શારદાગ્રામ પહોંચ્યા પછી ચંદ્રકાંતે વીરસુંતભાઇની ચીઠી મનસુખરામ બાપાને આપી નમન કર્યુ..
આશિર્વાદ આપી અને સ્વયંમ સેવક સાથે ચંદ્રકાંતને રહેવાનો રુમ બતાવ્યો..બેગ મુકીને ચંદ્રકાંત બહાર દોડ્યો...
ચારે તરફ આંબાવાડીમાં મોરલાનો ગહેકાટ કોયલનાં ટહુકાઓ પોપટની પટરપટર ચકલીની ચીંચીં વચ્ચે એક બાજુ હોસ્ટેલ,સામે વિશાળ હોલ તેની પાછળ લાઇબ્રેરી પ્રયોગશાળા.બાકી ચારે તરફ ખુલ્લા ક્લાસરુમ...કોયલ મોર પક્ષીઓનો કલશોર ...આવા વાતાવરણમા ભણવાનુ?આ ગુજરાતનું શાંતિનિકેતન નહી તો બીજુ શું?પણ એવુ પણ જાણવા મળ્યુ કે ફક્ત દરેક ધોરણનો એક ક્લાસ તેમા ફક્ત ત્રીસ વિદ્યાર્થી...એડમીશન મળવુ જ મુશ્કેલ...!!!ચાલો મળ્યુ છે તે માણો એમ સમજી પાંચ દિવસનો આ એકલવિહાર આ કુંજગલીઓમાં મળશે એ બસ નથી ? ફરી સ્વગત વાહ વાહ કરતા ચંદ્રકાંત બાગ બાગ થઇ ગયા...
સાંજે સહુને જમવા માટે બોલાવ્યા ત્યારે પોતાની થાળી વાટકા પોતે લેવાના,આસન પોતે લેવાનુ ,અને આસન પાથરીને બેસો પછી "ઓમ અસતોમા સદ ગમય...તમસોમાં જ્યોતિ ગમય..."પછી સુમધુર વિણા વાદન વચ્ચે જમવાનુ શરુ થયુ .જેટલુ લ્યો એટલુ પુરુ કરવાનુ એ નિયમ..પછી એક પછી એક ઉભા થઇ થાળી વાટકો સાફ કરવાનો આસનીયુ યોગ્ય જગ્યાએ મુકવાનુ... લતા મંડપમા વીણાવાદન સંભળાય તેવી સાઉંડ સીસ્ટમ....વિશાળ જમીનમા પોતાની જ ગીરગાય પોતાના ખેતરનુ અનાજ શાક કોઇ વસ્તુ બહારથી લગભગ નહી...પોતાનુ જનરેટર પોતાની લાઇટીગ...સ્વચછતા એવીકે એક પાંદડુ જમીન ઉપર પડે તે કુદરતી ખાતર માટે ડબ્બામા જાય...!!!!
રાત્રે આઠ વાગે ભાવનગરથી માનદાદા આવ્યા ....નાનકડો પ્રોગ્રામ હતો જેમા આવતીકાલથી પાંચ દિવસના આ શિબિરના નિયમો કાર્યક્રમો જણાવ્યા પછી અરુણભાઇએ મીરાબેન સાથે હલકદાર કંઠે બે ભજન સંભળાવ્યા....સહુ તરબતર થઇ ગયા.. ચંદ્રકાંતે ગણ્યું કે આજ નો દિવસ પછી પાંચ દિવસ પછી છેલ્લે જવાનો એમ કુલ સાત દિવસનો સહવાસ છે.જિંદગીનું ઉત્તમ ભાથું ભરવાનો.
બીજે દિવસે સવારથી રોજ સવારના પ્રાર્થના પ્રાણાયામ યોગાસનો ...પછી ધ્યાન યોગ પછી નાસ્તો અને દુધ મળે.થોડોક ટાઇમ છુટ્ટી .પેલી ટણક ટોળી આશા પ્રેમીલા અને હેમાંગીની જાઇએ ચંદ્રકાંતને ધેરી લીધો..."એ કાકા તું કેમ માથુ નીચુ રાખી એકલો ફર્યા કરે છે?"
"કાકા?ચાલશે પણ મને અજાણી છોકરીઓ સાથે વાત કરતા સંકોચ એટલે થતો હતો કે કદાચ તમને મારી સાથે વાત કરવી ન ગમે તો?આમેય હુ થોડો એકાકી થઇ ગયો છું.."
"અરે વાહ કાકાતો બોલે છે...! અમે ત્રણેય તમારી બહેન છીએ બસ...હવે ?"
"બહેનો સાથેતો બહુ ઓછુ ભળાય છે .એટલેતો આવો થઇ ગયો છું એટલે મારી દોસ્ત . ચાલશે ?
બસ,પછી એ પાંચ દિવસ ક્યાં પસાર થયા તે ખબર ન પડી આમ્ર મંજરીમાં ખાલી ક્લાસની અબોલ ભીંતોએ કેટલી વાતો સાંભળી ?સહુ એક બીજાની પોતાની વાતો કરતા હતા પણ અસલમાં તો ચંદ્રકાંતની વાતો સાંભળવાના બહુ રસ પડતો હતો. સહુને આનંદ કરાવવા હસાવવા નાનીમોટી કેટલીયે વાતો પોતાના કલ્પનો પોતાની હાર .. ન મળેલા ભાઇ બહેનોનાં પ્રેમની અકોથ્ય વેદના સાંભળી ત્રણેય દોસ્ત લાગણીથી ભીંજાઈ જતી .એટલે જ જો કોઇ શિબિરાર્થીને કોઇ એકમે શોધવા હોય તો ચારે સાથે મળે .જ્યાં જુઓ ત્યાં તે ત્રેણય સાથે કાકાસાથે જ હોય.આજે અરુણભાઇ મીરાબેને ભજન પછી છેલ્લી સાંજે અનંતકડી રમાડી ત્યારે પણ ચોકડી તેની ઉદાસી ઘેરી વળી હતી ..આમ્રમંજરીમા આશા પ્રેમીલા હેમાગી ...અને ચંદ્રકાંત ફરતા હતા સહુથી વધુ હેમાગીની રડવા જેવી થઇ ગઇ હતી ..."કાકા કહી ચંદ્રકાંતનો હાથ પકડી લીધો અને ક્યાંય સુધી સહેલાવતી રહી.."મને ભુલીતો નહી જાય ને? "
ચંદ્રકાંતને એ હેમાંગીનીનો સ્પર્શ પાંચ છ વરસ પાછળ ચોથા ધોરણમાં લઇ ગયો. શ્રીકેશીઆમજ ચંદ્રકાંતનો હાથ પકડીને બેસતી હતી.તેની મોટી મોટી આંખોમાં ચંદ્રકાંત એક વહાલી દોસ્તને જોતા હતા…આજે ફરી એવોજ નિર્દોષ સ્પર્શ થયો.હેમાંગીની હથેળીનાં સ્પર્શમાં એજ લાગણીઓ હિલોળા લેતી હતી …એ જ ભાવ હતો.
ચંદ્રકાંતની વિશાળ આંખો ડબકી પડી ...”મને જેનો સહારો મળે એ જ મારાથી છુટી જાય છે બહુ નાનો હતો ત્યારે શ્રીકેશી હવે હેમાંગીની તું ...?આ જ મારી તકદિર છે..." ચંદ્રકાંતે શ્રીકેષીની વાત માંડી .આમ પણ ચંદ્રકાંત બહુ સરસ દાસ્તાનગોઇ છે એ હવે આ તીકડીને ખબર પડી ગયેલી એટલે ફરી વિંટળાઇને આખી શ્રીકેષી કથા સાંભળતા રહ્યા.આશા અને પ્રેમીલાએ બોઝીલ લાગણીઓને હળવી કરતા “કાકા તારા જવાબ નહી વાહ “ કહી વાતાવરણ હળવુ કરી નાખ્યુ....
ચારેય જણાએ એ અદિઠ નાતો વરસો સુધી નિભાવ્યો....પણ ખરો....