King Vikramaditya and his adventures - 3 in Gujarati Mythological Stories by Anurag Basu books and stories PDF | રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3

Featured Books
Categories
Share

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3

નગરશેઠ પણ બોલ્યા કે..મેં પણ નગર માં કાનાફૂસી તો સાંભળી છે..કે આપણા નગર ના જંગલ માં કોઈ અઘોરી તપસ્યા કરવા આવ્યો છે....તેમ જ કેટલીક સ્ત્રીઓ એક અઘોરી ની જાળમાં ફસાઈ છે.ખબર નથી.. સ્ત્રી ઓ પાસે બધું જ હોવા છતાં આવા તંત્ર મંત્ર પર કેમ વિશ્વાસ કરી લેતી હશે.... હું તો એવી સ્ત્રી ને ઘર બહાર જ કાઢી દઉ....આવું સાંભળતા જ રુપા ના પગ નીચેથી જમીન સરકી ગઈ... તેને પરસેવો વળી ગયો...
મહારાજ વિક્રમ એ વળી ઉમેર્યું કે....તેવી એક નજીકની સ્ત્રી ને તો હું જાણું પણ છુ.... "બાંધી મુઠ્ઠી લાખની...ખોલીએ તો ખાખ ની...એમ બોલી..રૂપા સામે જોયું...."

મહારાજ વિક્રમ એ કહ્યું કે..હું અસમંજસ માં છું...કહી દઊ કે છૂપાવુ...... તમારો શું અભિપ્રાય છે... નગરશેઠ..??

હવે રુપા ને પણ મહારાજ વિક્રમ પર ગુસ્સો આવ્યો.. એટલે તે નગરશેઠ કંઈ બોલે તે પહેલાં પોતાની વાત ની રજુઆત કરતાં," મહારાજ ને જવાબ આપતા બોલી... મહારાજ માફી ચાહું છું..તમે બંને મિત્રો વચ્ચે બોલવા માટે...." પણ.... બીજા ની તરફ ઈશારો કરતા પહેલા એક વખત પોતાના ઘરો માં પણ .. લોકો એ ઝાંકી લેવું જોઈએ...

આ સાંભળતા જ... મહારાજ વિક્રમ ચૂપ થઈ ગયા..રુપા ની વાત માં મહારાજ વિક્રમ ને પણ તથ્ય લાગ્યું. તેમને થયું કે.. વાત તો સાચી છે... મારે પણ બે રાણીઓ છે....રુપા નો ઈશારો..એ બંને માંથી પણ .... કોઈ એક તરફ હોઈ શકે.. 🤔

હવે આ વાત કહેવાનું મારે માંડી વાળવું જોઈએ... હમણાં કંઈ નથી કહેવું.... પહેલાં હું મારી રાણી ઓ ની તપાસ કરી લઉ....

આ વિચાર સાથે.. મહારાજ વિક્રમ એ ...વાત કહેવાનું માંડી વાળ્યું... હવે તો મહારાજ વિક્રમ એ પછી આડીઅવળી વાતો કરી ને... નગરશેઠ તથા તેમના પરિવાર ને વિદાય આપી..

પણ હવે તો મહારાજ વિક્રમ ની ઊંઘ સાવ જ ઉડી ગઈ.....આ વાત થતી હતી ત્યારે તેમની બંને રાણીઓ... મોટી રાણી.... ગુણવંતી અને નાની રાણી રુપમતી પાસે જ હતી...

પણ આ પ્રસંગ પછી... મહારાજ ને ચિંતા માં ,ક્યાંય સુધી ઊંઘ જ ન આવે..પણ રાત્રી નો બીજો પહોર થતાં જ કેમે ય ઘેરી નિંદ્રા માં સરી પડે..તેમને પણ ખબર જ ના પડે...આ વાત તેમને થોડી આશ્વર્ય ચકિત કરી દે.. તેવી લાગી...

એ કેમેય કોશિશ કરે પણ , વધુ જાગી શકે નહીં....
તેમને થોડા દિવસ પછી... જ્યારે તેઓ તલવાર લઈને... રાણી ઓ ને ,, તલવાર ચલાવવા વિશે થોડી તાલીમ આપી રહ્યા હતા..ત્યારે એમને એક હાથ ની આંગળી માં સહેજ કટ વાગી ગયો...

એમને લોહી વહેવા લાગ્યું..તરત જ રાજવૈદ્ય ને બોલાવવામાં આવ્યા... તેમણે થોડી સારવાર કરી આપી...
પણ‌ તે રાત્રે તેઓને કેમેય , દુઃખાવા ના લીધે.. ઊંઘ ન આવી..

એટલે મહારાજ વિક્રમ પડખા ફેરવતા રહ્યા.. ત્યાં જ તેમના શયનકક્ષ ની બહાર તેમને કંઇક હલચલ લાગી..તેઓ સાવધ થઈ ગયા...
થોડીક જ વારમાં.. તેમણે જોયું કે તેમની નાની રાણી " રુપમતી" અંદર પ્રવેશી રહી હતી...


આટલી મોડી રાત્રીએ , રાણી રુપમતી કેમ સુતી નથી...તે અત્યારે આ સમયે પોતાના શયનકક્ષ માં કેમ આવી હશે?? તેવા વિચાર સાથે તેઓ ઘેરી નિંદ્રા માં હોય તેમ સુઈ રહ્યા...

રાણી રુપમતી.. હાથ માં કંઈક લાલ કલર ના દોરા સાથે, મહારાજ વિક્રમ પાસે આવી..અને પહેલાં કનફમૅ કર્યું કે, મહારાજ વિક્રમ ઘેરી નિંદ્રા માં સરી ગયા છે... રાણી રુપમતી એ તે કન્ફર્મ કર્યા પછી...તે દોરો મહારાજ વિક્રમ ના જમણા પગના અંગૂઠા માં પહેરાવી દીધો...

અને આજુબાજુ કોઈ પોતાને જોતું તો નથી ને??
તેવું ચેક કરી ને , પગરવ નો આવાજ ન આવે તેમ દબાતા પગલે બહાર નીકળી ગઈ...

આ દોરો બાંધવા થી શુ થતું હશે???
તો શું રુપા તેની વાત માં ,જેની તરફ ઈશારો કરી રહી હતી..એ નાની રાણી રુપમતી જ હતી???

આ બધું રહસ્ય જાણવા મળશે... આગળ ના ભાગમાં ્...તો ચાલુ રહેશે આપણી આ રોમાંચક સફર.......