Kone bhulun Ane Kone Samaru Re - 50 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 50

Featured Books
Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 50

એક પીજરામાથી છુટ્ટા થઇ આકાશને આંબવાની હામ ભીડતા ચંદ્રકાંતને  ફોરવર્ડના એક એક શિક્ષકોના પરિચયમા આવતા એવુ જ લાગ્યુ કે આ બધા શિક્ષકો ફોરવર્ડના દરબારના નવરત્ન છે..પહેલો દિવસ પહેલો પરિયડ એક લાંબા પાતળા ગોરા સાહેબનો વિજ્ઞાનનો પરિયડ...એ રસીકભાઇ શાહ એટલે બાપુજીના મિત્ર વકિલ રતીલાલ સુંદરજી શાહ ના ભત્રીજા(?)ગજબની વિષય ઉપર પક્કડ ...સરળ ભાષામા ગળે શીરાની જેમ ઉતરતુ ગયુ વિજ્ઞાન.જીણો મીઠો અવાજ તીક્ષ્ણ નજર તિવ્ર નિરીક્ષણ ફિઝીક્સ એટલે ભૌતિકશાશ્ત્રમાં ચંદ્રકાંતને એવા રસઘોયા કરી દીધા કે ચંદ્રકાંત દિવાસ્વપ્નો જોતા થઇ ગયા બાયોલોજી એટલું જીવંત શિખડાવે કે તમે જાતે શરીરશાસ્ત્રમા ઊતરી જાવ.પણ..ચંદ્રકાંતે માર્ક કરી લીધુ કે સાહેબના હાથ ચોકવાળા હોય અને સાવ પતલુ શરીર એટલે પેંટ નીચે થોડુ સરકે એટલે બુશર્ટની બન્ને બાજુ હાથ કમરને ચીપકાવીને બહારથી પેન્ટને પ્રેશર આપી ઉપર ચડાવે ...નવાઇ એ હતી કે પેંટ ખરેખર ઉપર ચડતુ હતુ...!!!બીજા આવ્યા નાગાણી સાહેબ ધાણીફુટ ઇંગ્લીશ બોલે પહેલા તો એમ લાગ્યું કે કાથી ઉપર નહી માથાથી ઉપર જ જાય છે .મગજમાં તો કંઇ ઉતરતુ જ નથી. ચંદ્રકાંત થોડા ડીપ્રેસ થઇ ગયા. નમણા પણ સહેજ શ્યામ સ્લીપર ટ્રીમ નાગણી સાહેબ ક્રીકેટના બહુ અચ્છા ખેલાડી છે એકતો પછી ખબર પડી પણ જે વિદ્યાર્થી જરા ધ્યાન બહાર થાય તેને નાનકડો ચોકનો ટુકડો મારે.એમણે અમને સહુને આગ્રહ કરી નિયમ બનાવ્યો હતો કે જેવુ આવડે એવુ પણ બોલવાનુ ઇંગ્લીશમા ...જમાવટ કરી ગયા પણ ઇસ્ત્રી ટાઇટ વાઇટ પેન્ટ વાઇટ શર્ટ ઇન કરેલુ કાળો પટ્ટો સફેદ મોજા સફેદ બુટ પોતાનો રંગ શ્યામ ...કોન્ટ્રાસમાં જચી ગયા...પછી તાજાણી સાહેબ આવ્યા ..લગભગ છ ફુટ પુરા પણ અજીબ શરીર ગજબ ચાલ..સામાન્ય માણસ બેટથી અઢી ફૂટની ડાંફ ભરે પણ તાજાણી સાહેબ સાડત્રીસ થી ચાર ફૂટની ડાંફ ભરે એટલે ઉંટની જેમ ઉંચાનીચા થતા ચાલે તેમની ડોકજ એક ફુટ જેટલી હતી પણ માથુ નાનુ મોટો ફુગ્ગો પાડીને ઓળેલા વાળ...પગમા મોટામા મોટી સાઇઝના ચપલ પહેરેલા હતા  સહુ ખાનગીમા જીરાફ કહેતા સાંભળ્યા ત્યારે વિદ્યાર્થી દોસ્તોનુ પ્રાણીશાશ્ત્રના જ્ઞાન માટે માન ઉપજ્યુ...લેંઘો ઝબ્બો પહેરેલા ઘોડાદરા સાહેબ જે ભણાવે તે સહુ ભણી લેતા ...તેમના પછી ઘોડા સાહેબ ને જોયા .ધોતીયુ ઝબ્બો  માથે ટોપી જ્ઞાનનો ભંડાર બહુ સરસ રીતે સમજાવે....કદાચ બીજગણીત લેતા હતા ..પછી બે સાહેબો ની વાત કરીશ એ મોટાભાઇના બહુ નજીકના મિત્રો હતા .સીકે મહેતા ઉર્ફે ચંદુભાઇ મહેતાનો પુત્ર અરુણ મોટાસભાઇનો મિત્ર ને નાની દિકરી કદાચ અરુણાં ચંદ્રકાંત સાથે હંમેશા પોતાના પપ્પાના ટ્યુશન સામે બેસે .ચંદ્રકાંતનું બીજ ગણતી કાચું અને ઇગ્લીશમાં પણ સ્પેલીંગ ખોટા જ લખે .સામે બેઠી અરુણા ઝીણું હસી લે .પછી પપ્પા જો બે મિનીટ માટે જાય તો ચંદ્રકાંતની નોટ લઇ સુધારી નાંખી  થોડો ગુસ્સો આંખો થી કરી જ લે . અરુણા ચંદ્રકાંતને કોઇ ટીકી ટીકીને જુએ તો ખાનદાની ખાદીધારી મહા ઉચ્ચ સંસ્કાર નડી જતા એટલે છોકરો હોવા છતાં નીચુ જોઇ જાય. એ અસર  બહુ લાંબો સમય બરકરાર રહી .

બીજા મધુભાઇ ભટ્ટ ગોરા પણ મોઢા ઉપર શીળીનાં ચાઠા હિંદી તેમનો વિષય . તેમનો   સુપુત્ર એટલે હમણા ઇસરોથી રીટાયર થયેલા ચિંતનભટ્ટ.મોટાભાઇના ખાસ દોસ્ત.એમના ઘરે અવાર નવાર જઇએ.એક નાની બેન તેનાથી નાનો એક ભાઇ.  ચિતનભાઇ નાનીબેન પૌલોમી(?)સાથે ઝગડો કરી ઉપરની રુમમા પુરાઇ જાય અને દરવાજાના આગળીયાને કરંટ આપી રાખે..!!અડ્યો કે ઝટકો...સાઇન્ટીસ્ટ થવા માટે પુરા લક્ષણો ત્યારથી જ હતા ...એની નિજાનંદીનો દાખલો આપીશ ...ચોમાસામા ભર વરસાદમા અમે છત્રી ખોલીને રસ્તે ચાલતા હતા ત્યારે જોરદાર પવન આવ્યો એટલે એમની છત્રી કાગડો થઇ ગઇ ત્યારે જરાયે સંકોચ વગર ઉંધી કરી છત્રીની ટોપી પકડીને પવન સામે કરતા રહ્યા..કાગડામાંથી છત્રી ત્યારે નથઇ એ અલગ વાત છે કે મિત્રો મજાકમા હસતા બેવડ વળી ગયા પણ ચિંતન એટલે ચિંતન ,કંઇ ફરક ન પડે...આજે અટલી મહાન સંસ્થા ઇસરોથી નિવૃત થયેલા ચંદ્રકાંતના પ્યારા ચિંતનભાઇનીવાત કરતી વખતે આંખો નમ થઇ ગઇ ...એમને સમજનાર મોટાભાઇથી વિખુટા પડ્યાને પચાસ વરસ વિતિ ગયા...ચંદ્રકાંત પણ ન મળી શક્યા..

હજી  ફોરવર્ડના નવ રત્નોમાં શીરમોરસમા શેઠ સાહેબ નવલભાઇ વિદ્વાન લાધારામ શાશ્ત્રીજી વાત કહેવી જ પડશે .

ફોરવર્ડે  સ્કુલ ચારરસ્તાની ત્રીભેટે આલીશાન ઇમારત પાછળ નજર નાંખતા થાકો એવડું વિશાળ પટ્ટાંગણ  .દરેક ધોરણના એ બી સી ડી ચાર ક્લાસીઝ બે શીફ્ટમાં ધોમધોકાર ચાલે. એ વખતે એસ એસ સી નું રીઝલ્ટએ સ્કુલ નું માપ ગણાતું .

હંમેશા સો ટકા રીઝલ્ટ …!!!