men's Altitude is like his food in Gujarati Health by Mehul books and stories PDF | જેવી અન્નવૃત્તિ તેવી મનોવૃતિ

The Author
Featured Books
Categories
Share

જેવી અન્નવૃત્તિ તેવી મનોવૃતિ


જેવી માણસની અન્નવૃત્તિ તેવી માણસની મનોવૃતિ, જરા સમયના ચક્રને પાછળ ફેરવીને જુઓ કે તમે એકદમ શાંતિથી, જમીન પર બેસીને પરિવાર સાથે નિરાતે ક્યારે જમ્યા હતા. ઘણાનો જવાબ હશે દરરોજ જમીએ તો કેટલાકને યાદ જ નહીં હોય, તો શું ખરેખર આપણે ખાધેલા ભોજનની આપણી માનસિક સ્થિતિ અને આપણા રોજિંદા જીવન પર કઈ અસર પડે છે???? ચાલો જાણીએ


મહત્ત્વની વાત તો એ છે કે બદલાતી દુનિયાની બદલાતી દિનચર્યામા આપણે આપણા શરીરને ભૂખ લાગવા જ નથી દેતા, અહીં ખાલી પેટ અને ભૂખ લાગવીએ બંને અલગ અલગ છે, ભૂખ લાગવાનો અર્થ છે કે શરીરમાં ઉર્જાનુ સ્તર ઘટી રહ્યું છે પણ ખાલી પેટ ના પોતાના જ અલગ ફાયદાઓ છે, આયુર્વેદ અનુસાર જ્યારે તમારૂ પેટ ખાલી હોય છે ત્યારે જઠરાગ્નિ તમારી પાચન વ્યવસ્થા અને શરીરના અન્ય અંગોમાં આવેલા દોષોને દૂર કરે છે, જેને આજનું આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ખાલી પેટ હોય ત્યારે તમારૂ મગજ વધારે તિક્ષ્ણ કામ કરે છે

ભોજનની માત્રાની સાથે સાથે તમે ભોજનમા શુ લો છો તે પણ મહત્ત્વનુ છે, શાસ્ત્રો અનુસાર ભોજન ત્રણ પ્રકારના હોય છે તામસિક ભોજન, રાજસિક ભોજન અને સાત્વિક ભોજન.

સાત્ત્વિક ભોજન એટલે કે એવા પ્રકારનુ ભોજન જે દરેક પ્રકારથી તમારા શરીરમાં પચી શકે તેવુ અને સરળ ભોજન હોય છે જેમા શાક રોટલી, ફળો, લીલા શાકભાજી નો સમાવેશ થાય છે. સાત્વિક ભોજન તમને સ્વસ્થ રાખવાની સાથે સાથે ઉર્જા પણ પ્રદાન કરે છે

રાજસિક ભોજન એ એવા પ્રકારનુ ભોજન છે જે તમને થોડા સમય માટે ઉર્જા આપે, થોડા સમય પછી જેની ઉર્જા મંદ પડી જાય, જે આળસ ચડાવે તેવી ભોજન એટલે કે ચા, કોફી, કોલ્ડડ્રિન્ક.

તામસિક ભોજનએ એવુ ભોજન છે જે તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જેનાથી તમારૂ મન અસંતુલિત થાય છે જે તમને તમારા કામમા એકાગ્ર થવા નથી દેતુ, તામસિક ભોજનમાં તીખું, તળેલુ, વાસી ખોરાક, Frozenfood અને સૌથી વધારે ચર્ચામા રહેતા પિઝા અને બર્ગર એ સિવાય દરેક પ્રકારનુ માંસ, હવે હુ એમ નથી કહેતો કે સંપૂર્ણ શાકાહારી બની જાઓ પણ જ્યારે તમારા જીવનનો મહત્વપૂર્ણ સમય ચાલતો હોય જેમ કે કોઈ પરીક્ષા કે અન્ય કોઈ મહત્ત્વનુ કાર્ય ત્યારે બની શકે તો તામસિક ભોજન ઓછું કરી અને સાત્વિક ભોજન નુ પ્રમાણ વધારવું જોઈએ.

આજના સમયમાં માનસિક તાણ, ડીપ્રેશન, વાત વાતમાં ઝઘડો એ સામાન્ય થઈ ગયુ છે તેનુ કારણ છે કે આજના સમયમા લોકોની દિનચર્યામાં તામસિક ભોજન મોટી માત્રામાં ભરેલુ છે જે માણસના શરીરની અંદર પિત ઉત્પ્ન્ન કરે છે.

પિતદોષ ને આયુર્વેદમાં વિસ્તૃત વર્ણવેલ છે પરંતુ ટૂંકમાં કહુ તો તામસિક ભોજનની ગરમી થી શરીરમાં ઉત્પન્ન થતા દોષો, જેના લીધે માણસના મનને અસર થાય છે જેનાથી માણસ ભાવનાઓમા વહેવા લાગે છે અથવા તો કોઈ જરૂરી કામ કરતી વખતે ભવિષ્ય કે ભૂતકાળમાં ડોલવા લાગે છે.

પણ આ સમયમાં આવા ખોરાકથી દૂર ન રહી શકાય પણ બને તેટલો જરૂરથી ઓછો કરી શકાય, આડેધડ ખાધેલો ખોરાક અને સ્વાદ પાછળની આંધળી દોડ તમારામા ભયંકર રોગો ઉત્પન્ન કરી શકે છે. માટે બની શકે તો કુદરત પર આધાર જીવનશૈલી અપનાવો અને બની શકે તો કુદરતી અને તાજુ ભોજન લો જે તમારૂ અને તમારા પરિવારનુ સ્વાસ્થય જાળવનારુ હોય

પણ આજના માણસની તો અલગ જ કહાની છે મે કેટલાય એવા માણસો પણ જોયા છે કે જેઓ પ્રોટીન ના સ્ત્રોત તરીકે દૂધ ને નહી પણ ચીઝ ને જુએ છે... તેમના માટે તો ચીઝ જ શરીરને તંદુરસ્ત રાખે છે