Intezar - 28 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 28

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

Categories
Share

ઇન્તજાર - 28

(આગળના ભાગમાં જોયું કે રીના ,જુલી એકબીજા સાથે ખૂબ જ સુંદર રીતે ભળી ગયેલા હોય છે અને વાતો કરતા હોય છે ત્યારે કુણાલ આવી અને કહે છે કે: રીના મારે જમવાનું બાકી છે તો રસોઈ બનાવી દઈશ.રીના, કુણાલ માટે રસોઈ બનાવવા જાય છે. પછી કુણાલ અને રીના સાથે જોબ પર જાય છે અચાનક તેમની ગાડીનું પંચર થાય છે અને ત્યાં બાળકો જોડેથી એમને મિતેશનો ફોન મળે છે એન્જલિના વહેલા ઓફિસે આવી જાય છે અમે તેમને જાણવા મળે છે કે એન્જલિના હમણાં જ ઓફિસે આવી છે હવે વધુ આગળ...

કુણાલને ઓફિસના લોકોએ કહ્યું કે એન્જલિના હાલ જ આવી છે એટલે એના મનમાં થોડી શંકા પણ પેદા થતી હોય એવું લાગે છે.

રીનાને પણ એ જોઈતું હતું કે કુણાલ એન્જલિના પ્રત્યે થોડી ઘણી શંકા કરે તો એના પર વિશ્વાસ મૂકી ના શકે. રીનાને જે વાત કરવી હોય તે કુણાલને કરી શકે.એટલા માટે તે વિચારે કે કુણાલ જલ્દી એન્જલિના વિશે જાણે.

કુણાલએ ઓફિસના લોકોને ફરીથી પૂછ્યું કે ખરેખર તમે લોકો સાચું બોલો છો?

ત્યારે બધા જ કહ્યું ;હા ભાઈ અમે બધા સાચું બોલી એ છે કે એન્જલિના હમણાં જ આવી અને અત્યારે નીકળી ગઈ છે તમને એવું કહીને નીકળી કે સવારની આવી છે. પરંતુ એવું કંઈ જ નથી.

કુણાલની અંદર ઘણા બધા પ્રશ્નો થતા હતા બધા સૌના કામે લાગી ગયા. હાથમાં મોબાઈલ હતો એને થયું કે થોડો ટાઈમ મળે પછી હું પાસવર્ડ ખોલીને ચેક કરીશ.

કુણાલ હવે બધુજ કામ પતાવીને ઓફિસમાં બેઠો હતો ત્યારે એને મોબાઇલને ચેક કરવા વિચાર્યું. અને પાસવર્ડ નાખીને મોબાઈલમાં જોયું તો એની અંદર એન્જલિનાના ફોટા જોયા એના જોડે એક અજાણ્યો પુરુષ એટલે જ્યોર્જ નો ફોટો જોયો .અને એના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા કે એન્જલિના એ આવું કેમ કર્યું હશે!

કુણાલનું એનું મગજ તો મિતેશ પર ગરમ થઇ ગયું હતું કે આવા ફોટા કેમ સેવ રાખ્યા હશે.એન્જલિનાના ગમે ત્યાં ફરવા જાય ગમે ગમે તે પુરુષ જોડે હોય એમાં ક્યાં ફોટા પાડવાની જરૂર હતી

કુણાલને થયું કે મિતેશ એ ફોટા પાડીને એન્જલિના પ્રત્યે ખુબ ખરાબ વર્તન કર્યું છે. ફોટા જોઇને એના મગજમાં અવનવા સવાલ થવા લાગ્યા.અને મોબાઈલ ટેબલ પર મુક્યો અને તરત જ એને રીનાને ફોન કરીને ઓફિસમાં બોલાવી તાત્કાલિક ઓફિસમાં જઈને જોયું તો કુણાલ ખૂબ જ ગુસ્સામાં હતો એણે રીનાને કહ્યું તારા નજીકના મિત્ર મિતેશ ખૂબ ખરાબ વર્તન કર્યું છે એને એન્જલિનાના ફોટા પાડ્યા છે એને એવો કોઈ અધિકાર નહોતો તે એન્જલિના ના ફોટા પાડે.

રીનાએ પાણી આપ્યું અને કહ્યું; અરે કુણાલ હું જાણું છું ત્યાં સુધી મિતેશ ખરાબ માણસ નથી તે ખૂબ જ સારો છોકરો છે અને મેં એને નજીકથી ઓળખ્યો છે એની રેહેણી,કેહેણી, રીતભાત આપણા ઈન્ડીયા જેવી છે અને ઇન્ડિયાના સંસ્કાર એમનામાં ભરેલા છે એવું એ ક્યારે કરે નહીં. રીનાએ કહ્યું; તમે મને મોબાઈલ હાથમાં આપો.
કુણાલએ કહ્યું: પરંતુ એ તારે જોઈને શું કામ છે. એને કહ્યું ભલે હું વધારે ભણેલી નથી તમારા જેટલી હોશિયાર નથી પરંતુ છતાં હું જોવા માંગુ છું કુણાલ હાથમાથી મોબાઈલ લઈ લીધો .સમય હતો કે સત્યને બહાર લાવવું એણે તરત બધા ફોટા જોયા અને કુણાલને કહ્યું; તું આને ઓળખે છે. ત્યારે એને બરાબર જોયું જ નથી.એ ગુસ્સામાં હતો.

રીનાએ કહ્યું દરેક વ્યક્તિએ શાંત મગજ એ વિચારવું જરૂરી છે એને કહ્યું કદાચ અહીં વર્ષોથી છો તો એની બાજુમાં જે પુરુષ એ એને તમે ઓળખતા હોવ.

કુણાલને પાણી આપ્યું અને ચા મંગાવી અને કહ્યું હવે આપણે શાંતિથી ફોટા જોઈએ મોબાઈલમાં ફોટા જોયા ત્યારે કુણાલની નજર એક ફોટા પર પડી અને તેને રીનાને કહ્યું આ અહિયાં નોકરી કરતો હતો પરંતુ એની નોકરીની જગ્યાએ એન્જલિના આવી અને એ અહીંયા થી છૂટો થઈ ને બીજે જોબ કરે છે.
રીનાએ કહ્યું કે તમને એ ખબર હોવી જોઈએ કે જ્યોર્જ જોડે એન્જલિના કેમ છે!

કુણાલ કહે; એમાં શું તમને સવાલ થાય છે.? દરેક બાબતે મેં આઝાદી આપેલી છે કોઈ પુરુષ જોડે ફોટો હોય એટલે ખરાબ વિચારવું એ મારા સંસ્કાર નથી.

રીનાએ કહ્યું ;હું પણ એવું જ વિચારું છું કે કોઈ પુરુષ કે સ્ત્રી નો ફોટો હોય તો હું પણ ખરાબ વિચાર વાળી માણસ નથી હું ભલે વધુ ભણી નથી પરંતુ મગજના વિચારોમાં હું એટલી નાની નથી પરંતુ છતાં પણ એક વખત આપણે બધી બાજુથી વિચારવું જોઇએ

રીનાએ કુણાલે કહ્યું; હવે તમારે વીડીયો જોવો જ પડશે .
કુણાલએ વિડિયો જોયો તો જ્યોર્જ અને એન્જલિનાએ પ્રોપર્ટી કઢાવવા માટે કુણાલને ફસાવ્યો હતો એ તમામ સાબિતી કુણાલને જોવા મળી ગઈ એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ખરેખર જેની પાછળ મેં તને છોડી દીધી એ જ જ્યોર્જની પત્ની એન્જલિના છે અને તમામ માહિતી મળતા જ જાણે કે એને પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું લાગ્યું એની નાખવામાં માથું મૂકીને ખુરશી પર જ રડવા લાગ્યો .

રીનાને થયું કે કુણાલ ખૂબ જ ભાગી ગયો છે કારણ કે જે માણસ જ્યારે દિલથી પ્રેમ કરતો હોય અને એ આઘાત મળે એને જીરવી શકાતું નથી અને એવું નથી હોતું કે પુરુષને આઘાત ન લાગે સ્ત્રીને જેટલો આઘાત લાગે છે એટલો જ પુરુષને આઘાત લાગે છે સ્ત્રીનું હદય કોમળ છે એવું પુરુષનું પણ કોમળ હૃદય છે પુરુષ ને આપણે આ સમાજમાં કઠણ હદય વાળા શબ્દ વાપરીએ છીએ. પરંતુ ક્યારેય એવું નથી હોતું પુરુષો પણ લાગણીશીલ હોય છે અને પોતે પ્રેમ માટે જીવ પણ આપતા જ અચકાતા હોતા નથી

આપણે જોયું કે કુણાલ પણ એન્જલિનાને સાચો પ્રેમ કરતો હતો એટલે તો એને રીનાને લગ્ન કર્યા હોવા છતાં છોડીને એન્જલિના સાથે રહેતો હતો લગ્ન તો કર્યા નહોતા પરંતુ લીવ-ઈનમાં રહેતો હતો કુણાલે વીડિયોમાં જોયું ત્યારે જ ખબર પડી ગઈ કે એન્જલિના એ શેઠજીની વસિયતના કારણે તેની સાથે લગ્ન કર્યા હતા કારણકે શેઠજીએ બધી જ પ્રોપર્ટી કુણાલ અને તેની વાઇફના નામે કરી હતી એટલે જ કુણાલે મનમાં થયું કે એન્જલિનાએ આટલું મોટું નાટક કર્યું અને મને ખબર પણ ના પડી ખરેખર એને આવું નહોતું કરવું જોઈતું એને મારા દિલના ટુકડા કરી નાખ્યા છે હવે તો મને કોઈ સ્ત્રી પર ભરોસો પણ નહીં આવે .

રીનાએ કહ્યું :તમે ચિંતા ના કરો દરેક સમય સાથે ઘા રૂઝાઈ જાય છે પરંતુ હાલ તમારે એને કંઈ પણ કહેવાનું નથી તમારે હજુ તો એની પાકા પાયે સાબિતી મેળવવાની છે..

વધુ
આગળ ભાગ /29.....