Giving in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | આપવિતી

Featured Books
  • Whisper of Love

    In the quaint town of Solstice Hollow, where every sunrise p...

  • Rain Flower - 19

    Rain Flower Kotra Siva Rama Krishna “I also read that and ca...

  • Who hunts Who? - 5

    Next day-Ding-dong...*Door opens-*"Welcome! I thought You wi...

  • Melody of Memories

    On a quiet autumn morning, a women named Sofia found her her...

  • Flu and Heart

                                                         Flu and...

Categories
Share

આપવિતી

દિનાંક ૧૧/૮/૨૦૧૬

આજની રાત મન ખુબ આકુળવ્યાકુળ હતું, કઈ જ ગમતું નહોતું. ઘડીક આમ અને ઘડીક આમ પડખા ફરી રહી હતી, આંખમાં ઊંઘની જગ્યાએ આંસુ હતા. આટલી બધી લાચાર અને વિવશ મેં મારી જાતને ક્યારેય અનુભવી નહોતી. હા, આ મેં લીધેલ ડિવોર્સની એ અસર હતી કે મેં જન્મ આપેલ મારા પુત્રને હું આજરોજ મળી શકી નહોતી. દિવસ તો મારો જોબ પર અને ઘરના કામ માં પસાર થઈ ગયો પણ રાત ખુબ અકળાવતી હતી. આ શિક્ષિત પરિવારની દીકરી, અને એક શિક્ષિત મા ની આટલી ખરાબ લાચારી મેં નહીં જોઈ કે નહીં અનુભવી, આજ એ અનુભવ થયો કે બહુ જ સંસ્કારી રહેવાનું કેવું આકરું ફળ મળે!

મેં મારી ડાયરીના પાનામાં મારી વેદના ઉતારી અને મનનો ભાર હળવો કરવાનો પ્રયાસ કર્યો. ખુબ બેચેની અનુભવતા અંતે ઊંઘ આવી જ ગઈ, અને સીધી સવારના ૫:૩૦ એ આલાર્મ વાગ્યું અને હું નવા દિવસના આરંભને આવકારતી મારી દિનચર્યામાં લાગી ગઈ.

હું મારી જોબ પર સવારે ૬:૫૫ વાગ્યે પહોંચી હતી. મારી જોબ નવી જ હતી. હું જીમમાં મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે હજુ ટ્રેનિંગ લેતી હતી. આજ મારી ટ્રેનિંગનો છેલ્લો દિવસ હતો. જીમમાં દાખલ થતાની સાથે જ મને ટ્રેનિંગ આપતા નિરાલીમૅડમ મારુ મોઢું જોઈને જાણે બધું જ સમજી ગયા હોય એમ બોલ્યા, કેમ શું થયું?

હું, એમની વાતને ટાળતા સહસ્મિત બોલી, 'કઈ જ નહીં.'

મારુ જુઠાણું પકડી પાડતા એ બોલી ઉઠ્યા કે, મને ખોટું બોલો છો, શું થયું કહોતો?? થોડા દિવસથી જ ઓળખતા હતા છતાં એક ગહેરી મિત્રતા જન્મેલી અનુભવાતી હતી. એના પ્રશ્નમાં છલકતી મિત્રતાની હક જતાવવાની હઠ મારા હૃદયને સ્પર્શી ગઈ અને હું બોલી, 'બ્રેકફાસ્ટના બ્રેકમાં વાત કરીએ કારણ કે આપણા બંનેના સર આપણને કેમેરામાં વાતો કરતા જોઈ જશે તો નાહકના ગુસ્સે થશે.' આખું જિમ કેમેરાની નજરકેદમાં રાખેલ હતું.

નિરાલીમૅડમ બ્રેકફાસ્ટની રાહ જ જોઈને બેઠા હતા, એ અને હું એમની કેબિનમાં ગયા. હું કઈ હજુ કહું જ ત્યાં જ એ આતુરતા દાખવતા બોલ્યા, 'જલ્દી જલ્દી સાચું કહોતો!'

મેં સીધી જ વાત ચાલુ કરી અને મારી નજર જમીન તરફ રાખી કહ્યું, 'મારા ડિવોર્સ થઈ ગયા છે, અને જે પણ આપવીતી હતી, એ બધી જ એને એકપછી એક જણાવી, મારી આંખના આંસુ એની આંખમાંથી પણ ક્યારે વરસવા લાગ્યા એ મને ખબર જ નહોતી. મારી વાત પતાવી મેં નજર એના ચહેરા તરફ કરી ત્યારે ખબર પડી કે મારી વાત જાણી એ ભાવવિભોર થઈ ગયા હતા. મારા કરતા એ ૧૫વર્ષ ઉંમરમાં નાના છતાં મારાથી એને બધું કહેવાય ગયું હતું. હું મારા પરના મારા અંકુશને ગુમાવી બેઠી હતી, અને આજ ફરી હું ખુબ રડી હતી.

મેડમે મને સાંત્વના આપતા કહ્યું, 'તમે પ્લીઝ હવે ન રડો. સમય બધું જ સમાધાન કરાવશે. તમે હિમ્મત રાખો.'

મેડમ મને સાંત્વના આપી રહ્યા હતા પણ પોતે જાણે આકુળવ્યાકુળ થતા દેખાય રહ્યા હતા. હું એમની બેચેની સમજી શકી પણ એમની બેચેની ના કારણથી હજુ અજાણ હતી.

આમને આમ મારી જોબ પર અમે એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. જાણે કોઈક જન્મનું ઋણાનુબંધ જ ભાગ ભજવી રહ્યું હતું. એમના તરફથી મળેલ ટ્રેનિંગમાં હું ખુબ સરસ જ્ઞાન મેળવી ચુકી હતી. હું બધી જ ફીમેલને હવે ટ્રેનિંગ આપવા લાગી હતી. મારુ વર્ક બધાને ગમતું હતું. ફિમેલ મારી આપવામાં આવતી ટ્રેનિંગથી સંતુષ્ટ હતી. ફિટનેશ અને વેઇટલોસ બંનેમાં હું સફળ નીવડતી હતી. મારુ કામ જોઈ મેડમ મને હોમવીસીટ માટે પણ ઘણા મેમ્બર્સ શોધી આપતા હતા. અને હું એમનો વિશ્વાસ જાળવતી હતી. હું ફેશનડિઝાઈનિંગ અને હોમસાયન્સની ડિગ્રી ધરાવતી હતી છતાં હું નવું જ વર્ક શીખીને ફિટનેશની ફિલ્ડમાં સફર થઈ એ ફક્ત નિરાલીમૅડમના લીધે જ..

હું અને મેડમ ૨ મહિનામાં તો બહુ જ હળીભળી ગયા હતા. મારા ડિપ્રેસશનમાં એ મારી સમીપ રહી મને મારી અંદર ખોવાય ગયેલ મને જ બહાર લાવી રહ્યા હતા. મારી દરેક બાબતનું ખુબ ધ્યાન રાખતા. ખુબ પ્રયત્ન કરતા કે હું ખુશ રહું. અને હવે હું ખુશ રહેવા લાગી હતી. હસતી હતી ખોટા હાસ્ય સાથે એ મારી સમયને જીતવામાં પેલી સફળતા હતી.

આજ હું પેલી વાર મેડમના ઘરે ગઈ હતી, એમના મમ્મી પણ મારા વિષે બધું જાણતા હતા આથી એમને અમને બંનેને એકલા મૂકીને દેરાસર જવું યોગ્ય લાગ્યું હતું. હું પાણી પીતા ઘરમાં આમતેમ નજર ફેરવી રહી હતી. મારી નજર એક ફોટા પર કેન્દ્રિત થઈ, જોઈને અંદાજ આવી જ ગયો કે, એ વ્યક્તિ ઘરની કોઈ અંગત વ્યક્તિ છે, જે હવે હયાત નથી.

મને શું સુજ્યું અને મારાથી મેડમને પુછાઈ ગયું, 'કે આ કોનો ફોટો છે?'

મારા પ્રશ્ન સીધા એની આંખના આંસુ બની ગયા હતા. કઠણ કલેજે લથડતા સ્વરે એ બોલ્યા, મારા પપ્પાને એક વર્ષ થયું એ ગુજરી ગયા એને.. આગળ એ કઈ વધુ બોલી શક્યા નહીં.'

મારા હૃદયે જાણે એક વીજળીનો કડાકો થયો હોય એવી વેદના છળી ઉઠી, આજ મને એ દિવસે મેડમ કઈ ચિંતામાં પડી ગયા હતા એ સમજાણું હતું. હું આટલા સમયથી એમની સાથે હતી છતાં એ જાણતી નહોતી કે એ પણ એની પપ્પાની જુદાઈની વેદના માંથી બહાર આવ્યા નહોતા છતાં મને મારા દુઃખમાંથી બહાર લાવવા પ્રયાસ કરતા હતા. મેડમ મારા જીવનની સૌથી નાની વયની મને મારા દુઃખના સમયે સાથ આપનાર વ્યક્તિ હતા.

મેં એને કહ્યું, આટલી મોટી વાત તમે મને કેમ નહોતી જણાવી?

મેડમ પ્રતિઉત્તરમાં બોલ્યા હતા, 'તમે દુઃખી ન થાવ માટે.'

મેડમનો ટૂંકો જવાબ મને જળમૂળથી હચમચાવી ગયો હતો. અને મને એના જીવન પરથી જબરજસ્ત હકારાત્મક ઉર્જા મળી હતી. હું ત્યારબાદ પ્રયાસ કરતી કે હવે મારે લીધે એ દુઃખી ન થાય. આમ કરતા હું અને એ બંને એકબીજાના દુઃખને ભૂલવાની જાણે ચાવી બની ગયા હતા.

મારા જીવનમાંએ એવી વ્યક્તિ બની ગયા કે જેણે ફક્ત મારી જોબમાં જ નહીં પણ જીવન નૈયામાં પણ ખુબ મદદ કરી હતી. એ નારી મારે માટે નારાયણી થી ઓછા નહોતા. મને એના વ્યક્તિત્વ પર ખુબ ગર્વ હતો. મેડમ દુઃખની સાથોસાથ ઘરનું મોટું સંતાન હોવાથી ઘરની જવાબદારી પણ નિભાવતા અને મારા જેવા લોકોની લાગણી સાચવી એમને એમનું દુઃખ પણ દૂર કરવા તત્પર રહેતા હતા. ખરેખર એ નાની ઉંમરમાં ખુબ સમજદારી ધરાવતા હતા.

હું, એમના માટે જેટલું લખું એટલું ઓછું લાગે, એવી એ નારાયણીને મારા વંદન!