Intezar - 26 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 26

Featured Books
Categories
Share

ઇન્તજાર - 26

(આગળના ભાગમાં આપણે જોયું કે મિતેશ ને એકસીડન્ટ થયા પછી શેઠજીના ઘરે લાવે છે .મિતેશના પાડે છે પરંતુ વધુ આગ્રહને કારણે રોકાઈ જાય છે .અહીં રીનાને વિચારો આવે છે કે એના પતિને મેળવવા એને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશેએ સમજાતું નથી. ન્યૂયોર્કની જેમ ઇન્ડિયામાં પણ દરેક સ્ત્રીને આઝાદી આપવામાં આવતી હોય અને શિક્ષણ પણ સારું આપવામાં આવતું હોત તો ઈન્ડિયાની દરેક સ્ત્રી પોતાની રીતે જીવન જીવી શકત .શેઠજી અને મંગળાબા રીના , કુણાલ અને મિતેશ ,જૂલી અને તેના બાળકોને જોઇને ખુશ થઇ જાય છે કે ભગવાને અમને ચાર સંતાન આપી દીધા છે હવે વધુ આગળ....)

જુલી ,મિતેશની સેવા કરવા લાગે છે અને ધીમે ,ધીમે મિતેશને જુલી પ્રત્યે લાગણી ઊભી થાય છે. શેઠજી અને મંગળાબાને પણ હવે તો જુલી સાથે ઘણી બધી લાગણી બંધાઈ ગયેલી હોય છે. કારણ કે જુલી સવારે વહેલા જાગીને ભગવાનના આરતી અને ભજન કરતી હોય છે જે મંગળાબા અને શેઠજીને ખૂબ જ ગમતું હોય છે .અને જુલી તમામ ઘરની જવાબદારી ખુશીથી કરતી હોય છે. અહીંયા મિતેશની સેવા કરવામાં પણ તે કોઈ કચાશ રાખતી નથી.

મિતેશને પણ થયું કે; ખરેખર જુલી ખૂબ જ સંસ્કારી સ્ત્રી છે એના બંને બાળકોને પણ મિતેશ જોડે ખૂબ જ ફાવી ગયું હતું. મિતેશને પાસેથી જાણે કે બંને બાળકોને પ્રેમ મળતો હોય એવું લાગી રહ્યું હતું અને મિતેશ પણ બંને બાળકો જોડે ખૂબ જ ભળી ગયો હતી. જુલી, મિતેશ અને બંને બાળકો ઘણી વખત તો એવા સરસ રમતા એને જોઈને શેઠજી અને મંગળાબાનુ દિલ ભરાઈ જતું .

ઘણી વખત તો શેઠજી અને મંગળાબાને એમ થતું કે જુલી જેવી સ્ત્રીને જ સંસ્કારી છોકરો મળી જાય તો બિચારીની જિંદગી સુધરી જાય .

એક દિવસ મંગળાબાએ શેઠજીને કહ્યું કે: જુલીને મિતેશ સાથે લગ્ન કરાવી દઈએ તો કેવું સારું..

શેઠજીએ કહ્યું :આપણે હાલ કોઈ વાત કરવી નથી એ બંનેને લગાવ થશે ત્યારે એ લોકો જ આપણને સામેથી વાત કરશે ત્યાં સુધી આપણે એને રાહ જોવી પડશે .

મંગળાબા કહે: સાચી વાત છે ! હવે આપણે ત્યાં સુધી રાહ જોઇશું.

રીના પણ કામકાજ પતાવીને શેઠજીના ઘરે આવતી હોય છે અને મિતેશ ,જુલી અને રીના એકબીજા સાથે ભળી ગયા હોય છે કે જાણે કે તેમની જિંદગીના ખુશી ના દિવસો પાછા આવી ગયા હોય એવું લાગે.

જુલી એક દિવસ રીનાને કહે છે કે રીના મને જલદી નોકરી શોધી આપે તો સારું ,કારણ કે અહીં કોઈના પર હું બોજ બનવા માગતી નથી.
મંગળાબા સાંભળી ગયા એટલે બોલ્યા કે બેટા મા-બાપ ઘરે છોકરી ક્યારેય બોજ લાગતી જ નથી .તું ચિંતા કર્યા વગર અહીંયા ખુશીથી રહે

જુલી કહે; તમારી વાત સાચી છે પરંતુ હું મારા પગ પર ઊભી રહેવા માંગુ છું મારી પોતાની કમાણી કરવા માગું છું.

મિતેશ બાજુમાં જ હતો એને કહ્યું ;જુલી તમને વાંધો ન હોય તો તું મારી સાથે કંપનીમાં નોકરી કરી શકે છે.

જૂલી તો ખુશ થઇ ગઈ અને કહ્યું એ તો સારી બાબત છે એ મિતેશ સાથે નોકરી કરવા માટે રાજી થઈ ગઈ.

રીના કહે ; સાચી વાત છે! મિતેશ સાથે તને પણ જોબમાં મન લાગી જશે અને આપણા બધાની ઓફિસ જોડે છે એટલે ખૂબ જ મજા આવશે.

મિતેશ એ કહ્યું ;જુલી તું ક્યાં સુધી ભણેલી છે.
જુલીએ કહ્યું; હું ગ્રેજ્યુએટ સુધી ભણેલી છું.

રીના એ કહ્યુ; હું જ ઓછું ભણેલી છું. જ્યારે જુલી તો વધુ ભણેલી છે .

જુલીએ કહ્યું; હવે મને એવું નથી લાગતું કે રીના તું ઓછું ભણેલી હોય કારણ કે ભણવા કરતાં તારી જોડે અનુભવ છે તે અનહદ છે તું અત્યારે ખૂબ જ હોશિયાર બની ગઈ છે.

ઘણી વખત ભણેલા કરતા ઓછું ભણેલા લોકો પોતાના અનુભવથી ઘણું બધું શીખતા હોય છે. ફક્ત શિક્ષણ પૂરું થઈ ગયું એટલે તમને બધું જ આવડી ગયું હોય એવું નથી હોતું. ઘણી વખતે ઓછું ભણેલા લોકો પણ આપણા કરતાં ઝડપથી હિસાબ કરતા હોય છે એટલે જેમ અનુભવ મળે છે તેમ માનવી ઘડાય છે અનેક નિષ્ફળતાઓ માંથી મનુષ્ય એક સફળતા પ્રાપ્ત કરે છે એટલે રીના તું સફળતાના શિખર સુધી પહોંચી ગઈ છે એટલે તું ઓછું ભણેલી છે એવું તો હું મનાતી નથી.
મિતેશ કહે,; સાચી વાત છે.જુલી, રીના ખૂબ જ હોશિયાર થઈ ગઈ છે હાલ તો એને ઈંગ્લીશ પણ સરસ રીતે ફાવી ગયું છે ખબર નહીં એ ક્યારેય આટલી બધી પાવરફુલ થઈ ગયું .

રીના કહે છે; સમય માણસને બધું શીખવી દેતો હોય છે. હું જ્યારે ઇન્ડિયામાં હતી ત્યારે મને એમ જ હતું કે હું કંઈ પણ કરી શકીશ નહીં પણ ઉપકાર માનું છું જૂલીનો કે એને મને અહીં આવવા માટે પ્રેરિત કરી.નહિતર હું હજુ સુધી ઇન્ડિયામાં હોત અને મારા જીવન ની ઉણપમાં ઘણી બધી ખામી રહી ગઈ હોત. પરંતુ આજે ફોરેનમાં આવીને એમાં પણ ન્યુઓર્ક જેવા સિટીમાં આવીને હું ઘણું બધું શીખી ગઈ છું..

જુલી કહે ;હવે રીના તારે મને શીખવવાનું છે કારણકે મારે હવે અહીંયાની રીતભાત, કેળવણી મારે શીખવી છે.

મિતેશ કહે; જૂલી. તું એની ચિંતા ના કર! તું મારી સાથે જોબ ચાલુ કરીશ એટલે બધું આપોઆપ આવડી જશે.

શેઠજી અને મંગળબા કહેવા લાગ્યા; અમે અહીંયા આવ્યા ત્યારે અમારી પાસે કંઈ જ પણ નહોતું.પરંતુ સમયની સાથે અત્યારે મારી જોડે ભગવાનની દયાથી ઘણું બધું છે. સંતાનની ખોટ હતી પરંતુ ભગવાનની દયાથી મને ભગવાને બે દીકરા કુણાલ અને મિતેશ અને બે દીકરીઓ જુલી અને રીના આપી દીધા છે .હવે મારો પરિવાર પૂરો થઈ ગયો હોય એમ લાગે છે. સમય સાથે માણસ બધું શીખી જતો હોય છે એટલે તમે લોકો પણ એવી કોઈ ચિંતા કર્યા વગર આગળ વધવાનો પ્રયાસ કરો. જૂલી બેટા ;તું ફોરેન તારા પરિવારમાં રહે છે.એવું જ માનજે એટલે તું બિન્દાસ તારા જીવનની શરૂઆત કરી શકે છે
.
રીના કહે ;હું શરૂઆતમાં આવી ત્યારે ખૂબ જ ડરપોક હતી મને કંઈ પણ સૂઝતું નહોતું અને ફાવતું પણ નહોતું .પરંતુ ધીમે ધીમે હું આ બધા લોકોના રીતિ-રિવાજ શીખી ગઈ અને અત્યારે મને ખરેખર ઇન્ડિયા જેવું જ ફાવે છે અને તું તો મારી જોડે છે અને આપણો પરિવાર સાથે છે એટલે તો ચિંતા કર્યા વિના હવે જોબચાલુ કરી દે અને ખુશીથી જિંદગી પસાર કરવાની શરૂ કરી દે તારા બંને બાળકોનું કેરિયર પણ અહીં સરસ રીતે બની જશે.એવું રીનાએ જુલી ને કહ્યું..

હવે વધુ આગળ ભાગ/27...