Life journey of Lord Krishna in Gujarati Mythological Stories by वात्सल्य books and stories PDF | શ્રીકૃષ્ણની જીવન યાત્રા

Featured Books
Categories
Share

શ્રીકૃષ્ણની જીવન યાત્રા

શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ.જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ -૩૨૨૬(ઇસ્વીશન પૂર્વે )ના રોજ રવી/સોમવાર તિથી-વર્ષ સંવત ૩૨૮૫ (પૂર્વે )શક સંવત ૩૧૫૦ (ઈશ્વીશન પૂર્વે)શ્રાવણ વદ આઠમ,જેને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ,નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર.રાત્રીના ૧૨ કલાકે,મધ્ય રાત્રી રાશી-લગ્ન - વૃષભ રાશી,જન્મ સ્થળ - રાજા કંસની રાજધાની મથુરામાં હાલનો તાલુકો જીલ્લો- મથુરા ઉત્તર પ્રદેશ,વંશ/કુળ-ચંદ્ર વંશ. યદુકુળ ક્ષેત્ર - માધુપુર,યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર,વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨મો દિવસ,માતા - દેવકી જે રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી હતાં.જેને કંસએ પોતાની બહેન માની હતી.પિતા વાસુદેવ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી.પાલક માતા-પિતા-મુક્તિ દેવીનો અવતાર- જશોદા,વરુદ્રોણના અવતાર ગોવાળોના રાજા નંદ.મોટા ભાઈ-વસુદેવ અને રોહિણીનો પુત્ર શેષનો અવતાર શ્રીબલરામજી,બહેન - સુભદ્રા,ફોઈ-વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી,મામા-કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ,બાળસખા-સાંદીપની ઋષિ આશ્રમના સહપાઠી સુદામા,અંગત મિત્ર-અર્જુન,પ્રિય સખી-દ્રૌપદી
પ્રિય પ્રેમિકા-સાક્ષાતભક્તિ નો અવતાર સમી-રાધા,પ્રિય પાર્ષદ-સુનંદ,
પ્રિય સારથી-દારુક,રથનું નામ-નંદી ઘોષ જેની સાથે શૈબ્ય,મેઘ્પુષ્ય બલાહક,સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા.રથ ઉપરના ધ્વજ-ગરુડધ્વજ,ચક્રધ્વજ,કપિધ્વજ.રથના રક્ષક-નૃસિંહ ભગવાન,મહાવીર હનુમાન.
ગુરુ અને ગુરુકુળ-સાંદીપની ઋષિ ,ગર્ગા ચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું.પ્રિય રમત-ગેડી દડો , ગિલ્લીદંડા,માખણ ચોરી,મહી વેચવા જતી મટકીઓ ફોડવી,રાસલીલા.પ્રિય સ્થળ-ગોકુળ, વૃંદાવન,વ્રજ,દ્વારકા.પ્રિય વૃક્ષ-કદંબ,પીપળો, પારીજાત,ભાંડીરવડ.પ્રિય શોખ-વાંસળી વગાડવી,ગાયો ચરાવવી.પ્રિય વાનગી-તાંદુલ દહીં.પ્રિય હથીયાર-સુદર્શન ચક્ર.પ્રિય સભામંડપ - સુધર્મા.પ્રિય પટરાણી-રુક્ષ્મણીજી.પ્રિય મુદ્રા - વરદમુદ્ર ઓળખ ચિહ્ન-ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે ચિહ્.વિજય ચિહ્ન.પંચજન્ય શંખ.આયુધો-સુદર્શન ચક્ર,કૌમુકી ગદા,સારંગપાણીધનુષ,વિધ્યાધર તલવાર,નંદક ખડ.બાળ પરાક્રમ-કાલીનાગ દમન,ગોવર્ધન ઊંચક્યો,દિવ્ય રાસલીલા.પટરાણીઓ - રુક્ષ્મણી,જાંબવતી,મિત્રવૃંદા,ભદ્રા,સત્યભામા,લક્ષ્મણા,કાલિંદી,નાગ્નજીતી.
૧૨ગુપ્તશક્તિઓ-કીર્તિ,ક્રાંતિ,તૃષ્ટિ,પુષ્ટિ,ઈલા,ઉર્જા,માયા,લક્ષ્મી,વિદ્યા l,પ્રીતિ,અવિધા,સરસ્વત.
દર્શન આપ્યા-જશોદા,અર્જુન,રાધા,અક્ર્રુરજી નારદ,શિવજી,હનુમાન,ચક્રથી વધ-શિશુપાલ , બાણાસુર,શત્ધ્નવા,ઇન્દ્ર,દુર્વાસા,રાહુ.
પ્રિય-ગોપી,ગાય,ગોવાળ,ગામડું,ગીતા,ગોઠડી,ગોરસ,ગોરજ,ગોમતી,ગુફા.
પ્રસિદ્ધ નામ-કાનો,લાલો,રણછોડ,દ્વારકાધીશ, શામળિયો,યોગેશ્વર,માખણચોર.
વિશેષતા-જીવનમાં ક્યારેય રડ્યા નથી.કોની રક્ષા કરી - દ્રૌપદીનાં ચીર પૂર્યા,સુદામાની ગરીબી પૂરી કરી,ગજેન્દ્ર મોક્ષ,મહાભારતના યુદ્ધમાં પાંડવોની , ત્રીવ્કા દાસીની ખોડ દુર કરી,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા,યુદ્ધ વખતે ટીંટોડીના ઈંડા બચાવ્યા.ધર્મ ગ્રંથને સાહિત્ય-શ્રીમદ ભગવદ ગીતા,મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો,હરિવંશ,ગીત ગોવિંદ,ગોપી ગીત.સખા સખી
ભક્ત જન-સુદામા,ઋષભ,કુંભનદાસ,વિશાલ અર્જુન,ત્રીવકા,ચંદ્રભાગા,અંશુ,સુરદાસ,પરમાનંદદ્રૌપદી,શ્યામા,તુલસીદાસ અને વિદુર.
શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ,દેવ ગંધાર,રામકલી,પંચમ સુહ,હિંડોળ
બપોરે - બીલાવત,તોડી ,સારંગ,ધનશ્રી,આશાવર.
મુકૂટ મોર પીછ,કાન પર કુંડળ,ગાળામાં વૈજ્યન્તી માળા,હાર,હાથના કાંડા પર બાજુબંધ,કળાકાર કંકણ,એક હાથમાં વાંસળી બીજા હાથમાં કમળ, કેડે કંદોરો,છડી,પગમાં સાંકળા,લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દનનું તિલક,પીળું પીતાંબર,અંગરખું.
કોનો કોનો વધ કર્યો -પુતના,વ્યોમાસુર,અરીશ્તાસુર,શિશુપાલ ભસ્માસુર,અધાસુર વિગેરે.
શ્રેષ્ઠ મંત્ર-ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રીકૃષ્ણ: શરણંમમ.
જીવનમાં ૮ અંકનું મહત્વ
દેવકીનું આઠમું સંતાન,શ્રીકૃષ્ણભગવાનનોઆઠમો અવતાર.કુલ ૮ પટરાણીઓ શ્રાવણ વદ ૮ નો જન્મ.જુદા જુદા ૮ અષ્ટક,કુલ ૮ સિદ્ધિના દાતા.
આઠ દુષ્ટોનો સંહાર.
૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવાના ૧૧ કારણો.
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧ (એકાદશી )
યાદવોની વસ્તી ૫૬ કરોડ હતી.
શ્રેષ્ઠ ઉપવાસ અગિયારસનો.
રાશી ૧૧મી.અર્જુનને વિરાટ દર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય.
મથુરા છોડ્યું ત્ત્યારે ઉંમર ૧૧વર્ષ,મૃત્યુના કારણો - ગાંધારીનો શ્રાપ,દુર્વાસા મુનીનો શ્રાપ,વાલિકાવધ.
દેહ ત્યાગનું સ્થળ-સોમનાથ તીર્થ-પ્રભાસ પાટણ(સોમનાથ)જીલ્લો જુનાગઢ,ગુજરાત હિરણ્ય નદીના,કપિલા નદી,સરસ્વતી નદી ના ત્રિવેણી સંગમ સ્થાને પીપળાના વૃક્ષ નીચે "ભાલકા તીર્થ" પારધીના બાણથી મૃત્યુ.એક ખાસ નોંધનીય બાબત છે કે મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણ ક્યારેય મથુરા,ગોકૂળ,વૃંદાવન ગયાં હોય એવો ઉલ્લેખ નથી.દ્વારકા આવ્યા પછી યાદવોમાં ખૂબ વેરઝેર વધી જવાના કારણે તેઓ ખૂબ દુઃખી હતા.તેઓ એકાંત વાસ ઝંખતા હતા અને તે સોમનાથ નજીક ભાલકા તીર્થ જયાં ત્રણ નદીઓનું મિલન થાય છે તે જગ્યાએ એક વડપીપળના થળમાં પગ ઉપર પગ ચડાવી અર્ધમુદ્રામાં તેઓ ચિંતન કરતા હતા. કે યાદવો માટે અલગ નગર વસાવી આપ્યું તે છતાં અંદરો અંદરની લડાઈ થતાં ખૂબ વ્યથિત હતા તેવા સમયે પારધીનું પગમાં બાણ વાગતાં ત્યાંજ ઢળી પડ્યા.
🌹અવસાન ની વિગત 🙏🏿
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨(ઇસ્વીશન પૂર્વે) શુક્રવાર બપોરના ૨ ક્લાકે,૭મિનિટ,૩૦ સેકન્ડે ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યાગ કર્યો.
. (સંદર્ભ :-શ્રીકૃષ્ણ જીવન દર્શન,અલગ અલગ શબ્દ કોશ,ભાગવત,ઐતિહાસિક પુરાવા અને ગુગલ )
સંકલન :-સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)