One unique biodata - 31 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૧

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૧

સોમવારથી નિત્યાને કોલેજ સ્ટાર્ટ કરવાની હતી.એના પગમાં પણ હવે સારી એવી રિકવરી આવી ગઈ હતી.નિત્યા નોર્મલ લોકોની જેમ ઝડપથી તો નહોતી ચાલી શકતી પણ હવે એને ચાલવામાં તકલીફ થતી ન હતી.રવિવારનો દિવસ હતો.નિત્યા કોલેજ જવા ખૂબ જ એક્સાઇટેડ હતી.નિત્યાએ એની ડાયરી સાથે એની ખુશી વ્યક્ત કરી.

*

રવિવાર હોવાથી સલોનીના મમ્મી(મિસિસ મહેતા)ઘરના રસોડામાં કઈક બનાવી રહ્યા હતા.સલોની કોફી લેવા માટે રસોડામાં આવી ત્યાં એણે એની મમ્મીને જોઈ.સલોનીના ઘરમાં બધું જ કામ નોકરો દ્વારા થતું હતું.જમવાનું કામ મણિકાકા કરતાં હતાં.આજ એની મમ્મીને રસોડામાં જોઈ સલોની બોલી,"આજ સૂરજ કંઈ બાજુ ઉગ્યો છે"

"કેમ?"

"મેં પહેલી વાર તારા હાથમાં ફાઇલ અને ફોન સિવાય બીજું કંઈ જોયું"

"બસ આજ મન થઇ ગયું.તારો ફેવરિટ શીરો બનાવું છું"

"પેલો વાઇટ વાળો.......શું કહેવાય એને.....અમમ.....સેજી..સેજી નો ને?"

"સેજી નહીં સોજીનો"

"પણ કેમ,આજ કંઈ સ્પેશિયલ છે?"

"એમા વળી શું સ્પેશિયલ,પહેલા જ્યારે તારા દાદી હતા ત્યારે બધું જ જમવાનું મારી પાસે જ બનાવડાવતા હતા"

"ઓહહ,મારા સાસુમાની જેમ"

"હા"

"પણ મમ્મી અમુક વાર મને એમ થાય છે કે આટલા બધા નોકરો હોવા છતાં પણ એ પોતે કેમ આટલું કામ કરતા હશે"

"બેટા સ્ત્રીઓને ઘરનું કામ કરવામાં એક અલગ જ ખુશી મળતી હોય છે"

"તું પણ કરતી હતી?"

"હા,હું પણ તારા જન્મ વખતે જમવાથી લઈ ઘરનો કયો નોકર શું કામ કરે છે એ બધી જ જવાબદારી હું પોતે સંભાળતી હતી"

"તને પણ એમાં ખુશી મળતી હતી કે દાદી કહેતા હતા એટલે કરતી હતી"

"ઓફકોર્સ મને ગમતું હતું એટલે તો કરતી હતી"

"તો હવે કેમ છોડી દીધું"

"એજ્યુકેટેડ હોવા છતાં ઘરના કામ કરવાનું તારા પપ્પાને મિડલક્લાસ લાગતું હતું"

"ઓહહ"

"હું પણ શીખી રહી છું તમારી જેમ ઘરના કામ કરતા"

"મને ખબર તું શીખી જઈશ પણ જો તને આ કામ કરવું ના જ ગમતું હોય તો તારે અત્યારે જ જ્યોતિબેનને કહી દેવું જોઈએ"

"ના મમ્મી,લગ્ન ના થઇ જાય ત્યાં સુધી હું બધું જ કરે અને શીખી લઈશ"

"અને પછી"

"પછીનું પછી જોયું જશે"

"સંબંધોમાં જેટલા સરળ અને સાચા રહો એટલો સંબંધ લાંબો સમય ટકી રહે છે"

"હા તો હું ક્યાં કંઈ ખોટું બોલું છું,મારા સાસુને ગમે છે એ બનવાનો પૂરો પ્રયત્ન કરું છું અને કરતી રહીશ"

"હમણાં થોડાક દિવસોમાં તારામાં ઘણો બદલાવ આવી ગયો છે"

"કેવો બદલાવ?,સારો કે ખોટો"

"સારો,આઈ લાઈક ઇટ"

"હમણાંથી તમારામાં પણ મેં બદલાવ જોયો છે"

"મતલબ?"

"એક ઘરમાં રહેવા છતાંય મેસેજમાં વાત કરતા હતા ત્યાંથી આપણે હવે સામસામે ઉભા રહીને વાત કરતા થયા છીએ.મને ગમ્યું કે તમે મારા માટે સમય કાઢો છો.થેંક્યું સો મચ"સલોનીએ એની મમ્મીને હગ કરતા કહ્યું.

"બેટા આ તો અમારી ફરજ છે પણ માણસ જ્યારે પૈસા કમાવા પાછળ ગાંડો થઈ જાય છે ત્યારે ઘરની જવાબદારીઓ ભૂલતો જાય છે"

"પણ પૈસા એટલા માટે જ કમાવાના હોય કે ઘરની જવાબદારીઓ પુરી કરી શકાય"

"અત્યારનો માણસ પૈસા કમાવા એને પોતાની જવાબદારી સમજી બેસે છે અને સાચે જ એની જે જવાબદારી ફેમિલી પાછળની હોય છે એને ભૂલતો જાય છે"

"સારું,આ બધું છોડ.મને થોડો શિરો આપ પછી મારે નકુલને ફોન કરવો છે"

"બસ બની જ ગયો છે.તું બહાર બેસ હું લઈને આવું"

"ઓકે"

*

સલોનીએ નકુલને વિડિઓ કોલ કર્યો.

"હાઈ બેબી"સલોની બોલી.

નકુલ આમ-તેમ જોવા લાગ્યો.

"મારા સામે જોવાને બદલે આમ-તેમ શું જોવે છે?"નકુલને ડાફેળા મારતો જોઈ સલોનીએ પૂછ્યું.

"હું જોવું છું કે મારી આસપાસ કોઈ બેબી છે પણ નથી એટલે મને થયું કે તે મને કહ્યું હશે"

"ઓવીએશલી તને જ કહ્યું"

"આવું બેબુ-ફેબુ મને નઈ કેવાનું,આઈ એમ જેન્ટલમેન"

"ઓહહ...ઓકે બોસ"

"બોલ કેમ ફોન કર્યો?"

"બસ એમ જ"

"હું કામ કરું છું"

"યાર આજ તો રવિવાર છે.આજ તો લેપટોપને આરામ આપ"

"થોડું જરૂરી કામ છે"

"મને તો અત્યારથી જ મનાલીનો સ્નોફોલ,ગરમાગરમ ચા,એ પિંક પિંક ઠંડી.......આહા.....હાઉ રોમેન્ટિક"

"હાઉ બોરિંગ"

"બોરિંગ તો તું છે"

"બઉ ઉડે નઈ,હજી મમ્મીને પૂછવાનું બાકી છે"

"હેહેહે?"

"હાસ્તો,મમ્મીને પૂછવું પડશે ને કે અમે મનાલી જઈએ કે નહીં"

"નકુલ હવે તું ૧૫-૨૦ વર્ષનું બાળક નથી.યુ આર અ મેચ્યોર ગાય.એમાં મમ્મીને શું પૂછવાનું"

"તો મેચ્યોર લોકો મમ્મીને પૂછ્યા વગર બધું કામ કરે એવું???"

"હું એમ નથી કહેતી"

"તો?"

"અને જો મમ્મીએ ના કહ્યું તો?"

"મમ્મીએ આજ સુધી મને કોઈ દિવસ કોઈપણ વસ્તુ માટે ના નથી કહી"

"આ વખતે કહ્યું તો........"

"તો આપણે નઈ જઈએ"

"આપણે નહીં તું"

"તો તું જઈશ જ એમ"

"મેં આજ સુધી મારી લાઈફના ડીસીઝન મારી જાતે જ લીધા છે તો હવે હું શું કરવા કોઈનું સાંભળું.હું તો જઈશ જ"

નકુલને આ સાંભળી ગુસ્સો આવી ગયો.

"ઓકે,ધેટ્સ યોર ચોઇસ.બાય"નકુલ ગુસ્સામાં હોવાથી ફોન કટ કરી દીધો.

નકુલના ફોન કટ કરવાથી સલોનીને ખૂબ જ ગુસ્સો આવ્યો.એને એનો ફોન બેડમાં નાખી સીધી જ ઘરની બહાર નીકળી ગઈ.સલોનીની મમ્મી એને શિરો આપવા આવી હોવાથી રૂમની બહાર ઉભા રહીને નકુલ અને સલોની વચ્ચે થયેલ કનવર્ઝેશન સાંભળી લીધી હતી.એમને થયું કે એ સલોનીને રોકે પણ સલોની ગુસ્સામાં હોય ત્યારે કોઈની વાત સાંભળતી ન હતી એટલે એમને સલોનીને જવા દીધી અને થોડા સમય પછી સલોનીને સમજાવશે એવું નક્કી કર્યું.

સલોની એના ઘરેથી નીકળી એની ફ્રેન્ડ શ્રેયાના ઘરે ગઈ.

(શ્રેયા આચાર્ય:-ફેશન ડિઝાઈનર અને સલોનીની ફ્રેન્ડ.એ પોતે ઘણું કમાતી હોવાથી પોતાનો ફ્લેટ લઈને એકલી જ રહેતી હતી.દેખાવમાં હિરોઇન જેવી પણ સ્વભાવમાં સલોનીની બીજી બહેન કહીએ તો ખોટું નથી.ઈનફેક્ટ સલોની અમુક ખરાબ આદતો શ્રેયા જોડેથી જ શીખી હતી.આમ પણ કહેવાય છે ને સંગ એવો રંગ.શ્રેયાની હાલત પણ સલોનીની જેમ જ હતી.શ્રેયાના મમ્મી-પપ્પાનું કાર એક્સિડન્ટમાં નિધન થઈ ગયું હતું.શ્રેયાના ભાઈ-ભાભી કેનેડા રહેતા હતા.એના ભાઈ-ભાભી એને ઘણું કહેતા કે તું અહીંયા આવી જ પણ શ્રેયા કોઈનું પણ કહ્યું માનતી ન હતી.)

સલોની શ્રેયાના ઘરે પહોંચી ત્યારે શ્રેયાને કોઈ કસ્ટમરનો ફોન ચાલું હતો.સલોની જઈને સોફામાં ચૂપચાપ બેસી.સલોનીને ગુસ્સામાં પરેશાન જોઈ શ્રેયાએ તેને ઇશારામાં પૂછ્યું કે,"શું થયું"પણ સલોનીએ કંઈ પણ જવાબ ન આપ્યો.

"આઈ કોલ યૂ લેટર આફટર સમ ટાઈમ"શ્રેયાએ કસ્ટમરને કહ્યું.

"ઓકે નો પ્રૉબ્લેમ"કહીને સામેથી ફોન કટ થઈ ગયો.

"વોટ હૅપન બેબી?"

"નથિંગ યાર"

"આમ ચા ની જેમ ઉકળેલી કેમ છે?"

"કંઈ નહીં યાર"

"નકુલે ફરી કઈ કર્યું"

"તું એની વાત જ ના કર હાલ"

"ઓકે લે આ,ચિલ કર બેબી"શ્રેયાએ સલોનીને સિગારેટ આપતા કહ્યું.

*

નકુલે જ્યારે ગુસ્સામાં ફોન કાપ્યો ત્યારે એની મમ્મી જ્યોતિબહેન એના રૂમના દરવાજા પર જ ઉભા હતા.જ્યોતિબેન અંદર આવ્યા.નકુલના માથે હાથ ફેરવ્યો.

"હા મમ્મી,બોલો કઈ કામ હતું?"

"કોફી લઈને આવી હતી"

"અચ્છા,લાવ"

નકુલને લાગ્યું કે એની મમ્મીએ એના અને સલોની વચ્ચે થયેલી વાત જાણી ગઈ.જ્યોતિબેન પણ આગળ કઈ પણ વાત કર્યા વગર ત્યાંથી નીકળી ગયા.આમ એની મમ્મીના કંઈપણ રિએક્શન ન જોતા નકુલને નવાઈ લાગી.

*

જમ્યા પછી જ્યોતિબેન એમને રૂમમાં આરામ કરતા હતા ત્યાં નકુલ એમના રૂમમાં ગયો.

"મમ્મી,તે દવા લીધી"

"હું કોઈ દિવસ બપોરે દવા લઉં છું"

"હા નઈ,હું તો ભૂલી જ ગયો"

"તું જે કહેવા આવ્યો છે એ બોલ"જ્યોતિબેન થોડા ગંભીર દેખાઈ રહ્યા હતા.

"મમ્મી મારે તને કંઈક કહેવું છે"

"હા બોલ"

"મમ્મી અમે......"નકુલને ખબર હતી કે એની મમ્મી પહેલેથી જ એની અને સલોની વચ્ચે થયેલી વાત જાણે છે તેથી તે વાત કરતા અચકાતો હતો.

"હમ્મ"

"મમ્મી અમે જાન્યુઆરીમાં મનાલી જઈ શકીએ?"

"અમે મતલબ?"

"હું અને સલોની"

સલોનીના આવા વર્તન પછી જ્યોતિબેન એની સાથે કેવો વ્યવહાર કરશે?

શું નકુલને મનાલી જવાની પરમિશન આપશે?

શું સલોની સિગારેટનું વ્યસન કરતી હશે?