કૃષ્ણ ના જન્મ બાદ ભગવાન વસુદેવ, કૃષ્ણ ભગવાન ને નંદ બાબા અને માં યશોદા ના ઘરે મોકલવાં નીકળી પડે છે, ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ ને વધાવવા વર્ષા પણ વરસી રહ્યો છે અને એ પણ મુશળધાર, અને રસ્તા માં માં યમુના જી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ને જોઈ ને માં યમુના એમના ચરણ સ્પર્શ કરવા બે કાંઠે વહેવા લાગે છે અને પોતાના "સસરા જી" ના બાળ સ્વરૂપ નું દર્શન કરવા માટે યમુના પણ ઉત્સુક છે, અને માં યમુના એ રસ્તો કરી આપે છે, સાથે સાથે વરસાદ થી રક્ષણ માટે શેષનાગ પોતાની ફેણ થી ભગવાન કૃષ્ણ ના બાળ સ્વરૂપ ને રક્ષણ આપે છે, આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ યમુના જી ને પોતાના ચરણ સ્પર્શ કરાવે છે. સામે ભગવાન યમુના જી ને પોતાના આઠ પ્રકાર ના ઐશ્વર્ય આપી દે છે..
( એવું કહેવાય છે કે જે લોકો શ્રી કૃષ્ણ ની ભક્તિ કરે અને માતા યમુના ની સ્તુતિ ના કરે તો ભગવાન એને પ્રશંન્ન નથી થતા, અને જે લોકો યમુના જી ની સ્તુતિ કરે છે, એ ક્યારેય મૃત્યુ નથી આવતું કારણ કે એ યમુના જી ના બાળકો છે અને યમુના જી એ યમરાજ ના બહેન છે આથી યમરાજ પોતાના ભાણેજ ને કેવી રીતે મૃત્યુ આપી શકે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ એ યમુના જી ના સસરા પણ થાય.)
ત્યાર બાદ વસુદેવ જી ભગવાન શ્રીકૃષ્ણ ને ગોકુળ માં નંદ બાબા અને માતા યશોદા ના ઘરે મુકી આવે છે અને એમની પુત્રી નંદા ને લઈએ મથુરા લઈ આવે છે..
જ્યારે સુનંદા નંદ બાબા ને કહે છે કે તેમના ઘરે પુત્ર નો જન્મ થયો છે ત્યારે એ ખુશી ખુશી થાય જાય છે અને પોતાના પુત્ર કેવો લાગે છે એવું પૂછે છે એટલે સુનંદા કહે છે કે..
" अधरं मधुरं वदनं मधुरं,
नयनं मधुरं हसितं मधुरं,
हृदयं मधुरं गमनं मधुरं
मधुराधिपतेरखिलं मधुरं ।।"
અર્થાત્ ભગવાન શ્રી કૃષ્ણ નું વર્ણન કરે છે.
(આ બાજુ નંદ બાબા ને પણ જ્યારે ખબર પડે છે કે પોતાના ઘરે બાળક નો જન્મ થઈ ગયો છે એટલે એ આનંદિત થઇ જાય છે અને યમુના જી માં વસ્ત્રો સહિત સ્નાન કરે છે , શાસ્ત્રો માં લખેલું છે કે જ્યારે બાળક નો જન્મ થાય એટલે પિતા એ વસ્ત્રો સહિત સ્નાન કરવું જોઈએ અને એ વસ્ત્ર સહિત કિનારે શરીર લૂછયા વગર ઊભું રહેવું જોઈએ કેમ કે એ સ્નાન કરી લીધા પછી જે ટીપાં જમીન પર પડે છે ને એના થી આપણાં પિતૃ તર્પણ એટલે પિતૃ ની તૃપ્તિ થાય છે.)
હવે નંદ બાબા પૂરા ગોકુળ માં પોતાના પુત્ર ના જન્મ ઉત્સવ નિમિત્તે સમારોહ ગોઠવે છે.. અને આમંત્રણ આપવા જાય છે..
ભગવાન નો જન્મ આઠમ નો જન્મ થયો હોય છે અને અગિયારસ ના દિવસે એક દેવ અઘોરી બાબા નું રૂપ ધારણ કરી ને ગોકુળ માં આવી જાય છે ( અત્યારે નામ નહીં કહું સ્ટોરી ને ઈન્ટરેસ્ટ વાળી બનાવા માટે).
બાબા નંદ જી ના ઘર ની સામે આવી ને સાધના ના માં બેસી જાય છે, અને લોકો એમની આસપાસ એમને જોવા માટે ટોળું એકત્ર થઇ જાય છે..
એટલા માં સુનંદા ત્યાં આવે છે અને એમને વિચાર આવે છે કે લાવ આ બાબા ને પૂછી જોઈ કે એમને જ્યોતિષ વિદ્યા આવડે છે કે નહીં, અમારા કાના નું ભવિષ્ય જોવું છે અને તે બાબા ને પૂછે છે તમને ભવિષ્ય જોતા આવડે છે? બાબા ને તો મોકો જોઈતો હોય છે ભગવાન ના દર્શન માટે નો અને તે હા કહે છે, ગોપી એમને યશોદા માતા ના ઘરે લઈ જાય છે.
"માતા યશોદા, ઓ માતા યશોદા, આ જોવો હું કાના ના ભવિષ્ય માટે બાબા ને લઈ ને આવી છું,," ગોપી એ બહાર થી કહ્યું...
" બૂમો શું પાડે છે, મારો કાનો સૂતો છે," માતા યશોદા બહાર આવતાં ગોપી ને કહ્યું
" માં જો આ બાબા આપણાં કાના નું ભવિષ્ય જોવા માટે આવ્યા છે, "
" તો જોઈ દો અને કહો કે કાના નું ભવિષ્ય કેવું છે," માતા યશોદા એ બાબા ને કહે છે.
" માતા એમ ના જોવાય એના માટે પુત્ર ના હાથ ની રેખા જોવી પડે, એના માટે તમારા કાના ને બહાર લઈ આવો " બાબા એ યશોદા ને કહ્યું.
" ના, કાનો બહાર ના આવે, એ સૂતો છે, અત્યારે અમારે નથી જોવડાવવું ભવિષ્ય, પછી તમને બોલાવીશુ " એમ ગોપી અને યશોદા માં એ બાબા ને કહ્યું.
આ બાજુ ભગવાન ના દર્શન ની તક ગુમાવી દીધી એમ જોઈ ને બાબા એ જીદ પકડી કે જ્યાં સુધી કાના નું ભવિષ્ય ના જોઈ ત્યાં સુધી એ અહીંયા જ રહેશે અને પોતે પદ્માસન માં બેસી ને ભગવાન શ્રીકૃષ્ણ ના દર્શન માટે ધ્યાન કરે છે, હે પ્રભુ આપના દર્શન માટે તો મૈયા એ ઈન્કાર કરી દીધી હવે આપ જ કૈંક કરો... એટલે ભગવાન ઘોડિયામાં થી જાગી જાય છે અને રડવા લાગે છે. પોતાનો લાલો રડે છે એટલે માતા યશોદા અંદર જાય છે પયપાન કરાવે છે, થબથબાવે છે અને કેટલાય પ્રત્યેનો કરે છે તો પણ કાના જી શાંત નથી થતા..
ગોપી ત્યારે કહે છે કે માતા આપણાં લાલા ને કોઈક નિ નજર લાગી ગઈ છે, અને ગોપી અને માતા બન્ને નજર ઉતારે છે. નજર ઉતારવાની બધી પધ્ધતિ કરે છે તેમ છતાં પણ ભગવાન શાંત નથી થતા ત્યારે ગોપી કહે છે કે માતા હું પેલા બાબા ને પૂછી આવું એમને ખબર હોય તો..?.
" ઓ, બાબા અમારા કાના ને નજર લાગી છે અને એ ભારે નજર છે એ તમને ઉતારતા આવડે છે.? ગોપી એ બાબા ને પુછ્યું..
" હા, મને આવડે છે ". બાબા એ કહ્યું
" તો ઉતારી આપો ને " ગોપી એ કહ્યું
" એના માટે કાના ને મારી પાસે લાવવો પડે, એમ ના ઉતરે.." બાબા એ કહ્યું.
ગોપી માતા યશોદાને કહે છે અને અને માતા કમને પણ કાના જી ને બાર ફળિયા માં લાવે છે અને ત્યારે કાના જી ને સફેદ વસ્ત્ર ધારણ કરાવ્યું હોય છે કેમ કે બાબા ની નજર ના લાગે.
"હવે ઉતારી દો નજર, બાબા હવે કાનો બહાર આવી ગયો છે, "માતા યશોદા કહે છે.
"એને મારી પાસે આપો." બાબા એ કહ્યું
માતા કચવાટ સાથે લાલા ને બાબા ના હાથ માં આપે છે અને જેવા બાબા ના હાથ માં કાના જી આવે છે એવા શાંત થાય જાય છે..
(ભગવાન કૃષ્ણની અને બાબા ની આંખો મળે છે એટલે ભગવાન શ્રીકૃષ્ણ રડવાનું બંધ કરે છે અને ભગવાન શિવ રડવાનું શરૂ કરે છે,) હા એ બાબા બીજું કોઈ નહીં પણ ભગવાન શિવ પોતે હોય છે.
કાના જી એ ભગવાન શિવ ના ગળા નો નાગ ને પકડી લે છે, માતા યશોદા ડરી જાય છે અને બૂમ પાડે છે
"ઓ બાબા, રડવાનું બંધ કરો,, તમારો આ સર્પ મારા કાના ને ડંખ ના મારી દે."
"તમારો લાલો ઘણો નીડર છે જે આટલો છે તો પણ નાગ ને પકડી લે છે તો મોટો થાય ને ઘણો પરાક્રમી થશે" એવા આશીર્વાદ આપે છે અને ત્યાં થી ચાલી નીકળે છે.
(ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ મોટા થઈ ને કાળિયા નાગ નું દમન કરે છે).
આમ ભગવાન મહાદેવ કૃષ્ણની નજર ઉતારવાને બહાને એમના દર્શન કરે છે.
- 🖊️Dr Jay dave
(મિત્રો તમારો કીમતી પ્રતિભાવ જરૂર આપજો)