Kone bhulun Ane Kone Samaru Re - 45 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 45

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 45

સવારના બધા શિબિરાર્થીઓની સાથે માનદાદા ,જુગતરામભાઇ મનસુખરામભાઇ જોબનપુત્રા  અરુણભાઇ મીરાબેન  બેઠા હતા ત્યારે માનદાદાએ સવાલ પુછ્યો..."આજે શિબિર પુરીથઇ ગઇ .તમે સહુ અંહી આવીને શું શીખ્યા...?તમારા વિચારો જણાવો ...

બધા એક પછી એક પોતપોતાની રીતે રજુઆત કરી રહ્યા હતા.ચંદ્રકાંતે કહ્યુ કે "આજના સમયમા કેટલાક ગાંધીવિચારો અપ્રસ્તુત થઇ ગયા છે કારણકે બાપુએ જે વિચારો રજુ કરીને સમાજની રચનાની પરિકલ્પના કરેલી તેવો સમાજ આઝાદી પછી થયો નહી આપ સહુ પાયાના પથ્થરો આ વાત જાણો છો,જોકે તેથી બધ્ધા વિચારો કે વિચારધારાને નવેસરથી ઘુંટવાની જરુર મને લાગે છે..બાપુએ પોતે પણ આવુ સમજીને કહેલુ કે હું સત્યનો પુજારી છું સત્ય નથી .હું કહું એ જ સત્ય એવો મારો દાવો નથી .ઊલટાનું હજી મારી શોધ ચાલું છે .મારી અંધભક્તિ ન કરશો  મારુ છેલ્લુ બોલાયેલુ સત્ય એ સાંપ્રત  સમયમા બરોબર ગણવુ ..અસ્તુ.."

બધ્ધાએ ચંદ્રકાંતને તાલીઓથી વધાવી લીધો.. સહુ વડિલોને પગે લાગી બધા શિબીરાર્થીઓ શારદાગ્રામમા લટાર મારવા નિકળ્યા ...આજે મોરલાઓ જાણે ચંદ્રકાંત અને તીકડીને ફરી મળશે નહી તેવી અમારી નજર જોઇ અમારી આગળપાછળ  ફરતા હતા.છેલ્લે પાતાળકુવા પાંસે લઇ જઇ અરુણભાઇએ કહ્યુ 

"જુઓ હવે તમને જે દુનિયામા લઇ જાવ છું તે તમને સહુને જીંદગીભર યાદ રહેશે...એક ખાટલી ઉપર પોતે પહેલા નીચે કુવામા ઉતર્યા પછી એક એક શિબિરરાર્થી ઉતર્યા ત્યારે ગોઠણભર ઠંડા શિતલ જળમા બેટરી અને પેટ્રોમેક્સના સહારે આગળ વધવાનુ હતુ ..એક બીજાના હાથ પકડીને પાણીની અંદરની એક વિશાળ ગુફામા સહુ પ્રવેશ્યા. જુઓ ,આ ચુનાના પથ્થરોના કુદરતે બનાવેલા શિલ્પો...વચ્ચે મોટો ચોક જેવુ આવ્યુ ત્યાં પેટ્રોમેક્સના અને બેટરીના સહારે ઉપર ટપકતી જલધારાઓ વચ્ચે નીચેથી ઉત્તુંગ થયેલા ક્રીસ્ટલના શિખરો...એક બીજાને આંબવાની નજીક હતા તો કોઇ શિલ્પ શિવલીંગ હતુ તો કોઇ નૃત્યની અંગભંગીથી જાણે હમણા જ તા તા થૈ કરશે એવુ લાગતુ હતુ સહુએ એ ગુફાના કેન્દ્રમા જયઘોષ કર્યો....આજે પણ ચંદ્રકાંતે અમેરીકામા સેંકડો ફુટ નીચે આવી ગુફાઓ જોઇ ત્યારે ત્યારે શારદાગ્રામ યાદ આવી ગયુ...

કૂવામાંથી બહાર નીકળ્યા ત્યારે પહેલી વખત જાણેપાતાળ લોકમાં પ્રવેશ કરી બલિરાજાને રૂબરૂ મળ્યા હોય તેવો અચંબો હતો આનંદ હતો.શું ખરેખર ઉપર મકાનો બાગ બગીચા ની નીચે સો બસો ફુટ નીચે આવી કુદરતની અજાયબીઓ હોય તેની કલ્પનાં જ નહોતી.હેમાંગી ચંદ્રકાંતની સાથે સાથે ચાલતી હતી .

“ચંદ્રકાંતકાકા તું મુંબઇ આવત્યારે આવવાનું પ્રોમિસ આપ.ચંદ્રકાંતે હેમાંગીની હથેળીને મૃદુ સ્પર્શથી પકડી કહ્યું “ચોક્કસ”આશા અને પ્રેમિલા તેમનાં પિતાજીનાં સૌરાષ્ટ્રી સમાચારના માલિક પ્રતાપભાઇનીદિકરીઓ હતી .”કાકા અમે તો નજીક છીએ જ્યારે ભાવનગર આવત્યારે ટહુકો તો કરીશ ને ? “તમે જ મારી બહેનો છો. જરૂર મળીશ.છેવટે એકાદ રક્ષાબંધનમાં તોઆવીશ જ.”ચંદ્રકાંતે અમરેલીનું ધરનું સરનામું ત્રણેયને લખાવ્યું.”મોટો બંગલો છે ઘરે જો આવશો તો બહુ મજા આવશે .”

ચોક્કસ છેવટે પપ્પાની સાથે કલાક બે કલાક જો પપ્પા કાકા આવતા હશે તો મળવાનું તને હેરાન કરવા આવીશું “

એકપદી એકત્રેણેયે ચંદ્રકાંતનાં ગાલ ખેંચી આંસુ ભરેલી આંખ ફેરવી લીધી.

....

બપોરની બસમા ચંદ્રકાંત અમરેલી જવા બેઠા ત્યારે તરોતાજા નવુ જોમ નવો આત્મવિશ્વાસ ભરાયો હતો...કેશોદથી બાપુજીએ કહેલુ એટલે થાબડી લીધી  થોડો નાસ્તો કર્યો અને અમરેલી પહોંચ્યા ત્યારે સહુ ઘરના ટાંપીને બેઠા હતા ..."ચંદ્રકાંત કથા જમ્યા પછી કરશે પણ પહેલા લ્યો આ થાબડી પેંડા ખાવ..”સાત ધોરણપુરા થઇ ગયા હતા.

હવે  ચંદ્રકાંત નુતનથી ફોરવર્ડમા જવા જીદ પકડીને બેઠો હતો ...એવુ શું હતુ ફોરવર્ડમા?

એક પીંજરામાથી છુટીને મુક્ત બનેલા પંખીની જેમ ચંદ્રકાંતને આકાશને આંબવુ હતુ...

"ભાઇ તમેજ કહો મોટાભાઇને કેમ નુતનમાથી ફોરવર્ડમા મુક્યા...?"

"ભાઇ એ ભણવામા બહુ હુશીયાર છે એટલે મારે એને ડોક્ટર બનાવવો છે એટલે ફોરવર્ડમા મુક્યો છે અને તમે...?પછી અમારી હજામત કરતા રવજીભાઇ  વત્તુ કરવાના અસ્ત્રાની ધાર કાઢવા ચામડાના પટ્ટા ઉપર લસરકા કરે .એ દરેક લસરકે ઉપર નીચે ચપટી વાગે તેની ભાઇએ ચંદ્રકાંત માટે નકલ કરી ત્યારે પહેલી વખત જયાબેને ચંદ્રકાંતનુ ઉપરાણુ લેતા કહેલુ કે તમે જોજો ચંદ્રકાંત પણ નામ કમાશે ...છોકરાને દબાવી નહી દેવાના.....

જગુભાઇએ નમતુ જોખીને ચંદ્રકાંત માટે ફોરવર્ડમા  મોકલવા રાજી થયા સાથે ચપટી વગાડી ઇશારો કર્યો કે જો એસ એસ સીમાં  નાપાસ થાઇશતો...વત્તુ ...સમજ્યો?