Kone bhulun Ane Kone Samaru Re - 35 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 35

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 35

રજનીશજીએ સફેદ મલમલ જેવી પાતળા પોતની લુંગી ઉપર સફેદ રંગનુ મોટુ કપડુ છાતી ઉપર વિંટેલું છે. જબલપુરથી  પહેલુ પ્રવચન મુંબઇમા આવીને આપ્યુ પણ આ તુલસીશ્યામની પહાડી ઉપર પહેલો ત્રણ દિવસનો શિબિર હતો.બે નાનકડા ટેનામેન્ટ  ટેકરી ઉપર  એકમા રજનીશજી બીજામા રતુભાઇ અદાણી સુરુગભાઇ મોટા બાપુજી અને ચંદ્રકાંત.

વહેલી સવારની પહેલી સેશનમાં ચંદ્રકાંત રજનિશજીની સામે બેઠા છે.તેમની વિશાળ મેજીકટચ આંખો મોટો ભાલ પ્રદેશ...લાંબા ઘુઘરાળા વાળ લાંબી કાળી ભમ્મર દાઢી ને મુછ વચ્ચેથી ચમકતી સફેદ દંત પંક્તિ, મધ જેવો મીઠો ધીમો  આરોહઅવરોહથી ગુંજતો અવાજ  ....તેમની પાછળ એક ઓરા જેવો દિવ્ય પ્રકાશ વર્તુળ...

"દેખીયે મે આપકો બતાતા હું એક જવાન સાઇકીલ પર બેઠા મૈદાનમે ચક્કર કાટ રહા થા  ઔર દુર એક સંત અપને ભગવાનકે નામકીમાલા લે કર રામ રામ કર રાહથી ...તો દોનોકી ક્રીયા એકસી હો ગઇના?ના સાઇકલવાલે કો કહીં જાના હૈ ?કંહી નહી.ના વો સંતકો કંહી જીના હૈ . દોનો ...વંહી કે વહી..."

 એ જ્ઞાનગંગાએ ચંદ્રકાંત માટે નવા વિશ્વમા પ્રવેશ કર્યો...કેટલાયે ન ઉકલતા સવાલોના જવાબો મળ્યા .રજનિશજીને સવારે બાલ્કનીમા બેઠા હોય ત્યારે ચરણસ્પર્શ કરવા જવાનુ થયુ "બેટા ઐસા હૈ અગર મેં કહુ વો આપ કો જચે તો આપ અપને આપકો જચો ..અપને રાસ્તેપર ચલો ...સબકી સુનો જ્ઞાન બઢાઓ પર અપની રાહ કે લીયે વો જ્ઞાન કામ કા નહી હૈ ઉસસે બચને કે લીયે પઢો...!!!"

-------

એ ત્રણ દિવસમા એક મીનીટ પણ રજનીશજીના શિબિરની છોડી નહી...આખી જીંદગી એ મહાવિચારક ક્રાંતિકારી રજનિશજી ના બતાવેલ રાહે ચંદ્રકાંત રહ્યા...તેમની અંતર યાત્રામા હરીભાઇની કર્મના સિધ્ધાંતો..વિનોબાની ગીતાસાર કે ફાધર વોલેસની તમામ બુક લગનીથી વાંચી ત્યારે પહેલીવાર ચંદ્રકાંત અંદરથી ઉધડુ ઉધડુ થતા હતા તો બીજી બાજુ જગુભાઇએ જુનાધરમા રહેવાને બદલે  કલેક્ટર બંગલા રોડ ઉપર જગજીવનબાપાનો પ્લોટ ખાદીભંડારવાળા જેઠાકાકાની સાથે ભાગીદારીમાં ખરીદીને મકાન બનાવવાનુ શરુ કર્યુ...સફેદ ખુલતો ઇસ્ત્રી ટાઇટ લેંધો ઉપર ઇસ્ત્રી ટાઇટ ખમીસ માથે સફેદ પાઘડી મોટી ભરવદારમુછ પીળી સાસકીનની બંડી પહેરેલા લક્ષમણભાઇ મિસ્ત્રી  ઉર્ફે લક્ષમણકાકા  ઘરની ડીઝાઇન કરનારા ઘડીયાલી કાકા અને મોટીબેન અને જગુભાઇની મિટિંગો ચાલતી હતી અંતે પાયો નખાયો અને ચુનાના પથ્થરની ચક્કી ચાલુ થઇ...રોજ બાપુજી સાથે સાંજે એ નવા મકાનની લાઇટ ઉપર જવાનુ ,અને જે બાંધકામ થયુહોય તેને પાણી આપવા માટે બનાવેલી ડંકીની મોટર ચાલુ કરી ફુવારા કરી બહુ પાણી પીવડાવવું. વરસે  એ ઘર નામે સ્વાતિ તૈયાર થયુ...

અમારા ઘર પાછળ નાડકરણી(?)રામભાઉની વાડી હતી  સામે ડો. જીવરાજભાઇ મહેતા (મુખ્ય પ્રધાન)નો બંગલો બાજુમા જેઠાકાકાનો બંગલો ....સામે અખાડો તેનુ વિશાળ પટાંગણ ઘર બહાર મોટો પીપળો (જે ચંદ્રકાંતનુ બપોરનુ ઘર )બાજુમા લીંબડો....દુર ગાયત્રી બંગલામા તખ્તસિંહ દેથા સાહેબ અને અમારા લાડીલા ધનીબેન ....બસ...બાજુમાં કડવા પટેલ છાત્રાલય પાતળી સડક નામે કલેક્ટર બંગલા રોડ પાછળથી સુખનિવાસ કોલોની બની....ત્યારબાદ નવુ નામ પડ્યુ સુખનિવાસ કોલોની રોડ.

ઘરથી આગળ ત્રણ બંગલા એક ડી એસ પીનો..એક કલેક્ટરનો એક ડીસ્ટીક્ટ જજ સાહેબનો બંગલો .પાછળ આઇ ટી આઇનુ મેદાન...સાંજ પડે સાવ સુમસામ થતો એ એરીયા બહુ જ સલામત હતો કારણકે અમરેલીના કલેક્ટર ડી એસ પી અને જજ ત્યા રહે એટલે પોલીસો હાજર ને હાજર હોય...અફસોસ એકજ રહેતો કે ચીફ મિનીસ્ટર થયા પછી પણ જીવરાજકાકાએ એ સડક નવી ન બનાવી..તે ન જ બનાવી...

હવે ચંદ્રકાંત  પાંચમા ધોરણમા આવ્યા અને જીંદગીએ ફરી કરવટ બદલી ...જગુભાઇની તબિયત 

અચાનક બગડી અને લોહીના ઝાડા થયા .....અમરેલીના ડોક્ટરે સલાહ આપી "જગુભાઇને મુંબઇ લઇ જાવ "ચંદ્રકાંત ત્યારે દસ વરસના હતા તેમને બાપુજીની માંદગીનો બહુ ડર નહોતો લાગ્યો.પણ બા અને બાપુજી મુંબઇ પહોંચ્યા અને ફરી લોહીના ઝાડા થયા એટલે હરકીસનદાસ હોસ્પીટલમા ડો.ચીમનભાઇ વોરા જયાબેનના કાકાના દિકરા ભાઇ જેઓ હરકીસન હોસ્પીટલમા ડીન હતા તેમણે તમામ રીપોર્ટ એક્સરે કાઢીને  જયાબેન તથા જગુભાઇને  પોતાની ચેંબરમા બેસાડ્યા ...

"જો જયા આ તારો દુર્વાસાનો અવતાર જગુભાઇ  માારો બનેવી છે એટલે આ વાત કરુ છું..તારા વરની બરોલ એટલે સ્પીલીન ખલાસ થઇ ગઇ છે અને તે કહ્યુ એમ સાવ નાના પાંચ છોકરા છે એટલે જોખમ લઇને ઓપરેશન કરવુ પડશે ...ઓપરેશન પછી પાંચ વરસની મારી ગેરંટી છે પણ શરત પણ છે .જગુભાઇ હવે બિલકુલ ગુસ્સો નહી કરે દોડાદોડી નહી કરે ...તો એકાદ બે છોકરીઓ મોટી થઇ જાય એટલે તને ટેકો થાય ...જોખમ સો ટકા છે પણ શ્રીનાથજીબાવા સારુ કરી દેશે..બોલો જગુભાઇ શુંકરુ?"

"તમને જેમ યોગ લાગે એમ કરો ..."ફઇનો દિકરો હરકીસનમા આર એમ એ એટલે મામાની સતત દેખભાળ કરી નાના કાકા પહેલીવાર મોટા કાકા બની ગયા કારણકે હવે જગુભાઇની જીંદગી તેમને હાથ હતી...દુકાનનુ કામકાજ સંભાળવા સાથે તેમણે જયાભાભીને ફોન કરીને કહ્યુ "ભાભી તમે એકે વાતે મુંજાતા નહી હવે મારોભાઇ આજથી માવતર થઇ ગયો ...હવે એણે ખાલી આપણા બધાનુ ધ્યાન રાખવાનુ હોં"

ઓપરેશનના દિવસે  મોટીબેને ભગવાનની માનતા માની હતી તે સવારથી માં બની બધા ભાઇ બહેનનુ ધ્યાન રાખતી હતી પણ તોફાની ચંદ્રકાંતનુ શું?એતો સ્કુલેથી આવી જમીને ઝાડ ઉપર ચડી ગયો...બેન ચારે તરફ શોધતી બુમાબુમ કરતી બહાર આવી ...ચંદ્રકાંત નીચે આવી જા...આ સાંભળી ચંદ્રકાંત ઔર ઉંચી ડાળ પર ચડી ગયા...બેન ગુસ્સો દબાવી બોલી તારા માટે ખાસ ધી ગોળ રોટલીનો લાડવો બનાવ્યો છે પગે લાગુ છુ તું નીચે ઉતર"

"મને ગુસ્સો નહી કરવાનો કબુલ છે?હા પાડીશ વચન આપીશ પછી જ ઉતરીશ કહી ઔર ઉંચી ડાળ પર ચડી ગયા..."

"ભાઇ ચંદ્રકાંત તારી માફી માગુ છું બસ પ્રોમિસ..."

"ઢેન ટનનન કરતા ચંદ્રકાંત નીચે ઉતર્યા એટલે શાંતીથી ધરમા લઇ મોટીબેને પહેલી વખત બે હાથથી પુરી તાકાતથી ચંદ્રકાંતના પેટ ઉપર બેસી બે હાથ પકડી ખુબ માર્યો..પોતે રડતી જાય ને મારતી જાય.તને શરમ નથી આવતી?ભાઇ મરવા પડ્યા છે જો એનુ ઓપરેશન ફેલ જશે તો આપણે સાવ ભિખારી થઇ જશુ .તુ આવો તોફાની રહીશ તો તને કોણ રાખશે? છેલ્લી ગાલ ઉપરની લપાટે ચંદ્કાંતનું જીવન ફેરવી નાખ્યુ...હેં બેન મને માફ કર હવે હુ ક્યારે તોફાન નહી કરુ.તને હેરાન નહી કરુ ...ભાઇ બેન વળગીને ખુબ રડ્યાત્યાં જ...

બપોરે ત્રણવાગે મુંબઇથી મોટા બાપુજીનો ફોન આવ્યો " જગુ બચી ગયો ઓપરેશન સફળ.."મોટીબેને ભગવાનને દિવો કર્યો ...સહુભાઇ બહેન મંદિરે  જઇને માનતા પુરી કરી........

........

પંદર દિવસ પછી જયાબેન જગુભાઇને લઇને  અમરેલી રેલ્વે સ્ટેશન ઉતર્યા ત્યારે નવા આવેલા ટીકીટ ચેકરે અમરેલી રેલ્વે પેસેંજર એસોસીએશનના પ્રમુખ જગુભાઇની ટીકીટ માંગી "ટીકીટ

પ્લીઝ.."અંદરથી દુર્વાસા પ્રગટ થવામા હતો કે જગુભાઇ સાવધાન થઇ ગયા ...સ્ટેશન માસ્તર દડી ને આવ્યા" કેમછો જગુભાઇ સાહેબ.. માફ કરજો નવો ચેકર છે..."

જગુભાઇ પહેલી વખત ખડખડાટ હસ્યા...નવા અવતારી જગુભાઇકી જૈ