર નાં હોઈ એવા
મોટા ઘર શુ કામ ના??
મુશ્કેલી માં પીઠ દેખાડે એવા
મિત્રો શુ કામ ના ??
એક માનવી બીજા માનવીના કામ માં નાં આવે
એવો માનવી શું કામ નો ???
આટલી સરળ ને સરસ વાત વાંચી ને પણ
કૉમેન્ટ્સ માં વાહ વાહ
ના લખે એવા વાચકો ........??😂😂
કાવ્ય 03
શેની છે આ બધી માથાકૂટ???
જન્મ તેનું મરણ છે નિશ્ચિત
તો શેની છે આ બધી માથાકૂટ.??
પશું પંખી સમજે છે બધું
નથી કરતા એટલે તો કશું ભેગું
રાગ દ્વેષ મોહ માયા રહે મરણ સુધી
માણસ નો અહંમ છૂટે નહિ અંત સુધી
ભેગું કરવા મા વીતે આખી જિંદગી
મારું મારું કરતા ખર્ચી નાંખે આખી જિંદગી
સમજાય હક્કીકત ત્યારે થાય ઘણું મોડું
કર્મ સિવાય આવતું નથી કાઈ ભેગું
આત્મદર્શન છે આત્મકલ્યાણક માર્ગ
માનવ ભવ છે આત્મ કલ્યાણ નો માર્ગ
માનવજન્મે કર્મ એવા કરી જઈએ
છુટકારો મળે આત્મા ને ભવેભવ નો..🙏🙏
કાવ્ય 04
મા -બાપ.... અને વૃક્ષ
આખી જિંદગી ફળ ફુલ આપે વૃક્ષ
જતી જિંદગી એ છાંયડો આપે વૃક્ષ
વૃક્ષ ઉપર પંખી ઓ આવે માળા બાંધે
ઈંડા મૂકી બચ્ચાં ઓને મોટા કરે
પાંખ આવતા પંખી ઉડે નવા ઠેકાણે
વૃક્ષ જોયા કરે તમાશો મૂંગા મોઢે
મા બાપ અને વૃક્ષ મા સામ્યતા ઘણી
બાળકો ને જન્મ આપી ઉછેરે મા બાપ
આંગળી પકડી ચાલતા શીખવે
સંસ્કાર આપી ભણાવી મોટા કરે
યોગ્ય ઉંમરે બાળકો ના વિવાહ કરે
કમાતા અને લગ્ન થતા બાળકો ને આવે પાંખ
ભૂલી મા બાપ ને સંતાનો લાગે કામે
એકલા પડે જતી ઉંમરે વૃદ્ધ માબાપ
મરણ પથારી એ પડેલ મા બાપ ને
મુશ્કેલી એ ભેટો થાય બાળકો નો
મા બાપ નું છત્ર ગુમાવતા
જિંદગી મા તાપ ઘણો લાગે....
વૃક્ષ અને મા બાપ નું
ધ્યાન ખુબ લાગણી થી ને પ્રેમ થી રાખવું
નહીંતર જિંદગી મા તાપ લાગે ઘણો