કમલા - કચરા માં કમલ
ગયા મહિને જ એક નેતા લાલબાગ બ્રિજ નું ઉદ્ઘાટન કરી ને ગયા ..આ બ્રિજ ની નીચે કેટલાય બેઘર ને ઘર મળી ગયું ત્યાં એકે આખો સમાજ વસવા લાગ્યો એમાં ય કમલા આમ તો પ્લાસ્ટિક , કાગળ નો કચરો વિણનારી એક મામૂલી સ્ત્રી, દારૂ
ના લીધે ખોલીમાં પતિ મરવા પડેલો છોકરી કૂબી અને છોકરો હજુ ૪ થા માં આવ્યો હતો . આખો દિવસ કચરો ભેગો કરી કરી ને એમાં થી જે મળે તેમાં આ બધાને પોષવું તેનું રોજીંદુ કામ . ૨૮ ની ઉમર માં તો દુનિયા ના અનુભવો ની ચોપડી થઇ ગઈ . આ કડવાશ તેના બોલવા માં પણ દેખાય આવતી. હવે કુદરત ના નિયમ મુજબ ઝેર પીવે તે ઝેર જ ઓકે ને..બધા જ શંકર નથી ..
બ્રિજ ના નીચે રહેવા નું ..કચરો વીણવા જવાનું .. જેમ ફાવે તેમ બોલવું ..
આજે પાસે ના મંદિર પાસે સ્વામીજી આવવના હતા. તે જાણી ને તે તેની વસ્તી માં પાછી આવી .
તેને આવતા માં જ બૂમ પાડી .. આજે મંદિર માં સ્વામીજી આવશે ..બધા સાંજ ના તૈયાર રહેજો.
મન્યો એ તરતજ તાપસી પુરી .."લો આઈ ગઈલા " નોતરું દેવા.
"જો મન્યા હોજે આવવું હોય તો આવજે .બીજા લમણાં ના લે "
" અલી..આપણે બધા જાતે જ ફકીર ..છે આપણે બધા સ્વામી કે સાધુ .. આવે કે જાય હુ ફરક પડે?. " મન્યા એ ફરી બીડી સળગાવતા કહ્યું.
મણીયા ..માંડ ૧૭ જન ની આપણી વહતિ..તેં કે મેં ..આપણા છોકરા ..કોઈએ ભરપેટ જમ્યા છે ? આ સ્વામીજી આવે , નેતા આવે , કોઈ નું લગ્ન હોય તો આપનો ખાડો પુરાય. તું તો એકલો ..મારે આખી ફોજ નું કરવા નું., સાલું , આ ઉપર બેઠો -બેઠો એવું કરે છે કે .. જેને અન્ન આપે તેને પેટ નહિ , જેને પેટ આપે તેને દાણો નહિ ..
માનિયા ને કઈ સમાજ ના પડે તો પણ તેં માથું હલાવી ને હા પાડતો
તેં જાણતો કે કમલા નો મૂડ બગડે તો તેમની વહતી માં રહેવું ભારે પડે.
સવી,રમી ,લખી ,અન્યો . અને કમલા ફેમિલી બધા સાંજ ના જમણવાર ની રાહ જોતા હતા.
તેની છોકરી બોલી ." માં , જમવા નું હશે ને ..?
"હા , બેટા, અને થોડું જમી જ લેજે , ફરી ક્યારે મળે નક્કી નઈ..
મંદિર ના ચોક માં ..એક પછી એક લોકો આવવા લાગ્યા ..સ્ટેજ પર સ્વામી જી આવ્યા . ફૂલ અને હાર થી તેમનું સ્વાગત થયું . ભજન કીર્તન થયું .
પધારેલ સ્વામી શ્રી ની સેવા અર્થે કોઈ ના તરફ થી ૫૦૦૦ રૂપિયા નું દાન , તો કોઈ સોના ની પાદુકા લાવ્યું . કોઈ મીઠાઈ ના તાટ, તો કોઈ પુષ્પો ની માલા લાવ્યું હતું . ખોલી ની વસ્તી ..આ બધું જોઈને હેરાન પણ થઇ, તેમને થયું સ્વામી ને આટલું બધું જોઈએ . આપણી તો કલ્પના માં પણ આ બધું નથી આવતું અને સ્વામી ને ભગવાન કૃપા હોય એમ બધું વગર માગે મળતું.
પછી સ્ટેજ પર જાહેરાત થઈ
"દરેક ભાવિ ભક્તો ને પ્રસાદી લઇ ને જવું" જેવો પ્રસાદી શબ્દ સાભળ્યો કે કમલા ફેમિલી માં ચમક આવી ગઈ .
જમવાની લાં…..બી પંગત.
જમવા ની પ્રસાદી માં પણ અલગ અલગ વિવધતા ..મીઠાઈ માં બરફી , મોહન થાળ , લવીંગ -ભાત,સોડમ વાળી દાળ ,અને તેલ છલકતું મજાનું શાક.
કમલા અને કૂબી -પાર્ટી રાહ જોઈ ને બાજુ માં ઉભા રહ્યા .
ભદ્ર સમાજ ના લોકો આ દરિદ્ર સમાજ જોઈ ઘૃણા થી મોઢું ફેરવી લેતા. ધિક્કારતા .. અહીં થી જાવ .. હજુ વાર છે તમારી.. તમે કેમ આવ્યા .. વગેરે વાક્યો થી નવાજતા .
કૂબી ને થતું ..અમારે જોવા નું પણ નહિ અને કમલા ને થતું .. આ સ્વામી ની સામે દાન - કરુણા ની વાતો કરનારા અમને જોઈ ને સૂગ થી ફરી જાય છે .
અમરત લાલ - આગળ પડતા કાર્યકર , દરેક માં તેમનો રોલ હોય . અને કમલા પાસે ક્યારેક ઘર સફાઈ ના કામ કરાવે . કમલા તરતજ એમની પાસે ગઈ ..
"શેઠ, ઓ શેઠ , અમારા પાંચ -જન નું ગોઠવો . બહુ ભૂખ લાગી છે ."
" કમલા . તું અહીં .. હમણાં જા . હું તને બોલાવીશ .. જા હજુ બધા ને જમવા નું બાકી છે
શેઠ ..અમે બધું નહિ ખાઈ જવા ના .. પને ખૂણા માં બેસાડી દો ને ..
"કીધૂ ને .. જા
" તારી થાળી માં કીડા પડે,જમવા માં ઝેર પડે .. સાલા હલકટ .."
કૂબી -રમી એને પકડી ને દૂર લઇ જવા માંડ્યા .. બીજા બધા પણ આવી પહોંચ્યા
જાવ .. નીકળો .. આવતા નહિ.. જેવા ઉદગારો કોલોહલ માં ભળી ગયા .
પરિસ્થિતિ વણસતી જોઈ , કમલા સીધી સ્વામી જી પાસે ગઈ .. આ જોઈ અન્ય સેવક
થોડાક ગુસ્સે થયા .. કેટલા ને અચરજ થયું .. તો સ્વામી જી પણ બે ઘડી અવાક બની ગયા ,
સ્વસ્થ અવાજે બોલ્યા : બોલ બેન , શું થયું ...?
કમલા એકી શ્વાસે પોતાની જમવા ની અને કાર્યકર ની વાત કહી દીધી ,
સ્વામી જી એ ખાસ બે માણસ ને ઈશારા થી બોલાવી .. તેમને જમવા નું આપો એમ કહ્યું . કમલા પગે લાગી .. પોતાના મિત્ર ગ્રુપ ને બોલાવી લાવી
એક દૂર ના છેડે તેમને જમવા બેસાડ્યા . બધા આનંદ થી જમતા હતા
કમલા એ પીરસનાર ને કહ્યું , ઓએ ...અલા ઓયે ..આમ આવતો "
થોડોક ભાત, બરફી ના ટુકડા ,દાળ .. આ ડબ્બા માં મૂક "
"કેમ , તું જમે તો છે ?
આ મારા મરદ માટે - એ માંદલો છે ..ખાટલે પડ્યો ..
"ના , એવું ના મળે ,તું જમી ને ચાલતી થા .. "
સાલા , તારા ઘર નું આપે છે .. સ્વામી એ કહ્યું ..ને તું આપ .
પેલા એ ખરેખર પોતા ની ઘેર થી આપતો હોય એવા ભાવ સાથે .. થોડું થોડું આપ્યું
ડબ્બા માં જોઈએ ને .. કમલા બોલી .. આ લોકો ને ધર્મ સુ ..દાન સુ .. ખબર છે ?
અમારા જેવા લોકો ના ખાય તો તેમને પુણ્ય કઈ રીતે મળે ?
જમ્યા પછી સૌ જવા લાગ્યા .. કમલા ફરી સ્વામી ને પગે લાગી જવા લાગી . ત્યાં અમ્રત લાલ " બે મોટા ટિફિન ભરી ને લઇ જતા હતા "
કમલા બોલી " શેઠ , કોની માટે .. "
" તું જા ને ડાહી..મારી પત્ની બીમાર છે .. "
" એમ ..તો" લઇ જા ને -આંખો નચાવતી , ચાલવા લાગી ..
અમ્રત લાલ ને સમજ ના પડી .
કમલા વિચારતી .. આ ભદ્ર સમાજ માં સ્ત્રી ને કેટલું માન..
મારો આદમી બીમાર , તેની ઓરત બીમાર .. તો તેને જમવા નું મળ્યું ..અને મને ભીખ ..
ત્યાં સ્વામી ના પ્રવચન ના શબ્દ યાદ આવ્યા :
"માનવતા મૂલ્ય જોખમ માં મૂકે , માનવતા ના સમજે..એ ધર્મ કયારેય પ્રભુ ને ગમે નહિ " પ્રભુ ને રાજી કરવા .દાન કરો પુણ્ય કરો ..ગરીબ ને જમાડો "
એ કટાક્ષ ભર્યું હસી .. આ ભૂખ છે એટલે વણહક નું જમી .. નહિ તો ..
આંક..થું""
એ થુંકી એ ના છાંટા..દંભી અને ભદ્ર સમાજ ના ચેહરા પર હતા..