One unique biodata - 1 - 34 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૪

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૪

દેવ એનું બાઇક લઈને નિત્યાના ઘરની બહાર પહોંચ્યો.દેવે હોર્ન માર્યો પણ કોઈ બહાર આવ્યું નહીં.દેવને થયું કે દરવાજો બંધ છે એટલે કદાચ નઈ સાંભળ્યો હોય.દેવે ફરીથી હોર્ન માર્યો.છેવટે કંટાળીને દેવે નિત્યાના ફોન પર કોલ કર્યો.

નિત્યા ફોન ઉપાડતા જ બોલી,"હા બોલ!"

"શું બોલ,ક્યારનો હોર્ન વગાડું છું સંભળાતું નથી તને"

"સંભળાય છે પણ હું રૂમમાં હતી એટલે આવતા વાર લાગે ને"

"ચાલ જલ્દી કર.મોડું થાય છે"

"હાલ જ આવી"

"ઓકે"

લાઈટ યલો કુરતી પહેરી અને કાનમાં હાર્ટ શેપની નાની બુટ્ટી પહેરી એક દમ સિમ્પલ તૈયાર થયેલી નિત્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.નિત્યાએ સ્ટીલની બોટલ અને ટિફિન એક્ટિવની ડેકીમાં મૂક્યું અને એનું પર્સ ક્રોસમાં ગળે લટકાવી ઘર બંધ કરતા કરતા બોલી,"તારું આ ભટભટિયું ઘણા દિવસે જોયું"

"એ ભટભટિયા વાળી.તારી આ બકરી કરતા તો મારું બાઇક સારું જ છે"

"હમણાં આ બકરી કેવી દોડે છે જોઈ લેજે તું"

"કેમ ઘરને લોક મારે છે?,આંટી નથી"

"મમ્મી,શાકભાજી લેવા ગઈ છે"

"અચ્છા"

"ચાલ જવાદે હવે"

"તું આગળ નીકળ.હું તારી પાછળ આવું છું"

"પણ તું થોડું ખસેડ તો હું એક્ટિવ બહાર કાઢી શકીશ"

"તો કાઢને આટલી બધી જગ્યા તો છે"

"મને આટલી જગ્યામાંથી ના ફાવે"

"બકરીને કાઢવાની છે,હિપોપોટેમસ નથી"દેવ મજાક કરતા બોલ્યો.

"દેવ હેરાન નઈ કર પ્લીઝ"

"ઓકે ઓકે"

દેવે બાઇકની સ્ટાર્ટ કર્યું પણ બીજી જ સેકન્ડે એનું બાઇક બંધ થઈ ગયું.એણે ફરી બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ હવે તો બાઇક સ્ટાર્ટ થતું જ ન હતું.આ જોઈ નિત્યા ખૂબ જ જોર જોરથી હસી રહી હતી.નિત્યાને હસતી જોઈ દેવે ફરી બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ બાઇક તો સ્ટાર્ટ થવાનું નામ જ નહોતું લેતું.

"શું થયું,ભટભટિયું બંધ થઈ ગયું"નિત્યા એની હસી રોકતા બોલી.

"બહુ હસે નઈ હવે,થાય કોઈક વાર"

"પેટ્રોલ તો છે ને?,ના હોય તો હું આપું"

"કોઈ જ જરૂર નથી"

"સાલું પેટ્રોલ છે,બીજો કોઈ પ્રોબ્લેમ પણ નથી તો શું થયું.પેલી વાંદરીની સામે જ આજે થવાનું હતું આ.ભગવાન તમે મારી બેઇજ્જતી કરી દીધી આ વાંદરી સામે.જોવો કેવી હસી રહી છે મને જોઈને"દેવ મનમાં જ વાત કરી રહ્યો હતો.

"મનમાં શું બબડે છે,ચાલ ખસેડ મારી બકરી કાઢવા દે"

દેવે એનું બાઇક ગેટ આગળથી થોડું આગળની બાજુ ખસેડ્યું.નિત્યાએ ચાવી ગુમાવી અને એક્ટિવાનો સેલ માર્યો તરત જ એક્ટિવા ચાલુ થઈ ગયું.

"ચાલ હવે હું તને લિફ્ટ આપું કોલેજ સુધી"

દેવ વિચારતો હતો કે ઘરે જઈને કાર લઈ આવે પણ જો એમ કરે તો પંદર મિનિટ એમાં થઇ જાય.એના કરતાં નિત્યા સાથે જવાનો ઓપ્સન વધારે સારો છે એમ વિચારીને નિત્યાના એક્ટિવ પર કોલેજ જવા માટે તૈયાર થઈ ગયો.

"લાવ,હું ચલાવી લવ"

"ના,બકરી મારી છે તો હું જ ચલાવીશ"

"તો પછી રેવા દે,હું ઓટોમાં આવી જઈશ"

"કેમ?"

"બસ એમ જ"

"એક છોકરીના પાછળ બેસવામાં શરમ આવે છે"

"ના એવું કંઈ નથી"

"તો બેસી જા ને પ્લીઝ.મોડું થાય છે"

"હમમ"

"ચિંતા ના કર.હું તને સહી-સલામત કોલેજ પહોંચાડીશ"

"ઓકે"

છેવટે દેવ નિત્યાની પાછળ બેસી ગયો અને બંને એક્ટિવા લઈને કોલેજ જવા માટે નીકળ્યા.

*

સલોની નકુલના ઘરે પહોંચીને હોલમાં જ્યોતિબેન બેસ્યા હતા એમના પાસે જઈને જય શ્રી કૃષ્ણ કહ્યું.

"જય શ્રી કૃષ્ણ.આવ બેસ"

"આ શું કરો છો તમે?"ભગવાન માટે પ્લાસ્ટિકની રીબીન્સ નો હાર બનાવતા જોઈ સલોનીએ જ્યોતિબેનને પૂછ્યું.

"દર વખતે દિવાળીએ ભગવાન-માતાજીના હાર બદલવાના હોય છે તો બસ નવા હાર બનાવું છું"

"હું બનાવવાનો પ્રયત્ન કરું?"

"હાર બનાવવાનો પ્રયત્ન પછી કરજો એના પહેલા મને એક મસ્ત ચા પીવડાવશો?"

"હા મમ્મી,ચોક્કસ પીવડાવીશ"

સલોનીને થયું કે કદાચ કાલની વાતને લઈને જ્યોતિબેન એનાથી ગુસ્સે હશે એટલે એમણે મને ચા બનાવની કહી નઈ તો જ્યોતિબેન પોતાના કામ જાતે જ કરવાનું પસંદ કરતાં હતાં.પણ સલોની જેવું વિચારતી હતી એવું કંઈ હતું નહીં.જ્યોતિબેન એ વાતથી ગુસ્સે જરૂર હતા પણ એમના માટે નકુલની ખુશીથી વધીને કઈ જ ન હતું એટલે એમને સલોનીને દિલથી માફ કરી દીધી હતી.

સલોની ચા બનાવીને લાવી.નકુલ પણ ઓફિસ જવા માટે નીકળતો હતો એને પણ સલોનીએ ચા આપી.

"વાહ,હવે તને સરખી ચા બનાવતા આવડી"નકુલે કહ્યું.

"આવડે જ ને ટીચર કોણ છે એ તો જો"સલોનીએ જ્યોતિબેન તરફ ઈશારો કરતા કહ્યું.

"બધું જ આવડે,બસ શીખવાની ઈચ્છા હોવી જોઈએ"

"હા એ પણ છે"

"ચાલ મમ્મી હું નીકળું જય શ્રી ક્રિષ્ના"નકુલે જ્યોતિબેનને પગે લાગતા કહ્યું.

"હા બેટા,સમય પર જમી લેજે.જય શ્રી કૃષ્ણ,જય અંબે"

"બાય સલોની"

"બાય"

"બડી દીદી.નકુલ સાહેબ આ ફાઇલ ભૂલી ગયા"જ્યોતિબેનના ઘરની દેખરેખ રાખનાર મહારાજે આવીને કહ્યું.

"હા મહારાજ,એને જલ્દી રોકો.હજી હાલ જ નીકળ્યો છે"

"લાવો કાકા,ફાઇલ મને આપી દો.હું જલ્દીથી જઈને આપી આવું નકુલને"સલોની બોલી.

"નકુલ........નકુલ......ઉભો રે એક મિનિટ"સલોની દોડીને આવતા બોલી.

"હા બોલ"

"આ ફાઇલ"

"અરે હા,થેંક્યું યાર.બહુ જ ઈમ્પોર્ટન્ટ ફાઇલ છે.આજ આની ખૂબ જ જરૂર છે ઓફિસમાં"

"નકુલ,મારે કઈક પૂછવું છે"

"બોલ"

"મમ્મી મારાથી ગુસ્સે તો નથી ને?"

"મમ્મીએ તને કંઈ કહ્યું?"

"ના"

"તો નઈ હોય"

"એ તને કેમની ખબર?"

"જો મમ્મીને કઈ પણ કહેવું હોય તો એ સારું બનવાનું નાટક ના કરે. જે પણ કઈ કહેવું હોય એ મોઢા પર જ કહી દે"

"હા,પેલી ચા વાળી વાત પર એમને મને ટોકી હતી એમ"

"એક્જેટલી.પણ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે.એ આપણને શીખવાનો એક મોકો આપે.જો પછી પણ આપણે ના શીખીએ તો એક સારા શિક્ષકની જેમ ઠપકો આપીને શીખવાડે"

"ઓકે.હવેથી હું ધ્યાન રાખીશ"

"સોરી કહી દેજે"

"ના ના.હવે એ ભૂલી ગયા છે તો મારે વાત અહીંયા જ પતાવી દેવી છે"

"તારી મરજી,બાય"

"બાય"

*

નિત્યા અને દેવ એક્ટિવા પર મેઈન માર્કેટ કે જે કોલેજ જવાના રસ્તે વચ્ચે આવતું હતું ત્યાં પહોંચ્યા.ત્યાં રોજના જેમ ખૂબ જ ભીડ હતી.આ ભીડ જોઈ નિત્યાના મગજમાં પેસી ગયેલો ડર ફરીથી બહાર નીકળ્યો.એ એક્ટિવા ચલાવી રહી હતી પણ ફરીથી એ પેલા એક્સિડન્ટ થયો હતો એ સ્થળે પહોંચી ગઈ.ફરીથી એને એ જ દિવસનો ટ્રાફિક,ત્યાં ઉભેલા લારીવાળાના અવાજ,ફેરિયાવાળાની બુમો,મોટા ટ્રકવાળાના હોર્ન સંભળાવા લાગ્યા.નિત્યા ફરી એ દુનિયામાં પહોંચી ગઈ જ્યાં એ જવા જ નહોતી માંગતી.નિત્યાના માથા પર પરસેવો વળવા લાગ્યો.ખુલી આંખે ડરાવનું સપનું જોઈ રહી હોય નિત્યાની હાલત એવી થઈ ગઈ હતી.સામે આવતા સાધનો પણ નિત્યાને નહોતા દેખાતા.

"આ તું શું કરે છે નિત્યા"દેવે નિત્યાને ભાનમાં લાવવા માટે કહ્યું.

"દેવ.........દે..વ....."નિત્યા ડરતા ડરતા બસ એટલું જ બોલી શકી.

"નિત્યા,એક્સિડન્ટ થઈ જશે.જરા જોઈને ચલાવ"

હજી પણ નિત્યા દેવની વાત નહોતી સાંભળી રહી.દેવે પાછળથી જ એક્ટિવના એક્સીલેટર પર નિત્યાના હાથ પર હાથ મૂક્યા,સ્પીડ ધીમી કરી અને બ્રેક મારીને એક્ટિવાને એક બાજુ ઉભું રાખ્યું અને નિત્યાને હાથ પકડી એક બાજુ લઈ ગયો અને મોટા અવાજથી બોલ્યો,"નિત્યા તું પાગલ થઈ ગઈ છે.તારું ધ્યાન ક્યાં છે?"

દેવના મોટા અવાજથી નિત્યા થોડી વધારે ગભરાઈ અને દેવની સામે જોયું.નિત્યાને ગભરાયેલી જોઈને દેવ શાંત થયો અને નિત્યાના હાથ પકડી બોલ્યો,"તું ઓકે છે ને?"

નિત્યાએ દેવને જોરથી હગ કરતા બોલી,"દેવ,મને બહુ જ ડર લાગે છે"

નિત્યાને શાંત કરાવતા દેવ બોલ્યો,"તું શાંત થઈ જા પહેલા.લે આ પાણી પી અને શાંત થઈ જા"

"દેવ મને...."નિત્યા બોલતા બોલતા અટકી ગઈ.

"હા બોલ બકા,શું થયું છે?

શું નિત્યા દેવને એના ડર વિશે કહી શકશે?