Dashing Superstar - 70 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-70

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-70



(એલ્વિસના ભૂતકાળમાં જોયું કે સેમ્યુઅલ માર્ટિનના ઘરે તેના ભાઈએ આવીને ધમાલ કરી.સેમ્યુઅલ ખૂબજ ગુસ્સે થયો.જે જોઈને સિલ્વી ડરી ગઇ.સેમ્યુઅલે તેને ડ્રિંક ઓફર કર્યું.સેમ્યુઅલે સિલ્વીને તેની દોસ્તી અને સેક્રેટરીની નોકરી ઓફર કરી.અહીં એલ્વિસ આ બધી વાતો યાદ કરીને ફરીથી ડ્રિપેશનમાં આવ્યો તે દવા લે તે પહેલા કિઆરા તેની પાસે આવી.અહીં વિન્સેન્ટ તે પુરુષને હોસ્પિટલ લઇ જઈને તેમની પત્નીને બોલાવચયા જેમને જોઇને વિન્સેન્ટ ચોંકી ગયો.)

કિઆરા એલ્વિસની નજીક ગઇ.તેને સગાઇનો દિવસ યાદ આવ્યો જ્યારે શિના જાતે ગાડી ચલાઇને તેને સગાઇના સ્થળ સુધી લઇ ગઇ હતી.
"કિઆરા,મારે તારી સાથે કઇંક ખાસ વાત કરવી હતી એટલે હું તારી સાથે એકલી આવી.તું આજે સગાઇ કરીને એલ્વિસના ઘરે જઇ રહી છો.તો આમ જોવા જઇએ તો તું તેની પત્ની જ થઇ પણ તમારા સંબંધનુ નામ હજી નથી અપાયું પણ મનથી તો તમે એકબીજાને પતિપત્ની માની જ ચુક્યા હશો.
એક પત્નીએ ઘણાબધા રોલ નિભાવવા પડે છે.
સૌથી પહેલો એક મિત્રનો..તારે તેના બેસ્ટ ફ્રેન્ડ બનીને તેની સાથે હસી મજાક કરી તેને હળવો રાખવો પડશે.મિત્રની જેમ સાથ નિભાવવો પડશે.
તો કોઇકવાર તેની મા બનવું પડશે.તેને વઢવું પડશે,જેમ એક મા જ કડવી દવા પાઇ શકે તેમ તેને કડવી સચ્ચાઈથી વાકેફ કરવો પડશે તો માની જેમ હુંફ આપવી પડશે.
તેની સેવા કરવી પડે કે તેના નાનામાં નાના કામ કરવા પડેને તો તેને તારું સૌભાગ્ય માનીને કરજે.એલ્વિસનાથી જ તારું અને તારાથી જ એલ્વિસનું જીવન છે.

સંસ્કૃતમાં એક શ્લોક છે.
કાર્યેષુ દાસી; કર્મેષુ મંત્રી,
ભોજેષુ માતા, શયનેષુ રંભા
રૂપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી
શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.

તેનો અર્થ છે કે ઘરના બધા કામ કરતી, નિર્ણયો લેતી, માતાની જેમ જમાડતી, રાત્રે રંભાનું રૂપ લેતી, લક્ષ્મી જેવી રૂપાળી, પૃથ્વી જેવી ધીરજવાળી, કુળ ધર્મ નિભાવતી પત્ની ગુણવંતી કહેવામાં આવે છે.

તે અને એલ્વિસે બહુ મોટી બડાઇ મારી છે દુનિયા સામે કે તમે એક જ ઘરમાં રહીને એકબીજા સાથે શારીરિક સંબંધ નહીં બનાવો.મને શું લાગે છે કે ખબર છે ? પ્રેક્ટિકલી આ વાત શક્ય જ નથી.તમે બંને એકદમ સુંદર છો,એકબીજાને આટલો પ્રેમ કરો છો.કયારેક એવી નબળી ક્ષણ આવી જશે કે તમે તમારી શરત તોડી નાખશો.જો હું ખોટી પડીશ તો મને ખુશી થશે પણ સાચી પડીશ તો દુઃખ નહીં થાય.

કિઆરા અમુક વખતે પુરુષ સ્ત્રીઓ કરતા પણ વધુ લાગણીશીલ બની જાય છે.જો તારો પતિ એટલે કે તારો એલ્વિસ કોઇવાર એવી ક્ષણમાં ફસાઇ જાય તો તારે બધું જ ભુલીને તેને સંભાળી લેવો પડશે,સમજી?બાકી તું તારા સહજીવનના પાઠ જેમ જેમ જીવતી જઇશ તેમ તેમ શીખતી જઈશ."

કિઆરાને શિનાની વાત યાદ આવી ગઈ.એલ્વિસની આંખોમાં આંસુ હતાં.જે બતાવતા હતા કે તેનો ભૂતકાળ ખૂબજ દર્દનાક હશે.કિઆરા એલ્વિસની બાજુમાં સુઇ ગઇ.તેણે એલ્વિસના કપાળે ચુંબન કર્યું અને તેનું માથું પોતાની છાતી પર રાખ્યું.તેને નાના બાળકની જેમ પોતાના આલિંગનમાં લઇ લીધો.

"આજે આ આંસુઓને રોકતા નહીં.તેને વહાવી દો પણ આ દવાની જરૂર નથી તમને કેમકે હવે હું છું તમારી સાથે.એલ,આજે તમારા મનને હળવું કરવા,તમારી તકલીફ ઓછી કરવા મારે જે પણ હદ પાર કરવી પડે તે હું કરીશ.મને બહારની દુનિયાની નથી પડી કેમકે મારી દુનિયા તો તમે જ છો."કિઆરાએ પોતાનું આલિંગન મજબૂત કરતા કહ્યું.એલ્વિસ આજે તેના આંસુને રોકવા નહતો માંગતો.તે કિઆરાને મજબૂતાઈથી પકડીને રડી પડ્યો.તેના આંસુ કિઆરાને પણ રડાવી ગયા.
ઘણાબધા સમય રડ્યા પછી એલ્વિસ શાંત થયો.કિઆરા અને એલ્વિસના ચહેરા એકબીજાની એકદમ નજીક હતાં.એકબીજાના શ્વાસ તે બંને અનુભવી શકતા હતાં.એલ્વિસના હોઠ કિઆરાના હોઠ નજીક ગયા પણ એલ્વિસે કિઆરાના ગાલ પર ચુંબન કર્યું.

"થેંક યુ માય લવ.મારા જીવનમાં આવવા માટે થેંક યુ પણ આપણે જ્યારે એક થઇશુંને તે આપણા જીવનની બેસ્ટ મોમેન્ટ હશે અને તે એકદમ ખાસ હશે.જેમા માત્ર ખુશીઓ જ ખુશીઓ હશે.જા સુઈ જા.હવે હું ઠીક છું."એલ્વિસે તેના માથે હાથ ફેરવતા કહ્યું.કિઆરાએ તેને હગ કર્યું અને પોતાના રૂમમાં જતી રહી.
"મોમ,તે નબળી ક્ષણ આવી હતી પણ અમારો પ્રેમ અને ઇર‍ાદા મજબૂત છે."તેણે શિનાને મેસેજ કર્યો.શિનાએ સુંદર હસતું સ્માઇલી મોકલીને તેને રિપ્લાય આપ્યો.

*******

વિન્સેન્ટ તે સ્ત્રીને જોઇને ચોંકી ગયો.તેમનો ચહેરો એકદમ ગોળમટોળ,આંખો એકદમ કાળી કાળી અને મોટી.જ્યારે હોઠ એકદમ ભરાવદાર અને ગુલાબી.તેમને જોઇને વિન્સેન્ટને અહાનાની યાદ આવી ગઇ.એવું લાગ્યું જાણે સામે અહાના જ ઊભી છે.

"મારી ક્યુટ ટેડી,જોયું તને કેટલું મિસ કરું છું.બધે તું જ દેખાય છે.આ આંટીમાં પણ.ઓહ ગોડ,હું શું વિચારુ છું?"વિન્સેન્ટે વિચાર્યું.
તે સ્ત્રી એટલે અહાનાની મમ્મી,પોતાના પતિને આ હાલમાં જોઇને તે ચિંતામાં આવી ગયાં.
"અરે,આ શું થઇ ગયું?"તેમણે આવતાવેંત જ પૂછ્યું.

"ચિંતા ના કરીશ.હું એકદમ ઠીક છું.મારા જ વિચારોમાં ચાલ્યો જતો હતો અને ગાડી સાથે અથડાઇ ગયો.આ ભલા યુવાને મારી મદદ કરી.વિન્સેન્ટ ડિસોઝા નામ છે તેનું." અહાનાના પિતાએ કહ્યું.તેમણે બધી વાત કરી.અહાનાની મમ્મીએ વિન્સેન્ટનો આભાર માન્યો.

"વિન્સેન્ટ,મારું નામ સૌમ્ય અને આ મારી પત્ની સોનલ.સોનલ,તને ખબર છેને કે મને હોસ્પિટલના વાતાવરણમાં કેવી ગભરામણ થાય છે.હું ઘરે જવા માંગુ છું."સૌમ્યભાઈએ કહ્યું.

"અંકલ,તમે ઘરે જઈ શકો છો.મે ડોક્ટર સાથે વાત કરી પણ તમે જો તે ગલીની અંદર રહેતા હશો તો ત્યાં ગાડી નહીં જઈ શકે.ડોક્ટરના કહેવા પ્રમાણે તમને આરામની જરૂર છે.તમારા પગમાં પણ મૂઢમાર વાગ્યો છે.તમે હમણાં થોડા દિવસ ચાલી નહીં શકો."વિન્સેન્ટે કહ્યું.

"અને આમપણ આપણા ફ્લેટમાં લિફ્ટ નથી.તો ગમે કે ના ગમે અહીં રહેવું પડશે."સોનલબેને કહ્યું.

"અહીં તો હું વધારે બિમાર પડી જઇશ."સૌમ્યભાઈ બોલ્યા.

"તમને વાંધો ના હોય તો થોડા દિવસ મારા બંગલે આવીને રહો.આમપણ હું એકલો જ રહું છું.તમારા આવવાથી મને ગમશે.જો તમને વાંધો ના હોય તો.હું સમજી શકું છું કે મારો ધર્મ અલગ છે તો.સોરી,હું શું બોલી રહ્યો છું. તમે મારા ઘરે કેમ આવો?આપણી તો કોઇ ઓળખાણ નથી."વિન્સેન્ટે કહ્યું.તે વિચારમાં પડી ગયો કે તેણે આ અજાણ્યા લોકોને પોતાના ઘરે રહેવા આમંત્રણ કેમ આપ્યું?કઇંક અલગ અને અનોખું બંધન તેને અનુભવાયું.

વિન્સેન્ટની વાત સાંભળીને સૌમ્યભાઈ હસીને બોલ્યા,"સૌથી મોટો ધર્મ માણસાઈનો હોય છે. જે તે સારી રીતે નીભાવ્યો અને રહી વાત જાણિતા અજાણ્યાની તો મારા મુશ્કેલ સમયમાં મદદ કરી હવે તું મારો ખાસ ઓળખીતો બની ગયો છે.તેનો અર્થ એ નથી કે હું તારી માણસાઈનો ફાયદો ઉઠાવું અને તારા ઘરે ધામા નાખું."

"હવે જેમ કે આપણે ઓળખીતા બની ગયા છીએ તો એમ માની લો હું તમારો દિકરો છું.આમા મારો પણ ફાયદો છે.મને માતાપિતાનો પ્રેમ મળશે.મારા માતાપિતાતો વર્ષો પહેલા મને છોડીને જતા રહ્યા.ખબર નહીં કેમ હું આવું કોઇને કહેતો નથી પણ તમને કહ્યું.તમારી સાથે અનોખું બંધન લાગ્યું."વિન્સેન્ટે આગ્રહ કરીને કહ્યું.સૌમ્યભાઈ અને સોનલબેન તેના આગ્રહ વશ થઇને તેના ઘરે રહેવા જવા તૈયાર થયાં.સૌમ્યભાઈએ સોનલબેનને પોતાની પરીને આ અકસ્માત વિશે જણાવવાની ના પાડી.

અહીં સૌમ્યભાઈ અને સોનલબેનને પોતાના ઘરે ઉતારી વિન્સેન્ટ આયાનને મળવા ગયો.

***********

બીજા દિવસે રવિવાર હતો.આજે કિઆરા અને એલ્વિસને રજા હતી.તે બંને પોતાના ફાર્મહાઉસમાં ગયા હતાં.એલ્વિસનું ફાર્મહાઉસ ખૂબજ સુંદર હતું.ચારેય તરફ હરિયાળી,વચ્ચોવચ સુંદર બંગલો,એલ્વિસ અને કિઆરાના બેડરૂમની પાછળ એક સુંદર મોટું સ્વિમિંગપૂલ હતું.

કિઆરા અને એલ્વિસ ગાર્ડનમાં ઘાસ પર એકબીજાના આલિંગનમાં સુતા સુતા એલ્વિસના ભૂતકાળમાં જતા રહ્યા.

સિલ્વી સેમ્યુઅલની ઓફરનો તે સમયે કોઇ જવાબ ના આપી.તે ઘરે આવી.આજે પહેલી વાર એવું બન્યું કે તેણે એન્ડ્રિક સાથે ઝગડો ના કર્યો.તે ખુશ હતી.સેમ્યુઅલ સાથે વિતાવેલો થોડો સમય જો તેના જીવનમાં આટલી ખુશહાલી લાવી શકે તો તેની સાથે કામ કરતા તેની બધી જ તકલીફ દૂર થઇ શકે તેવું તેને લાગ્યું.તેણે આ વિશે એન્ડ્રિક સાથે વાત કરવાનું વિચાર્યું.એલ્વિસ અને રોઝા રમવા ગયા અને સિલ્વી એન્ડ્રિકની નજીક સરકી.તેણે તેની છાતીમા માથું રાખ્યું.સિલ્વીનું આ વર્તન એન્ડ્રિકને ખુશી આપી ગયું.ઘણાબધા સમય પછી તેમણે પ્રેમભરી ક્ષણો માણી.

"એન્ડ્રુ,મારે એક વાત કરવી છે.હું આજે પ્રોડ્યુસર સેમ્યુઅલ માર્ટિનના ઘરે મિટિંગ માટે ગઇ હતી.તેમણે મારા કામથી પ્રભાવિત થઇને મને તેમની સેક્રેટરીની પોસ્ટ ઓફર કરી.આમપણ તમને હું બોલીવુડમાં કામ કરું તે નથી ગમતુંને તો શું હું તે ઓફર સ્વીકારી લઉં?પૈસા પણ વધારે મળશે અને પાર્ટીવાર્ટી પણ નહીં હોય તો આપણા વચ્ચે ઝગડા નહીં થાય."સિલ્વીએ એન્ડ્રિકને સેમ્યુઅલની ઓફર વિશે જણાવતાં કહ્યું.

એન્ડ્રિક આ વાત સાંભળીને ખુશ તો થયો પણ તે વિમાસણમાં હતો.તેણે આ વાત પોતાના ખાસ મિત્ર અને ભાઈ જેવા કેવિન ડિસોઝા સાથે કરવાનું નક્કી કર્યું.કેવિન ડિસોઝા એન્ડ્રિકનો ખાસ મિત્ર અને આઈશા ડિસોઝા કેવિનની પત્ની જ્યારે તેમનો એકમાત્ર લાડલો દિકરો વિન્સેન્ટ ડિસોઝા.તે લોકોની પરિસ્થિતિ એન્ડ્રિક કરતા ઘણી સારી હતી.રાત્રે તે બંને પરિવાર જુહુ ચોપાટી પર ગયો.એલ્વિસ,વિન્સેન્ટ અને રોઝા રમી રહ્યા હતાં.જ્યારે એન્ડ્રિકે કેવિન અને આઈશાને સિલ્વીને મળેલી ઓફર વિશે કહ્યું.આ ઓફર વિશે બધા સહમત તો થઇ ગયાં.કેવિન અને એન્ડ્રિકને આ ઓફર ઘણી સારી લાગી કારણકે કેવિન જાણતો હતો કે સિલ્વીના બોલીવુડમાં કામ કરવાના કારણે તેમની વચ્ચે કેટલી અણબનાવ થતી.આઈશા એન્ડ્રિકને પોતાનો ભાઈ માનતી હતી.બધાં આધાપાછા થતાં તેણે એન્ડ્રિકને કહ્યું,"ભાઈ,મને નથી લાગતું કે સિલ્વીએ આ ઓફર સ્વીકારવી જોઈએ.તે એકલતાથી પીડાતો પુરુષ છે.સાથે ખૂબજ રૂપિયા વાળો છે.આગળ તું સમજદાર છે.મને સિલ્વી પર વિશ્વાસ છે પણ મારી સિક્સ સેન્સ કહે છે કે આ એક ઓફર આપણા બધાની દુનિયા બદલી નાખશે."

આઈશાની વાત સાંભળી એન્ડ્રિક વિચારમાં પડી ગયો પણ બોલીવુડની રીતભાત પર તેને બિલકુલ અવિશ્વાસ હતો.તેણે સિલ્વીને તે ઓફર સ્વીકારી લેવા કહ્યું.સિલ્વી ખૂબજ ખુશ હતી.બધાં ખૂબજ ખુશ હતા સિવાય આઈશાની.સિલ્વી બીજા દિવસે ખૂબજ સરસ રીતે તૈયાર થઇ અને સેમ્યુઅલ માર્ટિનના ઘરે ગઇ.સિક્યુરિટી ગાર્ડે તેને અંદર જવા દીધી પણ અંદરનું દ્રશ્ય જોઈને સિલ્વી અત્યંત આઘાત પામી.

શું કિઆરા એલ્વિસને તેના દર્દનાક ભૂતકાળની તકલીફમાંથી બહાર કાઢી શકશે?
આઈશાનો ડર કેવીરીતે સાચો પડ્યો હશે?
સિલ્વીએ અંદર શું જોયું હશે?

જાણવા વાંચતા રહો.