Dhup-Chhanv - 58 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 58

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 58

થોડી વારમાં જ શેમના માણસોનો ફરીથી ફોન આવ્યો અને તેમણે પચાસ લાખ રૂપિયા રોકડા તેમજ શેમ ઉપર દાખલ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું. પચાસ લાખ રૂપિયા લઈને તેમણે શહેરની બહાર એક નિર્જન સ્થળે ઈશાનને એકલા જ આવવાનું કહ્યું. ઈશાને નમીતાની માંગણી કરી. ઈશાને જણાવ્યું કે, " હું પૈસા લઈને આવીશ પરંતુ તમારે નમીતાને મારે હવાલે કરી દેવી પડશે." પૈસાની લાલચ ભલભલાને ભાન ભુલાવે છે તેમ શેમના માણસો પણ પૈસાની લાલચમાં આવીને નમીતાને ઈશાનને સોંપવા માટે તૈયાર થઈ ગયા. કેસ પાછો ખેંચવા બાબતે ચર્ચા થઈ તો ઈશાને જણાવ્યું કે, હમણાં મારા વકીલ આઉટ ઓફ સ્ટેટ ગયેલા છે જેવા એ હાજર થશે હું કેસ પાછો ખેંચી લઈશ. શેમના માણસોને થયું કે આટલા બધા પૈસા મળે છે તો લઈને આ છોકરીને સોંપી દેવામાં જ મજા છે વધારે સમય પોલીસથી સંતાઈને આને ક્યાં છુપાવીને રાખવી અને તેઓ તૈયાર થઈ ગયા. હવે ડીલ નક્કી થઈ ગઈ હતી. ઈશાને નક્કી કરેલી જગ્યાએ, નક્કી કરેલી રકમ લઈને ફક્ત પહોંચવાનું જ હતું.

શેમના બંને માણસો તો, આટલા બધા પૈસા આપણને મળશે પછી તો આપણે આમ કરીશું ને તેમ કરીશું એમ શેખચલ્લીના વિચારોમાં ખોવાઈ ગયા અને પાગલોની માફક દારૂની બોટલ ખોલીને દારૂ પીવામાં તલ્લીન થઈ ગયા. એ દિવસ અને રાત તો તેમની બસ આમ દારૂ પીવામાં જ પસાર થઈ ગઈ. બીજે દિવસે સવારે તેમણે ફરીથી ઈશાનને ફોન કર્યો અને શહેરથી પચાસ કિલોમીટર દૂર જ્યાંથી જંગલની શરૂઆત થતી હતી અને કોઈ માણસની બિલકુલ અવર જવર નહતી રહેતી તેવી નિર્જન જગ્યાએ પચાસ લાખ રૂપિયા લઈને ઈશાનને એકલા આવવા માટે જણાવ્યું. શેમના કેસ બાબતે ફરીથી તેમણે પૂછ્યું તો પણ ઈશાને તેમને એક જવાબ આપ્યો કે, મારા વકીલ આઉટ ઓફ સ્ટેટ ગયેલા છે તે આવશે એટલે હું તરત જ કેસ પાછો ખેંચી લઈશ. તેમણે વધુમાં તેમ પણ કહ્યું કે, તે જો કંઈ પણ ચાલાકી કરી છે તો એટલું યાદ રાખજે કે, અમે તને ત્યાં ને ત્યાં જ ઉડાડી દઈશું અને આ છોકરીને પણ ઉડાડી દઈશું અને તારે કેસ પણ પાછો ખેંચી જ લેવો પડશે એટલું યાદ રાખજે.

ઈશાને તેમને કેસ પાછો ખેંચી લેવા બાબતે પ્રોમિસ આપી અને હું સમયસર પૈસા લઈને નક્કી કરેલ જગ્યાએ આવી જઈશ તેમ પણ જણાવ્યું.

મિ.સ્મિથ અને મીસ જેનીએ હવે કઈરીતે આ જગ્યાએ પહોંચવું અને કઈરીતે શેમના માણસોને પકડવા તે પ્લાન બનાવી દીધો હતો.

ઈશાને પૈસા ભરેલી બેગ તૈયાર કરી દીધી હતી અને તે નક્કી કરેલ જગ્યાએ જવા માટે નીકળી ગયો હતો. ત્યાં શેમના માણસો તેની રાહ જોઈને જ ઉભા હતા. જેવો તેને આવતા જોયો કે તરત જ જે એક જણના હાથમાં બંદૂક હતી તેણે તેનાથી હવામાં ગોળીબાર કર્યો અને ઈશાનને ત્યાં દૂર જ ઉભા રહેવા કહ્યું અને તે પોતાની સાથે કોઈને લઈને નથી આવ્યો ને એકલો જ આવ્યો છે ને તેની ખાતરી કરી લીધી.
ઈશાને પણ તેઓ નમીતાને પોતાની સાથે લઈને આવ્યા છે તેની ખાતરી કરી લીધી અને આમ સામસામે એકબીજાની શર્ત પૂરી થતાં જ શેમના માણસોએ ઈશારો કરી પૈસા ભરેલી બેગ નીચે મૂકી દેવા જણાવ્યું અને એક માણસે ઈશાન પાસે જઈને પૈસા ભરેલી બેગ ઉઠાવી લીધી અને નમીતાને ઈશાનને સોંપી દીધી.

જેવી નમીતા ઈશાન પાસે આવી ગઈ અને શેમના માણસો પૈસા બરાબર છે તેમ બેગ ખોલીને ખાતરી કરવા લાગ્યા કે તરત જ એક બંદુકનો ધડાકો થયો જેણે શેમના માણસના હાથમાં રહેલી બંદુક હવામાં ઉછાળી દીધી અને તેઓ સમજી ગયા કે આપણે હવે ફસાઈ ગયા છીએ અને ભાગવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ ચારેય બાજુથી પોલીસે તેમને ઘેરી લીધા હતા જેથી તેમની ભાગવાની કોશિશ નાકામિયાબ રહી. સૌ પ્રથમ પૈસા ભરેલી બેગ પોલીસે ઈશાનના હાથમાં સોંપી દીધી અને શેમના બંને માણસોને હાથકડી પહેરાવી દીધી. પોતે પકડાઈ ગયા એટલે તેઓ બંને જણાં ઈશાનને ધમકી આપવા લાગ્યા કે, " અમને પકડાવીને તે બરાબર નથી કર્યું આનો બદલો તો અમે લઈને જ રહીશું " અને પોલીસમેન બંનેને પોતાની જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા.

ઈશાને મિ.સ્મિથ અને મીસ જેનીનો ખૂબ ખૂબ આભાર માન્યો કે જેમની મદદથી નમીતા તેને પાછી મળી અને શેમના માણસો પણ પકડાઈ ગયા અને તેનું આ એક અઘરું કામ પાર પડ્યું.

ઈશાન પણ બીજી પોલીસવાનમાં નમીતાને લઈને પોતાના ઘરે પહોંચ્યો.
રસ્તામાં તેણે નમીતા સાથે વાતચીત કરવાની ખૂબ કોશિશ કરી પરંતુ નમીતા ભારોભાર ડિપ્રેશનમાં આવી ગઈ હતી તેથી તે ઈશાનના એક પણ પ્રશ્નનો કોઈ જ જવાબ ન આપી શકી.

હવે નમીતા ડિપ્રેશનમાંથી બહાર આવશે કે નહિ આવે અને આવશે તો ક્યારે આવશે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું.

~ જસ્મીના શાહ'જસ્મીન'
દહેગામ
23/3/22