લવ રિવેન્જ-2 Spin Off
Season -2
પ્રકરણ-5
લગભગ એક-દોઢ મહિના બાદ …..
“જ્યાં સુધી એ તારાં વિષે થોડુંક પણ વિચારતો નઇ થાય ત્યાં સુધી એને કોઈ ફર્ક નહીં પડે.... કોઈ ફર્ક નહીં પડે....”
રિક્ષામાં કૉલેજ જઈ રહેલી લાવણ્યા વિશાલે કીધેલી વાતો અને સિદ્ધાર્થ વિષે વિચારી રહી હતી.
“સિદ્ધાર્થ માટે તું બહુ નગણ્ય છે....! એને કોઈ ફર્ક નહીં પડે....!” વિશાલનાં એ શબ્દો લાવણ્યાનાં મનમાં હજી પણ પડઘાઈ રહ્યાં હતાં.
પોતે સિદ્ધાર્થ માટે “કશુંજ” નથી એ વાતનો એહસાસ જ્યારથી લાવણ્યાને થયો હતો ત્યારથી એ વાત તેણીને સોયની જેમ ચૂભી રહી હતી.
ઘર હોય કે કૉલેજ, જાગતાં હોય જમતાં, લાવણ્યાના મનમાંથી સિદ્ધાર્થના વિચારો હટવાનું નામજ નહોતાં લેતાં. પોતે સિદ્ધાર્થ માટે મહત્વહીન છે, તુચ્છ છે, એ વાતની ઉદાસી અને એ વાતનાં વિચારો વગેરે રાત્રે સૂતાં-સૂતાં પણ લાવણ્યાના મનમાં ઘૂમતાં રહ્યાં હતાં.
આગલી આખી રાત બેડ ઉપર પડી-પડી લાવણ્યા તેનાં બેડરૂમની છત તરફ તાકતી રહી હતી.
લગભગ એક-દોઢ મહિના સુધી લાવણ્યા સિદ્ધાર્થને પટાવવાં તેને “ભાવ” આપતી રહી. ક્યારેક લંચ માટે, ક્યારેક ડિનર માટે, ક્યારેક મૂવી માટે તો અમસ્તુંજ ક્યાંક ફરવા સાથે જવાં માટે. લાવણ્યાએ અનેક દાવ અજમાવી જોયા. પણ સિદ્ધાર્થ માટે તો જાણે લાવણ્યા કોઈ સાધારણ છોકરી જ હતી. તે મોટેભાગે લાવણ્યાને અવગણતો તેમજ લાવણ્યાની કોઈપણ વાત તે મોટેભાગે મજાકમાં જ ઉડાવી દેતો. ઘણીવાર તો તે લાવણ્યાને જવાબ પણ નહોતો આપતો.
એક સમયે જે લાવણ્યાની કોલેજમાં એક ઘમંડી છોકરી તરીકેની છાપ હતી, તે છાપ સિદ્ધાર્થના આવ્યા પછી જાણે મજાક બની ગઈ હતી. અગાઉ લાવણ્યા કોઈનું પણ અપમાન કરી નાંખતી તેમજ તેને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડતી. પણ હવે આખી બાજી જાણે પલટાઈ ગઈ હતી. સિદ્ધાર્થની હાજરીમાં તે મજાકનું પાત્ર બની જતી. અગાઉ લોકો લાવણ્યાંના તુમાખી ભર્યા સ્વભાવથી ડરતાં અને લાવણ્યાનું ઉદ્ધત વર્તન કે અપમાન સહન કરી લેતાં . પણ હવે સિદ્ધાર્થની હાજરીને લીધે એ લોકોમાં જાણે હિમ્મત આવી જતી હોય એમ તેઓ હવે ખૂલીને સિદ્ધાર્થની હાજરીમાં તેની ઉપર હસતાં અને તેણીની મજાક ઉડાવતાં.
લાવણ્યા હવે આ બધાથી અકળાઈ ઉઠી હતી. તેને સમજાતું નહતું કેમ કરીને તે સિદ્ધાર્થને પોતાની તરફ ખેંચે. કાનમાં ઈયર ફોન ભરાવીને સિદ્ધાર્થને અને ગ્રૂપનાં અન્ય લોકોને ઇગનોર કરવાનો વિશાલનો નવો આઇડિયા પણ તે ઘણાં દિવસોથી ફોલો કરી રહી હતી. આમ છતાય, સિદ્ધાર્થ તરફથી કશુંજ પ્રતીભાવ એને મળતો નહોતો. એમાય સૌથી મોટી સમસ્યા એ હતી કે સિદ્ધાર્થ મોટેભાગે નેહાની આગળ-પાછળ ફર્યા કરતો. જે સિદ્ધાર્થની પાછળ તે હાથ ધોઈને પડી હતી તે નેહાની આગળ-પાછળ ફર્યા કરતો. નેહાએ સિદ્ધાર્થને “Friend Zone”માં રાખ્યો હતો. અને આ વાતની સિધાર્થને ખબર પણ હતી. આમ છતાંપણ તે નેહાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. લાવણ્યાને એ વાતની અતિશય ઈર્ષા આવતી.
ગ્રૂપનાં અન્ય લોકોની વાતોમાં કે તેમનાંથી દૂર રહેવામાં અને સિદ્ધાર્થથી દૂર રહી તેને ઈગનોર કરવાનાં વિશાલનાં આઇડિયામાં લાવણ્યાને સમસ્યા બીજાં લોકોથી દૂર રહેવાની નહોતી પણ સિદ્ધાર્થથી દૂર રહેવાની હતી. તેનાં વ્યક્તિત્વમાં એક એવું અજબ આકર્ષણ હતું કે લાવણ્યા પોતાની જાતને તેની નજીક જવાથી રોકી નહોતી શકતી. છેલ્લાં દોઢ-બે મહિના દરમ્યાન જ્યારથી તેની લાઈફમાં સિદ્ધાર્થની એન્ટ્રી થઈ હતી, લાવણ્યાનું જીવન જાણે તેનાં મન અને હ્રદય બંનેની અલગ-અલગ ભાવનાઓ વચ્ચે ઘડીક આમ તો ઘડીક તેમ ઝોલાં ખાઈ રહ્યું હતું.
પહેલાંજ દિવસે સિદ્ધાર્થે તેની બધાની સામે જે ઇન્સલ્ટ કરી હતી, તે અપમાનનો બદલો લેવા એક તરફ તેનું મન તેને ઉશ્કેરી રહ્યું હતું તો બીજી તરફ સિદ્ધાર્થના “ignorance” ભર્યા વર્તને લીધે સતત તેનું હ્રદય સિદ્ધાર્થ તરફ ખેંચાણ અનુભવી રહ્યું હતું. લાવણ્યા ઘણાં સમય સુધી પોતાનાં હ્રદયને મનાવવાં મથતી રહી હતી કે સિદ્ધાર્થ માટે એવી કોઈ ફિલિંગ નથી પણ છેવટે તેનાં હ્રદયના જોર સામે તે હારી હતી અને તેણે એ વાત મનથી કબૂલી લીધી હતી, કે સિદ્ધાર્થ સાથે બદલો લેવાના ચક્કરમાં તે સિદ્ધાર્થને પ્રેમ કરી બેઠી હતી.
આમ છતાં, મનમાં પેલાં અપમાનનો ડંખ હજી પણ તેને લાગ્યા કરતો અને એટલેજ હજી પણ તેનું મન સિદ્ધાર્થ વિરુદ્ધ તેને ઉશ્કેરતું હતું. એટ્લેજ એ વિશાલે જે પ્લાન બનાવ્યો હતો તે મુજબ કરવાં તૈયાર થઈ ગઈ હતી. પણ અંદરખાને લાવણ્યા જાણાતી હતી કે બદલો તો કદાચ બહાનું છે. હકીકતમાં તે કોઈપણ ભોગે બસ સિદ્ધાર્થને મેળવવા માંગતી હતી. કેમકે આખરે તો લાવણ્યાને કે પછી જે દરેક છોકરીને જોઈએ એ બધુજ સિદ્ધાર્થમાં હતું. તે પૈસાદાર હતો, દેખવાડો હતો, સ્વભાવે “One woman man” જેવો હતો.
સિદ્ધાર્થની આ બધી ક્વોલિટી જ તેને બાકીના છોકરાઓથી અલગ બનાવતી હતી.
"મેડમ ...! એચ એલ આઈ ગ્યાં ...!" કૉલેજનાં ગેટની સહેજ નજીક આવી પહોંચતાં ઓટોવાળાએ કહ્યું.
"અહીંયા જ ઉભી રાખો...!" લાવણ્યા બોલી અને ઓટોવાળાએ ઓટો ઉભી રાખતાં લાવણ્યા ભાડું ચૂકવી ઑટોમાંથી નીચે ઉતારવાં લાગી.
"અરે...! આ છોકરો અહિયાં કેમ બેઠો છે ...!?" કૉલેજનાં ગેટની સામે મેગીનાં એક ઠેલાવાળાની જોડે ઝાડ નીચે બેઠેલાં પ્રેમને જોઈને લાવણ્યા બબડી.
પ્રેમનું ધ્યાન જોકે તેનાં મોબાઈલમાં હતું.
"હશે ...!" ખભા ઉછાળી લાવણ્યા સ્વગત બબડી અને કૉલેજનાં ગેટ તરફ ચાલવાં લાગી.
"ઉફ્ફ ..સિડને ઈગ્નોર કરવાનું કામ બવ જ અઘરું છે ....!" કૉલેજ કેન્ટીન તરફ જવાં પેવમેન્ટ ઉપર ચાલતાં-ચાલતાં જઈ રહેલી લાવણ્યા એકલાં -એકલાં બબડી.
“લાવણ્યા....!” કોલેજની કેન્ટીન તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈને પ્રેમે પાછળથી બૂમ પાડીને બોલાવી.
લાવણ્યા અટકી પાછળ ફરીને જોયું. પ્રેમ તેની તરફ ઉતાવળા પગલે આવી રહ્યો હતો.
“વાહ શું વાત છે...!” લાવણ્યા તરફ આવી રહેલાં પ્રેમ દૂરથીજ લાવણ્યાને જોઈને કહ્યું "હમણાં ત્યાં ઝાડ નીચે બેઠો 'તો ...અને હવે દોડાદોડ મારી પાછળ આયો ...!"
લાવણ્યાએ બ્લેક કલરની લો વેસ્ટ જેગિંસ અને સ્લીવલેસ હાલ્ફ ટોપ પહેર્યું હતું. વિશાલે કહ્યાં મુજબ તેણે રોજ જેવાજ કપડાં પહેર્યા હતાં જેમાં તેની સુંદર ઘાટીલી કમર ખુલ્લી રાખી હતી. વધુમાં તેણે ગોગલ્સ પણ પહેરી લીધાં હતાં જે તેનાં લૂકને વધુ ડેશિંગ બનાવતાં હતાં.
“આજે ગોગલ્સ ...!?” પ્રેમ હવે તેની જોડે આવીને ઊભો રહ્યો.
“બસ આજે ઈચ્છા થઈ ગઈ..!” લાવણ્યા ચિડાઈ ગઈ હતી પણ વિશlલે કહ્યાં મુજબ પોતાનાં સ્વભાવને સુધારવાનો હોય તેણે પ્રેમને શક્ય હોય એટલી શાંતિથી જવાબ આપ્યો અને ફરી કેન્ટીન તરફ ચાલવાં લાગી.
વિશાલે ઈયરફોન ભરવી રાખવા કહ્યું હતું એ વાત યાદ આવતાં લાવણ્યાએ તેની જેગિંસના પોકેટમાંથી પોતાનાં ઈયરફોન કાઢી કાનમાં ભરાવવાં લાગી.
“કોઈ ખાસ વાત છે....!?” પ્રેમ હવે લાવણ્યાની જોડે-જોડે ચાલવાં લાગ્યો “આજે આટલી મસ્ત તૈયાર થઈને આવી છે..!?”
“હું તો રોજે આવીજ તૈયાર થઈને આવું છું...!” લાવણ્યા હવે તેનાં ફોનમાં music player ચાલુ કરવાં લાગી.
પ્રેમને નવાઈ લાગતી હતી કે લાવણ્યાએ હજુ સુધી તેની ઇન્સલ્ટ નહોતી કરી. કેમકે પ્રેમ જ્યારે પણ લાવણ્યાને બોલાવતો લાવણ્યા કાયમ તેની જોડે ઉદ્ધત વર્તનજ કરતી.
“હાં....!” પ્રેમ બોલ્યો “એતો છે જ ....! પણ આજે તો કઇંક વધારે હોટ લાગે છે...!”
લાવણ્યા મનોમન ખુશ થઈ. તેનાં મોઢાં ઉપર હળવું સ્મિત આવી ગયું.
“ખરેખર....!?” લાવણ્યાએ હવે તેનાં ગોગલ્સ કાઢી તેનાં બેગમાં મૂક્યાં.
“હાસ્તો....!” પ્રેમ બોલ્યો.
“તો...! ખાલી વખાણજ કરીશ....કે પછી કઇંક ચ્હા-કોફી પણ પીવડાવીશ....!” લાવણ્યાએ પ્રેમ સામે જોઈને તેની આંખો નાચવી.
પ્રેમને હવે ખરેખર નવાઈ લાગી રહી હતી. લાવણ્યા આજે ખરેખર કઇંક અલગ વર્તન કરી રહી હતી.
“તું લાવણ્યા જ છે ને ....!?” પ્રેમે ટીખળ કરી.
“હા....હા....હા....!” લાવણ્યા હસી પડી અને તેણે તેનો હાથ પ્રેમના હાથમાં ભેરવ્યો અને કેન્ટીન તરફ ચાલવાં લાગી “તે તો મારો મૂડ ઠીક કરી દીધો....!પ્રેમ...!”
“તારો મૂડ સારો કરવાં હું બીજું શું કરું બોલ...!?” લાવણ્યાના બદલાયેલાં વર્તનથી પ્રેમ થોડો “ફોર્મ”માં આવી ગયો અને બોલવાં લાગ્યો.
“ના....! બીજું કઈ નઇ...!” લાવણ્યા બોલી “બસ તું મને એક મસ્ત કડક ચ્હા અને મસ્કાબન ખવડાય....!”
“હાં....! ચલ..!” પ્રેમ બોલ્યો અને ઉત્સાહમાં આવીને લાવણ્યા જોડે ચાલવાં લાગ્યો.
લાવણ્યાને તેનાં ભોળપણ ઉપર દયા આવી ગઈ.
***
“યાર લગનની ડેટને હવે માંડ મહિનો બાકી છે....! અને આ છોકરી હજી મગનું નામ મરી નઈ પાડતી...!” વિકટની સાથે ફોન ઉપર વાત કરતાં-કરતાં સિદ્ધાર્થ કંટાળીને બોલ્યો “એને તો બસ ઓલી જોડે બદલો લેવો છે.....અને એની જોડે બદલો લેવાનાં ચક્કરમાં એ મારી જોડે દુશ્મન જેવુ બિહેવ કરે છે....!”
છેલ્લાં લગભગ એકાદ મહિનાથી સિદ્ધાર્થ નેહાને મેરેજ માટે મનાવી રહ્યો હતો. ઘરનાં લોકો પણ મેરેજ માટે દબાણ કરી રહ્યાંનું સિદ્ધાર્થ નેહાને અનેકવાર કહી ચુક્યો હતો. છતાંય લાવણ્યા જોડે બદલો લેવાની જિદ્દે ચઢેલી નેહા મગનું નામ મરી નહોતી પાડી રહી. જોકે બંનેના ઘરના લોકોને નેહાની લાવણ્યા જોડે બદલો લેવાની ઈચ્છા વિષે અને તેનાં લીધે તેણીએ મેરેજ માટે ના પાડી હોવાં વિષે કશુંજ ખબર નહોતી.
“તો તું એની દુશ્મન જોડે ફ્રેન્ડશીપ કરીલે....!” વિકટ મજાકીયાં સ્વરમાં બોલ્યો.
“એટ્લે....!?” સિદ્ધાર્થ સહેજ મૂંઝાયો.
“અરે કેમ...!? તેજ કીધુંને...એ તારી જોડે દુશ્મન જેવું બિહેવ કરે છે...! અને લાવણ્યા એની દુશ્મન છે....! તો દુશ્મનનો દુશ્મન દોસ્ત વળી.....!”
“હી...હી....શું લા તું પણ....!” કૉલેજનાં પાર્કિંગમાં બાઇક પાર્ક કરી આમતેમ આંટા મારી રહેલાં સિદ્ધાર્થથી હસાઈ ગયું “પછી તો એ મારી જોડે પણ બદલો લેશે....!”
“હી..હી....એ વાત ખરી હોં....!” વિકટ બોલ્યો “છોકરીઓનું કઈં નક્કી નઈ...! ગમે ત્યારે મગજ ખરાબ થઈ જાય....!”
“હમ્મ..!”
“તે એને મૂવી માટે પૂછ્યું કે નઈ....!?” વિકટે પૂછ્યું.
“ના....!”
“બે એ....! હવે તો પૂછ...! આખો મહિનો નીકળી ગ્યો...! તોય તમે મૂવી જોવાં જેટલાં ક્લોઝ નઈ થયાં...!?” વિકટે નવાઈપૂર્વક પૂછ્યું.
“સારું....! આજે તો પૂછીજ લવ...!”
“ભાઈ....આ રીતે ઉધાર માંગતો હોય એમ ના પૂછતો...! ફ્રેન્કલી પૂછજે....!” વિકટ ધમકાવતો હોય એમ બોલ્યો.
“હાં...! સારું ચલ....! હું જઉ હવે....!” સિદ્ધાર્થ બોલ્યો.
“ઓકે ભાઈ...! વિજઈ ભવ.....!” વિકટ મજાકીયાં સ્વરમાં બોલ્યો અને કૉલ કટ કર્યો.
“આજે તો મૂવી માટે પૂછવુંજ છે....!” મન મક્કમ કરતો હોય એમ સિદ્ધાર્થ બબડ્યો અને કેન્ટીનમાં જવાં કૉલેજ બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો.
****
"I want her suffer ....!" કૉલેજ કેન્ટીન તરફ જવા કોરિડોરમાં ચાલી રહેલી નેહા આગલી સાંજે સિદ્ધાર્થ સાથે થયેલી વાતચીત યાદ કરી રહી હતી "I want revenge....revenge...!"
"હું એને તડપાવા માંગુ છું ...તડપાવા માંગુ છું....!"
"જેવી રીતે આરવ તડપતો 'તો...એવીજ રીતે ....!"
પોતાની જ વાતોના પડઘાં નેહાના મનમાં પડી રહ્યાં હતાં.
વિચારતાં -વિચારતાં નેહા કેન્ટીનનાં એન્ટ્રન્સમાં વચ્ચે આવીને ઉભી રહી અને સવાર-સવારમાં કેન્ટીનમાં જામેલી સ્ટુડન્ટસની ભીડ તરફ નજર ફેરવીને જોઈ રહી. તેમનાં ગ્રુપનાં ટેબલ પર ચેયરમાં પ્રેમ અને લાવણ્યા બેઠાં હતાં. રોજની જેમ લાવણ્યા ફુટડી તૈયાર થઈને આવેલી હતી. હજી સુધી ગ્રુપનાં અન્ય ફ્રેન્ડ્સ આવ્યાં નહોતાં.
"હું બદલો લેવાં માંગુ છું ...!" તેમની તરફ જતાં -જતાં નેહા મનમાં બબડી.
ટેબલ તરફ જતાં-જતા નેહા લાવણ્યા સામે એક ધારી નજરે જોઈ રહી હતી. લાવણ્યાનું ધ્યાન પોતાનાં ફોનમાં હતું.
"હું બદલો લેવાં માંગુ છું ...માંગુ છું ...!" નેહા ફરીવાર મનમાં બબડી "પણ કઈ રીતે....એ નઈ ખબર....!?"
લાવણ્યા સાથે બદલો લેવાંનું નક્કી કરી ચુકેલી નેહા જોકે હજી સુધી બદલો લેવાં શું કરવું એ નક્કી નહોતી કરી શકી. આરવનો એક્સીડેન્ટ થયો એ પછી એની દયનીય હાલત જોઈ વેકેશનમાંજ નેહાએ તેણી સાથે બદલો લેવાનું ઠાની લીધું હતું. આજ કારણ હતું, કે તેણીએ સિદ્ધાર્થ સાથે મેરેજ કરવાની ના પાડી હતી કેમકે મેરેજ પછી તેણીએ બરોડા જતાં રહેવાનું થાત અને કદાચ કૉલેજ પણ ટ્રાન્સફર કરી ત્યાં ભણવાનું થાત. આમ, લાવણ્યા સાથે બદલો લેવાની નેહાની ઈચ્છા અધૂરી રહી જાત.
જોકે લાવણ્યાને તડપાવા અને બદલો લેવાં એક્ઝેક્ટ્લી શું કરવું, એ હજી સુધી નેહાને ખબર નહોતી પડતી. સિદ્ધાર્થના આવ્યાં બાદ લાવણ્યાની વારેઘડીએ થતી ઈન્સલ્ટથી નેહાને મજા તો આવતી પરંતુ પોતે બદલો લીધાંનો માનસીક સંતોષ સહેજ પણ નહોતો. કોઈપણ ભોગે તે લાવણ્યાને તડપાવા માંગતી હતી.
"આની ગમે તેટલી ઈન્સલ્ટ થાય ...પણ આને તો કોઈ ફરક જ નઈ પડતો ...!" પોતાનાં ફોનમાં જોઈ સ્માઈલ કરી રહેલી લાવણ્યાને જોઈ નેહા બબડી.
“હાય પ્રેમ...!” પ્રેમની પાછળથી આવીને નેહા તેની બાજુમાં બેઠી “હાય લાવણ્યા....!”
“હાય...!” લાવણ્યા સસ્મિત બોલી.
લાવણ્યા સિદ્ધાર્થ વિષે પૂછવાજ જતી હતી ત્યાંજ તેને વિશાલનો “પ્લાન” યાદ આવી જતાં અટકી ગઈ. તેણે કાનમાં ઈયરફોન ભરાવી મોબાઈલમાં સોંગ્સ વગાડવાનું ચાલુ કર્યુ. જોકે વિશાલે કહ્યું હતું તેમ, તેણે સોંગ્સનો વોલ્યુમ ધીમોજ રાખ્યો જેથી બાકીના બધાની વાતો સંભળાય. જાણે પોતે બહુ ઊંચાં અવાજે સોંગ્સ સાંભળતી હોય એમ લાવણ્યા થોડી-થોડીવારે માથું હલાવતી રહેતી. નેહાએ એકાદ-બેવાર લાવણ્યા સામે જોયું અને પછી તે પણ તેનો મોબાઈલ મંતરવા લાગી.
"હમણાંથી આ જબરી સોન્ગ સાંભળતી થઈ ગઈ છે ...!" નેહા મનમાં બબડી પછી જાતેજ ખભા ઉછાળી મનમાં બબડી "મારે શું ...!?"
“કશું મંગાવ્યું...!?” નેહાએ પ્રેમને પૂછ્યું.
“હા...!” પ્રેમ બોલ્યો “ચ્હા અને મસ્કાબન....! તું શું ખાઈશ....!?”
“એજ ચાલશે….!” નેહા બોલી અને પોતાનાં મોબાઈલમાં whatsapp ખોલી મેસેજીસ રીડ કરવાં લાગી.
એટલામાં “બચ્ચન” ચ્હા અને મસ્કાબન લઈને આવ્યો અને ટેબલ ઉપર મૂકવાં લાગ્યો.
“ભાઈ બીજી એક ચ્હા અને મસ્કાબન...!” પ્રેમે બચ્ચનને કીધું.
“અને એક બોર્નવિટાવાળુ દૂધ....!” ત્યાંજ સિદ્ધાર્થે નેહાની બાજુની ચેયર ખેંચતાં કહ્યું.
પોતાની રોજની આદત મુજબ ચેયરને ઊંધી ફેરવીને ચેયરની backrest ઉપર હાથથી ટેકો દઈને બેઠો.
“તો...!” ચેયર ઉપર બેસતાંજ સિદ્ધાર્થ બોલ્યો “ક્યાં છે બધાં...!? હજી સુધી કોઈ દેખાયું નહીં...!”
“બસ તૈયારીમાં....!” પ્રેમ બોલ્યો.
એટલામાં જ ત્રિશા, કામ્યા અને રોહન પણ આવીને ટેબલ નીચેથી ચેયર ખેંચી-ખેંચીને બેસવાં લાગ્યાં. ટેબલ ઉપર બેઠેલાં લોકોની સંખ્યા ધીરે-ધીરે વધવાં લાગતાં પ્રેમ થોડો ગભરાયો.
“ઓહ તેરી...!” પ્રેમ મનમાં બાબડ્યો “આટલાં બધાંની ચ્હા ....! મસ્કાબન....! આખી પોકેટમની એક દા’ડાંમાં જ ઊડી જશે કે શું...!”
“આજની પાર્ટી પ્રેમ તરફથી છે હો..!” નેહા રમતિયાળ સ્મિત કરતાં બોલી “જેને જે ખાવું હોય એ મંગાવી લો ....!”
“હેં....!” પ્રેમ થોથવાઈ ગયો.
“અરે વાહ....!” ત્રિશા બોલી “હું ચ્હા અને ચીઝ સેન્ડવિચ..... ગ્રીલ ચીઝ સેન્ડવિચ...!”
“હું પણ...!” કામ્યા બોલી.
પ્રેમની આંખો ધીરે-ધીરે મોટી થવાં લાગી. તેને જાણે “આઘાત” લાગવાં લાગ્યો. નેહા મરક-મરક હસી રહી.
“અને તું શું લઇશ...!?” નેહાએ રોહન તરફ જોયું.
“ખાલી ચ્હા...!” રોહન બોલ્યો.
“હાશ.....!” પ્રેમ મનમાં બાબડ્યો.
“અને તું....!” નેહાએ લાવણ્યા સામે જોયું “લાવણ્યા....! તું શું લઇશ...!”
લાવણ્યા બધાંને “અવગણી”ને તેનાં ફોનમાં વ્યસ્ત હતી. તેણે જાણે સંભાળ્યુંજ ના હોય તેમ તેનું માથું ધીરે-ધીરે હલાવી રહી.
“લાવણ્યા....!?” નેહાએ ફરી થોડા ઊંચા સ્વરમાં કહ્યું અને તેની તરફ હાથ કરી ચપટી વગાડવાં લાગી “લાવણ્યા...!?”
“ઓય લાવણ્યા....!” લાવણ્યાની જોડે બેઠેલાં રોહને તેનો ખભો ટપાર્યો.
“હેં...હાં....!” લાવણ્યા જાણે ઝબકી હોય એમ પોતાનાં એક કાનમાંથી ઈયરફોન કાઢીને બોલી “બોલ શું થયું...!?”
“અરે તું શું ખાઈશ....!” નેહા ફરી બોલી.
“મે કીધું તો ખરાં...! ચ્હા અને મસ્કાબન….!” લાવણ્યા ફરીવાર તેનાં મોબાઈલ સામે જોવાં લાગી.
તેમ કરતાં પહેલાં તેણે કોઈને ખબરનાં પડે તેમ ઝડપથી એક નજર સિદ્ધાર્થ તરફ મારી લીધી. તેણે જોયું કે સિદ્ધાર્થનું ધ્યાન તેમની તરફ નહોતું. તે પોતાનો મોબાઇલ મંતરી રહ્યો હતો.
“હજી થોડો સમય લાગશે....!” મનમાં વિચારતી લાવણ્યાએ એક હળવો નિ:સાસો નાંખ્યો.
“હવે પૂછી લવ મૂવી માટે....!” મોબાઈલ મંતરી રહેલી નેહા સામે જોઈ સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
“ફ્રેન્કલી પૂછજે...!”
વિકટના શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થ થોડો નર્વસ થઈ ગયો. થોડીવાર સુધી નર્વસ થઈ આમ-તેમ જોયા કરી છેવટે સિદ્ધાર્થે નોર્મલ થવાનો પ્રયત્ન કર્યો.
“ઓય...!” ટેબલ ઉપર પોતાનાં બંને હાથ ટેકવી મોબાઈલ મંતરી રહેલી નેહાની હથેળી ઉપર હળવી ટપાલી મારી સિદ્ધાર્થે પૂછ્યું“PVR જાવું છે આજે...!?”
“શેનાં માટે...!” મોબાઈલ સ્ક્રીન ઉપરથી એક ક્ષણ નજર હટાવી નેહાએ બેધ્યાનપણે પૂછ્યું અને પાછી મોબાઈલમાં જવા લાગી.
PVRનું નામ સાંભળી લાવણ્યાના કાન સરવા થયાં જોકે તેણીએ સોંગ્સ સાંભળવાંની પોતાની “એક્ટિંગ” ચાલું રાખી.
“ચૂંટણી છે તો વોટ આપી આઇએને....!” ચિડાયેલો સિદ્ધાર્થ વ્યંગ કરતાં બોલ્યો “અરે મૂવી જોવા યાર....!કોઈ સારું હિન્દી મૂવી...!”
“તને કયારથી હિન્દી મૂવી જોવાનો શોખ લાગ્યો ....!?” નેહાએ આશ્ચર્યથી પૂછ્યું.
“મને તો કોઈ રસ નથી ફાલતુ હિન્દી મૂવીઝમાં...!” સિદ્ધાર્થે ખભાં ઝાટક્યાં “આ તો તારી જોડે એકલાં ટાઈમ સ્પેન્ડ કરવા મળે એટ્લે...!”
“હમ્મ...!” નેહાએ મોઢું મચકોડયું “મૂડ નઈ....!”
“અરે યાર...!” સિદ્ધાર્થ સહેજ વધુ ચિડાયો અને ટેબલ પર હળવી મુઠ્ઠી મારીને બોલ્યો “તું બહુ અઘરી છે....! સીધીજ ના પાડી દેછે...!”
“તો હું આવું...!ચલ” અંકિતાની જોડે બેઠેલી ત્રિશા જાણે તૈયારજ હોય તેમ બોલી “તારી જોડે તો હું ગમે ત્યાં આઈશ...!”
લાવણ્યા ચિડાઈને ત્રિશા સામે જોઈ રહી.
“મૂડ નઈ….!” ચિડાયેલાં ચેહરે સિદ્ધાર્થ ઝોંબી જેવા અવાજમાં બોલ્યો અને બધાં હસી પડ્યાં.
લાવણ્યાએ માંડ પોતાનું હસવું દબાવ્યું. ત્રિશાએ સિદ્ધાર્થની મજાક સામે તેની તરફ જીભ કાઢી ચાળાં પાડ્યાં અને તે પણ હસી પડી.
એટલામાં “બચ્ચન” બધાં માટે ચ્હા વગેરે લઈ આવ્યો. બધાંજ વારાફરતી પોતપોતાની વસ્તુઓ લઈ ખાવાં-પીવાં લાગ્યા.
પોતના મોબાઈલમાં મેસેજ વાંચતાં-વાંચતાં લાવણ્યા સોંન્ગ સાંભળતાં-સાંભળતાં માથું હલાવી રહી હતી.
“અરે યાર શીટ....!” થોડીવાર પછી લાવણ્યા ઊભી થઈ અને નીચાં વળી ટેબલ નીચેથી પોતાની બેગ લેવાં લાગી.
સિદ્ધાર્થ સિવાય બધાંજ તેની સામે જોઈ રહ્યાં. લાવણ્યા કઇં પણ બોલ્યા વગર પાછી ફરી જવાં લાગી.
“અરે લાવણ્યા ક્યાં જાય છે...!?” પ્રેમ અને નેહા લગભગ અચરજપૂર્વક સાથેજ બોલ્યાં.
“મમ્મી ગામડે ગઈ 'તી ...એ પાછી આઈ ગઈ છે ..!” લાવણ્યા પહેલાં પ્રેમ તરફ અને પછી નેહા તરફ જોઈને બોલી “ઘરની ચાવી હું ભૂલથી મારી જોડે લઈ આવી છું....! મારે જવું પડશે...! ok bye…!”
“અરે...!?પણ....!”
પ્રેમ બોલવા જતો હતો ત્યાં લાવણ્યા પાછી ફરીને તેની બેગ ખભે ભરાવતી ચાલવાં લાગી. તેણે ફરીવાર કોઈને ખબર ના પડે એ રીતે એક નજર સિદ્ધાર્થ તરફ નાંખી લીધી. લાવણ્યાએ જોયું કે અગાઉની જેમજ સિદ્ધાર્થને તેની વાતમાં કોઈજ રસ નહોતો. તે પોતાનો ફોનજ મંતરી રહ્યો હતો.
છેવટે લાવણ્યા ત્યાંથી નીકળી ગઈ.
***
“મને નથી લાગતું તારો “પ્લાન” કામ કરશે....!” લાવણ્યા બોલી.
“તારી પાસે કોઈ બીજો પ્લાન છે..!?” વિશાલે ટોંન્ટમાં પૂછ્યું “તો કે’….!”
પરેશાન ચેહરે લાવણ્યા આડું જોવાં લાગી અને વિચારે ચઢી ગઈ.
લગભગ એકાદ મહિનાથી લાવણ્યા વિશાલનાં આઈડિયા પ્રમાણે ગ્રુપના બધાંને ખાસ કરીને સિદ્ધાર્થને ઈગ્નોર કરવાનાં "પ્લાન" પ્રમાણે ચાલી રહી હતી. કૉલેજમાં આખો દિવસ બધાની સામે ઈયરફોન કાનમાં ભરાવી ઓછાં અવાજે ગીતો સાંભળતાં રહેવાનું નાટક કરતા રહેવાનું અને બીજા બધાની તેમજ સિદ્ધાર્થની કોઈજ વાતમાં કોઈ જાતનો રસ નહીં દેખાડવાનો. જોકે આખો મહિનો વીતી ગયો હોવાં છતાં સિદ્ધાર્થ તરફથી લાવણ્યાના બદલાયેલાં બિહેવિયર વિષે સમ ખાવાં પૂરતી પણ એકેય કોમેન્ટ નહોતી આવી. પ્રેમ સિવાય ગ્રુપના બાકીનાં બધાએ પણ લાવણ્યાનાં એ બદલાયેલાં બિહેવીયર અંગે ભાગ્યેજ કોઈ ચર્ચા છેડી હશે અને એ ચર્ચામાં પણ સિદ્ધાર્થે કોઈજ રસ નહોતો લીધો. ટૂંકમાં મહિનાંથી વધુ વીતી ગયાં પછી પણ સિદ્ધાર્થ તરફથી લાવણ્યાને કોઈજ પ્રતિભાવ નહોતો મળ્યો. તેનાં માટે લાવણ્યા આ દુનિયામાં જાણે હતીજ નહીં.
"હું એને મહિના પે'લ્લા રોજે યા તો લંચ માટે કે પછી ક્યાંક ફરવાં જવા માટે પૂછતી ....!" લાવણ્યા શૂન્યમનસ્ક જોઈ રહી નિરાશ સ્વરમાં બોલી "કલાસરૂમમાં મારી સાથે કે મારી આજુબાજુ ખાલી સીટમાં બેસવાં ઓફર પણ કરતી ...!"
વિશાલ લાવણ્યા સામે જોઈ રહ્યો. થોડીવાર અટકી લાવણ્યા આગળ બોલી-
"મને એમ હતું ...કે હું પે'લા એને આટલો ભાવ આપતી 'તી ....તો કદાચ હવે ભાવ નઈ આપતી ..તો એ મારું બદલાયેલું બિહેવિયર નોટિસ કરશે ....! એને પ્રશ્ન થશે ...કે મેં એને ભાવ આપવાનો બંધ કેમ કરી દીધો ...!"
વધુ એકવાર લાવણ્યા મૌન રહી અને થોડીવાર પછી વધુ નિરાશ સ્વરમાં બોલી
"પણ એને તો કોઈ જ ફેર ના પડ્યો ....! જાણે હું કશું છું જ નઈ ....! લાવણ્યાનું જાણે કશું અસ્તિત્વજ નઈ ....!"
બોલતાં-બોલતાં લાવણ્યાનાં સ્વરમાં ડૂમો ભરાઈ આવ્યો. લાવણ્યાએ માંડ પોતાની ભાવનાઓ કાબૂ કરી.
“તું બસ ટ્રાય ચાલું રાખ....!” વિશાલ સાંત્વના આપતો હોય એમ બોલ્યો “હમ્મ....! સિદ્ધાર્થ જેવાં છોકરાંઓને થોડો ટાઈમ લાગે......!”
લાવણ્યા જાણતી હતી કે વિશાલ તેણીને ઠાલું આશ્વાસન આપી રહ્યો હતો. હાઇવે તરફ નજર ફેરવી લાવણ્યા ઢીલા ચેહરે રોડ ઉપર આવતાં-જતાં વાહનોને જોઈ રહી.
***
એકાદ મહિના બાદ….
“તને નથી લાગતું લાવણ્યા બદલાઈ ગઈ છે....!?” કેન્ટીનમાં પોતાને જોડે જોડે જમણી બાજુ બેઠેલાં પ્રેમને નેહાએ પૂછ્યું.
નેહા તેની સામે બેઠેલી લાવણ્યા તરફ જોઈ રહી હતી જે હવે તેની આદત મુજબ તે હમેશા કાનમાં ઈયરફોન ભરાવીને ફર્યા કરતી. બધાં કેન્ટીનમાં રોજની ટેબલની ફરતે બેઠાં હતાં.
“હાં...!” પ્રેમે સૂર પુરાવ્યો “તે પહેલાં આટલાં બધાં સોંગ્સ ન’તી સાંભળતી....!”
“ઘોડા જેવા....!” નેહાએ પ્રેમને ધબ્બો માર્યો “હું એમ નથી કે’તી...!”
“તો શું...!?” પ્રેમે પીડાથી મોઢું બગાડી તેનાં ખભાં ઉપર હાથ ફેરવ્યો.
“હું એમ કે’તીતી કે એ હમણાંથી કઈંક વધુ પડતી સારી નથી બની ગઈ....!” નેહા બોલી “બધાની જોડે સરખી વાત કરે છે ..! કોઈની ઇન્સલ્ટ નથી કરતી...! ખાસ કરીને તારી...!”
પ્રેમે વીલું મોઢું કરીને નેહાની સામે જોયું.
“અને સિદ્ધાર્થને પણ હવે ભાવ નથી આપતી....! નેહા આગળ બોલી.
“તો સિદ્ધાર્થ પણ એને ક્યાં ભાવ આપે છે ...!” પ્રેમ દલીલ કરતો હોય એમ બોલ્યો.
“હમ્મ..!” વિચારી રહેલી નેહા બોલી “ખબર નહીં ...! I Mean ....I don’t feel her like …you know “The Lavanya””
નેહાએ હવામાં તેનાં બંને હાથ વડે inverted comaની નિશાની બનાવતાં ટીખળ કરી.
પ્રેમ થોડું હસ્યો પછી બોલ્યો “જવાદે ને ....! મને તો એનું આ બદલયેલું રૂપ ગમે છે.”
લાવણ્યા કાનમાં ઈયરફોન લગાવી ગીતો સાંભળવાનું નાટક કરતી-કરતી નેહા અને પ્રેમથી વાત સાંભળી રહી હતી. તે મનમાં હસી રહી હતી.
“તને શું લાગે છે...!?” નેહાએ હવે સિદ્ધાર્થ સામે જોયું જે બોર્નવિટાવાળું દૂધ પી રહ્યો હતો “લાવણ્યા વિષે...!?”
“I Don’t care…!” પોતાનો મોબાઈલ મંતરી રહેલો સિદ્ધાર્થ લાવણ્યાની વાત આવતાં હમેશાં મુજબ ઉડાઉ જવાબ આપતાં બોલ્યો પછી નેહા સામે જોઈ ટોંન્ટ મારતાં બોલ્યો “તુંય મને ક્યાં ભાવ આપે છે...! હું ક્યારનો..!”
“સિદ્ધાર્થ.....!” નેહા આંખો કાઢીને સિદ્ધાર્થને ચૂપ રહેવાં કહેતી હોય એમ ઈશારો કરીને બોલી.
નેહાનો ઈશારો સમજી ગયેલો સિદ્ધાર્થ મોઢું બગાડીને પાછો પોતાનો મોબાઈલ મંતરવા લાગ્યો.
***
“તને ના તો પાડી છે....! મારે આપડી એંગેજમેન્ટ વિષે કૉલેજમાં કોઈને કશું નઈ કે’વું...!” નેહા સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ બોલી રહી હતી.
બંને કૉલેજના પાર્કિંગમાં ઊભાં હતાં.
“પણ મને એ નઈ સમજાતું....!” પોતાનાં બાઇક ઉપર બેઠેલો સિદ્ધાર્થ સહેજ ચિડાઈને બોલ્યો “આપડી એંગેજમેન્ટની વાત સિક્રેટ રાખીને તને શું મલશે.....!?”
નારાજ નેહા મોઢું બગાડીને અદબવાળીને આડું જોઈ રહી.
“હા સારું બાપા....!” હાર માનતો હોય એમ સિદ્ધાર્થ થાકીને બોલ્યો “નઈ કઉ કોઈને બસ...! હવે તું બેસીસ...તો હું તને ઘેર ઉતારી જવ....!”
મોઢું ચઢાવીને નેહા સિદ્ધાર્થના બાઇકની પાછલી સીટ પર એક સાઈડે બેઠી. બાઇક સ્ટાર્ટ કરી સિદ્ધાર્થે બાઇક કૉલેજના ગેટ તરફ મારી મૂક્યું.
“અરે....આ હજી અહિયાંજ ઊભી છે....!?” સિદ્ધાર્થનું બાઇક કૉલેજની ગેટમાંથી બહાર નીકળી રહ્યું હતું ત્યારે પાછલી સીટ પર બેઠેલી નેહાએ કૉલેજના ગેટ આગળ ઊભેલી લાવણ્યાને જોઈ.
નેહાને સિદ્ધાર્થની પાછળ બેઠેલી જોઈ લાવણ્યાનું મોઢું તરતજ ઉતરી ગયું. ગેટની બહાર નીકળતાં-નીકળતાં નેહાએ લાવણ્યાના ચેહરા ઉપરના એ ભાવો વાંચી લીધાં. સિદ્ધાર્થનું ધ્યાન જોકે લાવણ્યા ઉપર નહોતું પડ્યું.
છેવટે મેઈન રોડ પર આવી જતાં સિદ્ધાર્થે બાઇક ઝેવિયર કૉલેજ તરફ મારી મૂક્યું.
લાવણ્યાના ચેહરાનાં એ ભાવો વિષે સિદ્ધાર્થ પાછળ બેઠેલી નેહા વિચારોમાં ખોવાઈ ગઈ.
“તને શું લાગે છે...!?” સિદ્ધાર્થે બાઇક પાંજરાપોળ ક્રોસ રોડના સિગ્નલ પાસે ઊભી રાખતાં પાછળ બેઠેલી નેહાએ પૂછ્યું “લાવણ્યાને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ છે....!?”
“મને કોઈ ઇન્ટરેસ્ટ નઈ....!” સિદ્ધાર્થ ખભાં ઉછાળી ઉડાઉ સ્વરમાં બોલ્યો “મને તો તારામાં ઇન્ટરેસ્ટ છે...!”
“અરે હું તારી વાત નઈ કરતી બાપા....! એની વાત કરું છું....!” નેહા ચિડાઈને બોલી.
“મને એ જાણવામાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નઈ....!” ફરીવાર એજરીતે બોલી સિગ્નલ ચાલું થતાં સિદ્ધાર્થે બાઈકનું એક્સિલેટર ફેરવી મારી મૂક્યું “કે એને મારમાં કોઈ ઇન્ટરેસ્ટ છે ....!”
“હુંહ....!” નેહાએ મોઢું મચકોડીને જોવાં માંડ્યુ.
બાઈકની પાછલી સીટ ઉપર બેઠેલી નેહા આજુબાજુ પસાર થઈ રહેલાં દ્રશ્યને જોઈ લાવણ્યા વિષે વિચારવાં લાગી.
“નારાજ થઈ ગઈ લાગે છે....!” પાછળ બેઠેલી નેહા મૌન થઈ જતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
“તને એવું કેમ લાગે છે....! કે એને મારામાં ઇન્ટરેસ્ટ છે....!?” નારાજ નેહાને મનાવવા સિદ્ધાર્થે પૂછવા ખાતર પૂછ્યું.
“બસ...લાગે છે....!” નેહા બોલી “એ તારું ધ્યાન ખેંચવાનો ટ્રાય કરે છે....!”
“હમ્મ....! મને લાગે છે કે મારે એનામાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ....! નઈ....!?” નેહાને જેલસી કરાવાનાં ઉદ્દેશથી સિદ્ધાર્થ તેણીને ચિડાવતો હોય એમ બોલ્યો "એમ પણ એ ક્યારની મારી જોડે ફ્રેન્ડશિપ કરવાનો ટ્રાય કરી રઈ છે ...!"
"હાં ..હાં . કેમ નઈ ...!" નેહા પણ સિદ્ધાર્થને ચિડાવતી હોય એમ ચાળા પાડીને બોલી "કરીલેને ફ્રેન્ડશીપ તું તારે....! એ બા'ને તને ખબર પડશે ....કે એ કેટલી cheep અને હલકી છે ....અને પછી તને એ વાતનો એહસાસ પણ થઇ જશે ...કે તારે એની જોડે બદલો લેવામાં મારી હેલ્પ કરાવી જોઈએ કે નઈ ....! કદાચ તને પોતાને પણ એની જોડે બદલો લેવાનું મન થઇ જાય ....! હમ્મ ....!? કરીલે ...કરીલે હોં ...તું એની જોડે ફ્રેન્ડશિપ કરીલે ...!"
"અરે....! હું તો ખાલી ...!"
"કે 'તો હોય ...તો હું એની જોડે તારી ફ્રેન્ડશીપ કરાઈ આપું ....!?" સિદ્ધાર્થની વાત વચ્ચે કાપી નેહા બોલી અને પોતાનો મોબાઈલ બાઈક ચલાવી રહેલાં સિદ્ધાર્થના ચેહરા આગળ ધરીને ફરીવાર ચાળા પાડતી હોય એમ બોલી "બોલ...બોલ કરું ફોન એને ...!?કઉ ..કે લાવણ્યા સિડ તારી જોડે ફ્રેન્ડશીપ કરવા માંગે છે ...! બોલ કરું ...!?"
"અરે બાપા હું તો ખાલી મસ્તી કરું છું ...! મને ન 'તી ખબર કે તને જેલસી થશે ....!" દાંત દબાવીને હસતાં -હસતાં સિદ્ધાર્થ બોલ્યો.
"ઓહ હેલ્લો ...! મને કોઈ જેલસી -બેલસી નઈ થતી .....!" નેહા બોલી "અને એ cheap રખડેલથી તો બિલકુલ નઈ ....!"
બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ માથું ધુણાવીને હસી રહ્યો. છતાંય તે મૂંઝાયો કે નેહાને ખરેખર લાવણ્યાથી જેલસી થઇ હતી કે પછી લાવણ્યાનું નામ સાંભળીને તે ચિડાઈને ગુસ્સામાં બોલી હતી. છેક નેહા ઘર સુધી સિદ્ધાર્થ એ વિષે વિચારતો રહ્યો.
***
"તને ખરેખર જેલસી નઈ થાય જો હું એની જોડે ફ્રેન્ડશિપ કરું ....!?" નેહાને ઘરે ડ્રોપ કરતાં વખતે ઘરના ગેટ આગળ ઉભેલી નેહાને સિદ્ધાર્થે પૂછ્યું.
"વેલ....! મેં કીધુંને ....! તું કરીલે ....!" નેહા શાંત સ્વરમાં સ્મિત કરીને બોલી "તને જાતે એ છોકરીનું કેરેક્ટર સમજાઈ જશે ....હમ્મ....!"
"એનો મતલબ તને જેલસી ન'તી થઇ ...!" કોઈપણ જાતના હાવભાવ વિનાના નેહાના ચેહરાને જોઈને સિદ્ધાર્થનું મોઢું ઉતરી ગયું અને તે મનમાં બબડ્યો "તને કોઈ ફીલિંગ નઈ મારાં માટે ....! હોત તો જેલસી થાત ....!"
"ચલ બાય ....!" નેહા સ્મિત કરીને બોલી "એક્ઝામ નજીક આઈ રહી છે ...! મારે રીડિંગ કરવું છે ....!"
એટલું બોલીને નેહા ઓટલાનાં પગથિયાં ચઢીને લોખંડનો નાનો ગેટ ખોલવાં લાગી.
ઉતરેલા મોઢે સિદ્ધાર્થ શૂન્યમનસ્ક તાકી રહ્યો અને વિચારી રહ્યો.
ગેટ ખોલીને નેહા અંદર ઓટલાં ઉપર ગઈ અને પાછી ફરી ગેટ બંધ કરવાં લાગી.
"હવે બઉ ના વિચાર ....!" ગેટની બીજી તરફ ઓટલાં ઉપર ઊભાં-ઊભાં સિદ્ધાર્થને ચિડાવતી હોય એમ નેહા બોલી "મારાં તરફથી તને ખુલ્લી છૂટ છે ...! જા ...જા....એની જોડે ફ્રેન્ડશીપ કરીલે ....!"
"મને એનામાં કોઈ ઇન્ટરેસ્ટ નઈ ..!" ચિડાયેલો સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો અને બાઈક ઘુમાવી ઝડપથી સોસાયટીની બહાર નીકળી ગયો.
"મને એનામાં કોઈ ઇન્ટરેસ્ટ નઈ ..!" સોસાયટીની બહાર નીકળી રહેલાં સિદ્ધાર્થને જોતાં -જોતા નેહા તેનાં શબ્દો મનમાં બબડી "પણ ઓલીને તો તારામાં ઇન્ટરેસ્ટ છે ..કદાચ ....!"
****
“હાય લાવણ્યા....! કેમ આટલી લેટ....!?” સોસાયટીનાં RCC રોડ પરથી પસાર થઈ રહેલી લાવણ્યાને જોતાંજ પોતાનાં ઘરનાં ઓટલાની બાઉન્ડરી વૉલ પાસે ઊભેલી નેહા બોલી.
“બસ કઈં નઈ.....ઓટો ન’તી મલતી....!” એકાદ ક્ષણ અટકી પરાણે નકલી સ્મિત કરી એટલું બોલી લાવણ્યા પોતાનાં ઘર તરફ ચાલતી થઈ ગઈ.
“નક્કી આને કઈંક તો છેજ....!” લાવણ્યાના ઉતરી ગયેલાં મોઢાને જોઇ નેહા તેણી સામે જોઈ રહી મનમાં બબડી.
થોડાક ઘર છોડીને પોતાની લાઇનમાંજ આવેલાં પોતાનાં ઘર સુધી લાવણ્યા પહોંચી ત્યાં સુધી નેહાએ તેણીની પીઠ તાકતી રહી અને વિચારતી રહી.
***
“મને નઈ લાગતું કે એને મારામાં કોઈ ઇન્ટરેસ્ટ છે....!” બાલ્કનીમાં આંટા મારતાં-મારતાં સિદ્ધાર્થ વિકટ સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો “નઈ તો એ મને એ ઓલી જોડે ફ્રેન્ડશીપ કરવાનું નાં કે’ત....!”
“વાત તો તારી સાચી છે ...!” વિકટ સૂર પુરાવતાં બોલ્યો “જે છોકરીને એ આટલી નફરત કરે છે...! એની જોડે તને ફ્રેન્ડશીપ કરવાનું નાં કે’....મજાકમાં પણ નઈ....!”
સિદ્ધાર્થનું મોઢું ફરીવાર ઉતરી ગયું. છઠ્ઠેમાળ બાલ્કનીમાં ઊભાં દૂર સુધી દેખાતાં દ્રશ્યને તે જોઈ રહ્યો. જુલાઇ મહિનો શરૂ થઈ ગયો હતો. ગુજરાતમાં સત્તાવાર રીતે નૈઋત્યનું ચોમાસું બેસી ગયાની આગાહી હવામાનખાતાં દ્વારાં ક્યારની કરાઇ ચૂકી હતી. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં કાળાં વાદળો ઘેરાવાં લાગ્યાં હતાં. જોકે કાળઝાળ ગરમીમાંથી રાહત થાય એવું એકેય વરસાદી ઝાપટું કે પછી એક પણ ટીપું સુદ્ધાં નહોતું પડ્યું. ઊલટાનું કાળાં વાદળોને લીધે અસહ્ય ઉકળાટ અને બફારો વધી ગયો હતો. વાદળોની પાછળથી આવતાં ચાદરાનાં પ્રકાશને સિદ્ધાર્થ જોઈ રહ્યો. એ પ્રકાશને લીધે આકાશમાં ઘેરાયેલાં વાદળો કાળાં હોવાનું દેખાઈ આવતું હતું.
“તે એને તારી ફીલિંગ્સ વિષે કીધું....!?” થોડીવાર પછી વિકટે પૂછ્યું “કે તું એને લવ કરે છે વગેરે.....!”
“નાં.....!” સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો અને એક ઊંડો નિ:શ્વાસ ભર્યો.
“તો પછી કે’ને.....!” વિકટ સહેજ મોટેથી બોલ્યો “તું એને તારી ફીલિંગ કઈશ નઈ....તો એને કેમની ખબર પડે....!?”
“કેવી રીતે કે’વું પણ....!?” સિદ્ધાર્થ નાનાં બાળક જેવાં હેલ્પલેસ સ્વરમાં બોલ્યો .
“અરે ઘૂંટણ ઉપર બેસીને....હાથમાં ગુલાબ લઈને...!” વિકટ હવે સિદ્ધાર્થને ચિડાવવા લાગ્યો.
“આપડને એ બધું નાં ફાવે....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.
“તો તારી આદત પ્રમાણે સીધે સીધું કઈ નાંખ....! બીજું શું...!” વિકટ બોલ્યો.
“ઉફ્ફ યાર....આ છોકરી....!” પોતાનાં વાળ ખેંચી સિદ્ધાર્થ પરેશાન સ્વરમાં બબડ્યો અને આમતેમ આંટા મારવાં લાગ્યો “શું કરવું યાર...!”
***
જુલાઇ મહિનો લગભગ અડધો પૂરો થઈ ચૂક્યો હતો. છતાં હજીપણ અમદાવાદમાં “મેઘરાજા”ની સત્તાવાર “એન્ટ્રી” નહોતી થઈ. અસહ્ય ગરમીએ કોલેજનાં યુવાન-યુવતીઓને અકળાવી મૂક્યા હતા. કાળાં ડિબાંગ વાદળાઓથી આકાશ ઘેરાયેલું રહેતું હતું પણ વરસાદનો એક છાંટોય હજી સુધી જમીન ઉપર નહોતો પડ્યો. ટૂંકમાં કાળઝાળ ગરમીમાથી રાહત મળે અને પોતાનાં પ્રેમી જોડે રોમેન્ટીક થવાનું બહાનું મળે એવી મૌસમ હજી જામી નહોતી. જોકે હવામાન ખાતાંની આગાહીઓ મુજબ આગામી 48 કલ્લાકમાં અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાંક ભારે વરસાદની આગાહી હતી.
નેહાને મેરેજ માગતે મનાવવાંનાં પ્રયત્નો કરી-કરીને સિદ્ધાર્થ પણ કંટાળ્યો હતો. લાવણ્યા સાથે બદલો લેવાનું ઠાનીને બેઠેલી નેહા દર વખતે એકની એક વાત કરીને સિદ્ધાર્થની વાત ઉડાવી દેતી હતી. ઊલટાનું લાવણ્યા સાથે બદલો લેવાંમાં તે સિદ્ધાર્થને પણ પોતાનો સાથ આપવાંનું કહેતી હતી. જોકે નેહા જેમ મેરેજની વાત ઉડાવી દેતી એમજ દર વખતે સિદ્ધાર્થ પણ તેણીની વાત “મને એવું બધું નાં ફાવે” એવું કહીને ઉડાવી દેતો.
આ બાજુ લાવણ્યાની કોલેજ લાઈફનું પણ કઇંક એવુજ હતું. છેલ્લાં લગભગ એકાદ મહિનાથી તેણે વિશાલનાં “પ્લાન” મુજબ સિદ્ધાર્થને ઇગનોર કરવાનું શરૂ કર્યું હતું. કોલેજમાં લાવણ્યા મોટેભાગે કાનમાં ઈયરફોન ભરાવીનેજ ફર્યા કરતી. તે બધાં જોડે ગ્રૂપમાં બેસતી. તેમજ તેણે પોતાનું વર્તન પણ ઘણે અંશે “સુધારી” નાંખ્યું હતું. ખાસ કરીને પ્રેમ સાથે. અગાઉ તે પ્રેમની ગમે ત્યારે ઇન્સલ્ટ કરી નાંખતી. પણ હવે તે પ્રેમ સાથે ખૂબ “પ્રેમ”થી વર્તતી. બીજાં બધાંની સાથે પણ તેનું વર્તન “સારું” થઈ ગયું હતું. બધાંને ખાસ કરીને નેહાને આ વાતની નવાઈ લાગતી. તેણે ઘણીવાર લાવણ્યાને એનાં બદલાયેલાં વર્તન વિષે પૂછ્યું પણ ખરું. જોકે લાવણ્યા તે પ્રશ્નનો જવાબ કામ ઉડાવી દેતી.
એક વાતથી લાવણ્યા ખુશ હતી કે બધાંએ લાવણ્યામાં આવેલાં એ બદલાવને નોટિસ પણ કર્યો હતો અને તેનાં વિષે ઘણીવાર ગ્રૂપમાં ચર્ચા પણ થતી. લાવણ્યા જોકે પોતાનાં કાનમાં ઈયરફોન ભરાવી રાખીને પોતે કશું સાંભળતી જ નથી એવું નાટક કરે રાખતી. આમ છતાંપણ, વિશાલે જે અંદાજો લગાવ્યો હતો તે પ્રમાણે કઇં ખાસ પરિણામ નહોતું આવ્યું.
સિદ્ધાર્થને હજી પણ લાવણ્યામાં કે તેનાં એ બદલાયેલાં રૂપમાં કોઈજ રસ નહોતો. હજી સુધી સિદ્ધાર્થે લાવણ્યાની કોઈજ વાતમાં સહેજપણ રસ નહોતો દાખવ્યો. તે કાયમ નેહાની આગળ-પાછળ ફર્યા કરતો. તેમજ મોટેભાગે નેહાને મૂવી, ડિનર, લંચ વગેરે માટે મનાવતો રહેતો. તેણે હજી સુધી લાવણ્યા તરફ કે તેનાં એ “બદલાયેલાં” રૂપ તરફ નજર સુદ્ધાં નહોતી નાંખી. લાવણ્યાને એજ વાત સૌથી વધુ કઠતી હતી.
સતત પ્રયત્નો છતાં સિદ્ધાર્થ તરફથી કોઈજ પ્રતિસાદના મળતાં લાવણ્યાની ધીરજ હવે ખૂટવાં લાગી હતી. એમાંય સિદ્ધાર્થ દિવસેને દિવસે નેહા તરફ વધુ “ઝૂકતો” જતો હતો. એ જોઈને લાવણ્યાનું આખું શરીર અને હ્રદય જાણે ઈર્ષ્યાથી સળગી ઊઠતું.
ટૂંકમાં લાવણ્યા, નેહા, સિદ્ધાર્થ ત્રણેયની સિચ્યુએશન એક જેવીજ હતી. બધાં એકબીજાંની નજીક પણ એકબીજાંથી છેટાં હતાં.
****
"હેય ....! અમ્મ...મને ઘેર ડ્રોપ કરી દઈશ ...!?" કોરિડોરમાં ચાલી રહેલાં સિદ્ધાર્થનાં જોડે ચાલતાં -ચાલતાં લાવણ્યાએ પૂછ્યું.
સિદ્ધાર્થને ઇગ્નોર કરવાનાં લાખ પ્રયત્નો છતાં લાવણ્યાથી છેવટે ના રહેવાયું અને કૉલેજમાં બપોર પછીના લેકચર કેન્સલ થતાં લાવણ્યાએ ઘરે જવાં માટે સિદ્ધાર્થ પાસે લિફ્ટ માંગવાનુ નક્કી કર્યું અને તે સિદ્ધાર્થ સાથે વાત કરી બેઠી.
"તું એની જોડે ફ્રેન્ડશિપ કરે …એમાં મને કોઈ જૅલસી નઈ થતી ....!" કોરિડોરમાં ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ લાવણ્યા સામે જોયાં વિના નેહાનાં શબ્દો યાદ કરી રહ્યો.
"મારું અને નેહાનું ઘર એકજ સોસાયટીમાં છે....એનાંથી થોડાં ઘર આગળજ છે...!" પોતાનાંથી વધુ ઝડપે ચાલતાં સિદ્ધાર્થની ચાલવાની ઝડપને મેચ કરવાનો પ્રયત્ન કરતાં -કરતાં લાવણ્યાએ ઢીલાં ચેહરે આશાભરી નજરે પૂછ્યું.
સિદ્ધાર્થ જોકે હજીપણ તેણી સામે જોયાં વિનાજ ચાલી રહ્યો હતો.
"ઓક .....!"
"ટ્રીન.....ટ્રીન,.....!" સિદ્ધાર્થ બોલવાંજ જતો હતો, ત્યાંજ તેનાં ફોનની રિંગ વાગી.
કોરીડોરમાં લાવણ્યાથી સહેજ આગળ ચાલી સિદ્ધાર્થે પોતાનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો.
"હાં મામા ...!" સુરેશસિંઘનો ફોન હોવાથી સિદ્ધાર્થ બોલ્યો.
"ઘેર પોં'ચને અર્જન્ટ ...તારાં મામી પડી ગ્યાં છે ...!" સામેથી સુરેશસિંહ ચિંતાતુર સ્વરમાં બોલ્યાં "હું બરોડા આયો છું ...મારે વાર લાગશે ...!"
"ઓહો ....ઓકે ઓકે ....!" ઉતાવળા પગલે દોડાદોડ સિદ્ધાર્થ કૉલેજ બિલ્ડીંગથી બહાર જવા લાગ્યો.
"સિદ્ધાર્થ ....!" લાવણ્યાએ બૂમ પાડીને તેને ટોક્યો.
પણ સિદ્ધાર્થે એક નજર પણ પાછું ફરીને જોયું નહિ અને ત્યાંથી નીકળી ગયો.
ઢીલું મોઢું કરીને લાવણ્યા કોરિડોરમાં જ ઉભી રહી ગઈ. તેની પાંપણો ભીની થઇ ગઈ. મોઢું નીચું કરી લાવણ્યા પોતાની ભાવનાઓ કંટ્રોલ કરવાંનો પ્રયત્ન કરી રહી. તે રડું રડું થઇ ગઈ. જોકે તેણીને નહોતી ખબર કે તેની સામે કોરિડોરના ખૂણે ઉભેલી નેહા ક્યારની લાવણ્યાને જોઈ રહી હતી.
"ઓહ માય ....!" કોરિડોરના ખૂણે ઊભાં-ઊભાં લાવણ્યાને જોઈ રહેલી નેહા લુચ્ચું હસતાં-હસતાં બબડી "આ છોકરી તો ગઈ ...!"
નીચું મોઢું કરી ફર્શ સામે તાકી રહેલી લાવણ્યાની આંખમાંથી હવે ટપ-ટપ આંસુ પડી રહ્યાં હતાં.
****
સિદ્ધાર્થને પોતાનામાં રસ લેતો કરવાનાં એકધાર્યા પ્રયત્નો કરીને થાકેલી લાવણ્યાએ છેવટે વિશાલને ફોન કરીને તેમનો અડ્ડો બની ચૂકેલી SG Highwayની ખેતલપા ટી-સ્ટોલ ઉપર બોલાવ્યો હતો.
બંને ચ્હા પીતાં-પીતાં વાતો કરી રહ્યાં હતાં. વિશાલ બાઇક ડબલ સ્ટેન્ડ કરી તેની ઉપર બેઠો હતો.
“તું કે છે કે સિદ્ધાર્થ નેહાનીજ પાછળ લાગેલો રે’ છે રાઇટ....?” વિશાલે પૂછ્યું.
“હમ્મ...” લાવણ્યાએ ડોકી હલાવી.
“તું જ વિચાર કર....! એ કોલેજમાં આવ્યો ત્યારથીજ ડાયરેક્ટ નેહાની પાછળ લાગી ગયો....!” વિશાલ બોલ્યો “અને નેહાએ પણ ભલે સિદ્ધાર્થને ભાવ નથી આપ્યો પણ તે કદી જોયું કે તે સિદ્ધાર્થથી દૂર ભાગતી હોય...!?”
લાવણ્યા વિચારવાં લાગી.
“સિદ્ધાર્થનું આવું વર્તન જાણે તેનાં માટે “સ્વાભાવિક” હોય એમ નેહા હમેશાં તેની જોડે એજ રીતે વર્તી છે....!” વિશાલ આગળ બોલ્યો “અને બીજી વાત....!”
લાવણ્યાએ વિશાલ તરફ જોયું.
“આપણી આખી કોલેજ લાઈફમાં અત્યાર સુધી તે જોયું કે નેહાને કોઈ બોયફ્રેન્ડ હોય....!” વિશાલે કીધું “એણે પોતે પણ ક્યારેય કોઈજ છોકરાને પોતાનો બોયફ્રેન્ડ નથી બનાવ્યો....! કેમ?”
જવાબ આપ્યાં વિના વિચારી રહેલી લાવણ્યા વિશાલ સામે જોઈ રહી.
“અચાનક સિદ્ધાર્થ આવ્યો અને....! સીધોજ નેહાને “અપ્રોચ” કરવાં લાગી ગ્યો...!” થોડીવાર ચૂપ રહ્યાં પછી વિશાલ બોલ્યો “આવું ત્યારેજ શક્ય છે.....જ્યારે ….!”
“જ્યારે તેઓ પહેલેથી જ એકબીજાને ઓળખતાં હોય....!” વિશાલનો તર્ક સમજી ગયેલી લાવણ્યા અને વચ્ચે બોલી પડી.
“Exactly….!” વિશાલે ભારપૂર્વક સૂર પુરાવ્યો.
બંને થોડીવાર ચૂપ રહ્યાં અને વિચારવાં લાગ્યાં.
“મને નથી લાગતું કે સિદ્ધાર્થને specifically તારાથીજ કોઈ પ્રોબ્લેમ હોય....!” વિશાલ બોલ્યો.
“એટ્લે...!?” લાવણ્યા મૂંઝાઈ.
“એ ફક્ત તનેજ ભાવ નથી આપતો એવું નથી....!” વિશાલ બોલ્યો “એ બીજી કોઈજ છોકરીને ભાવ નથી આપતો....!”
“ત્રિશા...કામ્યા...મેઘા....!” વિશાલ નામો બોલવાં લાગ્યો “એ બધી છોકરીઓ એની પાછળ પડી છે ….! પણ એ કોઈને ઘાસ નથી નાંખતો....!”
“ત્રિશા..કામ્યાનું તો મને ખબર હતી...!” લાવણ્યા બોલી “પણ ઓલી મેઘાડી....!?” લાવણ્યાનું મોઢું બગડી ગયું “એ ણ એની પાછળ પડી છે...!?”
“એણે તો સિદ્ધાર્થને જેંટ્સ ટોઇલેટમાં ઘૂસીને ખુલ્લી ઓફર આપી હતી....!” વિશાલ ગંદુ હસતાં બોલ્યો.
“શેની ઓફર...!?” લાવણ્યાને જીણી આંખ કરી.
“Come on લાવણ્યા....!” વિશાલે લાવણ્યાના ખભે હળવો પંચ કર્યો “મેઘા સુપર હોટ છોકરી છે....! એનું ફિગર જોયું છે....!?”
“I am not lesbian….!” લાવણ્યાએ ફરી મ્હોં બગાડયું “મેઘા સુપર હોટ હોય કે ના હોય she is a sl*t…! તું જાણેજ છે એને....!”
“એ હિસાબે તો …અ....!” વિશાલે કાતિલ નજરે લાવણ્યા સામે જોયું.
“Don’t you dare to take my name….!” લાવણ્યા વિશાલ સામે આંગળી કરીને ઘુરકી “હું અલગ છું....” તેણે પોતના વાળ ઘમંડથી ઝાટક્યા.
વિશાલે કટાક્ષમાં તેની આંખોની કીકીઓ ઘુમાવી.
“તું એ બધી પંચાત છોડ....!” થોડીવાર પછી લાવણ્યા બોલી “મેઇન વાત ઉપર આવ...!”
“હું કહું છું ને ...!” વિશાલ બોલ્યો “એ બંને એકબીજાંને પહેલેથી જ ઓળખે છે...!”
“તો હવે એ વાતની ખાતરી કેવી રીતે કરવી....!?” લાવણ્યા બોલી “અને જો એ બંને એકબીજાને ઓળખતાં હોય તો શું...!?”
“તો આપણો પ્લાન બદલવો પડે....!” વિશાલ બોલ્યો “પહેલાં નેહાને રસ્તા ઉપરથી “હટાવવી” પડે....!”
“હમ્મ...!” લાવણ્યા એ વિષે વિચારવાં લાગી.
આપણે પહેલાં એ જાણવું પડશે કે નેહા સિદ્ધાર્થને ભાવ કેમ નથી આપતી....!?” વિશાલ બોલ્યો “આટલી છોકરીઓ જેની પાછળ પડી છે એ છોકરો જે છોકરીને ભાવ આપે છે એજ એને ભાવ નથી આપતી....! કઇંક તો કારણ હોવું જોઈએને....!?”
“હાં…! સાચી વાત...!” લાવણ્યાએ હામી ભરી “હવે હું શું કરું...!?”
“કઇં નહીં....!” વિશાલ બાઇકમાં ચાવી ભરાવતાં બોલ્યો “કોલેજ જા ...! અને જેમ ચાલે છે એમજ ચાલવાં દે...!”
“એટ્લે....!” થોડી મુંઝયેલી લાવણ્યા બાઇક ઉપરથી ઉતરતાં બોલી “હું સિદ્ધાર્થને ઇગનોર કરતી રહું...!? એમ...!?”
“હાં....!” વિશાલે બાઇક ઉપર બેસી તેના ગોગલ્સ ચડાવ્યા “અને હવે જ્યારે પણ તેઓ તને કોઈ જગ્યાએ તેમની સાથે જવાં પૂછે ....! તો પહેલાં થોડો ઘણો ભાવ ખાજે અને પછી “હા” પાડી તેમની જોડે જજે….!”
“કેમ એવું...!?” લાવણ્યા વધુ મૂંઝાઇ.
“તે બંને વચ્ચે શું ચાલે છે...! એ જાણવા તારે હવે એમની નજીક જવું પડશે....!” વિશાલે તેના બાઇંકનું સ્ટેન્ડ ઊંચું કર્યું અને સેલ માર્યો “પણ યાદ રાખજે ....! તારે સિદ્ધાર્થને ભાવ નથી આપવાનો....”
હમ્મ...!” લાવણ્યા વિચારી રહી.
***
“કેવું છે સરગુનને.....!?” ફોન ઉપર કરણસિંઘ સિદ્ધાર્થને પૂછી રહ્યાં હતાં.
“સારું છે.....! ખાલી મચકોડ હતી....!” સિદ્ધાર્થ માહિતી આપતાં બોલ્યો “હમણાંજ ઘેર આયો એમને દવાખાને બતાઈને...!”
“હમ્મ....સારું....!”
સુરેશસિંઘનો ફોન આવતાં સિદ્ધાર્થ તાબડતોબ ઘરે પહોંચી ગયો હતો અને ઘરે પહોંચી મામી સરગુનબેનને દવાખાને લઈ ગયો હતો. બાથરૂમમાં પગ લપસ્યો હોવાથી તેમનાં પગ અને કમરમાં સહેજ મચકોડ આવી ગઈ હતી. બહુ ગંભીર નાં હોવાને લીધે ડૉક્ટરનાં તપસ્યા પછી સિદ્ધાર્થ સરગુનબેનને ઘરે લઈ આવ્યો હતો.
“દવાઓ આપી દીધી....!?” કરણસિંઘે પૂછ્યું.
“હાં....! આપી દીધી....!” સિદ્ધાર્થ બોલ્યો.
“સારું તો....! હું અને સુરેશ આઈએ છે અમદાવાદ....! રાગિણીને પણ લેતો આઉ છું....! અને ઝીલને પણ ફોન કર્યો છે.....! કુલદીપકુમાર ખબર કાઢવાં આવાનાં છે...તો એને થોડાં દિવસ ત્યાં મૂકી જશે....!”
“સારું....!”
“વિજય અને નેહા પણ આવવાનું કે’તાં’તાં...!” કરણસિંઘ બોલ્યાં.
“હાં....! એમનો ફોન આયો’તો...! એ આવેજ છે....!”
કરણસિંઘ સાથે વાતચિત થયાં બાદ થોડીવાર પછી નેહા, તેનાં મમ્મી અને વિજયસિંઘ આવ્યાં. ખબર કાઢવાની ઔપચારિકતા પતાવી નેહા કરણસિંઘ સુરેશસિંઘ વગેરે બરોડાથી આવે એ પહેલાં એક્ઝામની તૈયારીનું બહાનું કાઢી નીકળી ગઈ. તે જાણતી હતી કે સુરેશસિંઘ, કરણસિંઘ, રાગિણીબેન અને તેનાં મમ્મી-પપ્પા બધાં એક જગ્યાએ ભેગાં થશે તો ફરીવાર મેરેજ માટે ફોર્સ કરશે. અને બધાની હાજરીમાં કદાચ ના પાડવી કે વાત ટાળવી અઘરી થઈ જાય એ જાણતી નેહા ઘરે જતી રહી. સિદ્ધાર્થ પણ આ વાત સમજી ગયો હતો. કરણસિંઘ વગેરે બરોડાથી આવ્યાં ત્યાં સુધી વિજયસિંઘ રોકાયાં.
બધાનાં આવ્યાં બાદ મોડી સાંજ સુધી ઔપચારિક વાતો વગેરેનો દોર ચાલ્યો.
"કેમ નેહા ના રોકાઈ ...!?"સિદ્ધાર્થનાં રૂમમાં પ્રવેશતાં ઝીલે કહ્યું.
જમી પરવારી સિદ્ધાર્થ પોતાનાં રૂમની બાલ્કનીમાં આંટાં મારી રહ્યો હતો.
"ના ....! એકઝામની તૈયારીનું કે 'તી 'તી ....!" સિદ્ધાર્થ સહેજ નિરાશ સુરમાં બોલ્યો.
"હમ્મ ....! બવ સિરિયસ છે નઈ એ....સ્ટડી માટે ....!" સાચું કારણ જણાતી ઝીલ મલકાઈને બોલી.
ઝીલની વાતનો અર્થ પામી ગયેલો સિદ્ધાર્થ જવાબમાં હળવું હસ્યો અને બાલ્કનીમાંથી સામે દૂર દેખાતું દ્રશ્ય જોઈ રહ્યો.
વાતાવરણમાં ઉકળાટ ઓછો થતાં ધીરે-ધીરે ઠંડો પવન વાઈ રહ્યો હતો.
ઠંડો પવન આવે છે ....!" બાલ્કનીની લોખંડની રેલિંગ ઉપર હાથ ટેકવી સિદ્ધાર્થ બોલ્યો "ક્યાંક વરસાદ પડ્યો હશે ....!"
"હમ્મ ....! પણ અહીંયા નઈ પડતો ...!" ઝીલ ફરીવાર સૂચક વાક્ય બોલી "લાગે છે વરસાદ રિસાયો છે ....! મનામણાં કરવાં પડશે...!"
સિદ્ધાર્થ ફરીવાર હળવું હસ્યો.
“તમે કેટલાં દિવસ રોકાવાનાં છો....!?” વાત બદલવા સિદ્ધાર્થે પૂછ્યું.
“મમ્મીને સારું થાય ત્યાં સુધી....!” ઝીલ બોલી.
“હમ્મ....!” સિદ્ધાર્થે માથું હલાવી હુંકારો ભર્યો અને પાછું નજર ફેરવી સામે જોવાં લાગ્યો.
“કરણફૂઆ અને રાગિણીફોય પણ રોકાવાનાં છે....!” ઝીલ ફરીવાર સૂચક વાક્ય બોલી.
કશું બોલ્યાં વગર સિદ્ધાર્થ મૌન રહ્યો અને રાહ જોઈ રહ્યો કે ઝીલ ક્યારે બાકીનું વાક્ય પૂરું કરે.
“કરણફૂઆ મેરેજની વાત કરતાં’તાં.....!” ઝીલ છેવટે બોલી “તમે નેહાને મનાઈ કે નઈ...વગેરે વગેરે....! કદાચ તમારી જોડે પણ વાત કરશે....!”
એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થે ઝીલ સામે જોયું.
“એ નઈ માનતી....!” સિદ્ધાર્થ આડું જોઈ ઢીલું મોઢું કરી બોલ્યો “મેં કેટલીયવાર પૂછ્યું....! એ એકની બે નઈ થતી...!”
“શું પ્રોબ્લેમ છે એને....!?”
“એને મારાં માટે કોઈ ફીલિંગ નથી....!” સિદ્ધાર્થ ઢીલા ચેહરે બોલ્યો.
ઝીલ દયામણું મોઢું કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થની નેહા માટેની ફીલિંગ વિષે ઝીલ પોતાનાં મેરેજ વખતીજ જાણતી હતી. જ્યારે સિદ્ધાર્થે ફર્સ્ટ ટાઈમ નેહાને જોઈ ત્યારથી તેને તે ગમી ગઈ હતી તે વાત ઝીલ જાણતી હતી. ઝીલને પણ નેહા સિદ્ધાર્થ માટે પરફેટ પાર્ટનર લાગી હતી.
“હું નઈ ગમતો એને....!” સિદ્ધાર્થ બોલ્યો.
“ક...કેમ નઈ ગમતો.....!?” ગળગળો થઈ ગયેલો પોતાનો સ્વર સખત કરતાં ઝીલ માંડ બોલી “મારાં ભાઈમાં એવી તો શું ખામી છે...!? એ ડોબીને ખબર નઈ.....! આપડી નાતમાં લાઈન લાગે છે તારા માટે....!”
“હુંહ....!” સિદ્ધાર્થ કટાક્ષમાં હસ્યો “તો પછી સંભવીએ ના શું કામ પાડી.....!?”
વેધક સ્વરમાં પોતાનાં ઉપરજ ટોંન્ટ મારી સિદ્ધાર્થ બાલ્કનીમાંથી બેડરૂમ તરફ જવાં લાગ્યો.
“એવું કઈં નઈ ઓકે....!” સિદ્ધાર્થની પાછળ-પાછળ ઝીલ ચાલવા લાગી “તું બધી રીતે લાયકજ છે....! એ નાલાયક હતી....!”
“હી...હી....!” સિદ્ધાર્થથી હસાઈ ગયું અને તે બેડ ઉપર બેઠો.
“હું સાચું કઉ છું સિડ...!” ભાવુક થઈ ગયેલી ઝીલ હવે દર વખતની જેમ સિદ્ધાર્થને ટૂંકારે પ્રેમથી બોલાવાં લાગી “તું બધી રીતે સારો છે...! જોજે...! તને એવી છોકરી મલશે....જે તને પાગલોનો જેમ અનહદ પ્રેમ કરશે....!”
સિદ્ધાર્થ હવે માથું ધૂણાવી હસી રહ્યો અને પોતાનો મોબાઈલ મંતરવા લાગ્યો.
“હું વાત કરી જોઉ...નેહા જોડે...!?” સિદ્ધાર્થની સામે બેડ ઉપર બેસતાં-બેસતાં ઝીલ બોલી.
“એ બહુ જિદ્દીલી છે....! કોઈનું નઈ માને....!” સિદ્ધાર્થ બોલ્યો અને પાછો મોબાઈલ મંતરવા લાગ્યો “છતાંય તારે ટ્રાય કરવો હોય તો છૂટ છે....!”
“હમ્મ....! જોજે....! હું મનાઈ લઇશ એને....!” ઝીલ વિશ્વાસપૂર્વક બોલી “મારાં ભાઈને ના પાડવાની હિમ્મત કેમની થઈ એની....! હમ્મ....!”
સિદ્ધાર્થ ફરીવાર હસ્યો. ઝીલ મોડી રાત સુધી તેની જોડે બેસીને તેની સાથે કોઈને કોઈ વાતે વળગી રહી.
***
બે-ત્રણ દિવસ પછી...
હવામાનખાતાંની આગાહી બે દિવસ મોડી પણ જાણે સાચી પડી હોય એમ અમદાવાદમાં આખરે છેલ્લાં ત્રણ કલ્લાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. અને જેમ દરેક વર્ષારૂતુમાં થાય છે એમજ અમદાવાદના અનેક વિસ્તારો જાણે નદી કે બેટમાં ફેરવાઇ ગયા હોય એટલું પાણી ભરાઈ ચૂક્યું હતું. કાળઝાળ ગરમીથી કંટાળેલાં જુવાનીઓ માટેતો જાણે આ પ્રેમની મૌસમ હતી. સિઝનનો પ્રથમ વરસાદ શરૂ થતાંજ કોલેજનાં મોટાભાગનાં કપલીયા રિવરફ્રંટ જેવાં સ્થળોએ રોમેન્ટીક થવાં નીકળી પડ્યાં હતાં.
“મસ્ત રોમેન્ટીક વાતાવરણ છે....!” કારમાં બેઠેલો સિદ્ધાર્થ કારની વિન્ડોની બહાર જોઈ બબડ્યો “નેહાને પૂછી જોઉં....! ક્યાંક મૂવી જોવાંનું કે લંન્ચ માટે જવાનું....! કદાચ હા પાડીદે...!”
કૉલેજનાં પેવમેંન્ટ પર કારમાં બેઠાં-બેઠાં સિદ્ધાર્થ નેહાનાં આવવાની રાહ જોઈ રહ્યો હતો. વહેલી સવારથીજ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિદ્ધાર્થ ઘરેથી કાર લઈને નીકળ્યો હતો. ભારે વરસાદને લીધે સિદ્ધાર્થ નેહાને ઘરે ડ્રોપ કરવાં જઇ રહ્યો હતો.
“ચલ..ચલ....જલ્દી....!” કારનો દરવાજો ખોલી અંદર ઝડપથી બેસતાં-બેસતાં નેહા બોલી.
કૉલેજ બિલ્ડીંગથી લઈને સિદ્ધાર્થની કાર સુધી દોડાદોડ આવવાં છતાં ભારે વરસાદને લીધે નેહા સાધારણ પલળી ગઈ હતી.
“ ભયંકર વરસાદ છે હોં....!” સિટમાં બેઠાં-બેઠાં પોતાના કપડાં ઝાટકતાં-ઝાટકતાં નેહા બોલી પછી સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “ચલ જલ્દી....! ઘરે લઈલે....!”
“અમ્મ....! ક્યાંય કૉફી પીવી છે..!?” સિદ્ધાર્થે સહેજ ખચકાટથી પૂછ્યું અને કાર ચલાવી કોલેજનાં ગેટની બહાર કા લાગ્યો.
“હાં...હાં...કેમ નઈ તું ઘેર મને ઉતારીશ....એટ્લે મારી મમ્મીની હાથની મસ્ત કૉફી પીવડાઈશ...!” નેહા સિદ્ધાર્થને હેરાન કરતી હોય એમ બોલી.
“હું તો શંભુ ઉપર જવાનું કે’તો ‘તો...! બવ દિવસથી ગ્યાં નઈને એટ્લે....!” સિદ્ધાર્થ માયુસ સ્વરમાં બોલ્યો અને કાર ડાબી બાજુ વળાવી ઝેવિયર કૉલેજ તરફ લીધી.
“અરે....! આ જો...!” કૉલેજની બાઉન્ડરી વૉલ પૂરી થતાં બસસ્ટેન્ડે ઊભેલી લાવણ્યાને જોઈને નેહા બોલી પડી.
સિદ્ધાર્થે પણ સામે કાંચમાંથી બહાર જોયું. કારનાં આગળનાં મુખ્ય કાંચ ઉપર પડતાં વરસાદનાં પાણીને વાઈપર જ્યારે જ્યારે હટાવતું, ચોખ્ખાં થતાં કાંચમાંથી સિદ્ધાર્થને વરસાદમાં પલળેલી અને બસસ્ટેન્ડમાં ઊભેલી લાવણ્યા દેખાતી.
કોલેજની બહારજ AMTSનાં બસસ્ટેન્ડમાં ઊભેલી લાવણ્યા એક પછી એક ઓટોવાળાને હાથ કરીને રોકી રહી હતી. દર વખતે ઓટોવાળો લાવણ્યાને જોઈ ઊભો રહેતો અને લાવણ્યા બસસ્ટેન્ડમાથી બહાર નીકળી તેને જોધપુર જવા પૂછતી. અને ઓટોવાળાની “ના” પડતાં લાવણ્યા મુશળધાર વરસી રહેલાં વરસાદથી બચવા ફરી પાછી બસસ્ટેન્ડમાં ઘૂસી જતી. આમને આમ લાવણ્યા લગભગ આખી પલળી ગઈ હતી. એમાંય લાવણ્યાનું નસીબ ખરાબ કે આજે તેણે વ્હાઇટ કલરનો પંજાબી ડ્રેસ અને ટાઈટ સફેદ લેગિંસ પહેરી હતી. વરસાદમાં પલળી ગયાં પછી સફેદ ડ્રેસમાં આરપાર દેખાતું તેનું રૂપ પણ જાણે ધોધમાર વરસાદની જેમ વરસી રહ્યું હતું. અને રસ્તા ઉપર આવતાં જતાં અને છેલબટાઉ રોમિયો જેવાં છોકરાંનું ધ્યાનભંગ કરી રહ્યું હતું.
વ્હાઇટ ડ્રેસમાં પલળેલી લાવણ્યાને એક નજર સિદ્ધાર્થે ઉપરથી નીચે સુધી જોઈ. આરપાર દેખાતાં સફેદ ડ્રેસને લીધે તે અસહાય સ્થિતિમાં મુકાઈ ગઈ હશે એમ માની સિદ્ધાર્થે કાર ધીમી કરી.
સિદ્ધાર્થને યાદ આવ્યું કે બે-ત્રણ દિવસ પહેલાં પણ લાવણ્યાએ પોતાને ઘરે ડ્રોપ કરવાં માટે લિફ્ટ માંગી હતી. સિદ્ધાર્થ હા પાડવાનોજ હતો ત્યાંજ તેનાં મામી પડી જવાની ખબર ફોન ઉપર મળતાજ સિદ્ધાર્થ ઝડપથી ઘરે દોડી ગયો હતો.
કંટાળેલી લાવણ્યાએ હવે તેનાં હેન્ડબેગમાંથી વરસાદમાં પલળી ના જાય એટ્લે કોથળીમાં ભરેલો તેનો મોબાઇલ કાઢ્યો અને વિશાલને ફોન કરવા લાગી.
“કાર ઊભી રાખ....!” કઈંક વિચાર આવી જતાં નેહાએ સિદ્ધાર્થને કહ્યું “આપડે એને બેસાડી લઈએ...!”
“હમ્મ....!” નેહાનાં મનથી અજાણ સિદ્ધાર્થે પણ મદદ કરવાનાં આશયથી કાર વધુ ધીમી કરીને લાવણ્યાની આગળ બસસ્ટેન્ડ પાસે ઊભી રાખી.
નેહાએ પોતાની બાજુ કારની વિન્ડોનો ગ્લાસ અડધો ખોલ્યો અને કોઈને કૉલ કરવાં જઇ રહેલી લાવણ્યાને બૂમ પાડી.
“લાવણ્યા....!”
બસસ્ટેન્ડનાં ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભેલી લાવણ્યાએ સહેજ નીચા નમીને જોયું.
“અરે તું તો આખી પલળી ગઈ છે....ચાલ આવ અંદર બેસ.... અમે તને છોડી દઈએ...!” નેહાએ ઉપરથી નીચે સુધી પલળી ગયેલી લાવણ્યાને જોઈને કહ્યું.
“અ...અ...!” લાવણ્યાએ હવે સહેજ વધુ નીચે વળીને જોયું.
નેહાની બાજુમાં ડ્રાઇવર સીટ ઉપર સિદ્ધાર્થ હતો.
“Its ok…!” લાવણ્યાને વિશાલની “થોડો ભાવ ભાવ ખાજે” વળી લાઇન યાદ આવતાં તે બોલી “I am fine…! હું જતી રહીશ....!”
“અરે કોઈ ઓટોવાળો નહીં મળી અત્યારે....!” ધોધમાર વરસી રહેલાં વરસાદના અવાજમાં સાભળી શકાય એટ્લે નેહા થોડાં ઊંચા અવાજે બોલી “તું ચલ.... અંદર બેસ....! એમ પણ આ વ્હાઇટ ડ્રેસ હવે તારા આ હોટ શરીરને ઢાંકવાની જગ્યાએ લફંગાઓ માટે “Invitation” બની રહ્યો છે....! ચલ જલ્દી બેસ...!”
“અરે its ok…!” લાવણ્યાએ ફરી કીધું “તમે બંને જાઓ આ મસ્ત રોમેન્ટીક મૌસમને એન્જોય કરો....! હું તમારી વચ્ચે સ્પીડ બ્રેકર નથી બનવા માંગતી....!”
“હા...હા...હા...!” નેહા હસી પડી “લાવણ્યા...! શું તું પણ...! એવું કઇં નથી....! તું અંદર બેસ જલ્દી ...! પછી વાત કરજે....!”
“લાવણ્યા ....!” હવે સિદ્ધાર્થે સહેજ નમી લાવણ્યાને જોઈને કહ્યું “પ્લીઝ અંદર બેસ....! નહીં તો આ મને પણ અહી રોકી રાખશે....!”
સિદ્ધર્થે સહેજ ટોંટમાં કહેતાં નેહાએ ગમ્મતમાં કતરાઈને સિદ્ધાર્થ તરફ જોયું.
લાવણ્યા સમજી ગઈ કે હવે વધુ પડતો ભાવ ખાવાની જરૂર નથી. આથી તેણે નીચે નમીને સિદ્ધાર્થને કહ્યું “પણ હું આખી ભીની છું....! અને તારી ગાડી પણ ભીની થઈ જશે...!”
તું અંદર બેસ “Love”…!” નેહાને જેલસી કરવાંનાં ઉદ્દેશથી સિદ્ધાર્થે લાવણ્યાને કીધું.
“Love…!?” લાવણ્યાને નવાઈ લાગી.
“અરે લાવણ્યાનું પેટ નેમ ….!” સિદ્ધાર્થ બોલ્યો “Love…! ચાલશેને....!?”
નેહા પણ પ્રશ્ન ભાવે મલકાતી હોય એમ સિદ્ધાર્થ સામે જોઈ રહી.
“અચ્છા મને જેલસી કરાવી છે એમને બચ્ચું....!!?” નેહા સ્મિત કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહીને મનમાં બબડી.
સિદ્ધાર્થ પણ તેણીને ચિડાવતો હોય એમ પોતાની આઈબ્રો નચાવીને તેણી સામે જોઈ રહ્યો પછી કારનો પાછલો દરવાજો ખુલવાનો અવાજ આવતાં સામેની બાજુ જોવાં લાગ્યો.
જેમ પ્રથમ વરસાદને લીધે ગરમીથી ત્રાસેલી ધરતી ખીલી ઊઠે તેમ લાવણ્યાનું હ્રદય પણ સિદ્ધાર્થના મોઢે તેનાં માટે એક ક્યૂટ પેટનેમ સાંભળી ખીલી ઉઠ્યું. આ પ્રથમવાર હતું જ્યારે સિદ્ધાર્થે લાવણ્યાની જોડે સરખી વાત પણ કરી હોય અને એમાંય પહેલીવારમાંજ આટલું મસ્ત પેટનેમ પણ આપી દીધું.
“હા...! ચાલશે....!” લાવણ્યા બોલી અને ગાડીમાં પાછળ બેસવાં દરવાજો ખોલી બેસવાં લાગી
Love…!” ગાડીમાં બેસતાં-બેસતાં લાવણ્યા મનમાં બબડી “ચાલશે નહીં દોડશે....!”
લાવણ્યા ગાડીમાં બેસતાજ સિદ્ધાર્થે ગાડી St. Xavier's collegeની સામે આવેલાં શંભુ કોફી શોપ તરફ મારી મૂકી.
“લાવણ્યા ...!” નેહા પાછળ ફરીને બોલી “અમે ગરમા ગરમ કોફી પીવા શંભુ ઉપર જઈએ છે....! તને ચાલશે....!?”
“અરે....!?” સિદ્ધાર્થે આશ્ચર્યપૂર્વક નેહા સામે જોયું પછી સામે જોઈ કાર ડ્રાઈવ કરવાં લાગ્યો અને મનમાં બબડ્યો “જબરી છે આ તો....મેં પૂછ્યું તો ના પાડી....! અને હવે સામેથી....વાહ...શું ગેમ રમે છે...!”
ખુશ થઈ ગયેલી લાવણ્યા “હા” બોલવા જતી હતી ત્યાંજ વિશાલની વાત યાદ આવી જતાં તે અટકી અને બોલી “અ...અ..! પણ મારે ઘરે જવાનું છે...! થોડું કામ હતું એટ્લે...!”
“ઓહ....!” નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.
“શું ...!?” સિદ્ધાર્થે રમુજમાં કહ્યું “હું તો ચિઠ્ઠીનો ચાકર છું....! તમે કહો ત્યાં લઈ જાઉં...!”
“its ok…!” લાવણ્યા બોલી “મને Xavier's collegeના બસસ્ટોપ ઉપર ઉતારી દે....! મને ત્યાંથી તો કોઈને કોઈ ઓટો મળી જશે...!”
“અરે ના...!” નેહા બોલી “અમે તને ઘરેજ ઉતારી દઇશું...! આપડી સોસાયટી એકજ તો છે....!”
“અરે તમે તકલીફ ના લો...!” લાવણ્યાએ ફરી દલીલ કરી “મારાં લીધે તમે શું કામ તમારું પ્લાનિંગ બગાડો છો...!?”
“કઇં પ્લાનિંગ નથી યાર....!” સિદ્ધાર્થે નિ:સાસો નાંખતા ફરીવાર ટોંટ મારી સામે જોઈને કીધું “એમ પણ આણે મને રેજેક્ટ કરી નાંખ્યો છે જવાદે ને...!”
“What…!?” લાવણ્યાથી બોલી જવાયું. તેનાં પેટમાં ફાળ પડી. જોકે તરતજ તેણે પોતાની ભાવનાઓ ઉપર કાબૂ મેળવી લીધો.
નેહા કતરાઈને સિદ્ધાર્થ સામે જોઈ રહી. ના પાડવાં છતાં તે ઈનડાયરેક્ટલી સગાઈની વાત જાહેર કરી રહ્યો હતો. નેહા જાણતી હતી લાવણ્યા સામે સિદ્ધાર્થ જાણી જોઈને આ વાત ઉખેડી રહ્યો હતો.
કઈંક વિચાર આવી ગયો હોય એમ નેહા ચમકી પછી બોલી -
“હું તો તને વર્ષોથી નાજ પાડતી આવું છું....!”
“વર્ષોથી...!?” સિદ્ધાર્થને અચરજ થયું જોકે નેહાનું નાટક સમજી ગયેલો તે મનમાંજ બાબડો અને સામે જોઈને ગાડી ચલાવી રહ્યો. તેણે કાર હવે Xavier's college ના કોર્નરથી ગુજરાત યુનિવર્સિટી તરફ વાળી.
“પણ તું ખોટો તારો ટાઈમ વેસ્ટ કરે છે...!” નેહા આગળ બોલી.
“એક મિનિટ...!” લાવણ્યા રઘવાયાં સ્વરમાં વચ્ચે બોલી “વર્ષોથી” એટ્લે...!?”
“અરે લાવણ્યા તને શું કહું...!” લુચ્ચું સ્મિત કરતી નેહા તેની તરફ પાછી ફરી “આ બેવકૂફ મારી પાછળ-પાછળ અહિયાં સુધી આવી ગયો ....!”
“મને કઇં નથી સમજાતું તું શું કહી રહી છે...!” લાવણ્યાએ માથું ધૂણાવ્યું.
સિદ્ધાર્થ પણ હવે મૂંઝાયો. નેહા સામેથી ધીરે-ધીરે બધુ કહી રહી હતી.
“હું તને પે’લ્લાથી બધુ કહું ...!” માંડ પોતાનું સ્મિત દબાવી રાખી નેહા લાવણ્યાને સમજાવતી હોય એમ બોલી “Actualy..! મારાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગયા છે...!”
“Oh…..” લાવણ્યા મનમાં બબડી. જાણે તેનું હ્રદય બેસી ગયું. તેની આંખો પલક ઝપકાવવાનું જાણે ભૂલી ગઈ અને તેની પાંપણો ભીંજાઇ ગઈ.
લાવણ્યાની સહેજ ભીંજાયેલી આંખો જોઈને નેહા મનમાંજ લુચ્ચું હસી. કારની આગલી સીટમાં બેઠેલી નેહા પાછું ફરીને લાવણ્યા સામે જોઈ રહી. લાવણ્યાને જાણે આઘાત લાગ્યો હોય એમ કેટલીક ક્ષણો સુધી મૌન થઈ ગઈ. નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.
“શું કરવાં માંગે છે તું...!?” બોલ્યાં વગર મૂંઝાયેલાં સિદ્ધાર્થે નેહાને ઈશારામાં પૂછ્યું.
નેહાએ આંખ મીંચકારી. સિદ્ધાર્થે આગળ જોઈ ડ્રાઈવ કરવાં માંડ્યુ.
“મેરેજ ફિક્સ થઈ ગયાં...?” કેટલીક ક્ષણો બાદ લાવણ્યા માંડ બોલી “ક...ક્યારે...?”
“બે વર્ષ પહેલાં...!” નેહા બોલી “અમે બંને ક્ષત્રિય છીએને ....! તો અમારાંમાં મોટેભાગે વહેલાં લગ્ન નક્કી થઈ જતાં હોય છે....એમાય મારી અને સિદ્ધાર્થની ઉંમરના છોકરાં-છોકરી તો બહુ ઓછાં કુંવારા ફરતાં હોય છે...!”
“અચ્છા...!” ઢીલી થઈ ગયેલી લાવણ્યાએ માંડ-માંડ કહ્યું.
“હાં...!” નેહા બોલી “અમારાં મમ્મી પપ્પાએ મળીને અમારું નક્કી કરી દીધું હતું....! મારાં પપ્પાને તો સિદ્ધાર્થ પે'લેથી પસંદ હતો....! સિદ્ધાર્થે પણ મને કયારની ગમાડી દીધી છે....!”
“તો પ્રોબ્લેમ શું છે...!?” ધિમાં સ્વરમાં લાવણ્યા પરાણે બોલી.
લાવણ્યાની એ હાલત જોઈ નેહાને હવે મજા આવી રહી હતી.
“પ્રોબ્લેમ એ છે...!” હવે સિદ્ધાર્થ નેહા તરફ સહેજ ત્રાંસુ જોઈને ટૉન્ટમાં બોલ્યો “કે મેડમને હું નથી ગમતો...!”
“What rubbish…!?” લાવણ્યાથી બોલાઈ ગયું પછી તે ફરી પોતાની ભાવનાઓ કાબૂ કરતાં બોલી “I mean…! અ...અ... તું સારો છોકરો છે...! handsome છે...! hot પણ...!” લાવણ્યાએ હવે નેહા સામે જોયું “તારે બીજું જોઈએ છે શું...!?”
“લાવણ્યા.....!” નેહા હળવું હસી પછી આરવને યાદ કરી સહેજ ગંભીર સ્વરમાં બોલી “ફક્ત દેખાવ કે પૈસા મહત્વનાં નથી .....!”
“હાં.....પણ તારે બીજું શું જોઈએ છે....!?” લાવણ્યા ભારપૂર્વક પુછવાં લાગી “એ બીજી કોઈ છોકરીની સામે નજર ઊંચી કરીને જોતો પણ નથી.....!”
"બધાની પોત -પોતાની ચોઈસ હોયને ....!" નેહા બોલી.
નેહા શું કરવા મથી રહી છે એ વિચારી રહેલાં સિદ્ધાર્થે છેવટે પોતાનું ધ્યાન કાર ચલાવવાંમાં લગાવ્યું.
"અરે પણ તને પ્રોબ્લેમ શું છે ....!?" લાવણ્યાએ ફરીવાર ભારપૂર્વક પૂછ્યું.
“અરે બાપરે.....!” સિદ્ધાર્થ કારની બહાર સામેની તરફ જોઈને બોલ્યો “આટલું બધુ પાણી...!?”
લાવણ્યા અને નેહા બંનેએ આગળ જોયું. કાર પાંજરાપોળ ચાર રસ્તાંએ પહોંચી હતી.
“એની માં ને....! ટ્રાફિક તો જો.....!” આગળ વાહનોનો લાંબી કતાર જોતાં સિદ્ધાર્થ સહેજ ડોકી નીચી કરીને બોલ્યો.
“બાપ રે...!” નેહા બોલી “હવે ....!? લાવણ્યાને ઘરે કેવીરીતે ઉતારીશું.....!?”
“એક કામ કરું.....! એસ જી હાઇવે ફેરવીને લઈ લઉં....!?” સિદ્ધર્થે કહ્યું.
“હા …! લઈલે...!” લાવણ્યા બોલી.
સિદ્ધાર્થે કાર રિવર્સ ગિયરમાં નાંખી અને પાછળની બાજુ જોઈને ચલાવી લીધી. કાર પાછી વાળ્યાં પછી સિદ્ધાર્થે યુનિવર્સિટી રોડ તરફ પાછી હંકારી.
“હા....! તો…..આપણે ક્યાં હતાં...!?” વાત યાદ કરાવતી હોય લાવણ્યા બોલી.
“પાંજરાપોળ....!” સિદ્ધાર્થે એક ઊડતી નજર પાછળ નાંખી ટીખળ કરી.
“વેરી ફની.....” લાવણ્યાએ ચાળાં પાડ્યાં “મેં નેહાને પૂછ્યું ...! નેહા તું શા માટે સિદ્ધાર્થ જોડે મેરેજ કરવાની ના પાડે છે....!?”
“તમે બંને હવે આ વાત પડતી મુકશો....!?” સિદ્ધાર્થ જાણે ચિડાયો હોય એમ નાટક કરતાં બોલ્યો.
“કેમ...!? તને શું તકલીફ છે....!?” લાવણ્યાએ છણકો કર્યો.
“મારો ઇગો હર્ટ થાય છે.....!” સિદ્ધાર્થ ફરી કાલાં સ્વરમાં બોલ્યો.
“એમાં શું ઇગો હર્ટ થાય છે....!?” લાવણ્યાએ પૂછ્યું.
“અરે કેમ....!?” સિદ્ધાર્થે કારને ડાબી બાજુ વાળવાં ટર્ન લીધો પછી બોલ્યો “હું નેહાને મનાઈ ના શક્યો તો ઇગો હર્ટ થાય જ ને....!?”
“હાં....હાં....હાં....!” લાવણ્યા અને નેહા બન્ને સાથેજ હસી પડ્યાં.
“તમે છોકરાઓ સુંદર છોકરીઓ પટાવવાને હમેશાં તમારાં ઇગો ઉપર કેમ લઈ લો છો....!?” લાવણ્યાએ પૂછ્યું “શું તમે અમને કોઈ ટ્રોફી સમજો છો...! જેને તમારે કોઈ રમતમાં જીતવાની હોય.....!”
સિદ્ધાર્થ કારમાં ઉપર લાગેલાં નાનાં કાંચમાંથી હસમુખા ચેહરે લાવણ્યાને ઘડીક જોઈ રહ્યો પછી ફરી સામે જોઈ કાર ચલાવવાં લાગ્યો.
“મને નહોતી ખબર તું આવી ઇન્ટેલીજેંટ વાતો પણ કરી જાણે છે....!” સિદ્ધાર્થે કટાક્ષ કર્યો.
“તું હજી મારાં વિષે કશું નથી જાણતો....!” લાવણ્યા થોડું ગંભીર થઈને બોલી.
"હાં ....કદાચ ....!" કાર ચલાવતાં -ચલાવતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
થોડીવાર કોઈ કઈં બોલ્યું નહીં.
સિદ્ધાર્થની કાર હવે એસ જી હાઇવે પર દોડી રહી હતી. જોકે ભારે વરસાદ અને ટ્રાફિક હોવાને લીધે સિદ્ધાર્થે કારની ઝડપ મર્યાદિત રાખી હતી. શહેરનાં અંદરનાં રસ્તાઓ કરતાં એસજી હાઇવે ઉપર ટ્રાફિક ઓછો હતો.
“મસ્ત ગરમાં ગરમ ચ્હા પીશું...!?” સિદ્ધાર્થ બંનેને ઉદ્દેશીને બોલ્યો.
જોકે આઘાત પામી ગયેલી લાવણ્યાનું ધ્યાન કારની બહાર એસજી હાઈવે તરફ હતું. કાર એ વખતે હાઈવે ઉપર ખેતલાપા ટી-સ્ટૉલની સામેથી પસાર થઈ રહી હતી.
“ના.....! મને અહિયાં ઉતારી દો...!” ઢીલી થઈ ગયેલી લાવણ્યા નિરાશ સ્વરમાં બોલી “મારે આ એરિયાંમાં થોડું કામ છે...!”
“પછી તું ઘરે કેમની આઈશ...!?” નેહાએ એક નજર સિદ્ધાર્થ સામે જોઈ પાછળ બેઠેલી લાવણ્યાને પૂછ્યું.
“આપડી સોસાયટી અહિયાંથી નજીક જ છે....!” લાવણ્યા પોતાનું સીટમાં પડેલું પોતાનું હેન્ડબેગ ખભે ભરાવ્યું “હું મેનેજ કરી લઇશ...!”
“તું શ્યોર છે...!?” નેહાએ ફરીવાર ભારપૂર્વક પૂછ્યું.
સિદ્ધાર્થે ત્યાં સુધીમાં તેની કાર ધીમી કરી હાઈવેની એક બાજુ કરવાં માંડી.
“હાં....!” લાવણ્યાએ ઉદાસ સ્વરમાં કહ્યું પછી સિદ્ધાર્થ સામે જોઈને બોલી “સિદ્ધાર્થ....! મને અહિયાંજ ઉતારીદેને પ્લીઝ...!”
“અને વરસાદ...!? તારો વ્હાઈટ ડ્રેસ....!?” નેહાએ સીટમાં બેઠેલી લાવણ્યાને ઉપરથી નીચે સુધી જોઈ.
લાવણ્યાએ એક નજર સિદ્ધાર્થ સામે જોયું. તે એ વખતે કારની છતમાં ઉપર લાગેલાં મિરરમાંથી લાવણ્યાને જોઈ રહ્યો હતો. પાતળાં લબચોરસ મિરરમાં સિદ્ધાર્થની ફક્ત આંખો દેખાઈ રહી હતી. લાવણ્યાની આંખો સિદ્ધાર્થ સાથે મળતાંજ તેણે નજર ફેરવીને આગળ જોવાં માંડ્યુ.
"વ્હાઇટ ડ્રેસ પ્રોબ્લેમ ક્રિયેટ કરે એવો તો છેજ ....!" બસ સ્ટેન્ડમાં પલળતી ઉભેલી લાવણ્યાનાં દ્રશ્યને યાદ કરી સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને છેવટે કાર હાઈવેની એક બાજુ થોભાવવાં લાગ્યો.
.
છેવટે હાઈવેની એકબાજુ કાર થોભાવી સિદ્ધાર્થે પાછું ઉપર મિરરમાં લાવણ્યા સામે જોવાં માંડ્યું.
“કોઈ વાંધો નઈ....! હું મેનેજ કરી લઇશ...!” લાવણ્યા નીરસ સ્વરમાં નેહા સામે જોઈ ઔપચારિક સ્મિત કરીને બોલી અને કારનો દરવાજો ખોલીને ઉતરવાં લાગી.
“બાય....!” કારમાંથી ઉતરી રહેલી લાવણ્યાને નેહાએ કહ્યું. તે પરાણે પોતાનું કુટિલ હાસ્ય દબાવી રહી.
કારમાંથી ઉતરી લાવણ્યા ચાલીને નેહાની સીટની વિન્ડો પાસે આવી.
“બાય....!” સહેજ નીચાં નમીને લાવણ્યાએ પહેલાં નેહાને કહ્યું ડ્રાઇવિંગ સીટમાં બેઠેલાં સામે જોઈને ધીરેથી સહેજ સજળ આંખે કહ્યું “બાય સિડ....!”
લાવણ્યાની આંખો અને ચહરા ઉપરનાં એ ભાવો નેહા વાંચી ગઈ. સિદ્ધાર્થનું ધ્યાન જોકે નેહાનાં વિચારોમાં હતું. આથી લાવણ્યાનાં હાવભાવ એ વાંચી નાં શક્યો. છતાં તેણીએ જ્યારે “બાય” કહ્યું તો સિદ્ધાર્થે પણ નેહા ઉપરથી નજર હટાવી હળવું સ્મિત કરી લાવણ્યા સામે જોયું.
લાવણ્યા પાછી ફરી રોડ ક્રોસ કરી ખેતલાપા ટી-સ્ટૉલ તરફ ચાલવા લાગી.
પારદર્શક થઈ ગયેલાં વ્હાઈટ ડ્રેસમાં આખી ભીની લાવણ્યાની પીઠ તરફ સિદ્ધાર્થ બે ઘડી જોઈ રહ્યો. નેહા પણ લાવણ્યા સામે તાકી રહી હતી. તેણીનાં ચેહરા ઉપર કુટિલ સ્મિત હતું.
“મને એમ હતું કે તું મેરેજની વાત કૉલેજમાં કોઈને જણાવા નઈ માંગતી...!” નેહા સામે જોઈ સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “સિક્રેટ રાખવાં માંગે છે....!”
“નાં....” એવુંજ કુટિલ સ્મિત કરતાં-કરતાં નેહા સીટમાં સીધી ફરી અને સામેની બાજુ જોતાં-જોતાં બોલી “હવે ટાઈમ આઈ ગ્યો છે...! આપડે આપડા રિલેશન વિષે બધાંને કહી દઈએ....!”
નેહાએ સ્મિત કરીને સિદ્ધાર્થ સામે જોયું. નેહાનું ભેદી સ્મિત પારખી નાં શકેલો સિદ્ધાર્થ ખુશ થઈ ગયો.
“જોજે....! હું મનાઈ લઇશ એને....!” બે-ત્રણ દિવસ પહેલાંની ઝીલ સાથેની વાત સિદ્ધાર્થને યાદ આઈ ગઈ
“એનો મતલબ ઝીલે મેરેજ માટે નેહાને મનાઈ લીધી લાગે છે...!” ખુશ થઈને સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
****
“S I D D H A R T H”
Jignesh
instagram@sid_jignesh19