(વિધિના લખેલા વિધાન વાંચી શકવાનુ જ્ઞાન ચકોરીના બાપુને હતું. જેના કારણે એમણે પશા સરપંચના પૌત્ર નુ ભવિષ્ય જૉયું અને ઉપાધિ ઉભી થઈ. એમનું કથન સાચુ પડ્યું અને સરપંચનો પૌત્ર એકવીસમા દીવસે મૃત્યુ પામ્યો. રમેશ એના ગુંડાઓ સાથે એમના ઘેર ગયા. કિશોરે ચકોરી ને પોતાને ઘેર આસરો આપ્યો. સાંજે કિશોરનો પાડોસી તિવારી દોડતો દોડતો આવ્યો અને બોલ્યો. કિશોર ગામને સીમાડે જોષી ભાઈ ની લાશ પડી છે.) હવે આગળ વાંચો.....
ધુમાલનાગર થી પાછા ફરતા બાપુને ગામના પાદરે જ ગભાએ આંતર્યા. આંખોમાંથી આંસુ ટપકાવતા ચકોરીએ પોતાનુ જીવન વૃતાંત આગળ ચલાવતા કહ્યુ. બાપુને એ ચારેય જણાએ મોટરમા નાખીને પશાકાકાના વાડે લઈ ગયા. પોતાના પૌત્ર ના મૃત્યુ નો આક્રોશ પશાકાકા અને રમેશે બાપુ ઉપર કાઢ્યો. બાપુને એ બાપ દીકરાએ ઢોર માર માર્યો. ગડદા. પાટુ.ઠોસા.એ બન્ને બાપુને મારતા રહ્યા. ત્યા સુધી એમણે બાપુને માર્યા જ્યા સુધી બાપુ નિર્જીવ ના થયા. બાપુએ જ્યા સુધી દમ ના તોડ્યો. અને પછી બાપુનાં નિર્જીવ શરીરને એમણે ગામના સીમાડે ફેંકી દિધો. બીજે ગામ હટાણું કરીને પાછા ફરતા તિવારિકાકાએ બાપુની લાશ જોઈ ને કિશોરકાકાને સમાચાર દેવા દોડતા આવ્યા. બાપુની અંતિમ વિધિ પત્યા પછી. કિશોરકાકા મને ચંદનનાગર મારી માસીને ઘેર મુકી ગયા. માસીએ મને પાંચ વરસ સગી દિકરીની જેમ સાચવી. પણ ત્રણ દિવસ પહેલા મને દૌલતનગર લઈ આવ્યા. અને અંબાલાલને હવાલે કરી ને જતા રહ્યા. એ ડોસો મને પરણવા માંગતો તો. પણ તમે મને એના ચંગુલમાંથી ઉગારી. તમારો આ પાડ મારાં ઉપર ઉધાર રહ્યો. ચકોરીએ પોતાની જીવની ટુંકમાં જીગ્નેશને કહી સંભળાવી.
હવે એની આંખો રાત ના ઉજાગરાને કારણે ઘેરાવા માંડી હતી. એ નાવડીના પાટિયા પર ટૂંટિયું વાળી ને આંખ મીંચી ને સુઈ ગઈ. એના ખુબસુરત માસુમ ચેહરા ઉપર એના વાળની લટો નાગણની જેમ લહેરાતી ઝૂમતી હતી અને એની ઝુલ્ફની સાથોાસાથ. જીગ્નેશનુ હ્રદય પણ ઝૂમવા લાગ્યું હતું. જીજ્ઞેશ વીસ વર્ષનો જુવાન થયો પણ આજ દીવસ સુધી પોતાના કામના કારણે. કોઈ પણ કન્યા ને જોવાની નિહાળવાની કે કોઈના પ્રેમમાં પડવાની એને તક પણ મળી ન હતી. આજે પેહલી જ વાર કોઈ કન્યાને જોઈને એના હ્રદયની સિતારના તાર ઝણઝણી ઉઠયા હતા.એની નજર ચકોરી ના રુપનું રસપાન કરવા લાગી. આકાશ જેવું લીસુ કપાળ. કપાળ ઉપર આમતેમ ઝૂલતી કાળી કાળી લટો. અણીયાળું નાક. નાકની ઉપર પોપચામાં છૂપાયેલી સ્વપ્નમા ડૂબેલી આંખો. માખણ જેવા નરમ અને સફેદ કૂણાં ગાલ. જીગ્નેશની નજર ધીરે ધીરે આગળ વધી રહી હતી. અચાનક જીગ્નેશે પોતાનુ માથુ જોરથી ધુણાવ્યું. અને પોતાની જગ્યાએથી ઉભો થઈ એ સોમદેવ પાસે આવ્યો અને બોલ્યો.
"તમે થાક્યા હશો સોમદેવ ભાઈ. હવે તમે આરામ કરો."
"અરે નાના. જીગ્નેશ હુ કંઇ થાક્યો નથી. તુ તારે બેસ. હમણા પંદરેક મિનિટ મા પાલી આવશે. ત્યા મારો પરિવાર રહે છે. આપણે ઘરે જઈને નાહી ને જમી લઈશું પછી આરામ કરી ને તારે રોકવું હોય તો રોકાજે. અને જવુ હોય તો તારી મરજી. પણ આ ચકોરીનુ શુ કરીશું.?" સવા મણ નો સવાલ સોમદેવે કર્યો તો ખરો પણ એનો જવાબ જીગ્નેશ પાસે ન હતો. એ ફ્કત એટલું જ બોલ્યો.
"પડશે એવા દેવાશે અત્યારથી ચિંતા શુ કામ કરવી."
"કેશવ ભાઈ ને તુ જવાબ શુ આપીશ? ખજાનો મેળવવામા મળેલી નિષ્ફળતા માટે ઠપકો તો સાંભળવો જ પડશે કાં."
"એતો કાકાને ખબર જ હતી કે કામ ખુબ મુશ્કેલ છે. અને એમા જીવનું જોખમ પણ છે. ઠપકો આપવાની એમા ક્યા વાત આવી? મને હેમ ખેમ જોઈને જ એતો રાજી રાજી થઈ જાશે."
"પણ આ છોકરી ને જોઈ ખીજાશે નઈ."
"એક અબળા ને એક નરાધમ ના પંજામાંથી છોડાવવા બદલ કાકા ચોક્ક્સ શાબાશી આપશે."જીગ્નેશ પોરસાતા બોલ્યો.
શુ થાશે ચકોરીનુ.કયા સુઘી જીગ્નેશ સાથ આપશે, ચકોરીનો. જાણવા માટે વાંચતા રહો. ચોર અને ચકોરી..,....