હું અને કાન્હો
આજે વર્ષો પછી મારા રાધા હોવાનો અહેસાસ મને શરમાવી ગયો. “હા, એ હું જ
છું, જેને આમ કાન્હાની સાથે સમય વિતાવાનો મોકો મળ્યો છે કદાચ... કદાચ
કાન્હાનું હોવુ માત્ર મને ખુશ કરવા માટે પૂરતું હતું”
આજે કાન્હો સવાલ કરે છે. “કેમ રાધા કેમ? તું કેમ આવી મારા જીવનમાં? કોઇ
કારણ વગર, કોઈ સ્વાર્થ વગર આટલો બધો પ્રેમ?? કેમ રાધા?”
અને રાધા કહે છે “પ્રેમ આપવા આવી. જીવનમાં ધ્યેય આપવા આવી. ઘણા મોટા
સમર્પણ કરવાના છે કાન્હા તમારે. એટલે મારો મોહ લગાવીને બીજા મોહ
છોડાવવા આવી. સારુ, ખરાબ, નીતિ, કપત દરેક નો સ્વીકાર કરવાનો છે હસતા
મોઢે એનો સ્વીકાર કરાવા માટેની પ્રેરણા બનીને આવી. હાસ્ય અને સુખ જ
જીવનમાં પ્રેરણાના સ્ત્રોત નથી હોતા. કોઇક ની રાહ, યાદ, વિરહ અને એની
વેદના પણ ક્યારેક પ્રેરણાના સ્ત્રોત બની જતા હોય છે. હા કાન્હા, હું તો દુનિયાના
મોટા મોટા દુઃખ એવું વિચારીને સહી લઉં છું કે કાન્હાને ના પામી શકવાનું દુઃખ
ઘણું મોટું છે. જો હું એ સ્વીકારી શકું છું તો આ કેમ નહીં”
“અને કદાચ તમે પણ એ જ વિચારથી જીવી જતા હશે અને દરેક દુઃખ દર્દ ખુશી
બધાનો નિઃસ્વાર્થ સ્વીકાર કરતા હશે. કદાચ આ જ આપણી નિયતી હશે. બે
આત્માને બાળી ને હજારો આત્મા ને સંતોષ આપવાની નિયતી. દુનિયામાં પ્રેમની
એક રીત હજારો વર્ષો સુધી કાયમ રાખવાની નિયતી…”
શું રાધા માટે વિરહ ની વેદના હતી પ્રેરણા નું કારણ અને કાન્હા માટે શું હતું એ
કારણ.....
પ્રેમ શું છે?
કાન્હા મારી નજીક આવીને બેઠા અને મેં રોજની જેમ સવાલ કર્યો. “દેવ હજી હું
નથી સમજી શકી પ્રેમ શું છે? અથવા તો નથી અનુભવી શકી?” અને એ.. એ
એટલું જ મોહક હાસ્ય... “પ્રેમ... પ્રેમ હું છું. મને તમે જોવ છો, નિહાળો છો,
મારું હાસ્ય, મારો અવાજ, મારો મોહક ચહેરો, હું હોઉં કે ન હોઉં મારી ઉપસ્થિતી
તમારી નજીક હોય જ છે”
“કયારેક હવામાં મારી સુગંધ તમે મહેકતી મહેંકી શકો
છો. ક્યારેક હું નજીકના હોઉં છતા તમે મારા પર ગુસ્સે થાવ છો. મારી સાથે વાત
કરો છો. તમારા મનની અંદર એક નિરંતર વ્યાખ્યાન ચાલતું રહે છે. એ છે પ્રેમ.”
“મનની સુંદરતા છે પ્રેમ અને આત્મા નું દર્પણ છે પ્રેમ. સાચું કહું ને પ્રિયે, તો પ્રેમ
ને પૂરે પૂરો તો હું પણ સમજી કે અનુભવી નથી શક્યો. હા, એનો એક અંશ માત્ર
મારામાં છે, કે પ્રેમ છે તે જ હું છું અને જે હું છું એ જ પ્રેમ છે કદાચ. અથવા તો
હું જે કંઈ કંઈ પણ મારી ઈચ્છાથી બીજાના માટે કરી શકું, એ દરેક સારી વસ્તુ પ્રેમ
છે. એક નિરંતર નિરધાર ધારા છે. જે અમુક વ્યક્તિઓ માટે આપણા હૃદયમાં
અકબંધ હોય છે. એ સનાતન સત્ય હોય છે. જેને કોઈ બદલી નથી શકતુ”
“પણ દેવ આ ક્રોધ, આ પીડા, અપેક્ષા, શું આ પ્રેમના રૂપ હોય શકે છે?”
“હા..હા..હા..હા.. તે તમારા પ્રેમ ની ઉપજ છે”
“હા..હા..હા..હા.. પ્રિયે, અતિ
એટલે વિનાશ. જ્યાં જ્યાં પ્રેમ હશે કંઈક અંશે આ બધુ હશે જ. પણ હા, એના
પરનું આચરણના ગુમાવ્યું તો આ બધી જ વસ્તુ આપણને કંઈ પણ નુકસાન કરી
શકે એમ નથી. મારી અંદર પણ આ બધુ છે જ. પણ કદાચ એની માત્રા ઓછી છે.
કદાચ મારો સ્વીકાર કરવાનો ધર્મ આ દરેક ને પ્રતિઘાત નથી આપતો, કદાચ એમ
હોય શકે. મારા ખુદ ના જ મનને હુ પુરેપુરો ક્યાં સમજી શક્યો છું. અને પ્રેમ એ
શબ્દ તો ઘણો નાનો છે પરંતુ એનો અર્થ જીવન અને મૃત્યુ કરતાં પણ કંઈક વધારે
મોટો…”