Kone bhulun Ane Kone Samaru Re - 28 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 28

Featured Books
Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 28

"ચાલો સહુ જમવા બેસી જઇએ...આ એક વાગ્યો છે...મને તો દોડી દોડીને બહુ થાક લાગ્યો છે"નાના કાકા આમ પણ ગોળમટોળ હતા એટલે થાકનુ બહાનુ બરાબર બેસી ગયુ....બાળકો અને કાકાબાપાઓની પહેલી પંગત પડી...થેપલા શાક મોહનથાળ ચુરમાના લાડવા અને બટેટાનુ શાક કાકાને ગળે ઉતરતા નહોતા ,બાજુમા ચંદ્રકાંતે બેઠા બેઠા કાકાને પુછ્યુ..."કાકા,જમવાનુ ભાવતુ નથીને અથાણા વગર..? “

“હા ચંદ્રકાંત, પણનું થાય ?” કાકા ઉદાસ નજરે બોલ્યા.

"અથાણુતો ખલ્લાસ થઇ ગયુ છે”...ઉતાવળમા ફઇબા બોલી ગયા પણ ચંદ્રકાંત સાથે તેમનો પંગો ભારે પડી ગયો...ફઇ ચકળવકળ આંખે ફઇ આ શૈતાનને જોઇ રહ્યા.

"જાદુ કરુ?"ચંદ્રકાંતે સહુને ચમકાવ્યા .બાપુજી મોટા બાપુજી નાનાકાકા એકદમ આશ્ચર્યચકિત થઇ ગયા..."ફઇબાને કંઇ યાદ નથી ચાલો ...ફઇબાને લઇને કાકાની સાથે છોકરાવની પલટન ઉભી થઇ ગઇ...ચોકનાં બાથરુમના કપડાના કબાટ પાછળ ચાર બરણીમાં શંભારી કેરી છુંદો ધાણા કેરી ને કટકી...ઢેંટેનનનન" ચંદ્રકાંતે વિજયી અદામાં ઢણઢણાટ  કર્યો !

કાકાએ તો ચારે બરણી બહાર કાઢીને રસોડામા મુકી...મોટાબાપા ને બાપુજીએ ત્રાંસી આખે ફઇને જોયા જાણું જાણું હસવા માંડ્યા બા કાકી મોઢામાં સાડીનો છેડો ખોસી આડું જોઇ ગયા ..ફઇ સાવ સફેદ પુણીજેવા થઇ ગયા .

"હશે બેન અટલા બધા કામમાં સાચવીને મુકેલુ અથાણુ ભુલાઇ જાય ...જયાબેન કાકી માથુ નીચુ રાખી ખડખડાય હસી પડ્યા...હવે પકડાયા પછી ફઇ પણ હસ્યા "હાશ...ચંદ્રકાંતતો પરાક્રમી જાસુસ થવાનો  છે એ નક્કી"જગુભાઇએ મોટાભાઇના કાનમાં કહ્યુ"હજી માળીયામા શું હશે કોને ખબર?"બન્નેભાઇઓએ એકબીજાને આંખ મિચકારી.ફઇ જીવ્યાં ત્યાં સુધી ચંદ્રકાંતથી બહુ સાવધ રહેતા .તેમને સમજાઇ ગયું કે આ સ્વાશેર છે.

........

છેલ્લા દિવસ સુધી નહેરુ ચાચાને મળવાની કોશીષો કરી પણ ટાઇમની મારામારીમા એ બન્યુ નહી .એટલે ચંદ્રકાંત જીદે ચડ્યા..."મારે પણ નહેરુ ચાચા બનવુ છે અમરેલી જઇને મને બરાબર એવા કપડા શીવડાવી દો..." એ વખતે બંધ કોલરનો જોધપુરીકોટ કાળા કલરનો ,સફેદ શેરવાની ,સફેદ ટોપી ,ને જોધપુરી કોટના ઉપરના ભાગમાં ખીસ્સામા પેન અને તેનાંથી થોડું નીચે રાતું મઘમઘતુ ગુલાબ એ ચાચા નહેરુનો લિબાસ નજરોથી દૂર ખસતો નહોતો.પહેલી વાર જગુભાઇએ ચંદ્રકાંતની જીદ સામે હાર કબુલી"ભલે બસ"એ જ નાના ચાચા નહેરું બની વરસો સુધી સત્તાવાર અમરેલીનાકલેક્ટરનાં ધ્વજવંદનના પંદરમી ઓગસ્ટનાં  સમારંભમાં કલેક્ટરની બાજુંમાં ઉભા રહી ને સંયુક્ત ધ્વજવંદન કારવ્યું હતું .

.....

ચંદ્રકાંત બાપુજીની આંગળી પકડી અવારનવાર ગૌશાળા આવે..નાની નાની વાછડીઓને રમાડવામા બહુ મજા આવતી...બાપુજી ગૌશાળાના પ્રમુખ ટ્રસ્ટી હતા..તેમના દોસ્ત એક બેચરભાઇ પટેલ એક અમરશીભાઇ પટેલ..બે માંથી એકે વગર બાપુજીને ન ચાલતુ...ગાયોના નામ પાડીને બોલાવે અને એ જ ગાઇ આવે એટલે બાપુજી મસમોટી ગાયને ગળે વળગે ત્યારે ચંદ્રકાંતના મોઢામા પાંચ આંગળા ઘુસી જતા...!!!બાપુજી સાથે કામનાથ મહાદેવ જાય પણ પોતાની ઓઇલમીલમા શીંગના ડુંગરા અને બહાર ફોતરાના ડુંગરા જોઇ એને મોટી અજાયબી લાગતી ...અટલી બધી શીંગ?નાનકડી મુઠીમા મઠડી શીંગ પકડીને બુકડો મોઢામા મુકે ત્યારે જે આનંદ થતો તે આજે સીત્તેર વરસે પણ ખારીશીગ ખાતી વખતે ભુલી નથી શકતા...

......

ચંદ્રકાંત હવે છોકરીઓની ટીમમાંથી નિકળી ગયા અને તેમને નાનામામા અને નાનામાસીની સાથે રમવુ બહુ ગમતુ...મામાને ઘરે જઇ ઠંડી રોટલીમાથી નાનીદાદી ઘીગોળ રોટલીનો લાડવો બનાવીને આપે એ સ્વાદ પણ આખી જીંદગી ન ભુલ્યા....મામા જાતભાતના ખેલ કરી ચંદ્રકાંતને રમાડે...સાઇકલમા આગળ નાની સીટમા બેસાડી ગામના ચારે ખુણે ફેરવે...એકવાર મામાએ બા ને વાત કરી.

"બેન આ રવીવારે હું અને વિનુ ગાંધી સાઇકલ ઉપર ખોડીયાર ડેમ જવાના છીએ તો આ ચંદ્રકાંત બારકસને લઇ જાવ ?”જગુભાઇ પોતે બહુ સહાસિક કસરતબાજ અખાડીયન હતા ..."હા હા જાવ પણ આ હતપતીયાનુ ધ્યાન રાખજે..."

"હું યે એવો જ છુંને...શુ કે છે ચંદ્રકાંત?" મામા હસી પડ્યા.

“મને ઇ જ ઉપાધી છે કે મામો ભાણેજ બેય સરખા છે “હવે જગુભાઇ હસ્યા પણ જયાબેને આ વખતે જવાબ દીધો “બિચારો મારોભાઇ આ છોકરાને લઇને ફેરવે તો છે તમારે ક્યાં કોઇને ફેરવવા છે કે હાલો બાર લઇ જાઉં “ જગુભાઇને સામો ઘા પડ્યો .

ચંદ્રકાંતને લોટરી લાગી હતી...ચંદ્રકાંતે અત્યારથીજ વાંદરાની જેમ કુદાકુદ કરી મુકી...

“વાહ વાહ ખોડીયાર જેમ સાઇકલ ઉપર ? મને એકલાને  ? ચંદ્રકાંતનો ઇશારો મોટાભાઇ અને નાનીબેન ઉપર હતો .મોટોભાઇ ઝગમગ છાપું વાંચતા મોઢું ઉંચો કરી ને પાછો વાંચવામા લીન થઇ ગયો . નાનીબેનતો અમેય ડરપોક અને કોમળ એટલે એ મોટાભાઇની પાછળ સંતાય ગઇ…”મારે નથી આવવું મને ડર લાગે ..”

“આમ પણ તને કોઇ લઇ જવાનું નથી હે હેય “ચંદ્રકાંતે મસ્તી કરી.મોટાભાઇએ ફરી ઉંચી નજર કરી ચંદ્રકાંત સામે જોયું… તું  સુધરવાનો નથી ચંદ્રકાંત.