લગભગ 2 વર્ષ ની દોસ્તી અને 5 મહિના પ્રેમ સંબંધ ને ધ્યાન માં રાખી ને એક દિવસ સારા નીલ ને વાત વાત માં બોલે છે....
સારા :- નીલ આપણે બંને એ આપણાં ઘર માં વાત કરવી જોઈએ હવે... આપણા સંબંધ ની... તને શું લાગે છે...!??
નીલ :- હા, મને પણ હવે સમય બરાબર લાગે છે... તારું કોલેજ પૂરું થઈ ગયું.. અને મને હવે જોબ પણ મળી ગઈ છે તો આ સમય બરાબર છે... તું કહે ત્યારે આપણે સાથે મળીને બંન્ને ના ઘરમાં વાત કરીએ...
સારા જરા વિચારી ને બોલી..
સારા :- આ રવિવારે જ વાત કરીએ.. તું તારા ઘરે વાત કર..હું મારા ઘરે વાત કરું છું...
આ વાત કરી બંન્ને ફોન મૂકે છે...
ફોન મૂકી ને સારા વિચારે છે ,ઘરના લોકો માની તો જશે ને...? અને જો નહીં માને તો...? તો શું મારે અને નીલ ને અલગ થવું પડશે...?! પ્રેમ માં શું આવજો ની ભીત કે પછી સમાજ ની રીત વચ્ચે આવશે...?!
રવિવાર આવે છે.. બંન્ને ના મન ની હાલત ખરાબ હતી..
જેમ તેમ કરીને બંન્ને ઘર માં વાત કરે છે... બંન્નેના ઘર માં એક જ વાત ને લઇ ને દલીલ ચાલે છે કે " સામેનું પાત્ર આપણી જ્ઞાતિ નું નથી... બેટા અમને વાંધો ના હોય પણ સમાજ માં આપણી આબરૂ બચાવવા માટે આ સંબંધ ને નામ આપવું શક્ય નથી..." બંન્ને ને ઘર માંથી એક બીજા ને મળવા તેમજ વાત કરવાની મનાઈ થઈ ગઈ.... ઘરના લોકો એ જ વાત કરી ને બધાં નિર્ણય લઈ લીધાં... એક વાર વાત કરી હતી બંન્ને એ ફોનમાં... બસ તે જ... ત્યાર બાદ બંન્ને એક બીજાને જોવા માટે અને અવાજ સાંભળવા માટે તરસવા લાગ્યા... આ બધાં ની અસર તે બંન્ને ના જીવન પર પડવા લાગી... પણ બધું ભગવાન પર છોડી ને ઘર ના લોકો ની વાત માનવાનું નક્કી કરે છે બંન્ને...
થોડાં સમય બાદ બંન્ને ના એક કોમન ફ્રેન્ડ ની પાર્ટી હતી.. બંન્ને ને ઇન્વિટેશન હતું, બંન્ને ને ખબર હતી કે ત્યાં બંન્ને હશે... તે વાત ની ઘર માં જાણ થયા વગર ઘરમાંથી રાજા લઈ ને ત્યાં બંન્ને આવે છે... તેનાં ફ્રેન્ડ ને નીલ અને સારા ની આખી વાત ની ખબર હતી... તે બંન્ને ને વાત કરવા માટે અને મન ને શાંત કરવા માટે જોઈતો એટલો સમય આપવા માંગતો હતો.. એટલે જ તે બંન્ને ને પાર્ટી માં બોલાવ્યાં હતાં... કે બંન્ને વાત કરી શકે...
નીલ અને સારા હોલ ના એક ખૂણા માં એક ટેબલ પર બેસી ને એક બીજા ની આંખો થી જાણે બધી વાત કરતા હોય તેમ એક સેકન્ડ પણ ધ્યાન હટાયવા વગર એક બીજા ને જોવે છે... અચાનક નીલ બોલે છે...
નીલ :- સારા, તું ઠીક થઈશ જ બધું બરાબર કરી શકાશે... ઘરના લોકો વાત સાંભળવા માટે ભી તૈયાર નથી.. અને તું કશું બોલવા તૈયાર નથી... શું ચાલે છે મન માં બોલ કંઈક...
સારા આંખમાં આંસુ સાથે બોલે છે..
સારા :- નીલ, જેમ ઘરના લોકો કહે છે તેમ જ કરવાનું છે.. તે તને પણ ખબર છે... રહી વાત આપણી તો.. મારા દિલ માં તારી જગ્યા કોઈ પણ ના લઈ શકે... બીજા સાથે હવે ફક્ત જવાબદારી જ પૂરી થશે... પ્રેમ નહીં.... ભલે દૂર હશે તું મારા થી પણ જ્યાં હું હઈશ ત્યાં કશે ને કશે તું હશે જ મારી સાથે, મારા માં... બસ... હવે બીજું તો શું બોલું.. હું મારું એક અભિન્ન અંગ તને સોપુ છું... મારું દિલ... જેમાં કાયમ તું હશે...
નીલ :- સારા... ચૂપ થઈ જા.... તું આમ વાત કરીશ તો મારી હિંમત હું ક્યાં થી લાવીશ... પણ હા, હું વચન આપું છું.. કે તારી જગ્યા કોઈ ને નહીં આપું... મમ્મી પપ્પાએ આપણાં માટે જીવન માં ઘણું કર્યું છે, આ આપણો સમય છે તેના મન ને સમજી ને તેની વાત માનવાનો... કદાચ હવે ફરી મળવાનું ના થાય પણ તું...
આટલું બોલી ને નીલ ના અવાજ માં એક દર્દ છલકાઈ જાય છે... તે સારા ને પોતાની તરફ ખેંચી ને એક આલિંગન આપી દે છે...સારા નીલ ને આમ જોઈ પોતાની જાત ને થોડી નોર્મલ રાખવા ની નાકામ કોશિશ કરે છે... પણ તે રડી જ પડે છે.... એટલા માં તેમનો ફ્રેન્ડ આવે છે બંન્ને ને લઈ જાય છે.. જ્યાં કપલ ડાન્સ ચાલતો હતો ત્યાં... નીલ અને સારા કપલ ડાન્સ કરે છે પોતાની આ છેલ્લી મુલાકાત ને આંખોં માં ભરી લેવા માંગે છે... એટલા માં ત્યાં ગીત વાગે છે...
*लग जा गले,
के फिर ये हसी रात हो ना हो..
शायद फिर इस जनम में
मुलाकात हो ना हो...*
* हमको मिली है आज ये,
धड़िया नसीब से...
जी भर के देख लीजिए,
हमको करीब से...
फिर आपके नसीब में
ये बात हो ना हो...
शायद फिर इस जनम में,
मुलाकात हो ना हो....*
*लग जा गले के
फिर ये हसी रात हो ना हो
शायद फिर इस जनम में,
मुलाकात हो ना हो...*