Svikruti - 1 in Gujarati Love Stories by Mahendra R. Amin books and stories PDF | સ્વીકૃતિ .. - 1

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

સ્વીકૃતિ .. - 1

સ્વીકૃતિ ...!!
ભાગ 01.

(આ વાર્તાનાં બધાં પાત્રો તથા ઘટનાઓ કાલ્પનિક છે. આ વાર્તા માત્ર અને માત્ર મનોરંજન માટે જ છે)

19 વર્ષિય મૌલિક ગામડેથી અમદાવાદ શહેરમાં ભણવાના હેતુથી આવ્યો. જેથી તે પોતાના મમ્મી-પપ્પાનાં સપનાં (અરમાન) પૂરાં કરી શકે. કહેવા માટે તો આ શહેર ઘણું મોટું છે. હજારોની સંખ્યામાં સોસાયટી અને ફ્લેટ્સની હારમાળામાં લાખોની સંખ્યામાં નાનાં કે મોટાં મકાનોની ભરમાર છે. પરંતુ અહીં આવેલા મૌલિકને રહેવા માટે છાપરું સરખું પ્રાપ્ત થયું ન હતું. હોસ્ટેલો ખરી પણ જ્ઞાતિ-સમાજને માટે જ. છેવટે તેને એક કેટલાક નિયમોને આધિન એક છાત્રાલયમાં પ્રવેશ મળ્યો.

તેનો કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ શરૂ થયો. શરૂઆત પણ સારી રહી. પ્રથમ વર્ષના બંને સત્રની પરીક્ષામાં તો તે કોલેજમાં અવ્વલ રહ્યો પણ તેની સાથે સાથે છાત્રાલયના સત્તાવાળાઓને પણ તેનો સ્વભાવ, રીતભાત ઘણી પસંદ આવી ગઈ હતી. તેઓ તેનું ધ્યાન તો રાખતા જ હતા. પરંતુ કેટલાક સિનિયર છાત્રો તેમજ રસોઈના સંચાલકને આ બધું પસંદ ન હતું. તેઓ સૌ તેને ઘણો હેરાન કરતા. ઘર જેવું જમવાનું ન મળવાને કારણે તે હવે બિમાર રહેવા લાગ્યો. આની અસર તેના અભ્યાસ પર પડી. આથી તેણે છાત્રાલય છોડી દેવાનું મનોમન નક્કી કરી લીધું.

તેણે પોતાની કોલેજના વિસ્તારમાં જ ભાડાની ઓરડી મળે તે માટે શોધખોળ ચાલુ કરી, "પણ ભલા કુંવારા છોકરાને ભાડુઆત તરીકે રાખવાનું જોખમ કોણ કરવા તૈયાર થાય!" તેણે તેની કોલેજના જ અને અમદાવાદમાં રહેતા તના મિત્ર અપૂર્વને તેણે બધી વાત કરી. અપૂર્વએ પણ તેને પૂરેપૂરો સહકાર આપવાની હૈયાધારણા આપી. આમ જ ત્રીજા સત્રની પરીક્ષા પણ પુરી થઈ ગઈ પરંતુ તેમાં તેને ધારી સફળતા મળી નહિ. આથી તે નિરાશ થયો અને ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યો. એવામાં એક રવિવારે અપૂર્વ તેને પોતાની સાથે તેને ઘેર લઈ જવા માટે આવ્યો. મૌલિક અપૂર્વ સાથે તેને ઘેર ગયો. અપૂર્વનાં મમ્મીએ તેને ઘણા પ્રેમથી આવકાર્યો. એક દીકરાને મા હેતથી જમાડતી હોય તેમ તેને પણ જમાડ્યો. તેઓ સૌ એક જ જ્ઞાતિનાં એટલે કે બ્રાહ્મણ હતાં. જમતાં જમતાં તેમણે મૌલિકને - "તેના રહેવા તેમજ જમવા સાથેની સગવડ તેમની સોસાયટીમાં એક જગ્યાએ નક્કી કરી લીધી છે" તેમ જણાવ્યું. આ વાતથી મૌલિક ઘણો ખુશ થયો. બપોર પછી તેઓએ માલતીમાસીને પોતાને ઘેર બોલાવ્યાં. તેમણે મૌલિક સાથે જ્ઞાતિ બાબતે સામાન્ય વાતચીત કરી લીધી મૌલિકે તેઓની દરેક વાતને સ્વીકૃતિ પણ આપી દીધી. પોતે દિવાળી પછી રહેવા આવશે તેવી વાત પણ કરી. સાંજે મૌલિક છાત્રાલયમાં ગયો અને ત્યાંથી બીજે દિવસે સવારે દિવાળીની રજાઓ હોવાથી તે પોતાના ગામ ગયો.

દિવાળીની રજાઓ પૂરી થવાના બે દિવસ પહેલાં તે છાત્રાલયમાં આવી ગયો. તે છાત્રાલયમાં દરેકને મળ્યો. તેણે તેના ટ્રસ્ટીઓને મળીને છાત્રાલય છોડવાની વાત કરી અને તેમનો ઘણો આભાર માન્યો. આપૂર્વ તેના પપ્પાની ગાડી લઈને છાત્રાલયમાં આવ્યો હતો. તેણે રૂમ ખાલી કરી દીધો. અપૂર્વ તેને સીધો જ માલતીમાસીના ઘેર લઈને ગયો. તેમણે અપૂર્વ અને મૌલિક બંનેને ઘણા હેતભાવથી આવકાર આપ્યો અને ઉપરના માળ પર મૌલિકને રહેવા માટેનો રૂમ બતાવ્યો. મૌલિક પોતે પણ બધી જ સગવડવાળા આ રૂમથી ઘણો સંતોષ પામ્યો. આજે તેની બધી જ ચિંતા હલ થઈ ગઈ હતી. આ પછી નીચે આવી મૌલિક અને અપૂર્વએ ચાય પીધી. અપૂર્વ પોતાને ઘેર ગયો. મૌલિકે જોયું કે વિશાળ વરંડા સાથેના ચાર રૂમ રસોડા સાથેનું સરસ મજાનું ખડકીબંધ મોટું ઘર હતું. નીચે હોલ-કિચન અને એક રૂમ હતો તથા ઉપરના માળે બે રૂમ અને નાનકડી અગાશી પણ હતી.

આ ઘરમાં માલતીમાસી તથા તેમની એકવીસ વર્ષીય પુત્રવધૂ પ્રિયાંશી એમ માત્ર બે એકલાં જ રહેતાં હતાં. તેમનો દીકરો કમાવા માટે દુબઈ ગયો છે એ માત્ર કહેવા પૂરતું જ હતું પરંતુ તે કોઈ કોઈવાર પૈસા મોકલે. તેનો ફોન પણ છ કે બાર મહિને એકાદ વખત આવે કે ના પણ આવે. "બેટા, તું અહીં મારી પાસે રહીશ એટલે મને બે પૈસાની આવક થશે અને માને દીકરાની ખોટ પણ નહીં સાલે. અમે અમારા માટે જે જમવાનું બનાવીએ તે તું જમી લેજે." માલતીમાસી પોતાના દર્દભર્યા શબ્દોમાં બોલ્યાં. એટલે મૌલિક બોલ્યો, "જુઓ માસી, આજથી તમે જ મારાં મમ્મી છો અને હું તમારો દીકરો. બધા છ તમને માસી કહે છે પણ હું તો તમને મમ્મી કહીને જ બોલાવીશ. તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જ નહીં. હવે હું તમારો જ દીકરો છું."

જમવાની અને રહેવાની સમસ્યા એક સાથે આટલી સરળતાથી ઉકલી જશે તેવું તો મૌલિકે સપનામાં પણ નહોતું વિચાર્યું. હવે તો તે મન લગાવીને પોતાનો અભ્યાસ કરવા માગતો હતો. આ સાથે જ તે પાલક માતાના એક પુત્રના રૂપમાં સહાયભૂત થવા ટ્યુશન કરી લેવા પણ વિચારતો હતો. તેની કોલેજનો સમય બપોરે 12 થી 04નો હતો. આ માટે તેણે અપૂર્વની સલાહ લીધી અને ઘેર આવીને તેણે મમ્મી ને પણ વાત કરી. થોડી હા .. તો થોડી ના ... પછી તેમણે મૌલિકની વાતને સ્વીકૃતિ આપી. મૌલિક પોતે અભ્યાસ સાથે સાથે એક દીકરા તરીકેની પણ ફરજ નિભાવતો હોવાથી માલતીબેન ઘણાં ખુશ હતાં. મૌલિક ઉપર તેમના ચાર હાથ હતા અને મૌલિકે પણ તેમના સગા દીકરા તરીકેનું સ્થાન તેમના દિલમાં મેળવી લીધું. માલતીબેન તો અપૂર્વની મમ્મી પાસે મૌલિકનાં ખૂબ જ વખાણ કરતાં હતાં. આમ ચોથા સત્રની પરીક્ષામાં પણ તે પ્રથમ આવ્યો એટલું જ નહીં તેની પાસે આ સોસાયટીમાંથી ટ્યુશન આવતા 10 અને 12 સાયન્સના પાંચ છોકરા અને છોકરીઓ પણ બોર્ડમાં ઉચ્ચ ગુણ સાથે ગ્રેડ એમાં પાસ થયાં હતાં.

માલતીબેન ઘણી વાર પોતે જ મૌલિકને જમાડવા થાળી લઈને તેના રૂમમાં જતાં અને તેને હેતથી જમાડતાં હતાં. મૌલિક પણ રોજ તેમને પગે લાગતો અને તેઓ મૌલિકના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતાં. આ વર્ષે તો ટ્યુશનની સંખ્યા પણ વધી જવાથી મૌલિકે ઘણાને ના પાડી દીધી. તેણે પાંચમા સેમેસ્ટરની તૈયારી પણ મન દઈને શરૂ કરી દીધી. કોલેજમાં તેમજ સોસાયટીમાં મૌલિકનું એક નામ બન્યું હતું. બધું સરસ રીતે ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ સવારમાં મૌલિકનાં પાલક મમ્મી નહાવા ગયાં હતાં ત્યારે બાથરૂમમાં પડી ગયાં. તેમણે એક રાડ નાખી. અવાજ સાંભળી મૌલિક તરત જ દોડતો નીચે આવ્યો. પ્રિયાંશી ત્યાં મમ્મી ... મમ્મી કરતાં રડતાં રડતાં હાથથી બાથરૂમ તરફ ઇશારો કરી રહી હતી. બાથરૂમ તો અંદરથી બંધ હતી એટલે ફોન કરી અપૂર્વને બોલાવ્યો. દરવાજો તોડ્યો તો માલતીબેન અંદર બેભાન હતાં. મૌલિકે તરત સોસયટીમાં રહેતા ડોકટરને પંડ્યાને બોલાવ્યા. તે આવ્યા અને માલતિબેનને તપાસ્યાં. ડૉ. પંડ્યાએ તત્કાલ ભરત દવે પાસે તેમના ઓર્થોપેડિકમાં લઈ જવાની વાત કરી. તેમને માથામાં વાગ્યું હતું, લોહી પણ વહી ગયું હતું પણ ખાસ કોઈ નુકસાન ન હતું. દવે સાહેબે માલતી માલતી બેનને તપાસ્યાં. તેમના થાપાના એક હાડકામાં બે ક્રેક પડી ગઈ હતી તથા ઘૂંટણની ઢાંકણીને પણ ઈજા થઈ હતી. ભરતભાઈએ આજે જ તેમનું ઓપરેશન કરવું પડશે તેમ કહી હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું. અપૂર્વનાં મમ્મી પણ સાથે જ આવ્યાં હતાં. ઓપરેશન પછી મૌલિક જમવા માટે ઘેર ગયો અને જમીને ટીફીન પણ લેતો આવ્યો. આ ટીફીન અપૂર્વનાં મમ્મી જ જમ્યાં. તેની મમ્મીએ તો જમવાની ના પાડી એટલે મૌલિક તેમને માટે ચાય અને પારલે-જી લઈ આવ્યો. મૌલિકની આ મમ્મીને પુરો એક મહિનો અહીં રોકાવું પડશે તેવી વાત ડૉક્ટરે કરી. એટલે તેમને માટે મૌલિકે એક સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરી દીધી. ઓગષ્ટ મહિનો હોવાથી તહેવારોની ભરમાર વચ્ચે કોલેજમાં અઠવાડિયાની રજાઓ હતી એટલે તેને કોલેજ જવાની કોઈ ચિંતા હતી નહિ. એટલે મૌલિક સવારના ટ્યુશન કર્યા પછી ટીફીન લઈ હોસ્પિટલમાં આવતો અને આખો દિવસ રોકાતો. રાત્રે અપૂર્વનાં મમ્મી રોકાતાં. એક અઠવાડિયા બાદ મૌલિકની કોલેજ ચાલુ થતાં તે કોલેજ જતાં તેમને મળીને પગે લાગીને જતો. સાંજે ચાર વાગે તે પાછો આવી તેમની સાથે થોડીવાર બેસતો અને પછી ધેર આવવા નીકળી જતો.
***************
પાલક મમ્મી હોસ્પિટલમાં અને મૌલિક હોસ્પિટલ, ઘર, ટ્યુશન તથા પોતાની ભણવાની જવાબદારી. આ કરતાં પણ વિશેષ 'પિયૂ મારો પરદેશને હું તો રહી ગઈ સાવ તરસી' આવિર્ભાવ ધરાવતી પ્રિયાંશીને ... મળીએ ઍપિસોડ 02માં.
*****************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
ગ્રીનસીટી, પાલ-ભાઠા રોડ, સુરત.
87804 20985.
*****************************