Kone bhulun Ane Kone Samaru Re - 33 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 33

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 33

"ભાઇ ,આજે વરુડી જવાય? મારે રસ્તામા શુળીયો ટીંબો આવે છે એ જોવો છે...ને વરુડીનો કુવો જોવો છે.હેં ભાઇ વરુડીના આ કૂવામાંથી  આખા અમરેલીને મીઠું પાણી મળે છે એ વાત સાચી? એટલે દુર વરુડીથી તારવાડી પાણી આવે પછી ઉપર ટાંકીમાં ભરાય પછી આખા ગામને પાણી મળે આ વાત સાચી? તો આપણે ઘરે ડંકી છે તોય આપણે કેમ પાણી લઇએ  છીએ?

“જો ચંદ્રકાંત નદીનું પાણી હંમેશા મીઠું પાણી હોય . નદી ચોમાસામાં વહેતી હોય ત્યારે વરસાદનું પાણી તેમાં ભળે એ પણ મીઠું હોય બરોબર ?હવે ઇ પાણી જમીનમાં ઉતારે ત્યારે જમીનનાં ક્ષાર ભળે એટલે પાણી થોડું ઓછું મીઠું હોય . એટલે જ્યાં સુધી વરુડીનું પાણી મળે ત્યાં સુધી એ પીવા માટે વાપરીને પછી નદીમાં પાણી સુકાય એટલે બહુ ઓછું પાણી નળમાં આવે એટલે ડંકીનું પાણી વાપરવાનું સમજ્યો?

વસંત ઋતુમા સમીસાંજે બાપુજીનો હાથ પકડી ચંદ્રકાંત નદીની રેતમાંથી પસાર થતા હતા  ...ક્યાંક આછા ઝરણા જેવા પાણીમા પગ બોળીને પગથી છાલ્લક મારતા હતા .શુળીયો ટીંબો આવ્યો એટલે બાપુજીએ કહ્યુ "જો બેટા આપણુ મુળ ગામ અંહી હતુ .આપણા છેલ્લા રાજાનુ નામ હતુ ગધ્ધેસિંહ.એ બહુ તરંગી હતા . “

“ભાઇ તરંગી એટલે ?”

“ભાઈએ ટોપી થોડી ઊંચી કરી કપાળ બાજુ ઘડિયાળને ચાવી દેતા હોય તેવો અભિનય કરી ચાવી ઘુમાવી ને બોલ્યા ‘ચક્કરમેટ’ સમજ્યો?” એ બાપુ ગધ્ધેસિંહે પોતાનાં ખોબા જેવડા ગામમાં પોતાના કાયદા કર્યા . વડોદરા સરકાર શ્રીમંત ગાયકવાડ  રાજા પોતાના સિક્કા બનાવે તો હું કેમ નહી ..?હવે બાપુ પાંસે ન તો ખજાનામાં એટલું તાંબુ પીત્તળ એટલે  લોખંડ ગાળીને સીક્કા બનાવ્યા એ ગધ્ધૈયાં સમજ્યો ?

બાપુ એ હુકમ કરેલો મારા ગામમાં। મારા ગધૈયાં જ વાપરવાના એમ કહેતા .તું મ્યુઝીયમમા ગયો હતોને ?ત્યાં આ દટણપટણ થયેલા આપણા ગામના રાજાના પોતાના સિક્કા ગધૈયાં જોયા હતા?" પણ આપણા બાપદાદા સમજી ગયેલા  કે આ ગામનાં ગધૈયાં ચાલશે નહી એટલે અનાજને બદલે કપડા અનાજને બદલે વાસણ લેવા દેવાનું ચાલુ કર્યું એટલે ગધ્ધેસિંહ બાપુનાં  ખજાના ખાલી થઇ ગયા હતાં.

ચંદ્રકાંત ખડખડાટ હસતા હસતા નદીની રેતમા ગોટમડા ખાઇ ગયા...અંદર  ગઝલના શબ્દો જાણે કહેતા હતા "ફરી એ નગર મળે ન મળે..."વરુડીના કુવે જઇને મીઠુ પાણી બાપ દિકરાએ ઘટક ઘટક પીધુ ત્યારે દુર શીતળામાતાના મંદિરની ધજા ફરકતી હતી  આકાશમા સંધ્યા પુરાય હતી...એક બાજુ માટીનો ટીંબો બની ગયેલી અમરેલી હતી તો નવા સુબાહ બનાવેલી નવી અમરેલી નદીની પાર અડીખમ ઊભી હતી.

"ભાઇ કાલે આપણે ભુતીયા ગરીયા જઇએ?"

હા જરુર તને સાઇકલ ઉપર લઇ જઇશ હોં"

ગરીયાની વાવ બીજે દિવસે જોઇ ત્યારે દસમે પગથીયે પાણી હતા...અને અમર ગીત મનમા હતુ 

"દસમે પગથીયે જઇ પગ દીધો પાતાળે પાણી ઝબુકીયા જીરે..."ત્યાંથી ગરીયામા વડી નદીના ઉંડા ઘુના જોયા ગોળીબારની ટેકરી ચડ્યા .ટેકરીયોથી ઉતરતા કોને ખબર હતી કે એક રમેશ પારેખ પેદા થયા છે જે આજ ટેકરીયોના ઢાળ ઉતરતા લખશે "ઢાળ ઉતરતી ટેકરીયો"

……….

ધીરે ધીરે કાળીદાસભાઇને દમ અસ્થમાં લાગુ પડી ગયો .શરીર ઘસાતું ચાલ્યું .

કાળીદાસબાપાની તબિયત વધારે લથડી એટલે મુંબઇથી મોટા બાપુજી આવી ગયા .એ રાત્રે  કાળીદાસભાઇએ  પોતાની મિલકતોની વહેચણીના ભાગ કર્યા અને નાનાકાકાને  મોટુ મકાન મળ્યુ તેની બાજુનુ નાનુ નળીયાવાળુ જુનુ મકાન જગુભાઇને મળ્યુ  કાપડ બજારની પંદર દુકાનો જે ભાડે ચડેલી હતી તે જગુભાઇને મળી .જગુભાઇએ પૈસાની ભીંસ વખતે એ દુકાન માલીકોને બોલાવ્યા"જુઓ આ દુકાનોનુ તમે પાંચ રુપીયા ભાડુ આપોછો મારે મ્યુનિસીપાલીટીને વેરા પેટે પંદર ચુકવવા પડે છે એટલે તમે સહુ આ દુકાન તમારે નામે કરી લ્યો અને મને કહો મને શું આપશો?"

સહુ ધંધાદારીઓ આવો મોકો મળે તેની રાહમા હતા"જગુભાઇ અમારે દુકાન લઇને શું કામ છે ?એકતો ધંધા બેસી ગયા છે ઉપરથી કરજો કરીને તમને ચુકવવાનો મેળ પડતો નથી.પણ તમારે જો જરુર હોયતો દુકાન દીઠ ત્રણ હજાર દુકાન લખી આપોતો વેંત કરીયે...!!!"

કાળીદાસબાપાએ બહુ જ ખુદ્દારીથી જીવીને  જીંદગીના છેલ્લા શ્વાસ લીધા ત્યારે જગુભાઇ જુના ઘરમા હતા એ આંતિંમ ક્ષણોમા કાળીદાસભાઇએ જગુભાઇ પાંસેથી વચન લીધુ "આ નાનાકાકાને ભગવાને શારીરિક ખોડ આપી છે અને આમ પણ ધંધામા પલોટાયો નથી એટલે તને એનો હાથ સોંપુ છુ

આખી જીંદગી તારે એનુ ધ્યાન રાખવાનુ વચન આપ.."જગુભાઇએ રડતા રડતા નાનાભાઇને બથમા લઇને કાળીદાસભાઇને વચન આપ્યુ ત્યારે મોટા બાપુજી માત્ર સાક્ષી હતા ...

દરેકને મિલકતના દસ્તાવેજો સહુને સોંપી રાત્રે અગીયાર વાગે કાળીદાસભાઇ સુતા એ પછી ક્યારેય ન ઉઠ્યા.ચંદ્રકાતને જુનાઘરમા બધા ભાઇ બહેનો સાથે બંધ કરી  વડિલો આંતિમવિધિ કરવા નિકળ્યા ત્યારે બે ઘર વચ્ચેના દરવજાની ફાટમાંથી ચંદ્રકાંત સહુની સાથે જોતા બોલ્યા"શ્રી રામ શ્રીરામ.."