Intezar - 21 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 21

Featured Books
Categories
Share

ઇન્તજાર - 21

(આગળના ભાગમાં છું કે શેઠજી અને મંગળા બાનુ મિલન થાય છે. અને મંગળાબા ખૂબ જ ખુશ થાય છે. શેઠજી અને મંગળાબા સાથે ત્યાં જ રહેવા માટે તૈયાર થાય છે .એન્જલિનાને એ પસંદ નથી ,કારણ કે એનું સિક્રેટ રહસ્ય બહાર આવી જાય એનો ડર છે. મિતેશ મંગળાબાને એક્સિડન્ટમાં બચાવ્યા હતા ,એ વાત પણ થાય છે. મંગળાબા કહે છે કે; કુણાલ રીનાનો પતિ છે, એન્જલિનાનો નહીં . રીના એના પતિને મેળવવા માટે અહી આવી છે. આપણે મદદ કરવી જોઈએ અને તમે જે વસિયતનામું બનાવ્યું છે એમાં કુણાલનેનામે જ બનાવવાનું અને એની પત્ની નું નામ ને હટાવવાનું રીના અને મંગળાબા કહે છે તેથી શેઠજી માની જાય છે અને નવું વસિયતનામું બનાવવા નો વિચારે છે હવે વધુ આગળ.....

શેઠજી , મંગળા બા સાથે ત્યાં રહેવા લાગે છે. હવે તો કુણાલ નું ઘર પણ બાજુમાં હોવાથી રીનાની ત્યાં અવર-જવર શરૂ થાય છે. મિતેશ પણ ત્યાં આવે છે હવે તો એક દિવસ બધા ત્યાં મંગળા બાના ઘરે મળ્યા .

શેઠજીએ પણ વિચાર્યું કે આપણે ગમે તે કરીને એન્જલિનાને કુણાલના જીવનમાંથી કેવી રીતે બહાર કાઢવી એ નક્કી કરવાનું જોઈએ!

મિતેશએ વિચાર્યું કહ્યું કે એના માટે પૂરેપૂરી સાબિતી શોધી રહ્યો છું મને પૂરેપૂરી સાબિતી મળી જાય પછી આપણે આના વિશે કુણાલને કહીશું.

શેઠજી કહે છે કે ;હું હવે મારું વસિયતનામું બદલી નાખીશ , એટલે કદાચ એન્જલિના ત્યાંથી પાછી પણ વળી જાય. હું આજે જ વકીલ જોડે જઈને મારું વસિયતનામું બદલી નાખું છું.

અહીં આગળ એન્જલિના ને હવે થયું કે કુણાલના સાથે મારે વધારે સંબંધ ટકી નહિ રહે. કારણ કે બાજુમાં શેઠજી રહેવા આવી ગયા હતા અને મિતેશને પણ તેમનો પીછો કરતા જોયો હતો. એન્જલિના એ જ્યોર્જને મળવાનું વિચાર્યું અને તેને મળવા ગઈ અને જ્યોર્જને એન્જલિનાએ કહ્યું કે ;આપણો જે વિચાર હતો કે શેઠજીની બધી મિલકત કુણાલ અને મારા નામે થઇ જાય પછી આપણે કુણાલને આપણા વચ્ચે થી હટાવી દઈશું પરંતુ તેની પત્ની રીના અહીં આવી છે અને તે પોતાના પતિને મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે હવે તો તેને બધા લોકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે.

જ્યોર્જે કહ્યું; હવે એના માટે તો આપણે આટલું સાહસ કર્યું છે અને સફળતા મેળવ્યા વગર તું કેવી રીતે પાછી આવીશ. કારણ કે આપણે કરોડોની મિલકત માટે તો મેં તને મારાથી દૂર મોકલી હતી આપણા ભવિષ્ય માટે.
એન્જલિના કહે ;પરંતુ મારો શું વાંક! ઈન્ડિયાની નારી રીના એટલી બધી મજબૂત છે એ એટલી બધી ભણેલી નથી પરંતુ એટલી સ્ટ્રૉન્ગ છે કે દસ વરસના ઇંતેજાર પછી એના પતિને મેળવવા માટે અહીં ફોરેન આવી ગઈ અહીં ન્યુયોર્ક સુધી પહોંચી ગઈ અને હવે તો પીછો કરતા, કરતા એ મારા સુધી પહોંચી ગઈ છે મને લાગે છે કે હવે હું આપણા પ્લાનમાં સકસેસ નહી જ જવું.

જ્યોર્જે કહે;તું થોડીક હિંમત રાખ. હાલ તું એક કામ કર તું પણ ત્યાં ઘરમાં રહીને વિચારી જો કે હાલ રીનાનો શુ પ્લાન ચાલી રહ્યો છે તું પણ એમનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર તું પણ ન્યુયોર્કની છે ભણેલી ગણેલી છે તો તારે પણ એના જેવું મજબૂત બનીને આપણા પ્લાનમાં સક્સેસ જવાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.

એન્જલિના કહે; પરંતુ હું કેવી રીતે! રીના એટલી બધી હોશિયાર અને ચપળ છે કે એવું કોઇ પણ વર્તન અને એના તરફથી દેખાતું નથી. છતાં હું રહસ્ય જાણવા નો પ્રયત્ન કરીશ.

મિતેશ અચાનક જ ત્યાંથી પસાર થતો હતો ત્યારે જોયું કે એન્જલિનાની ગાડી જ્યોર્જ ના મકાન બહાર પડી હતી એને ત્યાં તરત જ પીછો કરવાનું શરૂ કર્યો અને ત્યાં આવી ગયો એને જ્યોર્જ,અને એન્જલિનાના ફોટા પાડી લીધા પરંતુ બંને વચ્ચેની વાતચીત એને સંભળાઇ નહોતી .હવે તો શું કરવું એ સમજાતું નહોતું .અચાનક જ એણે વિચાર્યું કે હું ત્યાં જેમના મકાનમાં જવું એમ વિચારી મિતેશ તેમના મકાનમાં ઘુસી ગયો.

એન્જલિનાને કહ્યું; તું કેમ મિતેશ! એન્જલિના મિતેશ ને જોઈને ગભરાઈ ગઈ અને ખૂબ જ ડરી ગઈ.

મિતેશએ કહ્યું; એન્જલિના તું ડરીશ નહીં હું પણ તારી જેમ જ મિલકત માટે કુણાલની નજીક આવી રહ્યો છું, તું આવી રહી છે એમ. મિતેશએ કુણાલ ની મિલકત લેવી છે એવું નાટક કર્યું એટલા માટે કે એ સાબિતી મેળવવાનો પ્રયત્ન કરવા માગતો હતો.

એન્જલિનાને મનમાં થયું કે કદાચ મિતેશ ને સાચું પણ બોલતો હોય.એન્જલિના એ કહ્યું; તું બેસ મિતેશ. હવે તને બધી જ પ્લાનિંગ સમજાવીએ .

મિતેશએ મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું ,પરંતુ એન્જલિના જાણતી ન હતી.

મિતેશએ કહ્યું; તે કુણાલ સાથે કેમ આવું નાટક કર્યું. ત્યારે જ્યોર્જે કહ્યું કે ;એમાં એન્જલિના નું નાટક નથી મેં એને કહ્યું હતું કે તું કુણાલ સાથે પ્રેમ નું નાટક કર અને લગ્ન કરી લે .

મિતીશે કહ્યું ;પણ આવું કરવાની જરૂર કેમ પડી?

જ્યોર્જે કહ્યું; હું કંપનીમાં જોબ કરતો હતો ત્યારે ખબર પડી કે શેઠજીએ બધી જ મિલકત કુણાલ અને તેની પત્નીના નામે કરી રહ્યા છે મને ખબર નહોતી કે એની પત્ની રીના ઇન્ડિયા છે એટલે મેં એન્જલિનાને કહ્યું તું મારી કંપની જોઈન્ટ કરી લે અને એન્જેલિનાએ કંપની જોઈન્ટ કરી અને મે છોડી દીધી અને એન્જલિના ત્યાં જોબ કરવા લાગી.

ધીમે, ધીમે એ કુણાલ ની નજીક જવા લાગી કે રહેવા લાગી . કુણાલ તેના પ્રેમમાં ફસાઈ ગયો અને બંને જણે લિવ ઇન રિલેશનશિપ નું કાર્ડ પણ બનાવી લીધું મેં એન્જલિના ને કુણાલ સાથે લગ્ન કરવાનું પણ કહ્યું .

એન્જલિનાએ કુણાલને કહ્યું તું મારી સાથે હવે લગ્ન કરી લે .ત્યારે કુણાલે કહ્યું કે મારા તો લગ્ન થયેલા છે એન્જલિના એ વખતે આઘાત લાગ્યો હોય એવું નાટક કરી લીધું હતું.પરંતુ છેવટે રિલેશનશિપમાં બંધાઈ ગયા અને કુણાલ એ વચન આપ્યું હતું કે હું મારી પત્નીને છૂટાછેડા આપીને હું તારી સાથે ચોક્કસ લગ્ન કરીશ .એન્જલિના તો જાણતી હતી કે મારે લગ્ન કરીને તમામ મિલકત લેવાની છે અને પછી કુણાલને બંને વચ્ચે થી દૂર કરીને જોયોર્જ સાથે પાછી આવવાની હતી .

જ્યોર્જે કહ્યું; અમારે તો મિલકતથી કામ હતું કોઈ બીજી નિસ્બત નહોતી. પરંતુ એની પત્ની રીના જ્યારથી ઇન્ડિયાથી આવી છે ત્યારથી અમારા બંનેના પ્લાનિંગ ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય એવી રીતે અમે એમાંથી સફળ થઇ શકતાં નથી. ગમે તેમ કરીને મિતેશ તું અમને મદદ કરે તો સારું.

મિતેશએ કહ્યું કે; હું તમારી શું મદદ કરી શકું? તમે કહો તે મદદ કરવા તૈયાર છું.

એન્જલિનાએ કહ્યું કે: રીના સુવિચારી રહી છે તે છૂટાછેડા આપવા માંગે છે કે નહીં બસ એ જ મારે જાણવું છે.

તએન્જલિના કહે કે ગમે તે કરી ને મારે રીના અને કુણાલના છૂટાછેડા જોઈએ છે.

મિતેશએ કહ્યું; હું પ્રયત્ન કરીશ. જેમ બને એમ રીનાને સમજાવીશ કે છૂટાછેડા આપી દે. પરંતુ તારે છૂટાછેડા લઈને પછી શું પ્લાનિંગ છે .
જ્યોર્જે કહ્યું કે ;છૂટાછેડા આપે તો કાયદેસર ની પત્ની એન્જલિના બની જાય.

મિતીશે કહ્યું; પરંતુ કાયદેસરની પત્ની તો તારી છે ને જ્યોર્જ .

જ્યોર્જે કહ્યું; અમે બંને છૂટાછેડાના કાગળ બનાવી લીધા છે.ફક્ત કાગળ પર લીધા છે. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ.પરંતુ એટલા માટે કાગળ પર છુટાછેડા નું નાટક કર્યું કે એન્જલિના કુણાલ સાથે લગ્ન કરી શકે .

મિતેશને મનમાં થયું કે આ લોકો કેટલી હદે પહોંચેલા છે કે મિલકત માટે પતિ, પત્ની ના છૂટાછેડા પણ લઈ લીધા છે . મિતિશે તો જે જોઇતું હતું તે મળી ગયું

મિતેશ એ કહ્યું; તમે જેના માટે પ્રયત્ન કરી રહ્યા છો એ મિલકત તો કુણાલ ના નામે છે.

એન્જલિના કહે ; એવું બને જ નહિ.

મિતેશ કહે; મેં વસિયતનામું જોયું છે એ વસિયતમાં કુણાલનીપત્ની તરીકે કોઈ નામ નથી .

એન્જલિના કહે ઘણી વખત છે ઘરે આવ્યા હતા ત્યારે વસિયતનામું મેં જોયું હતું એમાં કુણાલ અને તેની પત્ની બંનેના નામે મિલકત હતી.

મિતેશ કહે મારે હમણાં જ રીના સાથે વાત થઈ હતી ત્યારે રીના એ કહ્યુ હતું કે શેઠજીએ ફક્ત કુણાલના નામે જ મિલકત કરેલી છે એમાં કોઈ પત્નીના નામનો ઉલ્લેખ નથી.
મેં જાણીને તમને જણાવ્યું. હવે તમારી મરજી. તમારે શું વિચારવું તે...

હવે વધુ આગળ... ભાગ/22

ભાગ/22.....