The duty of civilians in a state of war in Gujarati Anything by Jatin Bhatt... NIJ books and stories PDF | યુધ્ધ સ્થિતિ માં નાગરિકોની ફરજ 

Featured Books
Categories
Share

યુધ્ધ સ્થિતિ માં નાગરિકોની ફરજ 









હમણાં રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે , તો આ સાંપ્રત સમયમાં આ નિબંધ ઉલ્લેખનીય છે એવું મારું મંતવ્ય છે
( આ નિબંધ મેં સ્પર્ધા માં મોકલ્યો હતો પણ કદાચ સ્પર્ધા આગળ વધી જ ન હતી)

યુધ્ધ સ્થિતિ માં નાગરિકોની ફરજ


યુધ્ધસ્ય કથા રમ્યા.....
સંસ્કૃત સુભાષિત ની પહેલી લીટી છે....
યુધ્ધ ની કથા રમણીય હોય છે પણ વ્યથા પણ એટલી જ હોય છે...
યુધ્ધ એટલે શું?
યુદ્ધની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો યુધ્ધ એટલે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે રાજકીય હેતુ, સીમા વિવાદ માટે વિશાળ ફલક પર થતો સશસ્ત્ર સંઘર્ષ, જેનો ઉદ્દેશ દુશ્મન પર વિજય મેળવવાનો હોય છે... અને એમ જોવા જઇએ તો શાંતિ માટે પણ યુધ્ધ જરૂરી છે,

અચ્છા,નાગરિક ની વ્યાખ્યા કઈ?
આપણા ભારત દેશ ની વાત કરીએ તો
ભારતીય નાગરિકતા : ભારતના બંધારણના ભાગ-૨માં અનુચ્છેદ-૫ થી અનુચ્છેદ-૧૧ માં ભારતની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે. એ મુજબ ભારતીય નાગરિકતા એટલે જે વ્યક્તિ ભારતમાં વસતો હોય અને તે ભારત દેશ તરફથી મળતા તમામ રાજકીય તેમજ સામાજીક આધિકારો મેળવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હોય તેને ભારતીય નાગરિક કહેવાય, એનો મતલબ એવો થયો કે નાગરિક તરીકે ના તમામ અધિકારો આપણે ભોગવી રહેલા છે.
પણ પણ
એના પછી બીજી જ લીટી માં લખેલું છે કે પ્રત્યેક નાગરિક દેશ પ્રત્યે પણ ફરજ બજાવતો હોવો જોઈએ...આપણાં દેશ ના બંધારણ ની કલમ ૫૧(ક) અનુસાર ભારત ના નાગરિકો ની ફરજો સુનિશ્ચિત કરેલ છે એ અનુસાર, 'દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની 'એવો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે.

હવે યુધ્ધ સ્થિતિ માં કઈ કઈ ફરજ આવે તે જોઈએ:

આમ નાગરિકે યુધ્ધ સ્થિતિ માં ઘરમાં જ રહેવું જોઈએ,
સાયરન વાગે ત્યારે ઘરમાં જ રહેવું જોઈએ અને લાઈટો બંધ કરી દેવી જોઈએ, કોઈ પણ જાતનો તણખો જેમકે બીડી, સિગારેટ નો કે પછી કોઈનો પણ થવો ન જોઈએ.,
સરહદ પર સૈનિકો યુધ્ધ કરતા હોય ત્યારે ઘાયલ સૈનિકો માંથી પુષ્કળ લોહી વહી જાય છે તો એના માટે પ્રત્યેક નાગરિકે આગળ આવીને રક્ત દાન કરવું જોઈએ,
આજ સમયે સરકાર કોઈ પણ જાત નો વેરો ઉઘરાવી શકે છે તો એ જ સમયે ભરવો જોઈએ,અમુક જાણીતી સંસ્થા ઓ કે એનજીઓ ઓનલાઇન ડોનેશન ની સગવડ આપે છે એનો લાભ લેવો જોઈએ,
આ સમયે ભામા શાહ ને યાદ કરવા જ પડે, કે જેમણે મહારાણા પ્રતાપ ને એમનું બધું જ ધન આપી દીધું હતું અને એ ધન થકી જ ફરીથી સૈન્ય ઊભું થઈ શક્યું હતું.,
શહિદ થયેલા સૈનિકો ને પણ આમ નાગરિક જેવુંજ કુટુંબ હોય છે તો દરેક નાગરિકે આગળ આવી એમનું કુટુંબ દત્તક લેવું જોઈએ
એમના બેંક એકાઉન્ટ માં નાણાં જમા કરાવી ને અથવા તો કોઈ પણ રીતે મદદ કરવી જોઈએ.
આપણા રામાયણ માં પણ સ્થાનિક નાગરિકો એ મદદ કરીને તો રામસેતુ બાંધ્યો હતો એ કેમ ભુલાય!
અરે એમાં માં પણ તો ઉલ્લેખ છે કે એક ખિસકોલી એ પણ ભગવાન શ્રી રામને નાની તો નાની પણ ઉલ્લેખનીય મદદ કરી હતી અને ભગવાન શ્રી રામ ને લંકા સુધી લઈ જનાર પણ આમ નાગરિકો જ હતા ને,!
એમ તો આપણાં દેશનું સૈન્ય બળ દુનિયાનું ત્રીજા નંબર નું છે
અને એટલેજ આપણા દેશ મા ઘર દીઠ એક જણ ને લશ્કરી તાલીમ ફરજીયાત નથી, બાકી ઈઝરાયેલ માં દરેક નાગરિકે તાલીમ લેવી ફરજિયાત છે.,
પણ બીજી રીતે આમ નાગરિકે પણ યુધ્ધ માં જોડાવા ની તૈયારી રાખવાની,
એટલે સરહદ પર જવાની વાત નથી, પણ જેમકે એક ડોક્ટરે ઘાયલ સૈનિકો ની સારવાર કરવા જવાની તૈયારી રાખવાની અને એ પણ રાષ્ટ્રપ્રેમ સાથે,એક ઝનૂન થી જવું જોઇએ,
આજ પ્રમાણે એન્જિનીયર એ પણ પુલ વગેરે ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા ની તૈયારી રાખવી પડે, નર્સો એ હોસ્પિટલ માં સેવા આપવાની તૈયારી રાખવી પડે,
આપણા કલાકારો પણ એમની રીતે તૈયારી કરી શકે,
જેમકે ગાયક કલાકાર દેશભક્તિ ના ગીતો ગાઈ શકે,
કોઈ ફિલ્મ કલાકાર સરહદ પર જઈ સૈનિકો નો જુસ્સો ટકાવી શકે,
આપણી બહેનો રાખડી મોકલી શકે,
આવી રીતે આખા દેશમાં દેશભક્તિ નો માહોલ ઉભો કરી શકે,

કૉલેજ ના વિદ્યાર્થીઓ કે જેઓ એ એનસીસી ની તાલીમ લીધેલી હોય તો તેમણે પણ તૈયારી રાખવી પડે, સ્કાઉટ એન્ડ ગાઇડ ના વિદ્યાર્થીઓ એ પણ તૈયારી રાખવી પડે,
આઇપીએસ, આઇએએસ વ્યક્તિ ઓ એ પણ તૈયારી રાખવી પડે, અને ખાસ તો કમ્પ્યુટર ઈજનેર કેમ કે હવે ના યુદ્ધો માં કમ્પ્યુટર મહત્ત્વનો ભાગ ભજવશે, એને દુશ્મન દેશ ના કોમ્પ્યુટર ને હેક કરવું પડશે, આપણા દેશ માટે પણ નવા પ્રોગ્રામ બનાવવા પડશે,
દેશ ના દરેક કારખાના સૈન્ય ની દોરવણી મુજબ કામ કરશે જેમ કે કોઈ અગત્ય ના પૂરજા બનાવવા, ટ્રાન્સપોર્ટ વાળા એ પણ એજ પ્રમાણે કામ કરવાની તૈયારી રાખવી પડે.
આમ દરેક ચાવીરૂપ નાગરિકો એ પણ આ પ્રમાણે તૈયારી રાખવી પડે.
હવે સરહદ ના નાગરિકો ની વાત કરીએ તો,
સરહદ ના નાગરિકો સૈન્ય ને મદદ કરતા હોવા જોઈએ,

એક વાત યાદ આવે છે :
1971 ભારત પાકિસ્તાન ના યુધ્ધ વખતે પાકિસ્તાને આપણાં ગુજરાત માં આવેલા ભુજ સ્થિત એરપોર્ટ પર સખત બોમ્બ મારો કરી રનવે ને ખૂબ ખૂબ નુકશાન પહોંચાડયું હતું,હવે રાતોરાત તો રનવે બની ન શકે, અને એ વખતે આપણા સૈન્ય પાસે જરૂરી માણસો પણ ન હતા,અને જે હતા તે બધા બીજી જગ્યા એ સૈન્ય ના કામે લાગેલા હતા,પાકિસ્તાને ૧૪ દિવસો સુધી ભુજ ની એ એરસ્ટ્રીપને હવાઈ હુમલા કરી ને ખૂબજ નુકશાન પહોંચાડયું હતું ત્યારે એ વખત ના જિલ્લા કલેકટર એ ગામે ગામ ફરી લોકો ને મદદ માટે અપીલ કરી હતી, ત્યારે માધાપર ગામની કુલ 300 બહેનો એ 72 કલાક સખત મહેનત કરી એ રનવે તૈયાર કરી આપ્યો હતો,
વિચાર કરો કે પાકિસ્તાન ના વિમાનો એજ રનવે ની ઉપર ચક્કર મારતા મારતા બોમ્બ ફેંકતા હતા અને એ બોંબ ધડાકા વચ્ચે આપણી બહેનો એ રનવે ઠીક કરી આપ્યો હતો અને પરિણામ આપણને ખબર જ છે કે આપણે ભવ્ય વિજય મેળવ્યો હતો..
એજ પ્રમાણે કારગિલ યુધ્ધ :
આપણા સૈન્ય ને આપણા જ નાગરિકોએ જ બાતમી આપી હતી કે કારગિલ ટેકરી ઓ પર પાકિસ્તાની સૈનિકો દ્વારા કબજો લેવાયો છે અને આજ નાગરિકો એ આપણા સૈનિકોને રસ્તા પણ બતાવ્યા હતા.
બીજું કે સરહદ ના નાગરીકો એ સૈનિકો માટે અનાજ, પાણી ની વ્યવસ્થા કરવી જોઈએ.,
એમ તો હવે આધુનિક મશીનરી થી રસ્તાઓ શોધી શકાય છે પણ
હજુ પણ દુર્ગમ વિસ્તારોમાં મશીનરી કામ નથી કરતી
એવામાં આગળ રસ્તાઓ શોધવા માટે સ્થાનિક નાગરિકોની જરૂર પડતી હોય છે તો એ માટે પણ આગળ આવવું જોઈએ.,
એવું નથી કે યુધ્ધ બે દેશ ના સૈન્ય વચ્ચે હોય, બંને દેશ ના નાગરીકો વચ્ચે પણ કહેવાય, તો નાગરિક તરીકે ફરજ હોય કે આપણે વિરુદ્ધ દેશ ના માલસામાન નો બહિષ્કાર કરવો, આયાત નિકાસ બંધ કરી દેવી, જે તે દેશ માંથી આપણા નાગરિકો એ પરત આવવું જોઈએ,
બીજું કે આંતરિક વર્ગ વિગ્રહ બંધ કરી દેવો જોઈએ, પક્ષ ની રાજનીતિ બંધ કરી દેવી જોઈએ, અને આખો દેશ એક થઈ જવો જોઈએ.
અરે આમાં તો આપણાં વીર ભગતસિંહ,બી. કે દત્ત, રાજગુરુ અને સુખદેવ થાપર પણ સામાન્ય નાગરિક જ હતા પણ એ લોકોમાં રાષ્ટ્રપ્રેમ જબરદસ્ત હતો,
તો આપણે પણ દેશ ના નાગરિક તરીકે જ્યારે પણ યુધ્ધ સ્થિતિ હોય ત્યારે આપણા દિલ માં એક જ અવાજ આવવો જોઈએ કે

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે,
દેખના હે જોર કિતના બાજુએ કાતિલ મેં હે.

અસ્તુ,


જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995