The Next Chapter Of Joker - Part - 39 (Last Part) in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 39 (Last Part)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 39 (Last Part)

The Next Chepter Of Joker

Part _ 39

Written By Mehul Mer

“આ બંને અવિનાશ અને આકાશ છે.” જુવાનસિંહે કહ્યું, “જો આજે અનુપમ દીક્ષિત ઝડપાયો છે તો એ આ બંનેને કારણે જ.”
બધા લોકો એ બંને જુવાનિયાને જોઈ રહ્યાં. બંનેનાં ચહેરા પર અત્યારે જે ખુશી હતી એ અવર્ણીય હતી.
“તમે બંનેએ કેવી રીતે આ કિસ્સામાં સંડોવાયેલા અને કેવી રીતે પ્લાન બનાવી તેને અંજામ આપ્યું એ જણાવો.” જુવાનસિંહે કહ્યું.
“જી સર.” કહેતાં અવિનાશે એ દિવસની ઘટનાં પોતાનાં માનસપટલ જીવંત કરી.

(અવિનાશ જેલમાંથી છૂટ્યો એ રાત)
રાતનાં દસ થયા હતાં. શ્યામ શિખર પાસેનાં બ્રિજ પર હું અને મારા ગ્રુપનાં બધા જ મેમ્બરો બેઠા હતાં. મને સોળ દિવસ પછી જોઈને બધા ખુશ હતાં.
“આકાશ,” મેં આકાશને ઉદ્દેશીને કહ્યું, “મોક્ષાને કેમ છે હવે ?”
“હવે સારું છે અને એ તારો આભાર માનતી હતી.” આકાશે કહ્યું, “જો એ દિવસે તું મને મળ્યો ના હોત અને સમયસર આપણે પહોંચ્યા ના હોત તો આજે મારી બેન,” કહેતા આકાશ અટકી ગયો.
“મારી નહીં આપણી બેન.” મેં કહ્યું, ત્યારબાદ બધા ગ્રૂપ મેમ્બર પર ઊડતી નજર ફેરવી.
“બધા પોતાનો મોબાઈલ ઘરે મુકીને આવ્યા છો ને ?” મેં પૂછ્યું.
બધાએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
“ગુડ અને બંસી તે ગ્રૂપ ડીલીટ કરી દીધું છે ને ?”
“આકાશે જ્યારે મને આ વાત કહી ત્યારે જ મેં બધાને રિમુવ કરી દીધાં હતાં અને સાથે ગૃપ પણ ડીલીટ કરી દીધું હતું” બંસીએ કહ્યું.
“ગુડ..” મેં ફરી કહ્યું, “પેલી ડાયરી કોની પાસે છે ?”
“મારી પાસે છે !” આકાશે કહ્યું.
“તે બધાને વાત જણાવી દીધી છે ?” અવિનાશે આકાશને ઉદ્દેશીને પૂછ્યું.
“ના. બંસી અને તેજસને જ ખબર છે”
“અવિનાશ,” પંક્તિ વચ્ચે કૂદી, “આમ પહેલી કેમ બુજાવે છે ?, તને કેમ પોલીસ પકડી ગઈ હતી અને બધાને એક સાથે અહીં કેમ બોલાવ્યાં છે ?”
“હું બધી જ વાતો જણાવું છું પણ એ પહેલાં તમે લોકો મને એક પ્રોમિસ આપવો પડશે.”
“શું ?”
“આ વાત ભૂલથી પણ આટલાં લોકોથી બહાર ના જવી જોઈએ અને જરૂર પડે ત્યાં બધાએ એકબીજાની મદદ કરવી પડશે.” મેં કહ્યું.
“તું પહેલા વાત જણાવ.” પંક્તિએ કહ્યું, “અમે બધા મદદ કરવા તૈયાર જ છીએ.”
“તો સાંભળો…” કહેતા મેં બે દિવસ કેવી રીતે મુસ્કાન નામની છોકરીનો પીછો કર્યો એ જણાવ્યું, ત્યારબાદ ગ્રૂપ દ્વારા જે ટાસ્ક આપવામાં આવ્યો હતો અને મુસ્કાન જ અંકિતા છે એ ઘટનાં કહી સંભળાવી.
“મુસ્કાનને મળીને હું રમણિક અંકલને મળવા જતો હતો, હું અહીં પહોંચ્યો તો મને રોડનાં કાંઠે આકાશ ઉભેલો દેખાયો. મેં બાઇક ઉભી રાખીને તેને સાથે આવવા કહ્યું. તેણે મને મોક્ષા કિડનેપ થઈ ગઈ તેનાં સમાચાર આપ્યાં. પહેલાં રમણિક અંકલ સાથે વાત કરીને મોક્ષાને શોધીશું એમ નક્કી કરીને અમે બંને અંકલનાં ઘરની પાછળ પહોંચી ગયા. અમે પાછળનાં રસ્તેથી ઘરમાં પ્રવેશ્યાં. જ્યારે અમે અંકલનાં રૂમમાં પહોંચ્યા ત્યારે અમારી આંખો ખેંચાઈને બહાર આવી ગઈ. મોક્ષા બેડ પર સૂતી હતી અને અંકલ તેનાં પર બળજબરી કરી રહ્યા હતાં. અમારા બંનેનો ગુસ્સો ત્યારે સાતમાં આસમાને પહોંચી ગયો. આકાશે અંકલને લાત મારીને બેડથી દૂર ફંગોળી દીધાં. મોક્ષાને ઉઠાવી હું તેને નીચે બેઠકરૂમમાં લઈ આવ્યો. તેને શાંત કરીને હું જ્યારે ઉપર પહોંચ્યો ત્યારે આકાશ અંકલનાં પેટ પર ચડી ગયો હતો. ખબર નહિ ત્યારે તેનાં હાથમાં ક્યાંથી મોટો ચાકું આવી ગયો પણ એ જાનવરની જેમ અંકલની છાતીમાં એ ચાકુંનાં વાર કરતો હતો.
મેં પણ આકાશને રોકવાની કોશિશ ના કરી. ત્યારે મને શું થયું હતું એ ખબર નહિ પણ હું ત્યારે શાંતચિત્તે કોઈ ફિલ્મનો સીન જોતો જોઉં એવી રીતે ઊભો હતો. આકાશ જ્યારે ચાકુંનાં ઘા કરીને થાક્યો ત્યારે તેણે બાજુમાં રહેલી મોટી ફૂલદાની ઉઠાવી અને અંકલનાં ચહેરા પર વાર કરવા લાગ્યો. આ બધું ગણતરીની સેકેન્ડમાં થતું હતું. આખરે, અંકલ હવે સ્વધામ પહોંચી ગયા છે એવું આકાશને લાગ્યું ત્યારે એ નીચે ઉતર્યો અને રડવા લાગ્યો.
મેં તેને શાંત કર્યો અને બધા સબુત ભૂંસી નાંખવાની સલાહ આપી. એ ઊભો થઈને પહેલા અંકલનાં ચહેરા પર થુંક્યો અને ત્યારબાદ એક કપડાં વડે બધાં લોહીનાં નિશાન ભૂંસવા લાગ્યો. હું પણ તેને મદદ કરવા લાગ્યો. આકાશે ફૂલદાની જ્યાંથી ઉઠાવી હતી, અંકલનાં ચહેરા પર વાર કરીને ત્યાં જ પાછી રાખી દીધી હતી જેનાં કારણે ત્યાં લોહીનાં ટીપાં પડ્યા હતાં. મેં એ ફૂલદાનીને ઉઠાવીને ફર્શ પર ઊંઘી રાખી દીધી અને જે જગ્યાએ ટીપાં પડ્યા હતા એ સાફ કરવા લાગ્યો. એ જ સમયે મારું ધ્યાન પેલી ડાયરી પર ગયું.
ભગવાને આ નેક કામ મને જ સોંપવાનું નક્કી કર્યું હશે, ત્યારે આટલાં ડરની વચ્ચે પણ મેં એ ડાયરી ઉઠાવી અને તેમાં નજર ફેરવી. ડાયરીમાં જે વિગતો હતી એ તે સમયનાં દ્રશ્યોથી પણ વધુ ભયાનક હતી. અમદાવાદમાં ચાલતા સેક્સ રેકેટની એમાં બધી જ વિગતો લખેલી હતી. એમાં જે કોડ લખેલા હતાં તેમાં થોડા કોડની બાજુમાં કેટલાક વ્યક્તિઓનાં નામ પણ લખેલા હતાં. બીજા પેજમાં અંકલે ક્યાંથી કેટલી છોકરીઓને ઉઠાવી અને કેટલીનો સોદો કર્યો એ બધી માહિતી હતી.
મેં એ બધી માહિતી આકાશને કહી સંભળાવી. આકાશ પણ આ બધી માહિતી સાંભળીને ચોંકી ગયો હતો. ત્યારે આકાશનું દિમાગ તેજ ચાલ્યું હતું. તેણે ક્રિશા પટેલ લિખિત નવલકથા ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની’ વાંચી હતી અને એ સત્ય ઘટનાં સુરતમાં બની હતી એનો તેને ખ્યાલ હતો. ત્યારે જુવાનસિંહ નામનાં ઇન્સ્પેકટરે, જૈનીત નામનાં છોકરાની મદદ કરી હતી એ પણ આકાશને ખ્યાલ હતો.
આકાશે મને પૂરો પ્લાન સમજાવ્યો. તેનાં પ્લાન મુજબ અમારે જુવાનસિંહને સુરતથી અમદાવાદ લાવવાનાં હતાં. જો અમે માત્ર ડાયરીનાં આધાર પર જુવાનસિંહને બોલાવીએ તો શક્ય હતું કે તેઓ ના પણ આવે અને આજે નહિ તો કાલે, અંકલનાં મર્ડરની તપાસ થશે ત્યારે પોલીસ છેલ્લે અમારાં સુધી પહોંચશે એમ વિચારીને મેં પ્લાનમાં થોડો ફેરફાર કર્યો. રૂમમાં જે હાતાપાઈ થઈ હતી એ અંકલ અને આકાશ વચ્ચે થઈ હતી. હું એમાં ક્યાંય ઇનવોલ્વ નહોતો. એટલે પોલીસને ગેરમાર્ગે દોરવા સસ્પેક્ટ તરીકે હું ધ્યાનમાં આવું એવી રીતે પૂરો પ્લાન બદલવામાં આવ્યો. સાથે જુવાનસિંહને અહીં બોલાવવા ડ્રોવરમાં જે કેટ પડ્યો હતો તેમાંથી જોકરનું કાર્ડ કાઢી તેની પાછળ નવલકથાનું નામ અને જુવાનસિંહનું નામ લખીને અમે એ કાર્ડ ટેબલ પર રાખી દીધું.
પૂરો પ્લાન તૈયાર હતો. પોલીસ મને કાતિલ ગણીને મારી પાછળ કાર્યવાહી કરવાની હતી અને એ સમય દરમિયાન આકાશ ડાયરીમાં રહેલા તથ્યો વિશે માહિતી મેળવવાનો હતો. મેં મારા મોબાઈલમાંથી સિમ કાઢીને મોબાઈલ આકાશને આપી દીધો અને સિમ તોડી નાંખ્યુ, સાથે અંકલનો મોબાઈલ પણ આકાશને આપી દીધો. લેડલાઈન પરથી પણ પોલીસને કોઈ માહિતી ન મળે એ માટે પોલીસને જાણ કરીને લેડલાઈનનો કેબલ કટ કરી ડાયલ બોક્સ પણ આકાશને આપી દીધું. એક પ્લાસ્ટિક બેગમાં ફૂલદાની, ચાકું અને આ ડાયલ બોક્સ નાંખી થેલી પેક કરી દીધી અને ડાયરી આકાશની કમરે રાખી દીધી.
ત્યારબાદ આકાશ અને મોક્ષા પાછળનાં રસ્તેથી બહાર નીકળી ગયાં. પોલીસ આવી ત્યાં સુધીમાં પોલીસને હાથ લાગે એવા સબુત પણ મેં ભૂંસી નાંખ્યા. આખરે મને હાથકડી પહેરાવીને પોલીસ મને સ્ટેશને લઈ ગઈ અને પછી જે ઘટનાં બની એ મને નથી ખબર….”
“આગળની ઘટનાં હું કહું…” આકાશે કહ્યું, “મેં પહેલા મોક્ષા સાથે વાત કરીને તેને ક્યાંથી કિડનેપ કરવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી હતી એની માહિતી મેળવી. મોક્ષાને કોલેજ બહારથી એક સફેદ વાનમાં ઉઠાવવામાં આવી હતી ત્યારબાદ શાંતાનાં બંગલે લઈ જવામાં આવી. બે દિવસ તેને ખૂબ સમજાવવામાં આવી પણ મોક્ષા સમજી નહીં. આખરે તેને બળજબરી પૂર્વક એક વ્યક્તિ સાથે રીક્ષામાં રમણિક શેઠને બંગલે છોડી આવવામાં આવી. મોક્ષા બે દિવસ શાંતાનાં બંગલે રહી ત્યાં તેને જે જાણવા મળ્યું હતું એ પણ તેણે જણાવ્યું હતું.
શાંતા તેનાં કેટલાક સાથીદારોને ફોન કરતી અને કેટલી છોકરીઓ ભેગી કરી છે એનો આંકડો આપતી. તેમાં તેણે જે.જે. રબારીનું નામ સાંભળેલું.
મેં શાંતા સુધી પહોંચવાની ઘણી કોશિશ કરી પણ હું તેનાં સુધી નહોતો પહોંચી શકતો. એ દિવસે પણ હું શાંતાનાં બંગલાની આજુબાજુ જ ચક્કર લાગવતો હતો. ત્યારે એક પોલીસની જીપ આવી અને શાંતાને પૂછપરછ કરીને જતી રહી. હવે મને ડર લાગતો હતો, જો શાંતા પોલીસનાં હાથમાં આવી ગઈ તો રમણિક શેઠનાં બંગલે તેણે મોક્ષાને મોકલી હતી એ વાત પોલીસને જણાવી દેત અને પછી પોલીસ મારા ઘરે પહોંચી જાત. પોલીસ નીકળી એની દસ મિનિટ બાદ જ એક બસ બંગલાનાં પાછળનાં રસ્તે આવીને ઉભી રહી અને બધી છોકરીઓને એ બસમાં ચડાવી દેવામાં આવી.
મોકો વર્તીને હું બંગલામાં ઘુસી ગયો અને જ્યારે શાંતા એકલી પડી ત્યારે તેને બાનમાં લઈ બધી માહિતી ઓકાવી નાંખી. તેણે મને જે માહિતી આપી હતી એ ખૂબ જ મહત્વની હતી. અમદાવાદમાં આઠ એવા લોકો હતાં જે છોકરીઓને સામ-દામ-દંડ-ભેદનાં રસ્તે પકડતાં અને નવમાં વ્યક્તિને સોંપી દેતાં. એ વ્યક્તિ બધી જ છોકરીઓને મુંબઈ કોઈ વ્યક્તિ પાસે મોકલી દેતો. આ આઠ લોકો એકબીજાને કોડથી ઓળખતાં હતાં. રમણિક શેઠ અને જે.જે. રબારી નજીક રહેતા હોવાથી આ લોકોને એ નામથી ઓળખતી. શાંતા ઘણીવાર આ બંનેના બંગલે છોકરીઓ પણ મોકલતી.
શાંતા જો પોલીસનાં હાથમાં આવી ગઈ તો પૂરો પ્લાન ચોપટ થવાની સંભાવના હતી, માટે મારા દોસ્તને કૉલ કરીને મેં બોલાવી લીધો અને શાંતાને તેની કારમાં બેસારીને તેનાં ફાર્મહાઉસે બંદી બનાવી લીધી. ત્યારબાદ તેનાં બંગલે રહેલા બધા સબુત સળગાવી હું ત્યાંથી નીકળી ગયો. પોલીસ હજી રમણિક શેઠનાં કેસમાં જ પડેલી હતી એટલે મારો રસ્તો સાફ હતો. પોલીસનાં હાથમાં મારા ખિલાફ કોઈ સબુત લાગે એ પહેલાં મેં જે.જે. રબારી પાસેથી પૂછપરછ કરીને બાકીનાં સાથીઓની માહિતી મેળવવાનું નક્કી કરી લીધું.
જે.જે. રબારી વિશે મેં અગાઉથી જાણી લીધું. જે.જે. રબારી અને તેની પત્ની બંને જ ફ્લેટમાં રહેતા હતા, એ રાત્રે જે.જે. રબારી ઘરે જતો ત્યારે તે એક મેડીકલે ઉભો રહ્યો હતો અને ઊંઘની ગોળી ખરીદી હતી. એ રાત્રે જ બધા સુઈ ગયા એટલે હું દબેપાવ એપાર્ટમેન્ટમાં ઘુસી ગયો અને દરવાજો નૉક કર્યો. તેની વાઇફે દરવાજો ખોલ્યો એટલે તેનાં માથે વાર કરીને તેઓને બેહોશ કરી દીધાં. હું જે.જે. રબારી પાસે પહોંચ્યો ત્યારે એ હજી સૂતો જ હતો. મેં તેની નજીક જઈને છાતીમાં લાબું ચાકું ભોંકી દીધું.
‘જો એ જવાબ નહિ આપે તો ચાકું બહાર કાઢીને ફરી ભોંકી દઈશ’ એવી ધમકી આપીને મેં તેનાં અન્ય સાથીઓ વિશે પૂછ્યું. તેણે મને રમણિક શેઠ અને શાંતા ઉપરાંત ‘નચીકેતન હાઈસ્કૂલ’ નાં પ્રિન્સિપાલ ‘એસ.કે. વાટલીયા’ નું નામ આપ્યું. એની પાસેથી જરૂરી માહિતી મળી ગઈ એટલે એને સ્વધામ પહોંચાડી મેં તેની પાસે પણ જોકરનું કાર્ડ રાખી દીધું અને પાછળ ખુશાલનું નામ લખી કાઢ્યું. આ બધાનાં નામ લખવા પાછળ મારો એક જ મોટિવ હતો. એ લોકો અગાઉ આવી પરિસ્થિતિમાંથી પસાર થઇ ચુક્યા છે એટલે જરૂર પડે ત્યારે તેઓનો સાથ આપણને મળી રહે.
જે.જે. રબારીને સ્વધામ પહોંચાડીને હું બહાર નીકળી ગયો અને પોલીસનાં આવવાની રાહ જોવા લાગ્યો. પોલીસ આવી એટલે તેઓની પાછળ પાછળ હું પણ એપાર્ટમેન્ટનાં પાર્કિગમાં પહોંચી ગયો અને લોકોમાં ભળી ગયો. પોલીસે બધાને પૂછપરછ કરી પણ કોઈએ મને જોયો નહોતો એટલે મારા માટે ખતરા જેવું કંઈ હતું નહીં.
ત્યારબાદ મેં એસ.કે. વાટલીયા પર નજર રાખવાનું શરૂ કર્યું. જ્યારે મેં તેનાં વિશે માહિતી મેળવી ત્યારે મને જાણવા મળ્યું કે તે ચોવીશ કલાક પોતાની સાથે એક પિસ્તોલ રાખે છે. સ્કૂલનાં પટ્ટાવાળા પાસેથી મેં વાટલીયાનાં થોડાં ખરાબ વીડિયો પણ લીધાં હતાં. એ વીડિયોમાંથી એક વીડિયોમાં એ કોઈની સાથે છોકરીઓની ડિલ કરતો હતો એ પણ મને જાણવા મળ્યું હતું. એ જ રાત્રે મને બીજી માહિતી પણ જાણવા મળી હતી. એ રાત્રે મારી કઝીન કૃતિકા વડોદરાથી પરત ફરતી હતી ત્યારે તેની મુલાકાત જુવાનસિંહસર સાથે થઈ હતી અને ‘ઇકબાલને સ્વધામ પહોંચાડીને ફજલ છટકી ગયો’ એ વાત કૃતિકાએ મને જણાવી હતી. ત્યારે જુવાનસિંહ ઉદાસ પણ હતાં.
જુવાનસિંહને બધી વાતો જણાવવાનો મને એ જ યોગ્ય સમય લાગ્યો, પણ જો હું રમણિક શેઠ, શાંતા અને જે.જે. રબારી વિશે જણાવું તો બંનેના મર્ડર તથા શાંતાનાં ગાયબ થયાની શંકા મારા પર જ થાય અને આમ પણ હું વાટલીયા સુધી પહોંચી શકું એમ નહોતો. મેં વાપી રહેતા મારા એક દોસ્તને કૉલ કર્યો. એને મોબાઇલની શોપ હતી. તેની પાસેથી એક ફર્જી ડોક્યુમેન્ટ પર એક સિમ એક્ટિવ કરાવી મેં એ નંબર પરથી જુવાનસિંહ સાથે કોન્ફરન્સમાં વાત કરી. ભવિષ્યમાં જુવાનસિંહ મારો અવાજ ઓળખી ના જાય એટલે મેં મોઢા આડે રૂમાલ રાખી દીધો હતો.
આજે સવારે જ મેં વાટલીયા વિશે જુવાનસિંહને બધી વાતો જણાવી હતી અને જુવાનસિંહે તેની પાસેથી બધી માહિતી ઓકાવી પણ લીધી છે અને ખુશીની વાત તો એ છે કે વાટલીયાએ પોતાનાં હાથે પોતાને સ્વધામ પહોંચાડી દીધો છે અને જુવાનસિંહે આ કેસમાં મારી મદદ માંગી છે.
અવિનાશનાં જેલમાં ગયાં બાદ આટલી ઘટનાં બની છે. આઠ લોકોમાંથી ત્રણ લોકો સ્વધામ પહોંચી ગયા છે અને એક આપણાં ગિરફ્તમાં છે. હવે ચાર લોકો બાકી છે તેમાં જુવાનસિંહની મદદ લેવી પડશે”
મારી અને આકાશની વાતો સાંભળીને બધા પૂતળું બની ગયા હતાં. છોકરીઓની આંખોમાં આંસુ હતાં તો છોકરાઓની આંખોમાં ગુસ્સો હતો.
“બોલો દોસ્તો….આ લોકોને અટકાવવા તમે મદદ કરશો ?” મેં પૂછ્યું. બધાએ ભાવવશ થઈને હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
“હવે આગળ શું કરવાનું છે ?” આકાશે પૂછ્યું, “બીજા ચાર લોકો કોણ છે એ તો આપણને ખબર નથી..!”
“તે એકલા હાથે ચાર લોકોને શોધી કાઢ્યા છે તો હવે આપણું પૂરું ગ્રૂપ આપણી સાથે છે” મ3 કહ્યું, “ગમે તેમ કરીને બીજા ચાર લોકોને પણ શોધી લઈશું”
“પણ કેવી રીતે ?” આકાશે કહ્યું, “જુવાનસિંહને જે માહિતી મળી છે એમાં કદાચ આગળનાં વ્યક્તિનું નામ બહાર આવ્યું હશે પણ એ કોણ છે એ કેવી રીતે ખબર પડશે ?”
“એ નામ જાણવાની જવાબદારી મારા પર છોડી દે…હું સોળ દિવસ જેલમાં રહ્યો છું, આ સોળ દિવસમાં મેં પોલીસ ખાતા વિશે ઘણુંબધું જાણી લીધું છે. જુવાનસિંહ પાસે જેટલી માહિતી આવશે અને તેઓ જે પગલું ભરશે એ આપણને ખબર પડી જશે.” મેં કહ્યું.
“સમજ્યો…” આકાશે કહ્યું.
“આપણે લોકો હવે કૉલ પર આનાં વિશે કોઈ વાત નહિ કરીએ” મેં બધાને ઉદ્દેશીને કહ્યું, “આપણા કૉલ રેકોર્ડ થતાં હોય એની સંભાવના છે. કૉલ પર નોર્મલ વાતો કરીશું અને જરૂરી વાત કહેવાની હોય તો કોઈ બહાનું બનાવી મળવાનું કહીશું અને જો કૉલ પર જણાવવાનું જરૂરી હોય તો કોડવર્ડમાં કહીશું. આ બધી વાત અત્યારે મહત્વની નથી પણ જ્યારે આગળ જતાં આપણે એક્શનમાં આવીશું ત્યારે બધી બાજુએથી ખતરો ઉભો થશે એટલે પાણી પહેલા જ પાળ બાંધવાની છે” અવિનાશે કહ્યું, “આપણે લોકો કાલે રાત્રે દસ વાગ્યે અહીં જ મળીશું”
“ઑકે…” બંસીએ કહ્યું.
“કોઈને કંઈ કહેવું હોય તો હવે બોલી શકે છે.” મેં કહ્યું.
“તમે બંનેએ જે વિચાર્યું છે એનાં પર પ્રાઉડ ફિલ થાય છે.” પંક્તિએ અવિનાશ તરફ જોઈને કહ્યું.
“અમે બંનેએ તો પોતાની ફરજ બજાવી છે અને તમે લોકોને પણ એ જ કરવાનું છે.” મેં કહ્યું, “આપણે આ કામ યશ, કીર્તિ કે નામનાં મેળવવા નથી કરતાં. આ લોકોએ રામજાણે કેટલીય છોકરીઓની જિંદગી બરબાદ કરી નાંખી છે અને આ આંકડો આગળ ના વધે તેનો પ્રયાસ કરવાનો છે.”
“આઈ થીંક હવે કહેવા જેવું કશું નથી.” મેં કહ્યું, “તો છુટા પડીએ હવે.”
બધાએ એકબીજાને ગુડ નાઈટ કહ્યું. છોકરીઓ નીકળી ગઈ એટલે તેજસે અને આકાશે માઇલ્સ સિગરેટ સળગાવી.
“હું પણ નીકળું હવે.” મેં કહ્યું, “નીચે બંસી રાહ જોતી હશે.”
“ધ્યાન રાખજે અવિનાશ.” આકાશે ગંભીર થતાં કહ્યું.
“તું પણ…” મેં સસ્મિત કહ્યું અને બાઇક શરૂ કરીને હંકારી લીધી.
*
(વર્તમાન)
“એ દિવસ પછી અમારું એક જ લક્ષ્ય હતું. અમદાવાદમાં ચાલતાં આ સેક્સ રેકેટને ગમેતેમ કરીને એક્સપોઝ કરવાનું હતું. અમે બધા એ જુદી જુદી જગ્યાએથી માહિતી એકઠી કરી. હસમુખ આ લોકોને સૂચનાઓ આપતો એ જાણ્યા પછી અમે હસમુખ પર નજર રાખવાનું શરૂ કર્યું અને તેનાં દ્વારા જ અમે અનુપમ દીક્ષિતની જાણકારી મેળવી. જુવાનસિંહ સાથે અમે પણ મુંબઈ આવી ગયેલા. જુવાનસિંહ અને જૈનીત જ્યારે અનુપમ દીક્ષિત સુધી પહોંચવાનો રસ્તો શોધી રહ્યા હતાં ત્યારે અમે લોકો અનુપમ દીક્ષિત વિશે બધી માહિતી એકઠી કરતાં હતા.
અનુપમ દીક્ષિત મહારાષ્ટ્રનાં નાનકડા ગામથી આવતો હતો. તેનો પૂરો પરિવાર હજી એ ગામમાં જ રહેતો હતો. જ્યારે અમે એનાં પરિવાર સાથે વાત કરી ત્યારે અમને માલુમ થયું કે અનુપમ પોતાનાં પરિવાર સામે સાવ ભોળો બનવાનું નાટક કરે છે. અનુપમ એની પત્નીથી આટલો ડરતો એ વાત પણ અમને જાણવા મળેલી. આ બધી વાતો આજે બપોરે જ અમને જાણવા મળેલી માટે અમે જુવાનસિંહને ફોન કરીને આ પ્લાન બનાવ્યો હતો.”
અવિનાશે પોતાની વાત પૂરી કરી. સૌ આશ્ચર્યચકિત થઈને અવિનાશ અને આકાશ તરફ જોઈ રહ્યા હતાં.
“તમે લોકોએ આજે સાબિત કરી દીધું બાળકો,” મહેતા સાહેબે બંનેની પીઠ થાબડીને કહ્યું, “સારા કામ કરવા માટે ઉંમર સાથે કોઈ નિસ્બત નથી. માણસનું મન સાફ હોય અને ઈરાદા નેક હોય તો બધું જ સંભવ છે.”
“જી સર.” અવિનાશે કહ્યું, “શાંતા અને મિસિસ બલર અમારા કબ્જામાં છે. અમદાવાદ પહોંચીને અમે તેઓને તમને સોંપી દઈશું.”
“વાંધો નહિ.” જુવાનસિંહે કહ્યું, “રમણિક શેઠ મર્ડર કેસની ફાઇલ આમપણ બંધ થઈ ગઈ છે. તમે લોકોએ જે કર્યું છે એની જાણ આટલા લોકોને જ, માટે તમે લોકો પણ નિશ્ચિંત રહો અને તમારા આ સાહસભર્યા કામ માટે તમને યોગ્ય વળતર મળે તથા પુરસ્કાર મળે એ માટે હું મારા ઉપરી અધિકારીઓને દરખાસ્ત કરીશ.”
“ના સર, અમારે કોઈ પુરસ્કાર નથી જોતો. હસમુખ અને અનુપમ દીક્ષિત જેવા લોકોને અટકાવીને અમે ઘણીબધી બહેનોને બચાવવામાં સફળ થયા છીએ એ અમારા માટે પુરસ્કાર છે.”
ફરી બધા બંને સામે જોઈ રહ્યા. બંનેનાં આવા વિચારો માટે કોઈની પાસે એક શબ્દ નહોતો. શબ્દ પણ ક્યાંથી હોય, બંનેએ કામ જ એવું કર્યું હતું !
સમાપ્ત