(ગયા અંકમાં આપે વાંચ્યું કે...એક અબળાને નરાધમ ના પંજામાંથી છોડાવવા બદલ કાકા ચોક્ક્સ શાબાશી આપશે એમ જીગ્નેશ પોરસાતા બોલ્યો હવે આગળ.....)
પાલીના બંદરે ઉતર્યા ત્યારે રોંઢો થવા આવ્યો હતો. નાવને બંદર પર લાંગરી ને ત્રણે નીચે ઉતર્યા. ઉતરતા વેંત જ ચકોરીએ સવાલ કર્યો.
"આપણે ક્યા આવ્યા?"ચકોરી ના સવાલનો જવાબ આપતા સોમનાથ બોલ્યો.
"આ પાલી ગામ છે. અને અહી મારો પરિવાર રહે છે. આપણે ઘરે જઈને. નાહી ને જમીશું. પછી આરામ કરીશું. પછી તમારે રોકાવું હોય તો રોકાવાની છુટ છે. પણ ચકોરી તમે ક્યા જશો?"સોમનાથે સવાલ પુછીને ચકોરી ને વિચાર મા મુકી દીધી. થોડોક વિચાર કરીને ચકોરી બોલી.
"આ તો મનેય ખબર નથી કે હું ક્યા જઈશ? મા બાપ તો છે નહી. માસી પાસે જઈશ તો બની શકે એ મને ફરીથી અંબાલાલના હવાલે કરી દે. જોઈએ તમારો દોસ્તાર મારા માટે શુ ફેંસલો કરે છે." સોમનાથ અને ચકોરી નો વાર્તાલાપ જીગ્નેશ શાંતિથી સાંભળી રહ્યો હતો. જ્યારે ચકોરીએ પોતાના વિશેનો ફેંસલો જીગ્નેશ ઉપર છોડ્યો તો જીગ્નેશે કહેવુ પડ્યુ કે.
"આપણે અહીંથી સાંજે રામપુર મારે ઘેર જઈશુ. કેશવકાકા ને મળીશું. પછી તમે કહેશો ત્યા તમને હુ પોહચાડી દઈશ."
સોમનાથના ઘરે પોહચતા જ સોમનાથની સ્ત્રી મંદાએ ઉમળકા ભેર જીગ્નેશ અને ચકોરીનુ સ્વાગત કર્યું.
"આવો. આવો અમારા નાનકડા પરિવારમાં તમો બન્નેનું સ્વાગત છે." આમ કહ્યા પછી સોમનાથને પુછ્યુ.
"હવે આ બન્ને વરઘોડિયાની ઓળખાણ તો કરાવો." મંદાના મુખેથી વરઘોડિયા શબ્દ સાંભળીને. ચકોરી અને જીગ્નેશ બન્ને શરમાઈ ગયા. ચકોરી તો શરમથી લાલ લાલ થઈ ગઈ. જીગ્નેશને તો શુ બોલવુ એજ ન સમજાણુ. અને સોમનાથ તો પોતાની બૈરીએ મારેલા લોચાથી ખડખડાટ હસી પડતા બોલ્યો.
"શુ તુયતે. જોયા જાણ્યા વગર કાંઈ પણ બાફી મારે છો." મંદાએ ઓછપાઈ જતા પુછ્યુ.
"તો શુ આ બેવ વરઘોડીયા નથી?"
"ના. આ મારા ગુરુનો પાલક પુત્ર છે જીગ્નેશ. અને આ છે ચકોરી. એક માથાભારે માણસના હાથમાં સપડાઈ હતી. જીગ્નેશે એને ઉગારી. બિચારી અનાથ છે." મંદાને ચકોરી પ્રત્યે સહાનભૂતિ થઈ આવી. એણે ચકોરી ને કહ્યુ.
"ચાલ બેન. આપણે રસોડામા રાંધતા જઈએ. અને વાતુ પણ કરતા જઈએ. તુ મને તારી મોટી બેન સમજીને તારા મનનો ભાર મારી પાસે હળવો કરી શકે છે." ચકોરી મંદાને રસોઈમાં મદદ કરતા કરતા પોતાની જીવનકથા ટુંકમાં મંદાને કહી સંભળાવી. જમીને આરામ કરી ને સાંજે ઢળતાં પહોરે જીગ્નેશે ચકોરી ને પુછ્યુ.
"ચકોરી. કહો તમને હુ ક્યા પુગાડુ? તમારી માસી સિવાય બીજુ કોઈ સગુવાલુ હોય તો ક્હો." જીગ્નેશનો પ્રશ્ન સાંભળીને જરાવાર વિચાર કરીને ચકોરી બોલી.
"પાંચ વરસ પૂર્વે અમે જ્યારે સીતાપુર મા રહેતા હતા ત્યા મારા બાપુના દોસ્ત કિશોરકાકા કદાચ મને આસરો આપે તો આપે.," ચકોરી ભીના સ્વરે બોલી. કિશોરકાકાનું નામ સાંભળીને જીગ્નેશની આંખમાં પાણી આવી ગયા. અને એ ચકોરીથી છાનું ના રહ્યુ. એણે તરત પુછ્યુ.
"શુ થયુ? તમારી આંખમાં આંસુ કેમ?"
"ના. ના." જીગ્નેશ ચેહરા પર કુત્રિમ સ્મિત ફરકાવતા બોલ્યો.
"કંઇક કચરો આંખમાં પડ્યો લાગે છે."જીગ્નેશ જૂઠું તો બોલ્યો. પણ. અવાજ ની ભીનાશને ન છુપાવી શક્યો.
"અચ્છા તો તમારી આંખમાં કચરો પડ્યો છે એમ? લાવો કાઢી આપુ." કહીને ચકોરી જીગ્નેશની નજદીક આવી અને એની આંખમાં ડોકાણી. ચકોરીને આટલી પાસે આવેલી જોઈને જીગ્નેશના હ્રદયના ધબકારા વધી ગયા.
"ના.ના એ તો પાંપણ પટપટાવીસ એટલે નીકળી જશે."કહીને જીગ્નેશે પોતાનો ચેહરો બીજી દિશામાં ફેરવી લીધો. અને થોડીવારે સ્વસ્થ થઈને બોલ્યો.
"તમે અહી સોમનાથભાઈને ત્યા જ રોકાવ. હુ ભાઈને ભલામણ કરી દઈશ કે એ તમને. તમારા કાકાને ગામ સીતાપુર મુકી જશે......
ચકોરી ના મુખેથી કીશોરકાકાનુ નામ સાંભળીને જીગ્નેશની આંખમાં આંસુ શા માટે આવ્યા.. જાણવા માટે વાંચતા રહો. ચોર અને ચકોરી.....