Ek Pooonamni Raat - 91 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-91

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-91

એક પૂનમની રાત

પ્રકરણ-91

રૂબી અને ભંવરસિહ પ્રેમવાસનામાં તૃપ્તિ કરી વળગીને સૂઇ રહેલાં અને ભવરસિહનાં મોબાઇલમાં રીંગ આવી એણે કંટાળા સામે ફોન ઉચક્યો અને નંબર જોઇ બેડ પર બેઠો થઇ ગયો એણે ક્યું યસ. યસ. આઇ એમ કર્મીંગ અને રૂબીએ પણ થોડી આળશ ખાતાં કહ્યું એય માય લવ શું થયું કોનો ફોન છે ? ભંવરસિહે ક્યું ઓફીસથી ફોન છે કોઇ નાઇજીરીયન ટોળકી કરોડોનાં ડ્રગ સાથે પકડાઇ છે મારે એરપોર્ટ જવું પડશે. હું આવું છું એમ કહી બેડ પરથી ઉતરી ગયો અને એનાં ઓફીસીયલ ડ્રેસનાં પહેરીને તૈયાર થયો.

રૂબીએ કહ્યું ડાર્લીંગ તે તો નશો ઉતારી દીધો બધો. જા જઇ આવ હું તારી રાહ જોઇશ આ ડ્યુટી રાત દિવસ કંઇ જોતી નથી પણ હું સમજુ છું તું જઇ આવ. એમ કહી બેડ પરથી ઉતરી ભંવરસિહને કીસ કરીને કહ્યું હવે નીંદર હીં આવે તું પતાવીને આવ હું તારું કામ સરળ કરી દઇશ. એમ કહીને વિચિત્ર હસવા લાગી.

ભંવરસિહ કંઇ સમજ્યો નહીં. એણે બુટ પહેર્યાં અને ફલેટની બહાર નીકળી ગયો. એ લીફ્ટમાં નીચે પાર્કીગમાં આવી એની કાર લઇ એરપોર્ટ જવા નીકળી ગયો.

*******

રૂબીએ એનાં પર્સમાંથી કોઇ વિચિત્ર પડીકું કાઢ્યું અને ભંવરસિહનાં ઓશીકા નીચે મૂકી દીધું અને વિકૃત હાસ્ય કરવા લાગી એણે એનો મોબાઇલ ઉપાડ્યો અને એક નંબર ડાયલ કર્યો. સામેથી ધોધરો અવાજ આવ્યો એણે કીધું તારું કામ પતી ગયું ? એમ કહીને ખડખડાટ હસવા લાગ્યો. બસ હું કહ્યું એમ કરતી રહેજે તારો શિકાર તારાં હાથમાંથી હવે છટકી નહીં શકે. આજ કાળી રાત છે એ ગયો છે મને ખબર છે તું તારું કામ નીપટાવીલે અને પેલાં જ્હોનને ફોન કરી દે પછી એ તારાં સંકજામાં જ રહેશે રૂબીએ હસતાં હસતાં કહ્યું વાહ અધોરીબાબા તમને હું સમર્પિત થઇ ગઇ તમે એનું ફળ આપ્યું છે હું આવીને ચઢાવો ચઢાવી જઇશ. અને એણે ફોન કાપ્યો.

એણે બીજો નંબર ડાયલ કર્યો અને સામેથી રીસ્પોન્સ થતાં બોલી ભંવસિહ ત્યાં આવવા નીકળી ગયાં છે અને ડ્રગ્સ પકડાવી ને એણે આ કારનામો કર્યો છે એ બધીજ ક્રેડીટ એને મળે એમ તું બધું ગોઠવી દેજે પ્લાન પ્રમાણે તને તારું ઇનામ મળી જશે અને હાં એમાંથી 1 કિલો ડ્રગ્સ જુદુ કાઢી લેજો. કોઇને કાંઇ ખબર ના પડવી જોઇએ તને મેં ખૂબ વિશ્વાસથી કામ સોંપ્યુ છે એમાં કોઇ ગફલત ના થવી જોઇએ. એમ કહી ફોન કટ કર્યો.

રૂબીએ આળસ ખંખેરી આખુ તન ખેંચી રિલેક્સ કર્યું અને નવો પેગ બનાવ્યો એનાં પર્સમાંથી સીગરેટ કાઢીને પીવા માંડી એની ધુમસેરને જોઇ એં આગળનાં પ્લાન બનાવામાં બીઝી થઇ ગઇ.

**********

ભંવરસિહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોચી ગયો ત્યાં એનાં હાથ નીચેનાં અધિકારીઓએ એ હેપ્પી ન્યુઇયર કરીને આવકાર આપ્યો. ભંવરસિંહનાં ચહેરા પણ તાણ હતી એણે હેપી ન્યુઇયર કીધું અને પૂછ્યું ક્યાં છે નાઇઝીરીયન અને કેવીરીતે પક્ડાયા ?

એનાં આસીસ્ટરે કહ્યું સર તમારી મોકલેલી લીડથી અમે બધાં પ્રવાસીઓનું ચેકીંગ કરી રહેલાં એમાં આ નાઇજીરીયન ટોળકી એમનાં સામાનમાં બેગની નીચે ચોર ખાનામાં ડ્રગ્સ ભરીને લાવેલા એવી કુલ 12 બેગ પકડી છે. પહેલું જ તમને કીધુ છે સીધો રીપોર્ટ કર્યો છે એ બધાં 12 જણાં જ છે એ લોકોને અહીની રૂમમાં રાખ્યા છે બેગ બધી કસ્ટડીમાં લીધી છે હવે તમે હુકમ કરો એમ આગળ કાર્યવાહી કરીએ.

ભંવરસિંહે કહ્યું મેં લીડ આપી હતી ? પછી એ ચૂપ થઇ ગયો એનાં આસીસ્ટને કહ્યુ સર તમારાં મોબાઇલથી મેસેજ આવેલો એટલે અમે એલર્ટ થઇ ગયાં આ ડ્રગ્સ કરોડોની કિંમત છે સર આતો નવા વર્ષની ભેટ જ મળી સર અમને પણ પ્રાઇઝ મળે એવું કરજો.

ભંવરસિહે કંઇ જવાબ આપ્યા વિના સીધો અંદર કસ્ટડીમાં ગયો અને જોયું બેગનાં તળીયા ચીરીને એમાંય ડ્રગ્સ કાઢેલું ટેબલ પર એક્ઠું કરેલું. નાઇઝરીયનનાં ફોટા સહીઓ લઇને ડોક્યુમેન્ટ તૈયાર કરવા કીધું.

જ્હોને કહ્યું સર હું બધુ જ તૈયાર કરાવી લઊં છું. આપ ઓફીસમાં રીલેક્ષ થાવ રાત્રે 2 વાગે તમને બોલાવવાની જરૂર પડી ગઇ.. તમે બેસો હું અને બીજો સ્ટાફ બધી જ કાર્યવાહી કરી લઇએ છીએ.

ભંવરસિહ અંદર ઓફીસમાં ગયો અને એણે સીધો રૂબીને ફોન કર્યો. રૂબીએ કહ્યું ડાર્લીંગ સરપ્રાઇઝ નવા વર્ષે જ તેં ખૂબ મોટું કામ કરી દીધું વાહ કોન્ગ્રેચ્યુલેશન્સ ભંવરસિંહે કહ્યું જ્હોન કહે છે મેં લીડ આપેલી પણ... રૂબી કે તું ઝાડ ના ગણ ફળ ખા. કામ પતે તરત મારી પાસે આવીજા હજી અડધી રાત બાકી છે. ભંવરસિહે કંઇ સમજ્યા વિના ક્યું ઓકે ડાર્લીંગ લવ યું જ્હોને બધાં પેકેટ સીલ કર્યો એક પેકેટ આધુ કાઢી લીધું. અને ટેબલનાં ખાનામાં સાવચેતીથી સરકાવી દીધું પછી નાજીરીયન ટોળકીનાં પાસપોર્ટ વગેરે જપ્ત કર્યો અને રીપોર્ટ લખી બધાની સહી લીધી ફોટા પાડ્યાં. ડ્રગનાં ઢગલાં સાથે બધાનો ઉભા રાખી ફોટા લીધાં અને એલોકોને કસ્ટડીમાં મોકલી આપ્યાં.

જ્હોને ભંવરસિહને કહ્યું સર બધી ફોર્માલીટી પતી ગઇ છે આ રજીસ્ટરમાં તમે સહી કરી દો અને આપ પછી થઇ શકો છો. અમે અહીં જ છીએ સવારે બધો રીપોર્ટ મળી જશે. આખી દુનિયા સેલીબ્રેશન કરે છે ને આપણે ડ્યુટી...

ભંવરસિહે કહ્યું આપણાં માટે ડ્યુટી જરૂરી છે હું આખા સ્ટાફને ધન્યવાદ આપું છું અને આ ડ્રગ પકડવા અંગે જે ઇનામ હશે એ બધાને મળી જશે. એનાં માટે સવારે હું કાર્યવાહી કરી દઇશ.

જ્હોને કહ્યું સર નવા વર્ષની ગીફ્ટ છે તમારાં અને રૂબી મેડમ માટે હેપ્પી ન્યુ ઇયર સર. ભંવરસિહે કહ્યું ગીફટ ? આ ડ્રગ્સ પકડાયું એજ બહુ મોટી ગીફ્ટ છે. ત્યાં જ્હોન મોટાં બે બુકે લઇને આવ્યો અને ભંવરસિહ કહ્યું ઓહ ઓકે ઓકે જ્હોન આ ઘણાં મોટાં છે મારી કારમાં મૂકી દે હું રૂબીને પહોચતી કરી દઇશ. જ્હોન દાઢમાં હસતાં બોલ્યો સ્યોર સર....

જ્હોન ચાલાકીથી રૂબીનાં બુકેમાં ડ્ગનું પેકેટ મૂકી દીધું બુકે પર લખેલું રૂબી ડીસોઝા. અને બીજા બુકે પર ભંવરસિહ ચૌહાણ ચીફ ઓફ કસ્ટમ એ બંન્ને બુકે લઇને ભંવરસિહ સાથે કાર સુધી આવ્યો. ભંવરસિહે રીમોટ કીથી કાર ખોલી અને જ્હોને પાછળની સીટ પર બંન્ને બુકે મૂકી દીધાં. ગુડ નાઇટ સર હેવ એ સ્વીટ ટાઇમ કહી ભંવરસિહને વિદાય આપી એક કલાકમાં બધી કાર્યવાહી પૂરી કરી ભંવરસિંહ ફલેટ પર પાછો આવ્યો તો એણે જોયુ કે રૂબી નીચે પાર્કિંગમાં જ રાહ જોઇ રહી છે.

ભંવરસિહે કહ્યું તું નીચે આવી ગઇ ? આટલી રાતે એકલી કેમ નીચે આવી ? રૂબીએ સ્માઇલ આપતાં કહ્યું તારાં વિરહ સહેવાતો નહોતો એટલે જ્હોનને ફોન કરી પૂછ્યું તું નીકળ્યો કે નહીં ?

ભંવરસિહે કહ્યું તો મને ફોન કરવો જોઇએ ને ? રૂબીએ કહ્યું તું આટલા મોટાં ડીલમાં બીઝી હોય તને ક્યાં ડીસ્ટર્બ કરું કોન્ગ્રેચ્યુલેશન ડાર્લીંગ તારીતો બઢતી પ્રમોશન થઇ જવાનું સારુ થયું મેં જ્હોનને ફોન કર્યો એણે ન્યુ ઇયરનાં બુકે મોકલ્યા છે તારી સાથે.

ભંવરસિહે ગાડીનાં પાછળનો દરવાજો ખોલી કહ્યું યસ એ અહીં છે. રૂબીએ બંન્ને બુકે લીધા અને બંન્ને હાથ જાણે ભરાઇ ગયાં એણે હસતાં હસતાં કહ્યું આપણો સ્ટાફ કેટલો પ્રેમાળ છે એક બુકે તું લઇએ આ ખૂબ મોટાં છે ભંવરસિહે એનાં બુકે લઇ લીધો અને બંન્ને લીફ્ટ દ્વારા ફલેટમાં આવી ગયાં.

રૂબીએ બંન્ને બુકે દીવાનખાનામાં મેજ પર મૂક્યાં. અને ભંવરસિહ ચેઇન્જ કરવા ગયો ત્યારે એમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી લીધું. અને તરત જ એમાંથી ચપટી ચપટી ડ્રગ કાઢી પેગમાં નાંખીને જામ બનાવી નાંખ્યાં પેકેટ એણે કીચનમાં મૂકી દીધું.

ભંવરસિહે આવીને કહ્યું નવા વર્ષે ખૂબ મોટું કામ થઇ ગયું પણ રૂબી લીડ તો.. રૂબીએ જામ હાથમાં થમાવતા કહ્યું લેટેસ ડ્રીંક બીજી વાતો પછી કરીશું. રીસેલીબ્રેશન એમ કહી ભંવરસિહને ડ્રીંક પીવરાવ્યું અને....

વધુ આવતા અંકે - પ્રકરણ - 92