Vandana - 22 in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | વંદના - 22

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

વંદના - 22

વંદના-22
ગત અંકથી ચાલુ..
અમન તેના પિતાની આવી હાલત જોઈને ખૂબ હેબતાઈ ગયો. તેનું મગજ પણ જાણે સુન થઈ ગયું હતું. અચાનક ભગવાને આ તે કેવી પરેશાનીમાં મૂકી દીધા. તે કઈજ સમજાતું નહતું. ડોકટર મોદી પણ બંને બાપ દીકરા ને સાંત્વના આપતા બોલ્યા." જોઓ મિસ્ટર દિલીપભાઈ શાહ તમે આમ હિંમત ના હારો. ભગવાન ઉપર ભરોસો રાખો. આખરી નિર્ણય ભલે ભગવાનનો હોય છતાં પણ અમે અમારી પૂરી કોશિશ કરીશું પ્રીતિબહેન ને બચાવવાની. બાકી તો પછી ઉપરવાળાની મરજી."

અમન પોતાની ભીની આંખે ડોકટર મોદી સામે એક જ નજરે જોઈ રહ્યો ડોકટરની વાત ઉપર પોતે શું પ્રતિક્રિયા કરે એ કાઈ સમજમાં જ નહોતું આવતું. થોડીવાર ચૂપ રહ્યા પછી જાણે અચાનક જ સ્વસ્થ થઈને બોલ્યો." હા ડોકટર મને ખબર છે કે મારી માતાને કાઈ જ નહી થાય. મને મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. અને મારી માતા પણ એક બહાદુર સ્ત્રી છે. મને ખબર છે એ પણ આ પરિસ્થિતિથી લડીને જલ્દી આમાંથી બહાર આવી જશે. એ આમ હાર માની ને પોતાના શ્વાસ છોડી દે એવી કમજોર સ્ત્રી નથી. ડોકટર શું હું થોડીવાર આઇસીયુમાં મારી માતા પાસે બેસી શકું. બસ થોડીવાર હું વધારે સમય નહી લવ."

" હા તમે જઈ શકો છો પરંતુ મોઢા પર માસ્ક અને હાથે ગ્લોઝ પહેરીને જ તમે જઈ શકો છો. આઇસીયુ ના પેશન્ટ ને બહારના કોઈ પણ જમ્સ ના લાગે એનું ખાસ ધ્યાન રાખવું પડે. પેશન્ટની હેલ્થનો સવાલ છે. અમે નથી ઈરછતા કે કોઈ પણ નાનકડી ભૂલ ના લીધે પેસન્ટની હેલ્થ સુધરવાની જગ્યા એ બગડે." ડોકટર મોદીએ અમન ના પ્રશ્નોના ઉતર આપતા કહ્યું...

" હા ડોકટર તમે ચિંતા નહી કરો . મને ખબર છે કે આઈસીયુમાં પેશન્ટને બહારનું કોઈપણ જાતનું ઇન્ફેક્સન ના લાગવું જોઈએ. અને એ ધ્યાન રાખવાની જેટલી ફરજ તમારી આવે છે તેટલી જ જવાબદારી અમારી પણ રહે છે. તમે ચિંતા નહી કરો હું પૂરું ધ્યાન રાખીશ." આટલું કહેતા અમન પોતાના પિતાને લઈને કેબીનની બહાર નીકળી ગયો..

અમન પોતાના પિતાને લઈને આઈસીયુની બહાર જ્યાં વંદના એ લોકોની રાહ જોઈને બેઠી હતી ત્યાં આવ્યો. વંદના અમન ના પિતાની બેશુદ્ધ હાલત જોઈને ગભરાઈ ગઈ અને બોલી ઉઠી." શું થયું અમન? અંકલની આવી હાલત અચાનક શું થઈ ગયું?"

" વંદના હું તને બધી જ વાત કહીશ પણ અત્યારે તું થોડી વાર પપ્પાનું ધ્યાન રાખીશ. હું જરા આઈસીયુમાં મમ્મીને મળીને આવું છું પછી તને બધું કહું"અમન એ વંદના સામે લાચારી ભરી નજરે જોતા કહ્યું..

વંદના પણ અમનની ભીની આંખો જોઈને પારખી ગઈ કે નક્કી કોઈ ગંભીર બાબત હશે. તેને અમન ના ખભા પર હાથ મૂકતા કહ્યું" અમન તું ચિંતા નહી કર બધું ઠીક થઈ જશે. બસ ભગવાન પર પૂરો ભરોસો રાખજે હિંમત નહીં હારતો"

અમન થોડીવાર વંદનાની આંખોમાં જોઈ રહ્યો. એક સ્ત્રીના કેટલા અદભુત રૂપ હોય છે નહી! ક્યારેક એ શક્તિ બની પરૂષની પ્રેરણા બની જાય છે તો ક્યારેક પ્રેમની મૂરત બની હુંફ પૂરી પાડે છે. સાચું કહ્યું છે કે સ્ત્રી એ પ્રેમ, કરુણા અને શકિતનો મહાસાગર છે. પુરુષ જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે એક સ્ત્રી જો સહજતાથી સાથ આપે તો એ પુરુષ ગમે તેટલી તકલીફ માંથી પાર ઉતરી શકે છે. વંદના અમન ને આમ કઈક ઊંડા વિચારમાં ડૂબેલો જોઈને બોલી ઉઠી" શું થયું અમન? શું વિચારે છે?

અમન ખાલી "કહી નહી" કહેતો આઇસીયુ ના દરવાજા તરફ ગયો જ્યાં બહાર ઊભેલી નર્સે તેને મોઢા પર પહેરવા માસ્ક અને ગ્લોજ આપ્યા. અમન માસ્ક અને હાથે ગલોઝ પહેરી ને આઈસીયુમાં ભારે પગલે પ્રવેશે છે. અંદર પ્રવેશતા જ પોતાની માતાને આઈસીયુના બેડ પર સુતેલી જોઇને અમનની આંખો ભીની થઈ ગઈ. હૈયું દર્દથી ભરાય આવ્યું. મન તો થતું હતું કે અત્યારે તેની માતા ને નીદર માંથી ઉઠાડીને ભેટી પડે. પણ અહીંયા તો કઈક અલગ જ દર્શય હતું. પોતાની માતા નિદરમાં નહતી પરંતુ એ તો જિંદગી અને મોત વચ્ચે જજુમી રહી હતી. જાણે મોત સામે યુદ્ધે ચેડી હોય. વેન્ટિલેટર ના સહારે શ્વાસ લેતી તેની માતા ને જોઇને અમનની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. જે માં એ તેને જન્મ આપ્યો. જેના લીધે જ આજે તેનું અસ્તિત્વ છે. જે માં એ તેને પ્રેમની, આસ્થાની અનુભૂતિ કરાવી. જિંદગીની એક એક ક્ષણને કેમ માણવી એ શીખવાડ્યું. એ માં અત્યારે પોતાની જિંદગી માટે મોત સામે લડી રહી છે એ વિચારીને જ અમનના શરીરમાં કંપારી છૂટી ગઈ. આઈસીયુનાં એસી વાળા રૂમમાં પણ અમનને પરસેવો વળવા લાગ્યો. અચાનક તેને ચક્કર આવવા લાગ્યા અને તે ત્યાં જ બેડ પાસે બેસીને રડવા લાગ્યો. તેની આંખો સામે એ બધી ક્ષણો કોઈ ફિલ્મની જેમ પસાર થઈ રહી હતી જે તેની માતા સાથેની પ્રિય ક્ષણો હતી. પ્રીતિબહેન તેની માતા હોવા છતાં પણ તેના દીકરાની સખી બનીને રહેતી. અમન પોતાની માતાને તેની જિંદગીમાં આવેલા તમામ ઉતાર ચઢાવ ની વાત કહેતો. અમન પોતાની માતાથી કોઈ વાત છુપાવતો નાહતો.

રડતા રડતા અચાનક જ અમનને ભાન આવ્યું કે તે અત્યારે આઈસીયુમાં છે અને ડોકટરે તેને વધારે સમય અહીંયા રેહવાની ના પાડી છે એટલે ઝડપથી તેની માતાના બેડ પાસે આવેલી ખુરશી પર બેસી ગયો. અને તેની માતાના વેન્ટિલેટર સાથે જોડાયેલા માસ્ક વાળા મોઢા સામે જોઈ રહ્યો. આઇસીયુના રૂમમાં ભયંકર શાંતિ હતી છતાં આજે આ શાંતિ અમન ના મનને ખટકતી હતી. એવું લાગતું હતું કે જલ્દીથી તેની માતા આ ગાઢ નિંદ્રા માંથી બહાર નીકળી જાય અને જલ્દી તેનું નામ પોકારતા તેને પોતાની છાતી સરસો ચાંપી દે.

ભારે હૈયે અમન તેની માતાના હાથને પોતાના હાથમાં લઈને જાણે તેની માતા તેને સાંભળતી હોય તેવા વિશ્વાસ સાથે કહે છે." મમ્મી સોરી તું આટલા દિવસ થી તકલીફમાં હતી છતાં પણ મે કે પપ્પા એ તારું ધ્યાન ના રાખ્યું. તું હંમેશા મારી અને પપ્પાની નાની નાની બાબતોનું ધ્યાન રાખતી. મને જરાક એક છીક પણ આવી જતી તો તું આખું ઘર માથે લઈ લેતી. તરત મને લઈને ડોકટર પાસે દોડી જતી. અને હવે જ્યારે મારો વારો આવ્યો તારી સંભાળ રાખવાનો ત્યારે હું જ મારી ફરજ માંથી ચૂકી ગયો. મને માફ કરી દે માં. મને આજે પણ યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે એક વખત સ્કુલથી આવતા વરસાદમાં મારો પગ લપસી ગયો અને ત્યારે મારા માથામાં અને મારા હાથપગમાં ખૂબ જ ઇજા થઈ હતી. ત્યારે તો તે રડી રડીને જે તારા હાલ ખરાબ કર્યા હતા. કેટલી ચિંતામાં આવી ગઈ હતી તું. પપ્પા એ તને કેટલું કીધું કે તારા રડવાથી જે વાગ્યું છે એ સારું નહી થઈ જાય. પણ તું તો માં છે ને વાગ્યું ભલે મને હોય પણ એની પીડા જાણે તને મહેસૂસ થતી હતી. હા આખરે તો તું એક માં છે ને! પણ હું તારો દીકરો તારો અંશ હોવા છતાં પણ તારી પીડા ને મહેસૂસ ના કરી શક્યો. હું જીવનભર મારી જાતને માફ નહી કરી શકું. પણ હા હવે આગળ ફરી આવું નહી થાય એ હું તને વચન આપું છું બસ માં હવે તું જલ્દીથી સાજી થઈ ને ઘરે પાછી આવીજા. મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી. અને હા ખાસ તો તને સાંભળવી છે. હું સમજુ છું કે જ્યારે તારા શરીરમાં આ બધી તકલીફો થતી હશે ત્યારે તું સખત મૂંઝવણ અનુભવી રહી હશે. મને તારી દરેક પીડા, તારી મૂંઝવણો, તારી તકલીફો ને સાંભળવી છે સમજવી છે.હું હવે તને ક્યારેક કોઈ તકલીફ નહી પડવા દવ. પણ પ્લીઝ હવે તું જલ્દીથી સાજી થઈ જા. પપ્પા પણ તને આ હાલતમાં જોઈને હેબતાઈ ગયા છે. એકદમ સુન થઈ ગયા છે. મારાથી એમની હાલત પણ નથી જોવાતી. તને ખબર છે તું મારા અને પપ્પાની હિંમત છો તને કંઇક થઈ ગયું તો અમે બાપ દીકરો પણ જીવી નહીં શકીએ.તું પ્લીઝ માં જલ્દી સાજી થઈ જા."

આટલું કહેતા અમન બને હાથ વડે પોતાનું મો છૂપાવીને રડી પડ્યો. એટલામાં કોઈ આઈસીયુનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યું...

ક્રમશ...

વધુ આવતા અંકે..
જય શ્રી કૃષ્ણ 🙏