I Hate You - Can never tell - 102 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-102

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-102

આઇ હેટ યુ

પ્રકરણ-102

રાજ સહીત બધાંજ તાન્યાનાં ઘરે જાય છે. ત્યાં રાજનાં માતા પિતા એની રાહ જ જોતાં હોય છે. તેઓ બંન્ને આજે ખુશ છે કારણ કે ડૉ. જયસ્વાલ પાસેથી નંદીનીનો સંપર્ક કરવા મોબાઇલ નંબર મળી ગયો હોય છે. ડૉ.જયસ્વાલની નર્સ સીસ્ટર ક્રિસ્ટી જે નંદીની સાથે ઘણી હળીમળી ગઈ હોય છે. ડૉ.જયસ્વાલ જ્યારે પ્રબોધભાઇ સાથે વાત કરતાં સાંભળ્યાં એને કૂતૂહૂલ થયું નંદીનીનું નામ સાંભળીને. એણે ડૉક્ટરને કહ્યું સર નંદીની વિશે મારી પાસે માહિતી છે. એની મંમી ગૂંજરી ગયાં પછી એ આવી ત્યારે મારે વાત પણ થઇ હતી એ સમયનો એનો મોબાઇલ નંબર મારી પાસે છે. અને ડૉ.જયસ્વાલે એ સાંભળીને ઘણી હાંશ કરી. એમણે પ્રબોધભાઇને કહ્યું મિત્ર પ્રબોધ નંદીની જેવી સહનસિલ અને સંસ્કારી છોકરી નહીં મળે. અને એનાં માતા-પિતા બંન્ને ગૂજરી ગયાં છે એની પણ માહિતી પ્રબોધભાઇને આપી દીધી.

પ્રબોધ ઉર્ફે પ્રધ્યુમન જોષી એક ખુરાંટ અને જમાનાનો ખાધેલ માણસ હતો ઉપરથી એડવોકેટ એ પણ આ સાંભળીને શેહ ખાઇ ગયો. એણે નયનાબેનને બધી વાત જણાવી હતી. બંન્ને જણાં ચિંતામાં પડી ગયાં હતાં કે આપણે રાજને આવી બધી વાત કેવી રીતે જણાવીશું ? એ છોકરી એકલી પડી ગઇ એનાં પાપા અને મંમી બંન્ને એને છોડીને ચાલ્યા ગયાં. આપણે એની સાથે સારું નથી કર્યું. એકલી છોડી દીધી. બંન્ને જણાં આ ચિંતામાં અને દ્વિધામાં હતાં અને રાજ સાથે બધાં છોકરાઓ આવી ગયાં.

નયનાબેન રાજને જોઇનેજ વળગી ગયાં અને રાજને જણાવ્યું કે નંદીનીનો સંપર્ક કરવા માટે એનો નંબર મળી ગયો છે એની ખુશી છે પણ જે સમાચાર મળ્યા છે તે શોકજનક છે.

રાજ એની મંમીને જણાવી દીધું. માં મારે પણ નંદીનીનો સંપર્ક થઇ ગયો છે એની સાથે વીડીયોકોલ પર વાત પણ થઇ ગઇ છે.

નયનાબેને જણાવ્યું કે દીકરા બે દિવસથી તારે નંદીનીનો સંપર્ક થઇ ગયો છે તો તું જણાવતો નથી ? સારુ થયું તારે વાત થઇ ગઇ મને ખૂબ ગમ્યું અમારી પાસે માહિતી આવી એ ખુબ દુઃખજનક છે કે એનાં પેરેન્ટ્સ હાલ જીવતાં નથી નંદીની બિચારી એકલી થઇ ગઇ છે અને મને અને તારાં પાપાને એ વાતનું દુઃખ છે કે ખરા સમયે આપણે એને કામ ના આવ્યા ના સાથમાં રહ્યાં.

વિરાટ અને તાન્યા પણ આ બધું સાંભળી રહેલાં એમણે રાજને કહ્યું તમે વાતો કરો અમે મંમી પપ્પા સાથે છીએ. વિરાટે કહ્યું રાજ વાત નીકળી છે તો બધીજ વાત કરી બધુંજ સ્પષ્ટ કરી લે. પછી તને ઠીક લાગે એમ કર.

વિરાટ બહાર બગીચામાં જઇને બેઠો તાન્યા એની મોમ અને ડેડ સાથે થોડીવાર એમનાં રૂમમાં બેઠી અને રાજ નંદીની વિશે બધીજ વાત કરી. મીશાબહેને બધુંજ સાંભળીને કહ્યું ઓહ તો એ છોકરી ઉપર ખૂબ વીતી છે. લગ્ન થઇ ગયેલાં નો... નો.. તાન્યાએ કહ્યું પણ એ છોકરો હવે આ દુનિયામાં પણ નથી એક્ષીડ્ન્ટમાં મરી ગયો. હી વોઝ ડેડ. નંદીની દીદીને કોઇજ સંબંધ નહોતાં.

ગૌરાંગભાઇએ કહ્યું તાન્યા. નંદીનીએ કહ્યું અને તમે સાંભળ્યું.. સાચું તો નંદીનીનેજ ખબર હોય ને ? પ્રધ્યુમન આ સાંભળી નંદીનીને સ્વીકારે એ માનવા હું તૈયારજ નથી એ ખૂબ રીજીડ છે એનો એકનો એક ભણેલો ગણેલો સ્માર્ટ છોકરો છે પ્રેમનાં નામે એ પોતાની પ્રતિષ્ઠાની આહૂતી નહીં આપે એ ચોક્કસ છે સાચું કહું હું હોઊં તો હું પણ ના સ્વીકારું.

તાન્યાએ કહ્યું પાપા તમે શું બોલો છો ? તમે નંદીની દીદીને કેટલા ઓળખો છો ? તમે એમનાં વિશે શું જાણો છો ? જે સમાજની વાત છે એજ તમે સાંભળી છે અને એય વાત નંદીની દીદીએ પોતે કહી છે. અને પાપા સમાજ પુરુષ તરફીજ હોય છે તમારુંજ વર્ચસ્વ હોય છે. સ્ત્રી સીતા જેવી પવિત્ર જોઈએ અને પોતાને રામ થવું નથી.

ગૌરાંગભાઇએ કહ્યું તાન્યા માં સીતાને પણ એ સમયે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું એવાં સતયુગમાં પણ ભરોસો નહોતો કરવામાં આવતો. આતો હળાહળ કળીયુગ છે અહીંતો દેખાડે શું અને અંદરખાને હોય શું ? બહુ ખરાબ સમયકાળ ચાલી રહ્યો છે.

વિરાટ બહાર બગીચામાં ઝૂલા પર બેઠો હતો બગીચામાં સંત્રા અને લીંબુમાં છોડ પર પાંદડા નહોતાં દેખાતા એવાં ફળથી લચી પડેલાં હતાં. ગુલાબ અને અન્ય ફૂલો જાણે અઢળક ખીલી રહેલાં. બધુ જોતાં જોતાં નંદીની દીદી અને રાજનાં વિચારોમાંજ હતો. એને થયું તાન્યા રાજ હજી કોઇ આવ્યું નહીં એ તાન્યાને મળવા એનાં પાપા નાં રૂમ પાસે ગયો અને ડોર નોક કર્યો.

તાન્યાએ દરવાજો ખોલ્યો અને બોલી સોરી અહીં થોડીવાત કરી બહારજ આવતી હતી પણ લેટ થઇ ગયું આવ અંદર ગૌરાંગભાઇ અને મીશાબહેને પણ એને અંદર આવકાર્યો.

વિરાટે કહ્યું થોડીવાર ગાર્ડનમાં બેઠો પણ ના તાન્યા બહાર આવી ના રાજ એટલે કંટાળી અહીં આવ્યો હસતાં હસતાં કહ્યું હું દીદી તરફ જાણે એકલો પડી ગયો છું આગળ મારે કેવી રીતે વાત કરવી એ પણ મને સમજાતું નથી. એની આંખો ભીંજાઇ ગઇ.

મીશાબહેને કહ્યું અરે દીકરા આવું કેમ બોલે છે ? અમે બધાં તમારાં સાથમાં જ છીએ પણ બની એવું ગયું છે બધું કે એમાં પ્રધ્યુમનભાઇ અને રાજ જ નિર્ણય લઇ શકે.

વિરાટે કહ્યું સાચી વાત છે. ગૌરાંગભાઇએ કહ્યું ચાલો આપણે ગાર્ડનમાં બેસીએ ત્યાં સારુ લાગશે પ્રધ્યુમન અને રાજને સમય આપવો પડશે એમ કહી ચારે જણાં ગાર્ડન તરફ નીકળી ગયાં.

************

રાજે મંમીનાં મોઢેથી બધી વાત સાંભળી કે નંદીની એકલી પડી ગઇ અને આપણે એનાં સાથમાં ના રહ્યાં. રાજને પ્રધ્યુમનભાઇએ પૂછ્યું રાજ તું કેવી રીતે સંપર્કમાં આવ્યો ? અને તમારે વીડીયો કોલ પર વાત પણ થઇ ગઇ ?

રાજ મને થાય છે અમે લોકો એટલે કે હું અને તારી મંમી પણ એની સાથે વાત કરી લઇએ તો અમને અને એને બંન્નેને સારું લાગશે.

રાજ કહે એ બધું થઇ જશે. પહેલાં તો હું તમને બધી સાચી માહિતી આપી દઊં કે સંપર્ક કેવી રીતે થયો. મારો આ ફ્રેન્ડ વિરાટ એ નંદીનીનો કઝીન છે અને હાલમાં નંદીની એનાં ઘરેજ એનાં પેરેન્ટ્સ સાથે રહે છે.

પ્રધ્યુમનભાઇ અને નયનાબેન બંન્ને આર્શ્ચ અને આધાત સાથે એક સાથે બોલ્યા વિરાટની કઝીન ? પછી પ્રધ્યુમનભાઇએ કહ્યું એટલે નવીન વિરાટનો ફાધર નંદીનીનો સગો થાય છે અને એનાં ઘરે નંદીની રહે છે ? દુનિયા ખૂબ નાની છે પણ ખબર કેવી રીતે પડી ?

રાજે કહ્યું વિરાટ થકી ખબર પડી એકવાર વિરાટ એનાં પેરેન્ટસ અને નંદીની સાથે વીડીયોકોલ પર વાત કરતાં હતાં અને નંદીનીએ મને જોયો હશે એણે વિરાટને મારાં વિશે બધું પૂછ્યું એ પછી વિરાટે બધીજ વાત મને કરી નંદીની સાથે કન્ફર્મ કર્યા પછી.

આ એક કુદરતનો કોઇ ચમત્કાર જેવું છે નયના બેન બોલ્યાં. સારુ થયું નંદીની એમની પાસે આવી ગઇ.

રાજે કહ્યું મંમી પપ્પા તમે શાંતિથી બેસો મારે નંદિની વિશે ઘણી વાતો કરવાની છે એ બધુંજ તમે જાણી લો પછી મને તમારો નિર્ણય જણાવજો. મેં બે દિવસની લીવ લીધી છે. આપણે આ અંગેજ ચર્ચા કરીને કોઇ નિર્ણય પર આવી જઇશું.

નયનાબેને કહ્યું કેમ આવું બોલે ? એવું શું છે ? નંદીનીને આપણાથી ખરાબ લાગ્યું હશે હર્ટ થઇ હશે પણ હવે તો એવું કંઇ નથી સ્વીકારીજ લીધી છે.

રાજે ક્હ્યું મંમી તમે આમ ઉતાવળા ના થાવ હું US જતો રહ્યો એ પછી પાપાએ એની પાસે વાત કરાવી મારાં સમ લેવડાવ્યા કે એ કદી મારો સંપર્ક નહીં કરે... બરાબર ? એણે વચન પાળ્યું. ખૂબ વફાદારીથી અને એની એણે અને મારે કિંમત ચૂકવવી પડી. તમે અમારો સંપર્કજ તોડાવી નાંખ્યો એ એકલી પડી ગઇ ના મારો સાથ કે કોઇનો સહારો રહ્યો. એ પછીથી આજ સુધી જે થયું જે એણે મને કહ્યું બધુંજ તમને કહું છું સાંભળો એમ કરી નંદીની પુરાણ ચાલુ કર્યું.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-103