Umda vyavsay in Gujarati Anything by Rajesh Chauhan books and stories PDF | ઉમદા વ્યવસાય

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

ઉમદા વ્યવસાય

 

મારી દીકરી જે ૭ વર્ષ ની હતી તેને લઇ ને હું શહેર ના જાણીતા આંખ ના નિષ્ણાત ડૉક્ટર ના રિસેપ્શન પર હતો, ૨ દિવસ પેહલા  એનું મગજ નું ઓપેરશન થયું હતું, મગજ માં પાણી ભરાવા ના કારણે એની દૃષ્ટિ પર અસર થઇ હતી,  જેના માટે ડૉક્ટર ની સલાહ મુજબ ૨૪ કલાક માટે આંખ ની દૃષ્ટિ રિકવર થઇ શકે તેની સારવાર લઇ આગળ સલાહ માટે આવ્યો હતો. મારો વારો આવ્યો એટલે હું ડૉક્ટર ની કેબિન માં મારી દીકરી ને લઇ ને દાખલ થયો. ડૉક્ટર એ આંખ તપાસી અને કહ્યું કે સરસ આંખ ને નુકસાન થતું અટકી ગયું છે. હવે હું  તમને એક દવા લખી આપું છું તે ચાલુ કરો બહુજ સારું પરિણામ આપે છે, આ દવા થી ઘણા દર્દી ની આંખ ની રોશની  પાછી આવી છે આપડે નિશી ને પણ આજ દવા ચાલુ કરીએ. ડૉક્ટર એ પ્રિસ્ક્રિપ્શન માં દવા નું નામ ટપકાવ્યું અને દવાની  હજુ  વધારે એક વાર પ્રશંસા કરી અને અહીં થી જ દવા લેવા ની અને અમારા ડૉક્ટર ના ક્વોટા માં થી  મળશે તેથી સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળશે તેમ કહ્યું.

હું ડૉક્ટર નો આભાર માની ફાઈલ લઇ કેબિન માંથી બહાર નીકળી રિસેપ્શન તરફ આગળ વધ્યો . ડૉક્ટર ની ફીસ ચૂકવી, દવા લેવાની છે તે માટે મને બાજુ ના કેબિન માં લઇ જવા માં આવ્યો, દવા આપી દવા ના પૈસા કહ્યા હું દવા ની કિંમત જાણી ને થોડો  ચોકી ગયો,ઘણી જ મોંઘી દવા હતી. દવા ના પૈસા ચૂકવી હું મારી દીકરી જેને હજુ માથા પર પાટો બાંધેલો હતો  તેને લઇ ઘર તરફ જવા રવાના થયો.

બીજે દિવસે કન્સલ્ટીન્ગ નો વારો હતો સર્જન ને બતાવવાનો. ડૉક્ટર એ ચેક કર્યું અને કહ્યું કે સારું છે, કોઈ તફલીફ છે એવા પ્રશ્નો  પૂછ્યા, નિશી એ નકાર માં માથું હલાવ્યું. મેં એમને આંખ ના ડૉક્ટર ની ફાઈલ બતાવી કહ્યું  કે આ બોટલ નિશી ને ૨૪ કલાક માટે આપ્યા અને આ દવા આપી છે.

આ દવા તો સ્ટીરોઈડ છે અને એના થી તો દર્દી ની રોગ પ્રતિકારક  શક્તિ ઘટી જાય અને એને જે મગજ માં શન્ટ છે તેમાં ઇન્ફેકશન થઇ શકે , અને આ જે દવા લખી આપી છે તે પણ નથી લેવાની, જુઓ  પેશન્ટ ની આંખ ને જે નુકસાન થઇ ગયું છે તે હવે રિકવર ના થઇ શકે, પરંતુ હવે આપડે શન્ટ ને ઇન્ફેકશન થી બચાવવાનું છે. મેં કહ્યું  ડૉક્ટર  હું પણ જાણતો  હતો કે આ સ્ટીરોઈડ  છે  પણ  ડૉક્ટર સલાહ અને સારવાર આપે એમને હું ના ન કહી  શક્યો.  ડૉક્ટર એમની બાજુ માં બેઠેલા અનેથિસ્ટ ડૉક્ટર તરફ જોયું  અને બોલ્યા તમે કેમ જાણ્યું ? મેં કહ્યું ગૂગલ. ડૉક્ટર આછું  હસ્યાં.

બીજે દિવસે ફરીથી હું એ આંખ ના ડૉક્ટર પાસે ગયો, કહ્યું  કે ડૉક્ટર જેમને નિશી નું ઓપેરશન કર્યું છે  તેમને આ દવા લેવાની ના પાડી છે. સારવાર કરી તેના થી  એને ઇન્ફેકશન નો ભય વધશે, અને હવે આ દવા પણ ના લેશો, ડૉક્ટર થોડા ધૂંધવાયા અને કહ્યું  આ દવા થી જ એને આંખ માં વધતી તફલીફ અટકી છે. મેં કહ્યું  કે ડૉક્ટર એ સલાહ આપી છે કે હવે આંખ માં રિકવરી  નહિ જ આવે મગજ નું પાણી  ડાઇવર્ટ થઇ ગયું છે એટલે આગળ કોઈ આંખ ને તફલીફ ના થાય. આ દવા ના લેશો,  શન્ટ માં તફલીફ થશે તો ફરી ઓપેરશન કરી શન્ટ બદલવું પડશે.  એટલે ડૉક્ટર સાહેબ હવે હું આ દવા ચાલુ રાખવા માંગતો નથી, આ દવા રીટર્ન લઇ લો. ડૉક્ટર એ રિસેપ્શન પર જવા સૂચના આપી. હું રિસેપ્શન પર ગયો અને કહ્યું આ દવા રીટર્ન કરવાની છે. અગાઉ જે કેબિન માં દવા આપી  હતી ત્યાં  રેસપનીસ્ટ મને દોરી ગઈ. કેબિન માં બેસાડી કહ્યું કે આ દવા અમે પરત ના લઇ શકીએ. અમારે રજીસ્ટર માં એટ્રી કરેલી હોય  તે બદલી ના શકાય, મેં કહ્યું આતો હોસ્પિટલ છે, ડૉક્ટર તો દવા ઓ રાખી  જ શકે ને એમાં શું પ્રોબ્લેમ હોઈ શકે, આ દવા કોઈ બીજા દર્દી ને આપી દેજો,પણ રિસેપ્શનિસ્ટ મક્કમ હતા દવા પરત ના લેવા માટે. મેં કહ્યું  ડૉક્ટર એ તો મને ના નથી કહ્યું, તમારી પાસે મોકલ્યો છે, આખરે હું એ દવા લઇ પરત થયો જે હવે મારા કામ ની હતી નહિ. ઘરે આવી બાજુ માં મૂકી દીધી.

નિયમિત હું એ ડૉક્ટર ને બતાવવા જતો રહ્યો. સારું છે નિશી ને તેની દૃષ્ટિ માં કોઈ સુધારો નથી પણ આગળ ખરાબ પણ નથી થઇ, વિટામિન ના પ્રિસ્ક્રિપ્શન લઇ પરત ફરતો.

૩ વરસ થઇ ગયા ફરીથી  એજ ડૉક્ટર પાસે હતો હું નિશી ને લઇ ને, ડૉક્ટર એ આંખ ની તાપસ કરી કહ્યું બરાબર છે, પછી ઉત્સાહ પૂર્વક કહ્યું  એક દવા નવી આવી છે હજુ માર્કેટ માં નથી આવી પણ મેં ઘણા દર્દી ઓ ને આપી છે બહુજ સારું પરિણામ છે, આપડે નિશી ને આપીએ ચોક્કસ સારું પરિણામ મળશે, થોડી મોંઘી  છે પણ બહુજ  કારગર છે , ઘણી બધી પ્રશંસા કરી ડૉક્ટર એ દવા ની, હું સાંભળી રહ્યો , આશરે ૨૦ મિનિટ જેવો સમય  ડૉક્ટર એ પ્રશંસા માં વિતાવી , પ્રીસ્ક્રિપ્શન માં દવા લખી, કહ્યું હું મોબાઈલ નંબર આપું  છે તેમને કોલ કરજો તમને ઘરે આપી જશે, અને મારુ નામે આપી કેહજો તમને ડિસકાઉન્ટ કરી આપશે, થોડો આગળ નમી ને હું પ્રીસ્ક્રિપ્શન માં જોઈ રહ્યો, દવા નું નામે વાંચી ને હું બોલ્યો, ડૉક્ટર આ દવા તો તમે પેહલા પણ આપી છે! ડૉક્ટર કહ્યું, ના હોય હજુ નવી જ આવી છે, મેં કહ્યું આ જ દવા લખી છે જુઓ પ્રીસ્ક્રિપ્શન પણ ફાઈલ  માં જ હશે કહી ને મેં સૌથી  લાસ્ટ પેજ બતાવ્યું, એજ દવા હતી, ડૉક્ટર હવે ચૂપ હતા, આગળ દવા વિષે એક પણ શબ્દ ના બોલ્યા, મને ફાઈલ પકડાવી દીધી, એમનું કાર્ય પૂરું થયું હતું.

હું વિચારી રહ્યો, આટલી મોટી હોસ્પિટલ છે, અને હોસ્પિટલ પણ આ ડૉક્ટર ની જ છે, છતાં પણ દવા વેચવા માટે કેવા તુક્કા લગાવે છે. આ એક ડૉક્ટર ને શોભે છે?

મને હંમેશા ડૉક્ટર ની દવા વિષે કુતુહલ અને જિજ્ઞાસા રહેતી અને હું ચેક કરતો જેથી મને દવા અને સારવાર વિષે ઘણું સારું જ્ઞાન છે.જેથી આ હું જાણી શક્યો. કેટલા દર્દીઓ ને આ ડૉક્ટર નાહક  ની મોંઘી દવા ઓ વેંચતા હશે? આ ઉમદા વ્યવસાય છે  ઘણા સારા ડૉક્ટર છે  બધા જ ડૉક્ટર આવા નથી, સમાજ એ ડૉક્ટર ને ભગવાન નું બીજા રૂપ નું સન્માન આપ્યું છે. હું પણ ડૉક્ટર સન્માન આપું છું પણ આ રીતે વ્યાપાર કરતા ડૉક્ટર પણ મોજુદ છે.