Kone bhulun Ane Kone Samaru Re - 31 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 31

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 31

વર્ષતો ક્યાંય ઝડપથી વિતિ ગયુ.. પરીક્ષા પતી ગઇ પછી એક દિવસ અચાનક શ્રીકેશી  આવી...પહેલા તેનો પટ્ટાવાળો આવ્યો.”ચંદ્રભાઇને મળવા શ્રીકેશી આવે?”

કોર્ટનો બેલિફ પોકાર કરે તેમ ચંદ્રકાંતનાં નામનો પોકાર સાંભળી ઘરના સહુ  સ્તબ્ધ બની ગયા. આ શ્રીકેશીકોણ છે વળી ? કોઇક સરકારી સાહેબની છોકરી હશે . આમ જાણે મોટા લાટસાહેબઆવતા હોય તેમ પહેલા પટ્ટાવાળો આવીને આલબેલ પોકારે છે ?ચંદ્રકાંતે તો કોઇ દિવસ વાતેય નથી કરી . પણ જયાબેન વિચાર કરે ત્યાર પહેલાં એક દુબળી પાતળી નમણી સુંદર ફ્રોક પહેરેલી હસમુખી ચંદ્રકાંતની જેમ વાંકાચુકા દાંત બહુજરેશમી ફરફરતા બોબ્ડહેર વાળી છોકરીએ “નમસ્તે કાકી  હું શ્રી..શ્રીકેશી ચંદ્રકાંતની મિત્ર “

ઘરના બધા ભાઇ બહેન  અને જયાબેન બઘવાઇ ગયા...નાનીબેને ઓળખાણ આપી .."ચંદ્રકાંતની એકદમ ખાસ બેનપણી છે શ્રીકેશી .એ આપણા અમરેલીમા જજ સાહેબ ચોખાવાલા (કદાચ)ની દીકરી છે,એટલે આ મગનભાઇ જે આવ્યા છે એને મુકવા આવ્યા છે “

"આવ બેટા આવ ...અરે ચંદ્રકાંત જો તારી ફ્રેંડ આવી છે .” જયાબેને સાદ કર્યો .

ઉપરના માળે પુઠાનો બાયોસ્કોપ બનાવતા ચંદ્રકાંતે શ્રીકેશીનો અવાજ સાંભળ્યો ...હજી ઉભો થઇને નીચે ઉતરે પહેલા નાનીબેન અને શ્રીકેશી ઉપર આવી ગયા .."

"આ શું વેકેશન પડ્યુ તો રમવાને બદલે આવુ બધુ શું બનાવે છે ચંદ્ર ?”સીધીજ ચંદ્રકાંતની લેફ્ટરાઇટ શ્રીકેશીએ ચાલુ કરી

શ્રીકેશીને ચંદ્રકાંત શ્રી કહેતો અને શ્રીકેશી ચંદ્ર કહેતી"શ્રી શું કરુ? મને ક્યાંય  ગમતુ નથી  તારા વગર.."

"હવે તો મારા વગર જ જીવવાનુ છે એ વાત કરવા જ હું આવી છું .ચંદ્ર,મારા પપ્પાની બદલી પાછી સુરત થઇ છે ... બોલતા બોલતા શ્રીનીં આંખમાં આસું છટકી ગયા.

ચંદ્રકાંતની ગોળમટોળ આખોમાંથી પણ આંસુ બહાર આવી ગયા ...શ્રીએ પોતાના નાનકડા રુમાલથી એ આંસુ લુછી નાખ્યા .."જો ચંદ્ર તારે બહુ ભણવાનુ છે ,મારે પણ બહુ ભણવાનુ છે ,એટલે હવે આપણે ભણવામા ધ્યાન આપવાનુ હોં"કહી ચંદ્રનો હાથ પકડી લીધો ...ક્યાય સુધી. પકડી રાખ્યો. નીચેથી જયાબાનો અવાજ આવ્યો "ચાલો છોકરાવ ગરમ ગરમ નાસ્તો કરવા..."જયાબા ચંદ્રનો હાથ પકડીને નીચે ઉતરતી સરસ મજાની ઢીંગલીને જોઇ રહ્યા...!

જતા પહેલા શ્રીકેશીએ મીઠાઇનુ બોક્સ આપ્યુ ચંદ્રકાંતના ગાલ ઉપર વહાલથી હાથ ફેરવીને પાછુ જોયા વગર નિકળી ગઇ...આખી જીંદગી એને ચંદ્રકાંત ન ભુલી શક્યા ન શોધી શક્યા.....ક્યા ગઇ મારી શ્રીકેશી....?

......

આજે બધા ભાઇ બહેનોની સાથે રવિવારે અમરેલીની બાજુના શેડુભાર ગામના શવજીબાપાની વાડીએ શીંચોડો ચાલતો હતો ત્યા બધા ઉજાણીએ ગયા હતા .રસના ગ્લાસ અને..તાજો ગરમ ગોળ ખાતા ચંદ્રકાંત ચંદ્રકાંતને ગોળનુ એવુ વ્યસન થઇ ગયુ કે સીત્તેર વરસના ચંદ્રકાંતને જમવામા ગોળ જોઇએ એટલે જોઇએ..

ઘણી વખત ખીચડી ખાતી વખતે વડિલોએ ટોક્યો"ખીચડીમા ગોળ નહી ઘરઘ્યામા ધોળ નહી.."

ચંદ્રકાંત આજે પણ કહે છે "એ પુર્વ સુરિઓ ખીચડીમા ગોળનહી એટલે ખીચડીમા ગોળ બનાવતી વખતે ગોળ નાખવાનો નહી ..બાકી ખીચડીની ઘીની ધાર ગોળને સ્પર્શ કરે ને ગોળને જે ઝનઝનાટી થાય એ મને થાય છે ..હરીઓમ.."ઉનાળામા અમારી બીજી સફર એટલે અમરશીબાપાની વાડી..એ જમાનાના સૌથી પ્રગતિશીલ અક્ષરજ્ઞાની  અમરશીબાપા જગુભાઇના ડાબો જમણો હાથ ..

અમરશીબાપાની રેલ્વે ફાટકની આગળની એ વાડીમા જે જમરુખ ખાય એ સીધો સ્વર્ગે જાય એવી એની મિઠાશ....એમણે કાશીબોરની જે જાત વિકસાવી હતી તે બેજોડ હતી...એમણે પાંચ છ જાતના દેશી ગુલાબોની કલમોને મેળવીને રંગબિરંગી સુગંધી ગુલાબોની એવી ખુશ્બુ પ્રસરાવી હતી કે  સૌરાષ્ટ્રના ખેડુતોની એ સમયે મિસાલ બની ગયા હતા ..અમે જઇએ એટલે બાપા બધાને ટોપલી ભરીને જમરુખ આપે પછી વહાલથી સમજાવે "જુઓ બેટા તમારી જેમ આ બધા ઝાડ ફુલ ફળ મારા દિકરા છે એને જોવાના પણ અડકવાનુ નહી હોં.."સાંજ સુધી તેમના ગાડામામા ગોદડા નાખીને પાછા ફરતા એ ખુશ્બો એ સ્વાદ વાગોળતા રહેતા અનંતકડી રમતા ક્યારે ઘરે પહોંચી જઇએ તે ખબર જ ન પડતી....

નુતન સ્કુલના એ લાગણીશીલ  શિક્ષકો...પહેલા ધોરણમા બાળકોને હસાવતા હસાવતા રમાડતા મોહનલાલ  માસ્તર રમાડતા "હપ્પપો પટ્ટડી ,હટ્ટ મારુ દિલ બળે..!"એ જોઇને ચંદ્રકાંતને અમૃતલાલ માસ્તર યાદ આવે 

મોટી પાઘડી પહેરેલા માસ્તર આજના ઉત્ત્તમ શિક્ષકના પિતા કદાચ નામ વીરજીભાઇ મહેતા એવા અનેક શિક્ષકો નુતનમાં  હતા  ...કાંતણના શિક્ષક છગનલાલ  તકલીની આર દેખાડી ભલભલા વિદ્યાર્થીઓને ડરાવતા એ પોતેતો પવન આવેતો ઉડી જાય એટલા પાતળા અને મારી જેમ ટીચુકા..બધા યાદ આવે પણ પાણીવાળા જીવીબા કેમેય ન ભુલાય..."રોજ ટોકે "એ બાબાભાઇ ખોબો આમ ભરવાનો સમજ્યા ને થોડા વાંકા વળવાનુ. એક હાથ ઉપર બીજો નહી રાખવાનો નહિતર પાણી દદડી જાય ને કપડા ભીના થઇ જાય...પછી માથા ઉપર હાથ મુકે .એ આશિર્વાદની ઠંડક હજી તરબતર છ