(અલી ને અભી ને ફોન આવ્યો,પણ રાજ ને આ વાત ન કહેવાનું કહ્યું.કોણ હશે જે રાજ ને આ બાબત થી દુર રાખવા માંગે છે ?અને શું કામ? શુ અભી ને મળીને અલી ને કોઈ નવી જાણકારી મળશે કે પછી....)
અલી ફટાફટ તૈયાર થઈ ગયો,અને અભી ની બેંકે જવા નીકળ્યો.અલી ને આખા રસ્તે એક જ વિચાર આવતો હતો.રાજ ને આ વાત કરવાની કેમ ના કહી હશે?કેમ કે રાજ સાથે અભી ને કોઈ વાંધો હોઈ એવું તો ધ્યાન માં નથી.આમ તો અભી અને અલી ઘણીવાર મળતાં,ક્યારેક રાજ પણ સાથે હોઈ,તો પછી અભી અને રાજ વચ્ચે એવું તે શું થયું હશે?વિચાર માં જ અભી ની બેન્ક આવી ગઈ. અલી અભી ની કેબીન તરફ જતો હતો.ત્યાં જ પ્યુને તેને રોક્યો.
હું અભી નો દોસ્ત છું.એમને મળવા આવ્યો છું.
તમને ખબર નથી અભી સર તો છેલ્લા બે દિવસ થી બીમાર છે,તેઓ બેંકે આવ્યા જ નથી.
શું?અભી બે દિવસથી બેંકે જ નથી આવ્યો.ઓહહ નક્કી કંઈક ગડબડ છે.અલી ને અભી ના ઘર નું એડ્રેસ ખબર નહતી.એટલે તેને પ્યુન ને પૂછ્યું.અને તેના ઘરે જવા નીકળ્યો..
અલી પ્યુને બતાવેલા એડ્રેસ પર પહોંચ્યો.કેમ કે બેન્ક માં નોકરી લાગતા જ અભી એ ખૂબ જ સારી એવી સોસાયટી માં પોતાનો એક નાનો એવો બંગલો લીધો હતો.
અલી એ નાનો એવો દરવાજો ખોલ્યો,અંદર એક તરફ સરસ બગીચો હતો,તેમાં એક નાનો એવો હીંચકો,અને બીજી તરફ પાર્કિંગ ની જગ્યા હતી.જેમાં અભી નું બાઇક પડ્યું હતું.અલી એ મુખ્યદ્વાર પાસે પહોંચી ને તેને તે ખાખડાવ્યું.થોડી જ વાર માં અંદર થી એક સાઈઠેક વર્ષ ની આસપાસ ના એક વૃધ્ધા આવ્યા.અલી તરત જ તેમને ઓળખી ગયો,અને તેમને પગે લાગી ને આશીર્વાદ લીધા તે પણ તેમને ઓળખી ગયા,અને આવકારો આપ્યો.તે અભી ના મમ્મી હતા.
કેમ છો આંટી?અલી એ વિવેક અને ધીરજથી પૂછ્યું.
હું તો આ રહી દીકરા,તું કે કેમ છે?અને તમે લોકો ફરી ને ક્યારે આવ્યા,અને અભી...અભી ક્યાં છે.કે એ હજી ત્યાં જ રોકાયો છે?
અલી તો આટલા સવાલ સાંભળી ને મુંઝાય ગયો.તેં પોતે અહીં અભી ની તબિયત જોવા આવ્યો હતો,અને આ તો સામે ફસાઈ ગયો.હવે શુ બોલવું એ વિચાર જ કરતો હતો ત્યાં ફરી એના મમ્મી બોલ્યા.
તો કેવું રહ્યું તમારું ફરવાનું.આમતો આટલા વર્ષે બધા ગયા તો આનંદ આવ્યો જ હશે.પણ હા આ મોક્ષા જેનું કિડનેપ થયું એ તમારી સાથે જ હતી ને?મને તો સાંભળી ને ખૂબ જ દુઃખ થયું.કેમ થયું હશે આવું?
અભી ના મમ્મી સવાલો કરતા રહ્યા,અને અલી પાસે તેનો કોઈ જ જવાબ નહતો.
અલી એ પોતાનો લુલો બચાવ કરતા કહ્યું કે તે તો વહેલો આવી ગયો હતો,એને એમ કે અભી આવી ગયો હશે, એટલે જ એને મળવા આવ્યો.આંટી એનો ફોન લાગતો નથી,તો તમારી પાસે બીજો કોઈ નંબર હશે?
અભી ના મમ્મી એ તેનો બીજો નંબર આપ્યો.અને અલી ફટાફટ ત્યાંથી નીકળી ગયો.એને પોતાને સમજાતું નહતું કે આ થયું શું?હવે રાજ ને હમણાં આ વાત કહેવી નથી,અને શિવ ને તો પહેલેથી જ અભી પર શંકા છે.હવે કરવું શું?આમ વિચાર સાથે અલી પોતાની ઓફિસે પહોંચ્યો.હવે તેને સૌથી પહેલું કામ અભી ને ફોન કરવાનું કર્યું.
અલી એ અભી ને ફોન કર્યો પણ અભી નો ફોન ઉપડ્યો નહિ.આ તરફ શિવ ને જે માણસ મળવા આવ્યો હતો તેને જોઈ ને સોના ના મનમા ઘણી શંકા કુશંકા થાય છે.કેમ કે એ માણસ શહેર ના કુખ્યાત માણસો ના ટોપ લિસ્ટ માં આવતો હતો.આમ તો શિવ આવા માણસોથી દૂર જ રહેતો પણ ખબર નહિ આ એની પહોંચ માં કેવી રીતે આવ્યો.હવે અલી ને કહું કે રાજ ને! આ બાબત સોના ને પરેશાન કરતી હતી.ત્યાં જ તેનો ફોન રણક્યો...
હેલ્લો સોના ..મને મદદ કર હું મુસીબત મા છું પ્લીઝ શિવ ને આ બાબતે કાઈ ના કહેતી.પ્લીઝ...અને ફોન મુકાઈ ગયો.
(અલી ને તો અભી ના ઘરે કોઈ અલગ જ વાત જાણવા મળી,તો અભી છે ક્યાં?અને શું કામ એ તેના મમ્મી થી ખોટું બોલ્યો હશે!સોના ને કોનો ફોન આવ્યો?અને એ પણ શિવ થી છુપાવાનું કહે છે શું આ ખરેખર કેસ ને જોડતી કોઈ કળી છે કે કોઈ કરે છે આમને ગુમરાહ.જોઈશું આવતા અંક માં...)
✍️ આરતી ગેરીયા