(મંત્ર ના મમ્મી પપ્પા ની પૂછતાછ પછી,રાજે નોકરો ને ચકાસવાનું ચાલુ કર્યું.હવે જોઈએ રાજ ને આમાંથી જ કોઈ બાતમી મળે છે,કે પછી કોઈ નવું જ નામ ઉમેરાશે?)
છેનું ની પૂછતાછ બાદ રાજ ને એની તરફ કોઈ ખાસ શંકા ના જણાઈ.ત્યારબાદ તેને બીજા ની પૂછપરછ ચાલુ કરી.
તારું શુ નામ છે?એક ત્રીસ ની આસપાસ લાગતી સ્ત્રી તરફ જોઈ ને રાજે પૂછ્યું.
મારુ નામ છવી છે સાહેબ.હું પણ ઘર ની સાફ સફાઈ અને બા નું અને ભાભી નું નાનું મોટું કામ કરાવું છું.અને રસોઈ માં મહારાજ ને મદદ કરું.ક્યારેક બાળકો ને પણ સાચવું.અને ક્યારેક બાને પગે માલિશ પણ કરી દવ.અને જો એ પછીય મને કોઈ...
બસ....રાજે તેને વચ્ચે જ અટકાવી.હું સમજી ગયો.તું શું કામ કરે છે .મને એ કે જ્યારે મોક્ષા બહાર ગઈ ત્યારે તું ક્યાં હતી?
હું આ મહારાજ ને રસોઈ માં મદદ કરતી હતી.આમ તો રસોઇ નું ઘણું કામ હું કરી આપું.અને આ મહારાજ બધું હું કરું એમ કહ્યા કરે.અને...
રાજે તેની સામું જોઈ આંગળી થી ચૂપ રહેવાનો ઈશારો કર્યો,એટલે તે બોલતા અટકી ગઈ.
ફક્ત મોક્ષા વિશે જ જણાવ.
સાહેબ એ તો એ દિવસે ભાભી બાળકો માટે કંઈક અંગ્રેજી નાસ્તો બનાવવાના હતા.એટલે એમને કંઈક ઘટતું લેવા ગયા.મેં કીધું પણ કે છેનું ને બોલવું પણ તેમને ના કહી ને પોતે જ ચાલી ગયા...
ઠીક છે.કહી રાજ આગળ વધ્યો.
અચ્છા તો તમે મહારાજ છો અહીં ના એમ ને?રાજે એક પચાસેક વર્ષ ના કથ્થઈ આંખ વાળા વ્યક્તિ તરફ ઈશારો કરી ને પૂછ્યું.
જી હા.તેને ટૂંક માં જવાબ આપ્યો.
તો આ ઘટના સમયે તમે શું કરતા હતા જણાવશો!રાજે જરા ભાર દઈ ને પૂછ્યું.
એ દિવસે હું પણ રસોડા માં જ હતો.અને બા માટે દૂધ બનાવતો હતો,ત્યારબાદ બાળકો નું દૂધ બનાવવાનું હોઈ એની તૈયારી માં હતો.મોક્ષાવહુ આવી ને બાળકો માટે નાસ્તો બનાવવા લાગ્યા.પણ એમને બાળકો માટે તે દિવસે કોર્નફલેક્સ બનવવા હતા.જ્યારે બાળકો તો એવું બિલકુલ ખાતા જ નથી.તો પણ મોક્ષાવહુ ઉપડી ગયા લેવા.અને પછી જેમ બા એ કીધું એ પ્રમાણે અમને પણ ત્યારે જ ખબર પડી.
મહારાજ ખૂબ ઓછું અને ખપ પૂરતું જ બોલતા.પણ એ જાણે કોઈ ગુસ્સા માં હોઈ તેવું તેમનું વર્તન રાજ ને લાગ્યું. પણ એ સમયે ત્યાં મંત્ર અને તેના પપ્પા હાજર હોઈ,રાજ કશું જ બોલ્યો નહીં.ત્યારબાદ રાજે ચોકીદાર ની પૂછપરછ પણ કરી પરંતુ તે પણ ખાસ કશું જાણતો નહતો.તેના દ્વારા ફક્ત મોક્ષા નો જવાનો સમય જાણી શકાયો.
રાજે જરૂર પડ્યે ફરી આવીશું કહી ને રજા લીધી.એ દરમિયાન તેની ટીમે ઘર અને તેની આસપાસ નું અવલોકન પણ કરી લીધું.
સર પારેખ પરિવાર નું નામ આમ તો બહુ મોટું છે,અને આપડે એમની આર્થિક સ્થિતિ પણ જોઈ,આવડા ઘર ની વહુ ને જ કિડનેપ કરવાનું કારણ શું હોઈ શકે?મંત્ર કે તેના સંતાનો ને પણ કોઈ ઉપાડી શકે?તો પછી મોક્ષા જ કેમ?
રાજ ના એક સાથી એ પોતાની વાત ની રજુઆત કરી.
તમારી વાત સાચી છે.મને પણ એ જ શંકા ગઈ.કેમ કે મોક્ષા ને બદલે મંત્ર કે એના બાળકો કિડનેપ થયા હોત,તો કદાચ કિડનેપર ને જલ્દી વળતર મળત અને આપડને આ કેસ આટલો જલ્દી ના પણ મળત .કદાચ મોક્ષા ના મમ્મી પપ્પા ના કોઈ દુશ્મન નું આ કૃત્ય હોઈ.કે પછી કોઈ આંતરિક વેર?રાજે પણ પોતાની શંકા રજુ કરી.
પારેખ નિવાસ માં મંત્ર ના બાળકો પોતાની મમ્મી ને યાદ કરી ને રડતા હતા.મંત્ર તેમને સાંભળવાની નિષ્ફળ કોશિશ કરતો હતો.તેના મન માં મોક્ષા ને લઈ ને કાંઈક અજુગતા વિચાર આવતા હતા,જેના લીધે તેની આંખ માં પણ વારેવારે પાણી આવી જતા.પણ બાળકો થી છુપાવી તે તેમને હસાવવા માં લાગી જતો.અને મમ્મી જલ્દી આવી જશે તે સમજાવવા લાગતો.
રાજ ના ગયા પછી અલી મંત્ર ને મળવા પહોંચ્યો.
હાઈ મંત્ર હું અલી મોક્ષા નો મિત્ર અને તમારો એડવોકેટ.
મંત્રએ તેની સાથે પણ એક મિત્ર ને છાજે તે રીત નું અભિવાદન કર્યું.
મને અહીં બોલાવવા પાછળ નું કારણ જણાવશો!અલી એ
પૂછ્યું.
(શુ રાજ ની શંકા સાચી હશે?શુ ખરેખર મોક્ષા ને કિડનેપ કરનાર એના પપ્પા ના કોઈ દુશ્મન હશે?કે પછી એ રાજ નો વહેમ.અલી ને બોલાવવવા પાછળ મંત્ર નો શું હેતુ છે!જોઈશું આવતા અંક માં..)
✍️ આરતી ગેરીયા..