Darkweb - 6 in Gujarati Fiction Stories by Parixit Sutariya books and stories PDF | ડાર્કવેબ - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડાર્કવેબ - 6

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.

---*
ચેપ્ટર ૬ :- Legion of Hackers 🤠

વાઇબ્રેટ થતા ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નમ્બર અજાણ્યો હતો, કાને ફોન લગાવતા શર્મા બોલ્યો "હેલ્લો કોણ ?"

"સર હું રાહુલ , DTU માંથી આજે સવારે કોલેજ માં મળવા આવ્યા હતા, યાદ આવ્યું !"

શર્મા એ કહ્યું "હા રાહુલ યાદ છે મને, તો અત્યારે ક્યાં ઉભો છે તું ?"

" હું કોલેજ ના કેમ્પસ માં જ છુ, સર્કલ ની ડાબી બાજુ વાળા રસ્તે આગળ જતાં જમણી બાજુ ચા ની લારી અને નાસ્તા હાઉસ છે ત્યાં હું દોસ્તો સાથે બેઠો છું." રાહુલે કહ્યું

" અત્યારે કેમ્પસ માં બહાર થી આવવા ની પરમિશન મળશે ને ??" શર્માએ ખાતરી માટે પૂછ્યું

"હજુ ૮:૦૦ જ વાગ્યા છે, રાત ના ૧૧ વાગ્યે કેમ્સ બંધ થાય એટલે વાંધો નથી" રાહુલે ખાતરી આપતા કહ્યું

"ઠીક છે, ૧૦-૧૫ મિનિટ માં આવું છું" સામે થી "ઓકે સર" જવાબ આવતા શર્મા એ ફોન કાપ્યો અને DTU જવા રવાના થયો.



કેમ્પસ ની અંદર ચાર-પાંચ લોકો નું ટોળું હાથ માં ચા ના કપ સાથે ઉભા હતા એ ટોળા માંથી રાહુલ બહાર આવ્યો બન્ને દૂર ગયા ત્યાં રસ્તા માં ચાલતા ચાલતા શર્માએ બોલ્યો "રાહુલ તો વાત એમ છે કે હું આધારકાંડ ના કેસ પર કામ કરી રહ્યો છું અને એ બાબતે મારે થોડું પૂછવું છે તને તો નાની-મોટી, કામની નકામી બધી જ વાત મને કર જેથી કેસમાં કોઈ લીડ મળે.."

" સોરી સર , મને એમ કે બીજી કોઈ બાબતે તમારે વાતચીત કરવી હશે. આ વિશે તો હું નથી જાણતો પણ મને નથી લાગતું કે તમને DTU માંથી કોઈ લીડ મળે એવું મને તો નથી લાગતું" રાહુલે કહ્યું

શર્મા એ ફરી કહ્યું "કોઈ ક્લાસમેટ ?, કોઈ દોસ્ત અથવા કશુ પણ હેકિંગ વિશે સાંભળ્યું હોય ?"

" ના સર એવું તો કશું સાંભળ્યું નથી, ઓકે સર ચલો પછી વાત કરીશું મારા દોસ્ત બોલાવે છે.." ત્યાંથી નીકળતા રાહુલ બોલ્યો

શર્માને કશું સમજાયું નહીં, રાહુલ કઈક છુપાવી રહ્યો હતો એવું લાગ્યું રાહુલ સામે જોયું બંને ની નજર મળી પણ તેણે મો ફેરવી લીધું એટલે શર્મા સમજી ગયો કે તે હવે આગળ વાત કરવા માંગતો નથી એટલે સીધો ઘર તરફ જવા રવાના થયો.

"શર્મા સર..ઓ શર્મા સર..!" ઓફિસ નો ડ્રાઈવર ઘર ની બહાર બુમ મારી રહ્યો હતો.

શર્મા એ ઉઠી ને બાલ્કની માંથી ઈશારા માં કહ્યું ૧૦ મિનિટ માં આવું, સવારે ઉઠીને બ્રશ કરવાની જગ્યા સિગરેટ પીતો એ શર્મા ને ખબર ન હતી કે આજનો દિવસ તેને હંમેશા યાદ રહેવાનો હતો !!

દરરોજ ની જેમ બે આંગળી માં સિગરેટ , બીજા હાથે વિખેરાયેલા વાળ ને સરખા કરતો બાલ્કની માં ઉભો હતો, નીચે ગાડી પાસે ઉભેલો ડ્રાઈવર બોલ્યો " સર આજે કેમ મોડું થયું અને તમારો ફોન પણ બંધ છે" અચાનક ફોન યાદ આવતા પાછો બેડ માં ફોન શોધી જોયું તો ચાર્જ ન હોવાથી બંધ હતો તરત ચાર્ઝિંગમાં મુક્યો અને સિગરેટ પુરી થતા જ બાથરૂમ ગયો. દરરોજ કરતા આજે થોડો મોડો ઉઠ્યો હતો એટલે ફટાફટ તૈયાર થઈ ચેનલ ના સ્ટુડિયો જવા નીકળ્યો.

જેવો સ્ટુડિયોમાં પહોંચ્યો બધા શર્મા ને તાડી રહ્યા હતા અને શોક માં હતા !! બધી ન્યૂઝ ચેનલ માં શર્મા ની ચર્ચા હતી પણ દેશપ્રેસ માં સન્નાટો હતો.

ઓફિસ માં બેગ મૂકી જેવો ખુરશી પર બેઠો કે તરત અંકિતા એ પૂછ્યું "અંદર આવું સર"

શર્મા એ કેમેરા મોનીટર માં જોઈ બોલ્યો :- " હા આવ અંકિતા "

અંકિતા " સર તમને ન્યૂઝ મળ્યા ?? મને લાગ્યું કે તમે આજ ઓફિસે નહીં આવો !!"

એટલી વાર માં લાલો પણ દોડતો દોડતો ઓફિસ માં આવતા ની સાથે જ કીધું "કેમ ? શુ કામ ? મારી સાથે અને દેશપ્રેસ સાથે દગો કર્યો છે તે.. મને માફ કરજે પણ કાલથી સ્ટુડિયો માં આવતો નહીં !! "

એ જ લાલો હતો જેણે શર્મા ને રાકેશ માંથી રાકેશ શર્મા બનાવ્યો હતો, મુશ્કેલી ના સમય માં રિપોર્ટર ની જોબ આપી હતી, અને આજે એ જ શર્મા થી નારાજ હતો ! અને એટલી હદે કે વાતચીત કરવાને બદલે સીધુ સ્ટુડિયો છોડવા ન કહી દીધું ?!

શર્મા ને બધું ઉપરથી બાઉન્સ જતું હતું બધા શેના વિશે વાત કરતા હતા કશું સમજાતું ન હતું, તેને ખિસ્સામાંથી ફોન કાઢી ઓન કર્યો. નેટ ચાલુ કરતા ના ૫ મિનિટ માં જ તેના ચહેરા ના ભાવ બદલાયા, આંચકો લાગ્યો હોય એમ એકદમ ચોંકી ગયો હતો.


બધી ન્યુઝ માં અને શર્મા ના વોટ્સએપ પર એક જ નામ ફરતું હતું "લેજીયન ગ્રુપ" !!