Kone bhulun Ane Kone Samaru Re - 52 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 52

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 52

નવલભાઇ જોષી સહુથી શીરમોર ટીચર.વાઇટએન્ડ વાઇટ પેન્ટશર્ટ ઇન કરેલુંહોય કાળો ચામડાનો બોલ્ટ હોય સફેદ ચંપલ હોય ,એક હાથ આગળ અને એક હાથ પાછળ હોય,અસ્ખલીત વાણી ઘેઘૂર અવાજ સ્વપ્નિલ આંખો..એ જે ભણાવે તે રસગંગાંમા દરેક વિદ્યાર્થીઓ વહેતા રહે બસ એક ભવગંગાંમા ડૂબકી કહોકે સમાધિમાં ડૂબી જ જાય.આજે એમને હિંદીનો પરિયડ પુરો થયો નાની રીસેસમા  પહેલા ખોળાની કવિતાની બુક ‘ઉલાળીયો ‘દેખાડતા ચંદ્રકાંતે ચોખવટ કરી "હું પદ્યમા થોડુ લખુ છું મને આપનુ ગાઇડન્સ જોઇએ છીએ...ઉપર છલ્લી નજર નાખી તેમણે મને કહ્યુ જો આ કિશોરભાઇ મહેતા તને ગાઇડ કરશે ...આતો જા બિલાડી મોભામોભ થયુ !પણ કવિતાઓ ચંદ્રકાંતને ઝળોની જેમ વળગેલી એટલે  બાજુમા લેંધા ઝબ્બામા કાળી ફ્રેમવાળા કિશોરભાઇ મહેતાને પકડ્યા..."હવે તમે જ મારો ઉધ્ધાર કરો સર..."કિશોરભાઇ ઉછળી ઉછળી પ્રચંડ શરીર ઉપર કાબુ કરી શિક્ષકોના રુમમાંથી બહાર લઇ ગયા...."જો ચંદ્રકાંત તારો ઉધ્ધારક હું નથી પણ બાજુના ક્લાસમાંથી રાજ મહેલની અંદરની એક ઓફિસ બતાવી..."જો સામે છેલ્લી બારીને લીલ્લો પરદો લાગ્યો છે ત્યાં  તારા સાચા ગુરુ રમેશ પારેખ બેસે છે તેને મળીને તારુ સાહિત્ય બતાડીને માર્ગદર્શન લે જે...ચંદ્રકાંત કિશોરભાઇને પગે લાગ્યા..."કિશોરભાઇ બોલ્યા"શાતાનુકુલ શિવશ્ચ પંથા હા...જા ફતેહ કર.."મોટી રીસેસમાં ચંદ્રકાંત ચાર પગે કુદકતા એ ઓફિસમા પહોંચ્યા.

......,,,,,,

બેસો ભાઇ.રમેશભાઇ પાન ખાવા ગયા છે આવશે હમણા"

બેમીનીટમા એક એકવડી કાયાના માલિક પાંચફુટ છ ઇંચના સહેજ શ્યામ કાળી દાંડીના લીલ્લા કાચના  ચશ્માવાળા એ મહામાનવ  મારી સામે હતા...ખુરસી ખેચીને બેઠક લીધી અને ચંદ્રકાંત સામે નજર ફેરવી...સહેજ હોઠ વંકાયા પછી બારીના પડદાને હટાવી એક પીચકારી બહાર મારી  મને પુછ્યુ "બોલ ભાઇ મારુ શુંકામ પડ્યુ..?"

"રમેશભાઇ હું જગુભાઇ સંધવીનો દિકરો ..."

"તને જોયો ત્યારનુ કંઇક લાગતુ હતુ કે આપણે ક્યાંક મળ્યા છીએ...ક્યાં મળ્યા કંઇ યાદ છે?

“આમ તો એક જ ગામ અને સાંકડી શેરીઓ એટલે કદાચ ક્યાંક ભટકાયા હશું કે ભટકાતા બચી ગયા હોંશું  પણ હવે તો આવતા ભવોમાં  પણ મળીશું …એ નક્કી “

“એલા તને ય આ કવિતાનો ઓરું આભડી ગાયો છે કે આભડશે ઇ નક્કી”

“મે કવિતા જેવુ કંઇક લખવાનુ ચાલુ કર્યુ છે..."ચંદ્રકાંત

"સરસ સરસ 

.મને તારી લઢણ શબ્દો બહુ ગમ્યા .આપણી શૈલી પકડી રાખવાની સમજ્યો?મેં પણ થોડા વરસથી જ લખવાનુ ચાલુ કર્યુ છે"રમેશજી

કવિતાઓની બુક એમના હાથમા સોંપી ત્યારે ભજન ચંદ્રકાંતની અંદર ચાલતુ હતુ"મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે ....મુજને પોતાનો જાણીને...કટટટ"

"આ ઉલાળીયો એટલે શું?"રમેશભાઇ

"બસ તોડી નાખુ ફોડી નાખ ભફાંગ કરતા પડુને જે મળે એનો ઉલાળીયો કરી નાખુ ...બસ આવુ બધુ"

"જબરો છે...ચંદ્રકાંત ...તને ચંદુ કહુ તો ચાલે ?"

"અરે મને રમેશ કહો તોય ચાલે પણ એક રજકણને સુરજ થવાના શમણા આવે છે.."

....."તારી રીસેસ પુરી થવામા પાંચ મીનીટ છે ભાગ...પણ પાછો ગમ્મે ત્યારે આવજે ચંદુ..."

.......

કિશોરભાઇ મહેતાને પગે લાગ્યો ....બધી વાત કરી..."બસ એને છોડતો નહી" હાં હવે તને ગમતી વાત કરવાની છે...આવતા શનિવારે સાંજે નાગનાથ મંદિર સામે રૂપાયતન બાલ મંદિરનુ ઉદઘાટન છે અને દિપ પ્રાગટ્ય પછી કવિ સંમેલન મુશાયરો છે .સંચાલન હું કરવાનો છુ વહેલો આવી પહેલી લાઇનમા બેસી જજે....તને આખા ગુજરાતનાં આલાદરજ્જાનાકવિઓ શાયરો ને રુબરુ સાંભળવાનો મોકો મળશે .વહેલો આવીને પહેલીવાઇનપકડી લેજે. સાથે તારું જે કંઇ લખ્યુહોય તે નોટબુક ભૂલતો નહી.સહુને પકડીનેવાત કરવાની આશિર્વાદ લેવાના એકાદશેર કે પંક્તિ લખાવી લેવાની..ભક્તો નહી.

.......

દિપ પ્રાગટ્ય પછી કિશોરભાઇનુ મનનિય પ્રવચન .પછી પરદો પડી ગયો...અને ખુલ્યો ત્યારે મારી સામે એ વખતના ધુરંધર કવિઓ શાયરો બેઠા હતા ...અમારા વચ્ચે ફક્ત પાંચ ફુટનુ અંતર હતુ...હાથમા જીવની જેમ સાચવેલી "ઉલાળીયો"ઉછળકુદ ઇર્શાદ કરતી હતી...

મનોજભાઇ ખંડેરીયાએ માઇક પકડ્યુ "ટચાક દઇને ફુટ્યો ટાચકો ..."તાલીઓનો ગડગડાટ...પછી ધણછુટ્યાની ઘંટડીઓના ઝાંઝરના ઝબકારે ,સાંજ હીંચકા ખાય....એક પછી એક ધુરંધર કવિઓ ...દિલહર સંધવી,અનિલભાઇ જોષી...સામે રમેશ પારેખ....કુતુબ આઝાદ.....ઇંદ્રવદનજી નાઝીર દેખૈયા...દિલહર સંધવી અનિલ જોષી  .એ ચાર કલાક પુરી થઇ એટલે ચંદ્રકાંત દોડીને એક પછી એક કવિને પોતાની કવિતાની બુક ઢાળીયોની પાછળ એક શેર અને હસ્તાક્ષર લેવા ગયા ...સતાવન વરસ પછી એ વિક્રમમા જીવાત ચડી ગઇ એટલે સાચવીને સહુ કવિના હસ્તાક્ષરોવાળા પેજ સાચવીને નવીબુકમા ચિપકાવી દીધા પણ એની સાથે જ કવિતા સાથે પોતાને પણ ચિપકાવી દીધા...મને ભીજવે તું તને વરસાદ ભીજવે...એમ ઉલાળીયો કહેતો...રહે છે.

પણ ચંદ્રકાંતના હાથ ઝાલીને રમેશે પાતળી પેનસીલ જેવી અણીદાર આંગળીયોથી  પહેલી વાર ઉલાળીયાને પંપાળીને એક એક રચના વાંચતા ગયા...તેમની વાયોલેટ કલરની ફાંઉટનપેનથી નીતરતા શબ્દો એક એક રચના ઉપર કુંડાળા ચોકડી ચકરડા કરતા ગયા.......કલાક પછી ચંદ્રકાંત સામે જોયુ ......."હં જો ચંદુ, દરેક શબ્દને પુછવાનુ "તુ બરોબર છે?પછી સુંઘવાનો પછી કલમને પુછવાનુ ઉતારુ?હા પાડે તો દે ધનાધન થવા દેવાની પછી હું બેઠો છુ  બસ...?