'ગણપત રાવ, આ બધા કતલો સંબંધોના કારણે થયેલા છે. મામલો પૈસાનો નથી મગજનો છે. સંપતિનો નથી સંબંધનો છે.’
બંને વાતો કરતા હતા ત્યાંજ રાજીવ અને વ્યતિશ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. બન્નેની આંખોમાં હજુ અશ્રુની ભીનાશ દેખાઈ રહી હતી. બન્ને જણ આવીને પરીકરની સામે પ્રશ્ન સૂચક આંખે બેઠા.
રાજીવ બોલ્યો, ‘ સાહેબ, કંઈ પતો લાગ્યો! કોણે મારો હસતો ખેલતો પરિવાર રહેંસી નાંખ્યો?’ બોલતા બોલતા એની આંખોમાં ભીનાશ તરી આવી, ‘ આવતી કાલે બા, બાપુજી અને સુજાતાના અસ્થીઓ તર્પણ કરવા માટે નારાયણ સરોવર જાઉં છું. એટલે થયુ તમને મળતો જાઉં. ’
‘ તપાસ ચાલુ છે. કંઈ ખબર મળશે એટલે તમને ચોક્કસ જણાવી દઈશું. ’ ઇન્સ્પેક્ટર પરિકરનું મગજ ગુનાના અભેદ રહસ્ય ઉકેલ લાવવા માટે કાર્યરત હતું,ત્યાંજ આ બન્ને આવી ગયા એટલે એમને ગમ્યુ નહોતું. એના કારણે જ એમણે પોલીસને છાજે એવો જ રૂખોસૂખો પ્રત્યુત્તર આપ્યો.
પરંતું રાજીવ આગળ ને આગળ બોલતો જતો હતો. એણે બંને હાથે માથુ પકડી લીધું હતું. લગભગ પોક મુકી હોય એવી રીતે એ રડી પડ્યો હતો, ‘ સાહેબ, એકવાર ,એકવાર એને મારી સામે લાવો. ભલે મને ફાંસી થાય પણ હું એને જીવતો નહીં છોડુ. મારી આખી જિંદગી એણે ખરાબ કરી નાંખી…. સાહેબ… ! બરબાદ કરી નાંખ્યો મને…’ બોલીને એણે એના બંને હાથ ટેબલ પર પછાડ્યા. એના હાથ જોઈ પરિકર એને એક ધારે જોઈ રહ્યા હતાં.
એનું રડવાનુ સતત ચાલું હતું , વ્યતીશ અને ગણપત રાવ ના સમજાવ્યા બાદ તે શાંત રહ્યો. ત્યારબાદ વ્યતિષ અને રાજીવે ત્યાંથી નીકળી ગયા.
પરિકર હજી ચૂપજ હતા , રાજીવ અને વ્યતિશને બહાર નીકળતા જોઈ રહ્યા હતાં.
આ તરફ dr. મનોજ જોષી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ લઈને પરિકરની ચેમ્બરમાં પહોંચ્યા, ગણપત રાવ પણ ત્યાંજ હતાં.
Dr. જોષીએ ફાઈલ ટેબલ પર રાખીને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર માહિતી પરિકર ને જણાવી રહ્યા હતા.
મિ. પરિકર આ મર્ડર રાત્રે 1થી2 ની વચ્ચે થયું છે. શરીર પર રહેલાં ત્રણે જણ ના ઘા અને ઘાની ઊંડાઈ ઉપર એવું જાણવા મળ્યું છે કે આ મર્ડર કોઈ પ્રોફેશનલ કિલર દ્વારા કરવામાં આવેલ છે. કારણકે જે પ્રમાણે વલ્લભદાસ અને રાધિકાના જે પ્રમાણે ગળા કાપવામાં આવ્યાં છે તે સામાન્ય માણસના હાથની વાત નથી.10થી 12 ઈંચ નો તીક્ષ્ણ ચાકુ વડે એક જ ઝાટકે ધડ માંથી માથું અલગ કરી નાખવામાં આવ્યું છે.
' સાહેબ લાશ ઉપર કે ઘરની અંદર કોઈ અજાણી વ્યક્તિ ના ફિંગરપ્રીન્ટ મળી છે?' ચાલું વાતે ગણપત રાવ વચમાં બોલી પડયો.
ગણપત રાવ , હું પૂછી રહ્યો છું ને ? પરિકરએ ત્રાશી આંખે જોઈ ને કહ્યું.
પરિકર બીજી એક ખાસ વાત એ છે કે, ખૂનીની હાઇટ 5.5 ફૂટ અને તેનો શારીરિક બાંધો એક પહેલવાન જેવો હસે. અને ફિંગરપ્રિંટ ની વાત કરીએ તો ઘરના લોકો સિવાય બીજા કોઇ અજાણ્યા વ્યક્તિના ફિંગરપ્રિન્ટ મળ્યા નથી.
પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર હજી સુધી ખૂની સુઘી પહોચવું મુશ્કેલ હતું.
પરિકર ફરી એકવાર ફાઈલ હાથમાં લઈ કેસની વિગત તપાસી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રાજીવનું અકસ્માત પણ રાત્રે 2 વાગ્યાં આસપાસ થયું હતું. શું રાજીવને પણ અકસ્માત વાટે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો?
ગણપત રાવ સામે જોઈને પરિકરે પૂછ્યું , મેં તને બધાય ની કોલ ડિટેલ લાવવા કહ્યું હતું શું થયું તેનું ?
'ફિકર નોટ સાબ!' હમણાં 15 મિનીટમાં આવશે મારી વાત થઈ ગઈ છે.
ઘટના બની એને વીસ દિવસ થયા પણ પોલીસ હજી સુધી કોઈ પુરાવા મેળવી સકી ન હતી.
કોણ હસે ખૂની ? શા માટે તેને આ ખૂન કર્યું હતું ?
વગેરે રહસ્ય આવતાં ભાગમાં ખુલશે......