આઇ હેટ યુ
પ્રકરણ-101
મેં મારાં માંબાપનાં દબાણથી કોઇ સાથે લગ્ન કરી લીધાં હોત પછી
ડાઇવોર્સ લઇને નંદીની પાસે ગયો હોત અને કહ્યું હોત કે માંબાપનાં દબાણ અને એમની
લાગણી જોઇને લગ્ન કરી લીધાં પણ હું તારાં વિનાં રહી શકું એમ નહોતો એટલે ડાઇવોર્સ
લઇને તારી પાસે આવ્યો છું તો એ શું કરત ? સ્વીકારત ? અને આજે કહી રહ્યો છું તને વધારે સમજાશે. હવે કહે હું શું કરું ?
વિરાટે કહ્યું રાજ
તારી વાત સાચી છે હું સમજું છું પણ દરેક વખતે એકને એક બે નથી થતાં અને આવાં કેસમાં
તો નહીંજ. જોકે હવે તારે વિચારવાનું છે. આમાં હવે અમે કંઇ કહી શકીએ એમ નથી.
તાન્યાએ કહ્યું
રાજભાઇ એમ દાખલો આપી સમજાવટ નથી થઇ શક્તી. ક્યા સ્થાને ક્યું પાત્ર છે એણે કેવી
પાત્રતા કઠીન સમયમાં જાળવી છે એ અગત્યનું છે તાન્યાએ એનો ચહેરો સખ્ત બનાવીને આગળ
કહ્યું. દીદીનાં માથે એવી સ્થિતિ આવી ગઇ હતી. લાગણીનાં આવેશમાં લગ્નનો નિર્ણય
લેવાઇ ગયો ઠીક છે ભૂલ હતી પણ એમનાં માટેનો એમણે વધુ કપરી સ્થિતિ ઉભી કરી હતી.
અજાણ્યા માણસ સાથે ફેરા ફર્યા અને છતાં કોઇ સંબંધ નહીં કોઇ લાગણી પ્રેમ સ્પર્શ કે
શરીર સંબંધ નહીં. અને છતાં પોતાનાં પ્રેમ માટે તમારાં યોગ્ય રહેવા
માટે પાત્રતા જાળવવા આવી રીતે રહેવું એ સીતાજીની અગ્નિપરીક્ષા કરતાં પણ કઠણ છે.
રાજભાઇ એમની વાતો
સાંભળીને તમે એમજ વિચારીને બેસી રહો ના ચાલે. દીદીએ માત્ર તમનેજ પ્રેમ કર્યો છે.
ત્યાં એકલાં એકલાં કોઇનાં સાથ વિના દરેક સ્થિતિ પરિસ્થિતિ લોકોનો સામનો સંઘર્ષ
કરતાં રહ્યાં આમ કોઇનાં મોઢે સંઘર્ષની વાતો સાંભળી લેવી એ અલગ છે અને એ રીતે જીવી
બતાવી પવિત્ર રહેવું એ ખૂબ ઊંચી વાત છે આમાં દીદીનો કોઇજ વાંક નથી મારી દ્રષ્ટિએ
તમે જે કંઇ હર્ટ થયા હોવ એનું સમાધાન કરી એમને માફ કરી અપનાવી લેવા જોઇએ તો તમારો
એમનાં માટેનો પ્રેમ સાચો હોયતો એમની દરેક સ્થિતિઓ પર વિચાર કરજો મનમાં કલ્પના કરી મંથન મનન
કરજો પછી નિર્ણય લેજો.
વિરાટે કહ્યું રાજ
તાન્યાની વાત સાચી છે હું જો દીદી અંગે વધુ કંઇ બોલીશ તો હું દીદી તરફ વાત કરું
છું એવું લાગશે એટલે ચૂપ રહ્યો છું હું તને સમજાવી શક્તો નથી હું માત્ર એટલુંજ
કહું છું કે જે દીદીની સ્થિતિ હતી એની કલ્પના કરી જો એકલા હાથે એમણે એ બધી
સ્થિતિઓનો સામનો કર્યો છે. કઇ સ્ત્રી આવું કરી
શકે ? એમની સામે પણ એમનું ભવિષ્ય હતું એ પણ તારી જેમ યુવાન હતાં કેવી
કેવી પરિસ્થતિઓ આવી તેઓ માત્ર તારાં પ્રેમમાંજ પરોવાયેલાં રહ્યાં. તારીજ કામના અને
ધ્યાન કરતાં રહ્યાં. ઇશ્વરે વરુણને પોતાની પાસે બોલાવી એમનું કામ સરળ કરી આપ્યું
આમ અચાનક બધી ઘટનાઓ નથી બનતી એની પાછળ ચોક્કસ કારણ હોય છે.
રાજ બંન્નેને
સાંભળી રહ્યો હતો. એને નીંદર આવી રહેલી અત્યાર સુધી ડ્રીંક લીધાં કર્યું અને મનમાં
ઉગ્ર ગુસ્સો નંદીની સાથે સંવાદો સળંગ ઉજાગરો હવે એ માનસિક થાકી ગયેલો એણે વિરાટને
કહ્યું વિરાટ હવે હું ખૂબ થાક્યો છું આઇ વોન્ટ્ ટુ સ્લીપ પ્લીઝ એમ કહી એનાં રૂમમાં
સૂવા ચાલ્યો ગયો.
**********
અમીત ફલેટ પર આવ્યો ફલેટમાં સૂનકારો જોઇ બોલ્યો વિરાટ વોટ
હેપન્ડ કેમ આટલો સન્નાટો છે ? શું થયું ? વિરાટે કહ્યું કંઇ નહીં ઓલ ઓકે પણ તારી ગાડી કેટલે પહોચી તું
તો 2 દિવસ નિશાને ત્યાંજ ગોઠવાઇ ગયો.
અમીતે કહ્યું
પહેલાં કરતાં થોડું શૌર્ટઆઉટ થયું છે મેં નીશાનાં ભાઇ સાથે વાત કરી એમનાં
પ્રશ્નોનાં જવાબ આપ્યાં. આઇ થીંક એ લોકો થોડાં સેટીસફાય થયાં છે કદાચ નેક્ષ્ટ
વિકમાં મારું ફેમીલી અને એમનું ફેમીલી મીટીંગ કરશે. લેટ્સ હોપ કે બધુ સરસ રીતે
થાય. ક્રેડિટ ગોઝ ટુ નિશા એણે એનાં પેરેન્ટસ અને ભાઇ સાથે એટલી મક્કમતાથી અને ફુલ
કોન્ફ્રીડન્સથી વાત કરી એલોકો સમજી ગયાં છે નિશા મારી સાથેજ
લગ્ન કરશે ટૂંકમાં બધુ સારું ગોઠવાયું છે.
વિરાટે કહ્યું
ધેટ્સ ગ્રેટ સારુજ થઇ જશે આજે તો પછી વિરાટે અમીત સાથે રાજ અને નંદિનીની બઘી વાત
સંક્ષિપ્તમાં કહી લીધી. અમીતે કહ્યું નંદીનીએ લગ્ન કરી લીધેલાં છે ? ઓહ તો હવે રાજ શું કરશે ? વિરાટે કહ્યું પણ જેની સાથે લગ્ન
થયેલાં એ એક્સીડેન્ટમાં મૃત્યુ પામ્યો છે અને નંદીની દીદીને એની સાથે કોઇજ સંબંધ
નહોતાં કોઇજ નહીં.
અમીતે કહ્યું ઓહ
ઓકે. ઓકે. હવે રાજે વિચારવાનુ છે હવે તો એનાં પેરેન્ટ્સ પણ છે અહીં તો એણે બધુ સાચુજ શેર કરીને નિર્ણય લઇ લેવો જોઇએ. વિરાટે કહ્યું હાં..
તાન્યાએ કહ્યું
વિરાટ હું ઘરે જઇશ બે દિવસ તો ક્યાં નીકળી ગયાં ખબર ના પડી. કાલથી તમારે જોબ પણ
ચાલુ થઇ જશે. ત્યાં રાજ રૂમમાંથી બહાર આવ્યો. અત્યારે એનો ચહેરો સાફ હતો. એ એકદમ ફ્રેશ લાગતો હતો બે
કલાક અગાઉ જે વેદના અને ગુસ્સો હતાં એ ગાયબ હતાં. એણે તાન્યાને કહ્યું હું પણ આવું
છું મંમી પપ્પાને મળી લઊં પછી અમીત સામે જોઇને બોલ્યો અમીત આવી ગયો ? શું સમાચાર છે ? શેર યા બિલ્લી ?
અમીતે હસતાં કહ્યુ
શેર શેર.. કદાચ આ વીકમાં બધું નક્કી થઇ જશે. રાજે કહ્યું વાહ ચલો સરસ, રાજે કહ્યું આપણે બધાં તાન્યાનાં
ઘરે જઇએ સાંજનું જમવાનું ત્યાંજ રાખીએ. તાન્યા તું તારી મંમીને ફોન કરી દે.
રાજનો ચહેરો અને
મૂડ બદલાયેલો જોઇને વિરાટ આર્શ્ચય પામ્યો પણ આનંદ થયો. વિરાટે
કહ્યું ચાલો તો તાન્યાને ઘરે આજનાં ધામા...
તાન્યાએ કહ્યું
મારે મોમ સાથે વાત થઇ ગઇ છે. મોમે કહ્યું અહીંજ આવી જાવ. મારાં મનમાં હતુ અને એજ
તાન્યા તેં કહ્યું. તમે ચારે જણાં અહીં આવી જાવ એમ કહીને ફોન મૂકાયો હતો.
*************
નંદીની માસી પાસે ગઇ અને બોલી માસી હું બે દિવસ જોબ પર નથી
જવાની મને ઠીક નથી લાગી રહ્યું મારે રેસ્ટ કરવો છે. આમ પણ મારી પાસે હક રજાઓ પડીજ
છે તો એનો પણ ઉપયોગ થઇ જશે.
માસીએ કહ્યું આ તે
સારો નિર્ણય લઇ લીધો. તારે આમ પણ આરામની જરૂર છે. માસાએ કહ્યું નંદીની તું આરામ
કરજે અને થોડી મને મદદ કરજે મારે તારુ કામ પડશે. નંદીનીએ કહ્યું ભલે માસા. હું
મારી કંપનીમાં મેઇલ કરી દઊં છું રજા અંગે. માસાએ કહ્યું ભલે..
**********
રાજ-વિરાટ- તાન્યા અને અમીત બધાં તાન્યાનાં ઘરે પહોંચ્યા.
તાન્યાની મંમીને બધાને આવકાર આપતાં કહ્યું આવો આવો દિકરા. પછી રાજને કહ્યું રાજ તારાં
પાપા મંમી તારીજ રાહ જુએ છે હમણાં તને ફોનજ કરવાનાં હતાં. રાજે કહ્યું ઓહ ઓકે તો
હું ટાઇમસર આવ્યો છું આમ પણ મેં બે દિવસની લીવ મૂકી દીધી છે. મેં કંપનીમાં મેઇલ
કરી દીધો છે.
આ સાંભળી વિરાટ
બોલ્યો તેં બે દિવસની લીવ મૂકી છે મને કહેતો નથી ? હું પણ મૂકી દઊં બહુ મગજ થાકી ગયું
છે એમ કહી તાન્યા સામે જોયું તાન્યાએ ઇશારો કરતાં ખુશી જતાવી અને ફલાઇંગ કીસ આપી
દીધી.
રાજ તરતજ એનાં
પાપાનાં રૂમમાં ગયો. પાપા કોઇ સાથે ફોન પર વાત કરતાં હતાં. જેવો રાજ રૂમમાં પ્રવેશ્યો કે નયનાબેન ઉભા થઇને રાજને વળગી ગયાં.
એનાં પાપા પ્રબોધભાઇએ ફોન પુરો કરીને રાજ તરફ ઘસી ગયાં. રાજને વળગીને કહ્યું દીકરા
તને ખુશખબર આપું મને મારાં ફ્રેન્ડ ડૉ.જયસ્વાલ દ્વારા નંદીનીનો નંબર મળી ગયો છે
અમે હમણાંજ એને ફોન કરીએ છીએ સારું થયું તું આવી ગયો એનો સંપર્ક થઇ ગયો હવે આપણે
બધાં સાથે એની સાથે વાત કરી શકીશું.
રાજે કહ્યું પાપા
ચલો સારું થયું પણ મારે નંદીની સાથે બે દિવસ ઉપર સંપર્ક થઇ ગયો છે મેં એની સાથે
વીડીયોકોલ પર વાત પણ કરી લીધી છે.
નયનાબેને કહ્યું
અરે વાહ અને તું અત્યારે જણાવે છે ? તારાંથી અમને તરત કહેવાય નહીં ? અમે એનો સંપર્ક કરવા અહીં
આકાશપાતાળ એક કરીએ છીએ. કેમ છે નંદીની ? શું કરે છે ? અમારી સાથે વાત કરાવ. રાજે કહ્યું પહેલાં મારી વાત સાંભળો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-102