One unique biodata - 1 - 33 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૩

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૩

નિત્યાએ દેવને ફોન કર્યો.

"હાઈ ભાઈબંધ"નિત્યાએ કહ્યું.

"વાહ,આજ મેડમનો મૂડ અલગ જ છે"

"કેમ?"

"કંઈ નહીં"

"તું યાર દર વખતે બંદર જેવું ના કર"

"જો આવી ગઈને તારા અસલી રૂપમાં"

"હા,કારણ કે તને હું ઈજ્જત આપું એ તને જ નઈ ફાવતું"

"બોલ,કેમ ફોન કર્યો હતો"

"બસ એમ જ"

"એમ તો તું કોઈ દિવસ કરે નઈ"

"એક ગુડન્યુઝ આપવા ફોન કર્યો"

"હોઓઓ...નિત્યા આ બધું ક્યારે થયું?....તે મને કેમ ના કહ્યું"

"જસ્ટ શટ અપ"નિત્યાએ ગુસ્સે થઈને ફોન મૂકી દીધો.

દેવે નિત્યાને ફોન કર્યો પણ નિત્યા ગુસ્સામાં હતી એટલે એણે કોલ રિસીવ ના કર્યો.દેવે મેસેજ કર્યો કે"યાર મને તો કે"

નિત્યાએ દેવનો મેસેજ જોયો તો પણ રીપ્લાય ના આપ્યો.દેવે ફરી સોરીનો મેસેજ મોકલ્યો એના જવાબમાં નિત્યાએ થમ્બ મોકલી દીધો.દેવને થયું કે હવે નિત્યા વધારે જ ગુસ્સે થઈ લાગે છે.હવે બહુ હેરાન નથી કરવી નહીં તો આવી બનશે એનું.

"સોરી યાર,હવે આવી મજાક નહીં કરું"દેવે નિત્યાને મેસેજ કર્યો.

"ઇટ્સ ઓકે કહ્યું ને"

નિત્યા હજી ગુસ્સામાં જ જવાબ આપી રહી હતી.

"તું હજી મારાથી ગુસ્સે છે ને?"

"ના"

"તો આમ શોર્ટમાં જવાબ કેમ આપે છે"

"એમ જ"

દેવ ફ્રેશ થવા અને નાઈટના કપડાં બદલવા માટે ગયો હોવાથી નિત્યાનો લાસ્ટ મેસેજ દેવે સીન કર્યો ન હતો.નિત્યા દેવથી ગુસ્સે તો હતી પણ છતાં દેવના મેસેજની રાહ જોઇને બેસી હતી.થોડી વાર પછી દેવે મેસેજ કર્યો.

"નિત્યા પ્લીઝ"

"શું?"

"બઉ થયું હવે તું નોર્મલ રીતે વાત કરે છે કે હું તારા ઘરે આવું"

"તો આવી જા"

"હું સાચે જ આવી જઈશ"

"બીક કોને બતાવે છે આવી જા"

"નથી આવવું મારે"

"હવે તો આવ જ"

"નથી આવવું મારે"

"કેમ ડર લાગે છે?"

"મને વળી કોનો ડર"

"હડકાયેલા કુતરાનો ડર"

"એ હું નથી બીતો હવે કુતરાઓથી"

"અચ્છા બચ્ચું,હમણાં ત્રણ મહિના પહેલા મને મુકવા આવ્યો ત્યારે કૂતરા ભસતા જોઈને કેવો ભાગ્યો હતો"

"એતો અમુક વાર થાય એવું,તારા જેવું નઈ કોકરોઝ અને ગરોળીથી ડરે"

"હું તો સ્વીકારું જ છું કે હું ડરું છું"

"ઓકે ઓકે,તું એમ તો કહે કે કેમ ફોન કર્યો હતો?"

"અરે હા,એક ગુડ.........સારી વાત કહેવા ફોન કર્યો હતો"

"ગુડ ન્યૂઝને?"દેવે જાણી જોઈને નિત્યાને હેરાન કરવા ફરી એ શબ્દ પૂછ્યો.

"દેવ........"નિત્યા ગુસ્સામાં જોરથી બોલી.

"સોરી સોરી સોરી,બોલ બોલ તું શું કહેતી હતી"

"હા તો કાલથી હું કોલેજ આવીશ"

"અરે હા નઈ.હું તો ભૂલી જ ગયો હતો.સરસ સરસ વેલકમ બેક પ્રોફેસર નિત્યા પટેલ"

"થેંક્યું"

"ઓકે તો હું તને સવારે લેવા આવીશ"

"ના"

"કેમ?"

"હું એક્ટિવા લઈને જ આવીશ"

"બકા પ્લીઝ,થોડા દિવસ મારી સાથે આવ પછી એક્ટિવા લઈને જાતે જજે"

"બકા પ્લીઝ મને ટ્રાય કરવા દે"

"ઓકે પણ હું તારી પાછળ પાછળ જ આવીશ"

"હા ચાલશે"

"ઓકે તો હવે હું સુઈ જાઉં?"

"સુઈ જા ને.મેં ક્યાં તારી આંખો પકડી રાખી છે"

"એમ નઈ,તું ગુસ્સે તો નથી ને હવે?"

"ના પગલું"

"સાચે?"

"હા"

"ઓકે તો કાલ મળીએ"

"હા,જય શ્રીકૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ"

*

સલોની સવારે એના રૂમમાં સૂતી હતી.એની મમ્મી એના માટે કોફી બનાવી અને એના રૂમમાં જઈને સલોની પાસે બેસી.મિસિસ મહેતાએ પ્રેમથી સલોનીના માથા પર હાથ ફેરવ્યો.સલોનીએ ઝીણી આંખે જોયું.

"મમ્મી,સુવા દે ને"

"હું તને જગાડવા નથી આવી"

"તો?"

"બસ એમ જ વ્હાલ કરવાનું મન થઇ ગયું"

"તમારા ઓફિસના ચમચાઓ તમારા વગર સુના નથી પડી ગયા?"

"કેમ?"

"હમણાંથી તને ઓફિસ ઓછું અને ઘરમાં વધારે દેખાવ છો"

"હા,હું ઓફિસ જાઉં કે ના જાઉં મારુ કામ તો થઈ જ રહ્યું છે"

"જો તારી પાસે થોડો સમય હોય તો મને એક કામ કરી આપીશ"

"હા બોલને"

"નાનપણની જેમ મને માથામાં તેલની માલિશ કરી આપીશ?"

"ચોક્કસ કરી આપીશ!"

સલોની મોહનકાકા પાસે તેલ મંગાવ્યું અને એની મમ્મીને આપ્યું.

"બેટા,મારે તારી સાથે કંઈક વાત કરવી છે"

"હા બોલને"

"મેં કાલ તારી અને નકુલની કનવર્ઝેશન સાંભળી લીધી હતી"

"અચ્છા,તો?"

"નકુલ ખોટો નથી"

"કેવી રીતે?"

"હવે હું તને જે પણ કંઈ કહું એ શાંતિથી સાંભળ.દરેકના ઘરના રિતી-રીવાજ,રહેણી-કહેણી અને એક-બીજા સાથે વર્તન કરવાની રીત અલગ-અલગ હોય છે.જેમ કે આપણા ઘરમાં તે તારા બધા જ સાચા-ખોટા ડિસીઝન જાતે જ લીધા છે કારણ કે અમે નાનપણથી જ તારા પર એટલું ધ્યાન નથી આપ્યું એ વાતનો મને અફસોસ છે અને એના માટે હું તને દિલથી માફી માંગુ છું.પણ નકુલના ઘરે નકુલ નાની-નાની વાત પર એના મમ્મીને કહે છે કારણ કે નાનપણમાં એના મમ્મીએ એના માટે સમય ફાળવ્યો છે.નકુલને જે કહેવું હતું એ સાંભળવા માટે અને જો કંઈ ખોટું પણ કરે તો એને ફટકાર લગાડવા માટે એના ફેમિલીએ એને સમય આપ્યો છે"

"પણ મમ્મી હવે અમે મોટા થઈ ગયા છીએ.બધી જ વાતો મમ્મી સાથે કરવી જરૂરી નથી"

"બાળકો ગમે એટલા મોટા થાય પણ એમના માં-બાપ માટે હંમેશા બાળક જ કહેવાય.નકુલ ખોટો નથી.જ્યોતિબેનનો સ્વભાવ પણ ખૂબ જ સરળ અને સારો છે.તું એમને કોઈ દિવસ નારાજ ના કરતી"

"હા,એમને મને આજે બોલાવી છે એમના ઘરે"

"શું એમને તારા આ વિચાર વિશે જાણ છે?"

"હા,નકુલ મારી સાથે વાત કરતો હતો ત્યારે એ પણ તમારી જેમ જ દરવાજા પર ઉભા હતા તો કદાચ સાંભળ્યું જ હશે"

"કંઈ વાંધો નહીં જો ભૂલ તારી હોય કે ના હોય મોટા સામે માફી માંગી લેવામાં જ ભલાઈ છે"

"જો આપણે ખોટા ના હોઈએ તો પણ?"

"અમુક વાર સંબંધોને સાચવી રાખવા માટે ભૂલ ના હોવા છતાં પણ માફી માંગી લેવી જોઈએ.એનાથી સામેવાળી વ્યક્તિમાં તમારા માટે સન્માન વધે છે"

"એવું સન્માન શું કામનું જે પોતાને ખુશી ના આપી શકે"

"એ તો જેની જેવી સોચ,બધું વિચારો પર નિર્ભર કરે છે.મારે જે કહેવું હતું એ કહ્યું હવે તું સમજદાર જ છે કે તારે શું કરવાનું છે"

સલોનીએ આમ શાંતિથી વાત સાંભળતી જોઈ એની મમ્મીને લાગ્યું કે સલોનીએ બધી જ વાત ધ્યાનથી સમજી છે અને એનો અમલ કરશે.

"બસ મમ્મી,હવે હું તૈયાર થઈ જાઉં.મારે નકુલના ઘરે પણ જવાનું છે"

"હા,તૈયાર થઈ જા જલ્દી"

*

નિત્યાને આજ અલગ જ ઉમંગ હતો.અગિયાર વાગે કોલેજ જવાનું હતું પણ સવાર સવારમાં જ તૈયાર થઈને ચા મૂકી દીધી.એના પપ્પાને ચા આપ્યા પછી ટિફિન બનાવવામાં એની મમ્મીને મદદ કરી અને પોતાનું અને એના પપ્પાનું ટિફિન પેક કર્યા પછી સોફામાં બેસી.

"થાકી ગઈને?"

"ના પપ્પા,આતો હું પહેલા પણ કરતી જ હતી ને"

"હા,એ તો છે"

"નિત્યા,તું ફરી એકવાર વિચારી લે કે ફાઇનલ તને એક્ટિવા લઈને ફાવશે?"

"હા પપ્પા,હું જઈ શકીશ.અને તમને શાંતિ થાય એ માટે કઈ દઉં કે દેવ પણ મારી પાછળ પાછળ જ આવશે"

"અચ્છા,તો વાંધો નઈ.સંભાળીને જજે.
જય શ્રી કૃષ્ણ
જય અંબે"

"જય શ્રી કૃષ્ણ
જય અંબે"