Dashing Superstar - 72 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-72

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-72


કિઆરાને જોઈને એલ્વિસના હોશ ઉડી ગયાં.કિઆરા ટુ પીસ બીકીનીમાં એકદમ જોરદાર લાગી રહી હતી.એલ્વિસે ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરીને ડુબવાનું નાટક કરવા લાગ્યો.કિઆરા ફટાફટ તરીને એલ્વિસ પાસે ગઇ.એલ્વિસ પાણીમાં અંદર જતો રહ્યો હતો.કિઆરાએ એલ્વિસને પોતાના આલિંગનમાં લઈ લીધો.

એલ્વિસે કિઆરાને તેના ગળે લગાવી દીધી.
"આમ રોજ થોડું થોડું કેમ મારે છે?એકસાથે જ મારી નાખને?"એલ્વિસે કહ્યું.

કિઆરાએ તેની સામે આશ્ચર્યથી જોયું.
"કિઆરા,હું કોઈ સંત નથી કે કોઈ મહાપુરુષ નથી."એલ્વિસે તેની કમર ફરતે હાથ મુકતા કહ્યું.

"હા,ખબર છે મને.તો તેનું શું છે?"કિઆરાએ પૂછ્યું.

"તો ‍આમ રોજ મારા ધિરજની પરિક્ષા ના લે.તને આમ મારી પાસે જોઈને મારા માટે મારી લાગણીઓ કાબુ કરવી મુશ્કેલ થઈ જાય છે."એલ્વિસે કિઆરાને પોતાના આલિંગનમાં મજબૂતાઈથી જકડી રાખી અને તેના સ્પર્શથી પોતાના મનમાં રહેલા ઘાવ પર મલમ લગાવી રહ્યો હતો.સાંજનો સુંદર નજારો,આથમતો સૂરજ,કેસરી રંગનું આકાશ,આકાશમાં ઊડીને પોતાના માળામાં જતા પક્ષીઓનો અવાજ,ઠંડો પવન અને ઠંડુ પાણી;તેમા પણ એલ્વિસના આલિંગનમાં કિઆરા.એલ્વિસ માટે આ ક્ષણ તેના જીવનની સૌથી રાહત અને શાંતિ આપતી પળો હતી.

"બાય ધ વે.તે તો આજે મને ચોંકાવી દીધો."એલ્વિસે કહ્યું.

"એલ,મે આજ પહેલા આવું ક્યારેય નથી પહેર્યું પણ જ્યારે તમે શુક્રવારે સવારે મને કહ્યું કે આપણે વિકેન્ડમાં ફાર્મહાઉસ જઈશું તો અચાનક મને વિચાર આવ્યો અને હું આ ટુ પીસ સ્વિમવેર લઈ આવી.કેવી લાગું છું?કાર્ટુન જેવીને?"કિઆરાએ પૂછ્યું.જવાબમાં એલ્વિસે કિઆરાના કાન પોતાની છાતી પર મુક્યાં.

"આ ધબકારા સંભળાય છે તને?એ તારા છેલ્લા સવાલનો જવાબ છે."એલ્વિસે કિઅારાને જોઇને જોરથી ધબકી રહેલા પોતાના હ્રદયનો અવાજ કિઆરાને સંભળાવ્યો.

"આ ઠંડા વાતાવરણને તે અચાનક જ ગરમ કરી દીધું છે ડાર્લિંગ."એલ્વિસે કહ્યું.

"એલ,આજે હું તમારી પાસે કઈં માંગીશ અને તે તમારે આપવું પડશે." કિઆરાએ કહ્યું.

"આ એલ તો તારો ગુલામ છે જે કહીશ તે કરીશ."એલ્વિસે કહ્યું.

"આઇ વોન્ટ કિસ ફ્રોમ યુ."કિઆરા એલ્વિસની એકદમ નજીક જઈને બોલી.એલ્વિસ તેની વાત સાંભળીને ગંભીર થઈ ગયો.

"કમ ઓન એલ,એક કિસનો જ સવાલ છે."કિઆરાએ કહ્યું.

"કિઆરા,આજે હું તને મારા તને કિસ ના કરવાના કારણ વિશે જણાવું.મે મારા ડેડીને ત્રણ વચન આપ્યાં હતાં.પહેલું હું ક્યારેય કોઈ સ્ત્રીની ઇજ્જત ખરાબ થાય તેવું કામ નહીં કરું.બીજું હું હંમેશાં વનવુમન મેન બનીને રહીશ એટલે કે મારા પાર્ટનરને વફાદાર રહીશ અને ત્રીજું હું મારા લાઈફ પાર્ટનરને કિસ કે શારીરિક સંબંધ લગ્ન પછી જ કરીશ.હવે તું કહે શું હું મારા ડેડને આપેલું વચન તોડી નાખું?"એલ્વિસે પૂછ્યું.

"ના બિલકુલ નહીં.હવે આ વચન નિભાવવામાં હું તમારી મદદ કરીશ.એક વર્ષનો જ સવાલ છે.મારું ગ્રેજ્યુએશન ખતમ થતાં જ આપણે લગ્ન કરી લઈશું પછી આપણને એક થતાં કોઈ નહીં રોકી શકે."કિઆરાએ કહ્યું.

એલ્વિસ અને કિઆરાએ એકબીજાની સાથે આ સોનેરી પ્રેમભરી ક્ષણો ખૂબજ મનભરીને માણી.
"કિઆરા,મને બહુ જ ભૂખ લાગી છે.સર્વન્ટને કહે કે ડિનર રેડી કરે."એલ્વિસે કહ્યું.

"ડિનર રેડી જ છે.મે બનાવ્યું છે.સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ઢોસા.તમારા ફેવરિટ.મે આવતીકાલ સાંજ સુધી નોકરોને રજા આપી દીધી છે.આપણા આ સમયમાં મને કોઈ ત્રીજું નથી જોઈતું."કિઆરાએ કહ્યું.

**********

વિન્સેન્ટે આયાનનો કોલર પકડેલો હતો.આયાને પોતાનો કૉલર છોડાવ્યો અને કહ્યું," ઇટ્સ ઓકે વિન્સેન્ટજી,ઈટ વોઝ જસ્ટ અ કિસ.તેને ખબર છે કે હું કિઆરાને પ્રેમ કરું છું તો તેણે મને પ્રપોઝ ના કરવું જોઈએ અને કર્યું તો પણ આમ બગીચામાં બધાની વચ્ચે હાથ જોડવા અને ભીખ માંગવી.તો મારું મગજ છટકી ગયું.તો મે થોડુંક વધારે પડતું બોલી નાખ્યું.મને એક વાત નથી સમજાતી કે તમે આટલા બધા ગુસ્સે કેમ થઈ રહ્યા છો? "

જસ્ટ અ કિસ?તને ખબર પણ છે.એક છોકરીની તેની પહેલી કિસ સાથે કેટલી ભાવનાઓ અને લાગણીઓ જોડાયેલી હોય.તે યાદને તે જીવનભર પોતાના મનમાં સુખદ ક્ષણ તરીકે યાદ રાખે અને તે તેની આ પળને,તેની યાદને ખરાબ કરી નાખી.તે તેને એટલી હર્ટ કરી કે તે કોઈને પણ કહ્યા વગર અચાનક દિલ્હી જતી રહી.તેણે તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો છે."વિન્સેન્ટે ગુસ્સામાં ફરીથી તેનો કૉલર પકડ્યો. આ વખતે તેણે ગુસ્સામાં તેના દાંત પણ ભીસ્યાં.

"તમને આટલો બધો ગુસ્સો કેમ આવે છે? તમને કેમ તેના માટે આટલું લાગી આવે છે કે તમે તેને પસંદ કરો છો?વિન્સેન્ટજી,હું એલ્વિસજીના કારણે તમારું માન કરું છું નહીંતર હું તમારા કરતાં વધારે તાકાતવાર છું.હું માર્શલ આર્ટ શીખું છું અને મારું બોડી પણ તમારા કરતા વધારે મજબુત છે."આયાને વિન્સેન્ટના હાથને જોરથી પકડીને દબાવતા કહ્યું.

" ચલ તો કોની તાકાત વધારે છે તે જોઈ લઈએ.તારા માર્શલ આર્ટસથી બનાવેલા બાવળાની કે મારા પ્રેમની."વિન્સેન્ટ ગુસ્સામાં બોલ્યો.આયાન પણ ગુસ્સામાં હતો.તેણે વિન્સેન્ટના શબ્દો ધ્યાનથી ના સાંભળ્યા.આયાન અને વિન્સેન્ટે એકબીજા પર તુટી પડ્યાં.આયાન વિન્સેન્ટ કરતા વધુ મજબૂત હતો અને તેને માર્શલ આર્ટસના મુવ્સ પણ આવડતા હતાં.તેણે વિન્સેન્ટને બે ચાર મુક્કા એવા માર્યા કે તેને તમ્મર ચઢી ગયાં પણ અચાનક તેને અહેસાસ થયો કે આયાનની વાતના કારણે અહાના કેટલી દુઃખી થઈ હશે તેનામાં તાકાત આવી ગઈ અને તેણે આયાનને ખૂબજ માર્યો.અહાનાને પડેલી તમામ તકલીફોનો તેણે હિસાબ ચુકતે કર્યો.

આયાન જમીન પર કણસી રહ્યો હતો.
"એક વાત યાદ રાખજે.અહાના અને કિઆરાથી દસ ફુટ દૂર રહેજે."
આટલું કહીને તે ઘરે ગયો.ઘરમાં ઘુસતા જ સ્વાદિષ્ટ સુંગધે તેના બેચેન મનને શાંતિ આપી.તે સીધો રસોડામાં ગયો.સોનલબેને સ્વાદિષ્ટ પુરી ભાજી બનાવી હતી.
"અરે આંટી તમે કેમ તકલીફ લીધી?"વિન્સેન્ટે કહ્યું.સોનલબેન તેની સામે આવ્યાં અને વિન્સેન્ટને ફરીથી અહાનાની યાદ આવી.

"સૌમ્યઅંકલ મને તે જ ગલીની બહાર મળ્યાં જે ગલીમાં અહાનાનું ઘર છે.સોનલઆંટી અહાનાની યાદ અપાવે છે મને.શું સોનલઆંટી અને સૌમ્યઅંકલ અહાનાના માતાપિતા હશે?"વિન્સેન્ટે વિચાર્યું.

"ના ના,અહાનાનું પુરું નામ અહાના તેજસ શર્મા હતું.આ તો સૌમ્યભાઈ છે."તેણે વિચાર્યું.

"હાય હાય,વિન્સેન્ટબેટા તને શું થયું?"સોનલબેને વિન્સેન્ટની આ હાલત જોઈને પૂછ્યું.તેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું અને કપાળે ઢિમડું હતું.વિન્સેન્ટ ડરી ગયો કે તે તેમને શું કહેશે?સોનલઆંટી અને સૌમ્યઅંકલ તેના વિશે ખોટું ના વિચારે.

**********
એલ્વિસનો ભૂતકાળ...

ગઈકાલની સાંજ કિઆરાના પ્રેમ અને એલ્વિસની સમજદારીના કારણે સુખદ રહી.આજે ફરીથી ભૂતકાળની વાતો પરથી પડદા હટી રહ્યા હતાં.

કેવિન અને આઈશાએ એક ખંડાલાના એક સામાન્ય રિસોર્ટમાં તેનું અને એન્ડ્રિકનું બુકીંગ કરાવ્યું હતું.તેમણે બાળકોને પોતાના અન્ય એક મિત્રના ઘરે મુક્યાં હતાં.બાળકો મોટા હતા અને સમજદાર એટલે તેમની તેને ચિંતા નહતી.

આ ટ્રિપ કેવિને એ વિચારીને કરી હતી કે સિલ્વી અને એન્ડ્રિક વચ્ચે બધું ઠીક થઈ જાય.સિલ્વી અને એન્ડ્રિક આ રીતે બાળકોને મુકીને ક્યાંય નહતા જતા પણ આજે તો એલ્વિસ અને રોઝા પણ ઇચ્છતા હતા કે તે લોકો જાય જેથી બધું પહેલા જેવું થઈ જાય.પોતાના બાળકોને ગળે લગાવીને તે ચારેય જણા એક ભાડે રાખેલી ગાડીમાં ખંડાલા જવા નીકળી ગયાં.

"કિઆરા,થોડીક જ વારમાં ફોન આવ્યો કે હાઈવે પર પુરપાટ સ્પિડમાં જતી એક ટ્રકે મારા અને વિન્સેન્ટના મોમ ડેડની ગાડીનો અકસ્માત થઈ ગયો.ઘટના સ્થળે જ મારી મોમ અને વિન્સેન્ટના મોમડેડ મૃત્યુ પામ્યાં.ડેડ હોસ્પિટલમાં હતાં.અમે તેમને મળવા ગયાં.અમારા માથે આકાશ તુટી પડ્યું હતું.ડેડના બચવાના કોઈ ચાન્સ નહતાં.તેમણે અંત સમયમાં આવીને મને કહ્યું કે તે ટ્રક જાણીજોઈને તેમને મારવા આવી હતી પણ કોઈ તેમને કેમ મારે?

તે સિવાય તેમણે મારી પાસે આ ત્રણ વચન માંગ્યા અને રોઝા તથા વિન્સેન્ટનું ધ્યાન રાખવા કહ્યું.ડેડ પણ અમને છોડીને જતાં રહ્યા."અમે સાવ અનાથ થઈ ગયાં હતાં.કઈ ખબર જ નહતી પડતી કે શું કરવું.તેવામાં એક દિવસ અચાનક સેમ્યુઅલ માર્ટિન આવ્યાં.તે વિદેશથી પોતાના તમાન શેડ્યુલ રદ કરીને આવ્યાં હતાં.

તેમણે ખૂબજ જિદ કરી કે અમે તેમની સાથે રહેવા જઈએ પણ મને તે મંજૂર નહતું.મને લાગતું હતું કે જો તે અમારા જીવનમાં ના આવ્યાં હોત તો આ બધું ના થાત.વાત વાતમાં મારા મોંઢામાંથી નીકળી ગયું કે મોમ ડેડની ગાડીનો અકસ્માત જાણીજોઈને કર્યો હતો અને મે તેનો આરોપ તેમના પર મુક્યો.તે ખૂબજ આઘાત પામ્યા અને ત્યાંથી જતાં રહ્યા."

અહીં સેમ્યુઅલ માર્ટિન ઘરે આવીને એલ્વિસના શબ્દો પર વિચાર કરતા રહ્યા અચાનક તેમને કઇંક યાદ આવ્યું.તેમણે કમિશનર સાહેબને આ કેસની તાત્કાલિક તપાસ કરવા વિનંતી કરી.સેમ્યુઅલ સિલ્વીના જવાના કારણે અત્યંત દુઃખી હતા પણ સિલ્વીને આપેલા વચન ના કારણે તે દારૂ પીવા નહતા માંગતા.તેમણે નિશ્ચય લીધો કે તેની સિલ્વીના ગુનેગારોને તે શોધીને પોતાના હાથે સજા આપશે.તે સિલ્વીના બાળકોનું આજીવન ધ્યાન રાખશે.

અહીં દિવસો વીતી રહ્યા હતાં.એક દિવસ કમિશનર સાહેબનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે તે ટ્રક ડ્રાઇવર પકડાઈ ગયો છે.અને તેણે તેના નાનાભાઈ ડેનિસનું નામ લીધું.ડેનિસે સિલ્વીની ગાડીનો અકસ્માત કરાવ્યો.આ સાંભળીને તેનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટ્યો.તે પોતાની ગાડી જાતે ડ્રાઈવ કરીને ડેનિસને મળવા નીકળી ગયાં.

સેમ્યુઅલએ ડેનિસને શું સજા આપી હશે?
કેમ ડેનિસે અચાનક આ પગલું ભર્યું હશે?
અહાનાના પિતાના બે બે નામના કારણે શું ગેરસમજ સર્જાશે?
કેવીરીતે બન્યો સામાન્ય છોકરો એલ્વિસ ડેશિંગ સુપરસ્ટાર ?
જાણવા વાંચતા રહો.