Kone bhulun Ane Kone Samaru Re - 30 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 30

Featured Books
Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 30

મોટી રીસેસની બેલ વાગી એટલે શ્રીકેશીએ પોતાનો નાસ્તાનો ડબ્બો લીધો  અને ચંદ્રકાતને કહ્યુ  "તું ડબ્બો લાવ્યો છે?"

"હેં..?હે..? હા હા લાવ્યો છુને..."દફતરમાથી ડબ્બો કાઢીને દેખાડ્યો ...

"તો ચાલ જલ્દી મને તો ભુખ લાગી છે..."એમ કહી ચંદ્રકાંતનો હાથ પકડીને ચાલવા લાગી...ચંદ્રકાંતને પહેલી વખત કોઇ દોરવતું હતું.ચંદ્રકાંત દોરવાનો હતો .અવશ કે વિવશ પણ ચાલતો રહ્યો.મનમાં પહેલી વખત તેને લાગ્યું કે કોઇ તેનું છે જે તેને દોરવી રહ્યું છે.આખી જીંદગી ફરી એ દોરવતો હાથ નમળ્યો નાની કોઇ ભાળ મળી .બસ ફક્ત એક વરસમાં  ચંદ્રકાંતના એટલો પ્રેમ કુટી કુટીને ભર્યો કે એકલા પડે ત્યારે “વો બચપણ કાં દિન વો બારિસ કાં પાની”આંખથી વરસી પડે.ફરીરીસેસની વાત .

જેટલા રાભડાઓ ક્લાસમા હતા તેમની બધ્ધાની આંખો આઠ થઇ ગઇ..! બાજુના ક્લાસમાંથી ચંદ્રકાંતે નાનીબેનને લઇને ત્રણે જણ બાજુના અવાવરા જીલ્લા પંચાયતના મકાનના બગીચામા ત્રણે બેસી ગયા..."આ મારી નાની બેન છે ...નાનીબેન ચકળવકળ આવી સરસ મજાની નમણી મીઠી છોકરીને જોઇ રહી...દુબલી પત્ની અજબ આંખોની ચમક એવીજ આત્મવિશ્વાસ ભર્યું વર્તન. ભાઇ આ તારી બહેનપણીનું નામ શું છે ?

“શ્રીકેષી “સ્વયંમસિધ્ધા શ્રીકેશી બોલી ત્યારે તેની દંતપંક્તિ જોઇ નાનીબેન બોલી 

“ચંદ્રકાંત તારી જેમ જ તેના પણ  દાંત વાકાંચુકા છે હેં હેં હેં”

“જેના દાંત વાંકાચુકા  હોય તેઓ બહુ લકી હોય જેમ ચંદ્રકાંત અને હું”!!!શ્રીકેશી.

ડબ્બા ખુલ્યા એટલે શ્રીકેશીએ ચંદ્રકાંતના ડબ્બામાંથી જયાબાના બનાવેલા ઘીગોળ રોટલીના લાડવા જોયા.."અરે વાહ,મને બહુ ભાવે...બોલીને એક લાડવો ઉપાડી લીધો ને પોતાનો ડબ્બો ચંદ્રકાંતને આપ્યો...ચંદ્રકાંતે ધીરેથી  શ્રીકેશીના ડબ્બામાંથી ચેવડો અને બિસ્કીટ ઉપાડી નાનીબેનને આપ્યા અને પોતે લીધા...અડધો અડધો લાડવો .આ મધમધતી મહારાણી એ લાડવો પુરો કરીને ચંદ્રકાંતની નોટકાઢી..."છી કેવા ખરાબ અક્ષર છે.. ચંદ્રકાંત તારા ..?મેં ક્લાસમા તું આડી નોટ રાખીને લખતો હતો ત્યારે જોયું હતું .આ ન ચાલે .હું તને લાંબું લાંબું ચંદ્રકાંતને કહેવાનો બદલે ચંદ્ર કહુ તો ચાલશે ? તું પજ્ણ મને ખાલી શ્રીકહીશ તો ચાલશે…જો તું ગમ્મતે તે કહે  કે હું ડાબોડી છું એ ન ચાલે .

"મને ખબર છે તારા અક્ષરતો મોતીના દાણા જેવા થઇ શકે છે ..મે ક્લાસમા બેઠા તારી નોટબુકમા નજરે જોયુ હતુ”...

“પણ શું કરુ શ્રીકેશી હું જનમથી ડાબોડી છું.."

"જનમથી નહી જન્મથી...ડાબોડી છે તો શું થઇ ગયુ...?ચંદ્રકાંતનો હાથ પકડી નોટબુકમા પેનસીલથી અક્ષર ધુંટાવ્યો...બસ આમ લખવાનુ સમજ્યો...? તારુ નામ ફરીથી લખ.."

ફરીથી હાથ પકડી અક્ષર ઘુટાવ્યા...જો સરસ લખાયુ કે નહી..?

ચંદ્રકાતની વાચા હરાઇ ગઇ ..."કોઇ પોતાનાએ અટલી લાગણીથી પ્રેમથી પાટીમાં અક્ષર પાડ્યા ત્યારે ઘુંટાવ્યુ હોતતો ? પાંચ ભાઇ બહેન હતા પણ કોઇ તેનું નહોતુ.

સૌ પહેલેથી જ પોતપોતાની જીંદગી જીવ્યા જે આજ સુધી ચંદ્રકાંતને બહુ ખુંચ્યુ પણ એ ત્યારે અને અત્યારે વિવશ છે

"તું મારાથી ડરે છે?"શ્રીકેશીએ ખડખડાટ હસતા ચંદ્રકાંતનો હાથ પકડી ને પુછ્યુ...

એટલો  પ્રેમ જોઇ ચંદ્રકાંતની ગોળ મોટી આંખો કશુક કહી રહી કશુક જોઇ રહી....

.......

મરોડદાર સુંદર અક્ષર લખવા માટે ચંદ્રકાંતને બહુ મહેનત પડી...પણ સુંદર અક્ષર ડાબોડી પણ કાઢી શકે એ આત્મવિશ્વાસ શ્રીકેશીને લીધે આવ્યો...કલાસમા સતત શ્રીકેશીની નજર ચંદ્રકાંતની નોટ ઉપર રહેતી હતી...હંસરાજ સાહેબે શ્રીકેશીની નોટબુક બહુ વખાણી  તેના સફાઇદાર અક્ષરો ફકરા લખાણમા મુદ્દાસરનુ લખાણ જોઇ સાહેબ બહુ ખુશ થયા ચંદ્રકાંતને ડાબે હાથે લખતો જોઇને પુછ્યુ "જમણા હાથથી નથી ફાવતુ?"

"ના સાહેબ બહુ મહેનત કરી પણ નથી પેનસીલ પકડાતી નથી અક્ષર નિકળતા "

"કંઇ વાંધો નહી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ડાબોડી હતા..લખવામા સારા અક્ષર કાઢવા વધારે મહેનત કરવી...અને ગભરાવુ નહી .હું છુ ને ? અટલુ કહી  લાકડી ઉંચી કરી તોફાની છોકરાઓ ને ઇશારો કર્યો..તારે બેબીની જમણી બાજુ બેસવાનુ એટલે મેજ ઉપર તારો હાથ રહશે તો અક્ષર વધારે સારા થશે..એ દિવસથી ચંદ્રકાંત જમણી બાજુ અને શ્રીકેશી ડાબી બાજુ બેસવાનુ શરુ થયુ.

.....

એક દિવસ શ્રીકેશી સ્કુલેથી ચંદ્રકાંતને લઇને પોતાના માણેકપરાના ઘરે જીપમા લઇ ગઇ.."પપ્પા આ મારો બેસ્ટ ફ્રેન્ડ ચંદ્રકાંત છે..."શ્રીકેશીના પિતા અમરેલીમા જજ તરીકે આવ્યા હતા...તેમણે નાનકડા મહેમાનનુ અભિવાદન કર્યુ.."કેમ છો ભાઇ?"

"મજામા સાહેબ..."

"તમારે મને સાહેબ નહી અંકલ કહેવાનુ ...આ મારી દિકરી તને હેરાનતો નથી કરતીને?"

"ના અંકલ એ તો બહુ ડાહી છે પણ  ગડબડ મારામાં છે..."ચંદ્રકાંત

"સાહેબ ખડખડાટ હસી પડ્યા .ચંદ્રકાંતે પહેલી વાર પુછ્યુ "તારે કોઇ ભાઇ કે બહેન નથી...? શ્રી ?

"ના મારે તો તું એકજ. ભાઇ તો ભાઇ ને ફ્રેંડ કહે તો ફ્રેડ જે છે તે તું જ  છો" કહી હાથપકડીને બાજુમાં હિચકા ઉપર બેસીગઇ . તેનો નરમ મુલાયમ સ્નેહાળ સ્પર્શ  ચંદ્રકાંતમાણી રહ્યાંહતાં.