Infinity - 6 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 6


Part :-6

" આરોહી, થોડી વાર તો મારી સાથે બેસ..... વધુ નહિ તો દસ મિનિટ...... પ્લીઝ..." શ્લોક આરોહી આગળ આવી ઊભો રહી ગયો.
"ફક્ત દસ જ મિનિટ....." આરોહી ઘડિયાળમાં જોતા બોલી. આરોહી પણ શ્લોક સાથે બેસવા માંગતી હતી પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો કે નહીં જેને એ પૂરો જાણતી પણ નહોતી એ અવઢવમાં હતી.
" કાફી છે....." શ્લોક એકદમ ખુશ થઈ ગયો હતો.
 
શ્લોક અને આરોહી ત્યાં એક પુલ હતો તેની પાળી પર ચડી બેસી ગયા. વાતાવરણ એકદમ શાંત બની ગયું હતું. ઠંડો પવન વાય રહ્યો હતો. બન્ને ખુલ્લા આસમાન નીચે પુલની પાળી પર બેઠા હતા. આરોહી આકાશમાં તારા જોઈ રહી હતી અને શ્લોક આરોહી ને જોઈ રહ્યો હતો. આરોહી જાણતી હતી કે શ્લોકની નજર પોતાની ઉપર જ છે પરંતુ આરોહી હજુ આંખ ઊંચી કરી શ્લોક સામે સરખું જોઈ શકતી ન્હોતી.
" રાત્રે આકાશને જોવાની મજા જ કાંઈક અલગ છે, નહિ??" શ્લોક પોતાની નજર હટાવે એ ઈરાદાથી આરોહી એ કાઈક વાત શરૂ કરવાની કોશિશ કરી.
" પરંતુ તને જેટલી નીરખવાની મજા છે એટલી એમાં નથી." શ્લોક હજુ અપલક થઈ આરોહી સામે જ જોઈ રહ્યો છે.
" એ બધું છોડ, મને એ તો જણાવ તું મને ઓળખે છે કઈ રીતે??" આરોહી અત્યાર સુધી જે પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરી રહી હતી એ પ્રશ્ન કર્યો.
" તમારી બિલ્ડિંગ ના ચોથા માળે એક ઓફિસમાં મારો ફ્રેન્ડ વર્ક કરે છે. મારી ઓફિસ એ રોડ ઉપર આગળ છે એટલે અમે બંને દરરોજ સાથે જ આવીએ. હું તેને અહી છોડતો જાવ. એવામાં એક દિવસ મારે કોલ પર વાત શરૂ હતી એટલે હજુ હું કારમાં ત્યાં જ બેઠો હતો અને મીરર માં પાછળથી તને આવતા જોઈ બસ ત્યારથી મારો રોજનો ઘટનાક્રમ બની ગયો તું જ્યાં સુધી દેખાતી બંધ ન થાય ત્યાં સુધી હું કારમાં જ બેસી રહું અને તને જોતો રહુ." શ્લોક એ જ્યારે આરોહી ને પેહલી વાર જોઈ હતી એ દ્રશ્ય યાદ કરી રહ્યો હતો.
" એ બધુ તો ઠીક છે પરંતુ મારી આટલી બધી માહિતી ક્યાંથી મળી?" આરોહી બધું જ જાણવા માંગતી હતી.
" પેલું કેહવાય છે ને, ' અગર તુમ કિસી કો પૂરી સિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત તુમ્હે ઉસસે મિલવાને મે જુડ જાતી હૈ ' " શ્લોક ડાયલોગ યાદ કરી રહ્યો હતો.
" મતલબ...??" આરોહી પણ સાંભળવા માટે ઉત્સુક હતી.
" મતલબ એમ કે કદાચ હું પણ સાચા દિલથી તને ચાહવવા લાગ્યો હતો. દરરોજ તને બસ ગાડીમાં બેસી જોવા ન્હોતી માંગતો પરંતુ મારી સાથે તને ગાડીમાં બેસાડવા માંગતો હતો એટલે તારી સાથે વાત કરવાના ઇરાદાથી હું કારમાંથી ઉતરી તારી પાછળ પાછળ આવ્યો પરંતુ ડર પણ લાગતો હું કાઈક પૂછું અને બધા વચ્ચે તે મને થપ્પડ મારી દીધી હોય તો....... એટલે તારી પાછળ પાછળ લીફ્ટમાં પણ આવ્યો પરંતુ લિફ્ટમાં બીજા લોકો પણ હતા એટલે કાઈ ચાન્સ લાગ્યો નહિ પરંતુ મારો લવ તારા માટે સાચો હતો એટલે તારી સાથે વાત ન થઈ પરંતુ તારું આઈ કાર્ડ લીફ્ટમા પડી ગયું હતું અને મને તારી બધી માહિતી મળી ગઈ હતી અને મને ખબર પડી ગઈ હતી કે ભગવાન પણ મને તારી સાથે મળાવવા માંગતા હતા." શ્લોક તો પલાંઠી વાળી આરોહી તરફ ફરીને બેસી ગયો હતો. આરોહી ને પણ યાદ આવ્યું એક દિવસ પોતાનું આઈ કાર્ડ ખોવાય ગયું હતું અને નીચેની ઓફિસમાંથી કોઈ આપવા આવ્યુ હતું.
" તો એ આઈ કાર્ડ આપવા આવ્યો હતો એ જ તારો ફ્રેન્ડ હતો??" આરોહી એ દિવસ યાદ કરતા બોલી.
" હા, અને કદાચ તે નોટીસ નહિ કર્યું હોય પરંતુ કુરિયર બોય બની પણ એ જ આવ્યો હતો." શ્લોક હસવા લાગ્યો.
" હા, કદાચ મે નોટીસ જ નહોતું કર્યું." આરોહી શ્લોકના ફ્રેન્ડ નો ચહેરો યાદ કરી રહી હતી.
" આરોહી, કદાચ હજુ તને આ બધું ફિલ્મી લાગતું હશે.....મજાક લાગતી હશે..... પરંતુ હું તારા માટે એકદમ સિરિયસ છું. હું તને હજુ એટલી જાણતો નથી પરંતુ તને જોઈ ત્યારથી બસ તે મારા દિલોદિમાગ પર કબજો કરી લીધો છે. બસ બધી વાતમાં બધા જ ખ્યાલો માં તું જ છે. તું હમેંશા મારી સાથે રહીશ ને??" શ્લોક એકદમ ઇમોશનલ થઈ ગયો હતો.
" શ્લોક, હું...... હજુ........" આરોહી કાઈ બોલે એ પેહલા જ એના મોબાઈલની રીંગ વાગી.
" હેલ્લો..... મમ્મી...." આરોહી એ કોલ રિસીવ કર્યો અને શ્લોક તરફ ચૂપ રેહવા આંગળીથી ઈશારો કર્યો.
" હેપ્પી બર્થડે બેટા!! મને તો ભૂલાય જ ગયું હતું. વિવાન આજે પિકનિક માં ગયો હતો એ અત્યારે આવ્યો અને યાદ અપાવ્યું ત્યારે યાદ આવ્યું કે આજે તારો બર્થડે છે એમ....." મમ્મી ને બર્થડે ભૂલાય ગયો હતો એટલે થોડી ખેદની લાગણી હતી.
" થેંક્યું મમ્મી.... કાઈ વાંધો નહિ મને ખબર જ હતી તમને યાદ નહિ હોય નહીતો તમે કોલ કર્યા વગર ના જ રહો." મમ્મી સાથે વાત કરી રહી હતી એટલે આરોહી એકદમ ખુશ દેખાતી હતી.
" આજે તો રજા હતી મને એમ કે તું આજે કોલ કરીશ." મમ્મી બોલી રહી હતી.
" અરે.... મમ્મી આજે જ મારું રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે જ ને હવે કાલે રિચાર્જ કરી નાખીશ." આરોહી એ શ્લોક સામે જોયું તો શ્લોક પોતાના મોબાઈલમાં હતો.
" સારું, અત્યારે તો રૂમે હશો ને.....??" મમ્મી પૂછી રહી હતી.
" હા, રૂમે જ છું.આજે સોનુ આવી હતી મને મળવા માટે પછી અમે બહાર ગયા હતા." આરોહી આજના દિવસ વિશે કહી રહી હતી.
" ખાલી તમે બન્ને કે પછી બીજી કોઈ પણ હતું ભેગુ??" મમ્મી હવે ઇન્કવાયરી કરી રહી હતી.
" હું, સોનુ અને ઓફિસ ફ્રેન્ડ......" આરોહી બોલી.
" ઓફિસ ફ્રેંડમાં તો છોકરીયું જ હશે ને??" મમ્મી બધું ડિટેલ માં જાણવા માંગતી હતી.
" હા મમ્મી , બધી છોકરીયું જ હતી." આરોહી છોકરીયું શબ્દ પર ભાર દેતા બોલી.
" અત્યારે રૂમે છો તો પછી આ વાહનો નો અવાજ ક્યાંથી આવે છે?" રોડ પરથી ટ્રક નીકળ્યો એટલે મમ્મી એ પૂછ્યું.
" એ રૂમની બારી રોડ તરફ છે એટલે.... મમ્મી મને હવે નીંદર આવે છે એટલે સૂઈ જાવ છું. તમે પણ જલદી સૂઈ જજો. જય શ્રીકૃષ્ણ" આરોહી હવે વધારે ખોટું બોલવા ન્હોતી માંગતી એટલે ફટાફટ ફોન મૂકી દીધો.
" મને આ વાત બિલકુલ પસંદ નથી." આરોહી એ જોયું શ્લોક પોતાની તરફ જોયા વગર પોતાના મોબાઈલ માં હતો એટલે શ્લોક સામે જોઈને બોલી.
" કઈ વાત?? હું તને જોતો નથી અને મારા મોબાઈલ ને જોઈ રહ્યો છું એ વાત..... હેં?" શ્લોક એકદમ મજાકના મૂડમાં પોતાના નેણ નચાવતા પૂછી રહ્યો હતો.
" ના, મમ્મી પપ્પા સામે ખોટું બોલવું પડે એ વાત પસંદ નથી." આરોહી થોડી ગંભીર દેખાતી હતી.
" યુ આર રાઈટ, તો મમ્મી પપ્પા ને મારા વિશે જણાવી દે એટલે પ્રોબ્લેમ સોલ્વ....." શ્લોક એકદમ બેફિકરાઈથી બોલી રહ્યો હતો.
" હું મજાકના મૂડમાં બિલકુલ નથી. આઈ થીંક હવે મારે જવું જોઈએ....." આરોહી હજુ સિરિયસ હતી.
" આઈ એમ સોરી આરોહી, મારો એ બિલકુલ મતલબ નહોતો. હું તો જસ્ટ મજાક કરતો હતો. અને હા મારો તારા માટે પ્રેમ એ બિલકુલ મજાક નથી." શ્લોક પણ ગંભીર થઈ બોલ્યો.
" ઇટ્સ ઓક." આરોહી આટલું બોલી ચાલવા લાગી.
" આરોહી, વેઇટ.... હું તને મૂકી જાવ." શ્લોક પાળી પરથી ઉતરી આરોહી પાસે આવ્યો.
" મને ચાલીને જવું વધુ પસંદ છે. અને વધુ દૂર પણ નથી એટલે હું જતી રહીશ." આરોહી શ્લોક સામે જોયા વગર જ બોલી રહી હતી.
" ઓકે. એઝ યોર વિશ. હું તારી પર કોઈ ફોર્સ નથી કરવા માંગતો. થેંક્યું સો મચ કે તે મારી સાથે આટલો ટાઈમ વિતાવ્યો. ઈટ વોઝ ધી બિયુટિફૂલ મોમેન્ટ ફોર મી. અને હા રૂમે પહોચી મને મેસેજ જરૂર કરી દેજે." શ્લોક એકદમ શાંત થઈ ફરી એવા જ પ્રેમભર્યા અવાજ સાથે બોલ્યો.
" સોરી, પણ મારામાં રિચાર્જ નથી એટલે મેસેજ ની રાહ જોયા વગર સૂઈ જાજે." આરોહી શ્લોક સામે ફરીને બોલી.
" તું રૂમે પહોચી ગઈ છો એવો મેસેજ જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી હું અહી જ ઊભો રહીશ." શ્લોક પોતાની વાત પર અડગ હતો.
" તો પછી કાલ સુધીનો વેઇટ કરવો પડશે તારે. બાય..... ટેક કેર!!" આરોહી આટલું બોલી ચાલવા લાગી.
*
 
આરોહી રૂમે આવી સીધી પોતાના બેડમાં આડી પડી ગઈ. આજે એ બહુ જ થાકી ગઈ હતી. પરંતુ એ ખુશ પણ હતી આજે એનો બર્થડે એકદમ બેસ્ટ રહ્યો હતો. સાહિલ તેમને બેસ્ટ પ્લેસ પર લઈ ગયો હતો. અને શ્લોક એ પણ પોતાને મસ્ત સરપ્રાઈઝ આપી હતી. જેટલા લેટર ના શબ્દો મનમોહક હતા એટલો શ્લોક પણ મનમોહક લાગતો હતો. એના મોઢા પર સહેજ પણ ગુસ્સો નહોતો કે સવારે હું તેને મળવા ન્હોતી ગઈ અને કોઈ મેસેજ પણ નહોતો કર્યો એનો.
" એ સાચે તો મારા મેસેજ નો ઇન્તજાર નહિ કરતો હોય ને??" આરોહી શ્લોક વિશે વિચારી રહી હતી ત્યાં એને શ્લોકનો ખ્યાલ આવ્યો.
આરોહી વિચારી રહી હતી ત્યાં તેનો મોબાઈલ બીપ થયો. જોયું તો શ્લોક નો ટેક્ષ્ટ મેસેજ હતો.
" પહોચી ગઈ રૂમે??" મેસેજ વાંચી આરોહી ના મોં પર સ્મિત આવી ગયું.
" પાગલ છે, કહ્યું હતું રિચાર્જ પૂરું થઈ ગયું છે મારે....." આરોહી હજુ બોલી જ રહી હતી ત્યાં તેના મોબાઈલ પર બીજી નોટિફિકેશન આવી રિચાર્જ સક્સેસ્ફૂલી ડન ની. આરોહી આ મેસેજ જોઈ થોડીવાર વિચારમાં પડી ગઈ.
" હા, પહોચી ગઈ. રિચાર્જ તે કર્યું ને??" આરોહી સમજી ગઈ હતી શ્લોકે જ કર્યું હશે.
"મે કોઈ વ્યક્તિને સૌથી પેહલું બર્થડે વિશ કર્યું હોય અને એ હજુ સુધી મને રિપ્લાય ન કરે તો એ તો ન જ ચાલે ને......" શ્લોક નો મેસેજ આવ્યો એટલે આરોહી એ પોતાના ડેટા ઓન કર્યા. વોટ્સઅપ ચેક કર્યું તો બાર વાગ્યા નો સૌથી પેહલા મેસેજ તેનો જ હતો.
" થેંક્યું વેરી મચ!!!😊" આરોહી એકદમ ખુશ થઈ ગઈ હતી.
" સૂઈ જા હવે આજે થાકી ગઈ હશો અને હજુ તો બધાને થેંક્યું કેહવાનુ પણ બાકી હશે." શ્લોક પણ હવે વોટ્સઅપ મેસેજ માં આવી ગયો હતો.
" હા, તું હજુ ત્યાં જ ઊભો છો કે પછી??" આરોહી ને શ્લોક ના શબ્દો યાદ આવ્યાં એટલે પૂછ્યું.
" તારો મેસેજ ન મળે ત્યાં સુધી હું થોડું જઈ શકું...." શ્લોક હજુ પણ ત્યાં રસ્તા પર જ ઊભો હતો.
" મને શું ખબર તું સાચે ત્યાં છો કે નહિ........🤷" આરોહી ની આંગળી હવે ફટાફટ કીબોર્ડ પર ફરી રહી હતી.
હજુ તો આરોહી એ મેસેજ સેન્ડ કર્યો ત્યાં શ્લોકનો વિડિયો કોલ આવ્યો આરોહી એ કોલ કટ કરી નાખ્યો. આરોહી હજુ શ્લોક સાથે આઈ કોન્ટેક્ટ કરી શકતી ન્હોતી.
આરોહી જોયું તો શ્લોક એ રસ્તા પર પુલની પાળી પર બેઠો હતો એવી સેલ્ફી લઈ મોકલી. આરોહી ના મોઢા પર સ્મિત આવી ગયું અને એ શ્લોકના પીક જોવા લાગી હતી.
" મારા ફોટા ને પછી જોજે.... હવે મને આજ્ઞા આપો તો હું અહીથી જઈ શકું." આરોહી શ્લોકનો મેસેજ વાંચી શરમાઈ ગઈ જાણે શ્લોક પોતાની સામે હોય અને તેને જોઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.
" કોઈ તને નહોતું જોતું. હા જતો રહે......મે થોડું તને ત્યાં ઉભુ રેહવાનું કહ્યું હતું." આરોહી ખુશ હતી કે શ્લોક હજુ ત્યા અને પોતાના મેસેેેેજની રાહ જોઈને ઉભો હતો.
" હા, હવે તમે કીધું એટલે જવું જ પડશે ને.......હેપ્પી બર્થડે વન્સ અગેઇન...... બધા લોકો સૌથી પેહલુ વિશ કરવાની ઉતાવળમાં જ હોય છે, મને ખબર નથી તને પેહલું વિશ કોને કર્યું હશે પરંતુ આખરી વિશ તો મારું જ હશે અને એમ જ લાસ્ટ લોંગ હું આખરી પળ સુધી તારી સાથે જ રહેવા માંગુ છુ." મેસેજ વાંચતી વખતે પણ આરોહી શ્લોકનો અવાજ મેહસૂસ કરી રહી હતી.
" થેન્કસ અ લોટ.....!!!😊 યુ આર રાઈટ.... પેહલું વિશ પણ તારું હતું અને છેલ્લું વિશ પણ તારું જ છે.🤗 અને હા....... આઈ એમ રિયલી સોરી😒" આરોહી એ કાઈક વિચાર્યું અને મેસેજ ટાઈપ કર્યો.
" સોરી....??? પણ સોરી શા માટે??" શ્લોક ને સમજાયું નહિ શા માટે સોરી કહ્યું એ.
" અત્યારે છેલ્લે કદાચ મે તારી સાથે થોડું અજીબ વર્તન કર્યું હતું એના માટે.... સાચે સોરી😒" રૂમે આવ્યા પછી આરોહી ને ખ્યાલ આવ્યો હતો કે છેલ્લે પોતે શ્લોક સાથે થોડી રૂડલી વાત કરી હતી.
" ઓહ.... કમ ઓન યાર!!! મને તો એવું બિલકુલ નથી લાગ્યું ઉલટાની તું તો મને બહુ જ ક્યૂટ લાગતી હતી થોડા મો ફુલાવેલા ચહેરામાં 🤩 એ બધું છોડ અને હવે ઘણું મોડું થઈ ગયું છે એટલે શાંતી થી સુય જા. સી યુ ટુમોરો🙋." શ્લોક એ ઘડિયાળમાં જોયું તો ઘણો ટાઈમ થઇ ગયો હતો અને એ જાણતો હતો આરોહી આજે આખો દિવસ બહાર જ હતી એટલે થાકી ગઈ હશે.
" બાય...... ગુડ નાઈટ!!" આરોહી એ પણ પોતાનો મોબાઈલ બંધ કર્યો.
 
આરોહી શાવર લઈને આવી અને સુવા માટે બેડમા આડી પડી. બેડ માં સુતા સુતા આરોહી કાઈક વિચારી રહી હતી. આરોહી એ પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને શ્લોક એ જે પોતાનો પિક મોકલ્યો હતો એ જોવા લાગી.
" હેન્ડસમ.....સ્વીટ..... કેરીંગ......શ્લોક?? શ્લોક...... શ્લોક.... પણ મને એ તો ખબર નથી કે આ શ્લોક આગળ પાછળ આવે છે શું?? શ્લોક બધું જ મારા વિશે જાણે છે જ્યારે મને ફક્ત તેના નામ સિવાય બીજી ખબર જ નથી અને એક હું છું કે એના જ વિચાર કર્યા કરું છું........ એકદમ પાગલ છું હું......" આરોહી પેહલા તો શ્લોકના જ ખ્યાલોમાં ખોવાયેલી હતી પરંતુ અચાનક જ એને વિચાર આવ્યો.
આરોહી એ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર શ્લોક ની પ્રોફાઈલ ચેક કરવાની ટ્રાય કરી કદાચ મળી જાય અને એના વિશે કોઈ માહિતી મળી શકે તો... પરંતુ આરોહી ને તેના વિશે કાઈક જ માહિતી મળી નહોતી. આરોહી ને મનમાં થોડીવાર તો ડર લાગ્યો કે કોઈ તેની સાથે મજાક કરવાની કે તેને ફસાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યું ને. આરોહી ની આખા દિવસની ખુશી અચાનક જ ગાયબ થઈ ગઈ. આરોહી એકાએક બેડ માં બેઠી થઇ ગઇ.આરોહી એ ઘડિયાળમાં જોયું તો ઘણું લેટ થઈ ગયું હતું એટલે સોનુ ને કોલ કરવાનુ માંડી વાળ્યું.
" જોયા માં તો એકદમ શાંત અને નિર્દોષ દેખાય છે. એવું થાય જાણે જોયા જ કરીએ અને તેનો અવાજ સાંભળતા જ રહીએ. પરંતુ અત્યારના સમયનો કાઈ ભરોસો નહિ. કોણ વ્યક્તિ કેવા નીકળે અને આ શહેર તો મારે માટે સાવ અજાણ્યું છે હું કોઈ પર આવી રીતે ભરોસો કરી જ ના શકું. સાવધાન ઇન્ડિયામાં બતાવે એવી રીતે પેહલા એકદમ સીધા સાદા સંસ્કારી બનવાનુ નાટક કરે અને પછી પોતાની અસલિયત બહાર લાવે." આરોહી શ્લોકનો ફોટો જોઈ રહી હતી.
 
આરોહી એ શ્લોક નો નંબર બ્લોક કરી દીધો અને વોટ્સઅપ માં પણ તેને બ્લોક કરી દીધો. આરોહી થાકી ગઈ હતી પરંતુ આ એક વિચારના લીધે આરોહી ની નીંદર સાવ ગાયબ થઈ ગઈ હતી.
 
 
To be continue............
 
Thank you!!!!
⭐⭐⭐⭐⭐