કર્મોનો હિસાબ ( ભાગ :- ૬ )
મન અને કાવ્યના લગ્ન લેવાનું નક્કી થયું. લગ્ન કંકોત્રી છપાઈ ચૂકી હતી. મન ને આ કંકોત્રીમાં ક્રિશ્વીનું નામ જોઈતું હતું પણ આ તો કાવ્યા જ હતી. કંકોત્રી ઉપર હાથ ફેરવી ઊંડો નિસાસો નાખ્યો.
આખરે ભારે હ્રદયે મને નક્કી કર્યું કે મારે મારા લગ્નમાં ક્રિશ્વીને બોલાવવી જ નથી. ક્રિશ્વી ને ખબર તો પડી જ ગઈ હતી કે આજે મનના લગ્ન છે. દુઃખી અને ભારે મનથી ક્રિશ્વી જાત સાથે સંવાદ કરી ઉઠી મેં આ સંબંધ દિલથી નિભાવ્યો હતો અને આ શું મારી જીંદગીના આટલા મહત્વના સંબંધે મારો આમ સાથ છોડ્યો!
મન અને કાવ્યા હનીમૂન માટે શિમલા ગયા હતા. આ એવા દિવસો હતા જ્યાં મન બધુંજ ભૂલી કાવ્યા ને માણી રહ્યો હતો. હંમેશા એવું થયું છે કે એક પુરુષને લાગણીઓ, પ્રેમ કરતા પણ વધારે શારીરિક સંબંધ ગમે છે.
બસ આ જ શારીરિક સંબંધ મન ને ક્રિશ્વી થી દુર અને કાવ્યાની નજીક લઈ જઈ રહ્યો હતો. ક્રિશ્વી માટે આ દિવસો અસહ્ય હતા જ્યારે મન માટે સહજ. આ એ જ સમય હતો જ્યાં મન જિંદગીની મજા, એની ઈચ્છાઓ બેધડક કાવ્યા સાથે માણી રહ્યો હતો. પ્રેમ તો હતો જ નહીં પણ એક પુરુષ ઝંખે એવું શારીરિક આકર્ષણ ભારોભાર હતું.
એક વર્ષ થઈ ગયું હતું મન કાવ્યાને માણવામાં એની સાથે સહજીવનમાં વ્યસ્ત થઈ જાય છે. આ તરફ ક્રિશ્વી ની હતાશા તેને એક ખોટા નિર્ણય તરફ લઈ જાય છે.
ક્રિશ્વીના ફેમિલી રિલેટીવ દ્વારા ક્રિશ્વી માટે એક છોકરો બતાવવામાં આવે છે. ઉંમરમાં એ છ વર્ષ મોટો હોય છે. ક્રિશ્વી કંઇપણ વિચાર્યા વગર લગ્ન માટે હા પાડી દે છે. મનમાં એમ જ હોય છે કે ચાલ પરિવારની ખુશી માટે આટલું તો કરું.
ક્રિશ્વી મન ને ફોન કરે છે. અને ફોનમાં આ નવા સંબંધની જાણ કરે છે. "મન મારી સગાઈ થઈ ગઈ છે અને બે મહિનામાં લગ્ન લેવાના છે."
"અરે વાહ, જોરદાર. અભિનંદન." મન બોલે છે.
"તેં ભલે મને તારા લગ્નમાં ના બોલાવી પણ તારે ચોક્કસ આવવાનું જ છે. આટલું તો કરીશ ને મારા માટે?" ક્રિશ્વી ભારેમને પુછે છે.
"હા, ચોક્કસ હું આવીશ." આ બધી વાતોનો અંત કરતા મન ત્યાં ફોન મૂકી દે છે.
ફોન મૂકતાં જ મનને વિચારોનું તોફાન ઘેરી વળે છે. મેં આ શું કર્યું. મેં તો એને ભુલાવી જ દીધી હતી. એને દુઃખ લગ્ન થાય એનું હતું કે ભૂલ્યો હતો એનુ એ પણ સમજાઈ રહ્યું નહોતું. મનમાં એક યુદ્ધ ચાલે છે.
સાંજે અસહજ મનને જોઈ પત્નિ કાવ્યા પુછે છે. "શું થયું મન? કેમ આજે ઉદાસ લાગો છો?"
"અરે, કંઈ જ તો નઈ. આ તો કામમાં વર્કલોડ હોય એટલે થાક બસ બીજું કંઈ નહીં." મન બોલી ઉઠે છે.
આટલા સમયમાં કાવ્યા સમજી ગઈ હોય છે કે આ સ્થિતિને કઈ રીતે સંભાળવી. કાવ્યા મનને બેડ પર ખેચી લઈ જાય છે. આલિંગનમાં ભીંસી બહું બધી કિસ કરે છે. જેમ જેમ શરીર પરના આવરણો દુર થતા જાય છે તેમ તેમ મન ફરી ક્રિશ્વી ને ભૂલી કાવ્યા માં ખોવાઈ જાય છે. લાગણીઓ પર ફરી પુરુષત્વ જીતી જાય છે. ફરી મન ભરીને આ ક્ષણ મન અને કાવ્યા માણે છે.
ક્રિશ્વી આ તરફ એકલી બની ગઈ હોય છે. સમય સાથે જાણે કોઈ કરાય કર્યો હોય એમ જે થાય એ થવા દે છે. લગ્નની કંકોત્રી મન ને મોકલ્યા પછી પણ મનનો કોઈ મેસેજ નહોતો એ જાણી દુઃખી થાય છે. છતાં મનમાં એક ખુણે ક્યાંકને ક્યાંક એને ખબર હોય છે કે મન લગ્નમાં આવશે.
લગ્નનનો એ દિવસ ક્રિશ્વી માટે બધુંજ બદલી નાખનારો હોય છે. લગ્ન મંડપમાં બેઠેલી ક્રિશ્વીની આંખ બસ પોતાના મનને શોધી રહી છે. એટલામાં જ મન અને કાવ્યા આવે છે.
અપલક મનને નિહાળી રહેલી ક્રિશ્વીની આંખમાંથી આંસુ વહેતું ગાલ સુધી દોડી આવે છે. મન પણ આ પળને જોઈ વ્યથિત થઈ જાય છે કે આ શું ક્રિશ્વી ની આંખમાં આંસુ એ પણ મારા માટે. મન અને કાવ્યા ક્રિશ્વી અને એના પતિને મળે છે. ક્રિશ્વી ને બીજા કોઈ પુરુષ સાથે જોઈ મનનું પુરુષત્વ ઘવાય છે. મને આટલો સંભાળતી ક્રિશ્વી કોઈ બીજાને સંભાળશે, પ્રેમ આપશે!
મન અને કાવ્યા ઘરે આવે છે. રાત્રે સૂતા પહેલા મન ફરી વિચારોમાં ખોવાઈ જાય છે. ક્રિશ્વીની આંખમાં એના માટે આવેલું આંસુ એને હચમચાવી રહ્યું હતું. વ્યથિત મને એ બેડમાં જાગતો પડ્યો હોય છે. કાવ્યા બેડરૂમમાં આવે છે. હળવી લાઈટના પ્રકાશમાં મનની છાતી પર માથું ઢાળી સુવે છે.
મન ને આજે પોતાની જાત પર ગુસ્સો હોય છે. ક્રિશ્વી ને કોઈની થતી જોવાનો ગુસ્સો. એ જ ગુસ્સામાં આજે મન કંઇપણ જાતનો ફોરપ્લે કર્યા વિના ફટાફટ આવરણો દૂર કરી પત્નિ કાવ્યા સાથે એકદમ વાઇલ્ડ સેક્સ માણે છે. કાવ્યાને પણ આ પરીવર્તન ગમે છે.
મન ફરી બધુંજ ભુલી કાવ્યા સાથે આમ ઓતપ્રોત થઈ જાય છે. કાવ્યા અને મન થાકી જાય છે અને પછી એમને તરત ઉંઘ આવી જાય છે. જાણે કોઈ લાગણીઓ શારીરિક સંબંધ સામે હારી જાય છે.
*****
મન અને ક્રિશ્વી કયા સંબંધમાં આગળ વધશે?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.
*****
તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.
જય ભોળાનાથ...
Feelings Academy...