Patan ane Ranki Vav in Gujarati Travel stories by Chaula Kuruwa books and stories PDF | પાટણ ની પ્રભુતા અને ...રાણકીવાવ....

Featured Books
Categories
Share

પાટણ ની પ્રભુતા અને ...રાણકીવાવ....

પાટણ.....અને ..રાણકી વાવ ....

પાટણ કે અન્ હિલ વlડ પાટણ જે એક કાળે ગુજરાતનું પાટનગર હતું.

ગુજરાતને તેનું ગુજરાત નામ મળ્યુ ત્યારથી પાટણ રાજધાનીનું શહેર બન્યું હતું.


એતિહાસિક નગર અમદાવાદથી ઉતરે ૧૩૫ કિમી દુર અને મહેસાણા થી ૫૭ કિમી દુર સરસ્વતીના

તીરે આવેલ છે. પાટણ ની પ્રસિદ્ધ રાણકીવાવ હવે વિશ્વ વિરાસત world heritage તરીકે સ્થાન પામી છે.

એ સિવાય પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને જૈન મંદિરો તેમજ પાટણના પટોળા વિશ્વ વિખ્યાત છે.

આ તમામ પ્રવાસીઓ માટે તો આકર્ષણ ના કેન્દ્રો છે જ ઉપરાંત ઈતિહાસ રસિકો અને જિજ્ઞાસુઓ માટે પણ રસપ્રદ છે.

પાટણ નો ઈતિહાસ દર્શાવે છે કે તે ૮ થી ૧૪ મી સદી દરમ્યાન 600 વરસ સુધી ગુજરાતનું પાટનગર હતું.


અને સોલંકીકાળ દરમ્યાન સમૃદ્ધ બન્યું હતું.

અણહિલવાડ કે અણહીલપુર પાટણ તરીકે જાણીતું આ પાટણ ઈસ ૭૪૬ માં વૈશાખ સુદ ત્રીજના

દિવસે વનરાજ ચાવડા એ સ્થાપેલ . ચાવડા વંશના આ પ્રથમ રાજવી વનમાં રાણી રૂપ સુંદરી ની

કુખે જન્મ્યો હતો .ત્યારબાદ તો પાટણ પર સોલંકી અને વાઘેલાઓ પણ રાજ કરી ગયl.


પ્રાચીન સમયમાં આ સ્થળ નહરવારા કે નહેરવાલા તરીકે ઓળખાયું જે તેની સમૃદ્ધી માટે પ્રસિદ્ધ હતું.

આ નામ નહેરના કારણે તે સરસ્વતી તીરે હોવાથી આવ્યું હોય તે સંભવ છે.

જે મુસ્લિમ કાળમાં પ્રચલિત હતું. મહમદ ગઝનીએ આ શહેરની લુંટફાટ કરી હતી. અને તેને નસ્ટ કર્યું હતું.

તો છે લો વlઘેલા વંશ જ કરણઘેલો ૧૨૮૯ માં ઉલુંઘ્ ખાન દ્વારા ફેકlઇ ગયો .

તેના લશ્કરે નગરની ફરતે આવેલી દીવાલ તોડી નાંખી . મદીરો તોડ્યા ,લૂટ્યા અને સર્વત્ર વિનાશ વેર્યો .

આજ ખંડીયેર ઉપર આધુનિક પાટણ ઉભું છે . જો કે તે સમયની સમૃદ્ધી રૂપ મહેલો, સુદર બગીચાઓ ,

શાળાઓ કે પુસ્તકાલયો ,વિશાળ માર્કેટો ,તળાવો તે આજે ધરાવતું નથી ,છતાં તે નગર છે

અને તમામ આવશ્યક સુવિધાઓ ધરાવે છે.


કર્ણદેવ અને સિદ્ધરાજના શાશન હેઠળ પાટણ વિશેષ સમૃદ્ધ બન્યું અને સોલંકી સમયમાં તેની સમૃદ્ધિ

ટોચે પહોચી .ત્યારે તેની પાટણની વસ્તી પણ સારી એવી હતી. પાટણના પટોળા જગવિખ્યાત હતા જે

આજે પણ એટલા જ મશહુર છે . ૧૨મી સદીના છેલ્લા ભાગમાં મુસ્લિમોએ ત્રણવાર પાટણ પર હુમલl

ઓ કર્યા છે એટલું જ નહી આ શહેરનો થોડા સમય માટે કબજો પણ મેળવ્યો હતો.

આ મોગલ સમય દરમ્યાન સોલંકી અને વાઘેલા રાજવીઓના શિલ્પ સ્થાપત્યો અને પ્રતીકો નાશ પામ્યા

કે ખંડીયેર બન્યા. મિરાત અહમદી ના લેખક અલી અહમદ ખાન મુજબ મુસ્લિમ રાજવીઓએ તેમના

શાશન દરમ્યાન અહી મસ્જીદો બનાવી. ખાસ કરીને જે મંદિરો તોડ્યા તેની જ ઈમારતો અને શિલ્પો

લઈને મસ્જીદો બનાવી હતી.


પાટણ માં એક કાળે ૧૦૦ થી વધુ જૈન મદીરો હતા. તેમાંના ઘણા નાશ પlમ્યl છે. આજે જે છે તે બધા

૧૫ મી સદી પછીના છે. એટલું જ નહી વિશાળ મકાનો અને સુદર સ્થાપત્યો હતા ,જે આજે તો ભાગ્યે

જ બચ્યા છે. વિશાળ મકાનો તેની ભવ્ય સમૃધી ની યાદ અપાવે છે .અહી દેશ વિદે શનો વ્યાપાર વિશાળ

પ્રમાણમાં વિકસ્યો હતો. જેથી વસ્તી પણ ખુબ હતી. અને દરેકના અલગ અલગ મહોલ્લાઓ હતા.

અન્ય મુખ્ય સ્થાપત્ય જે આજે ખંડીયેર હાલતમાં છે તેમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ છે.

રlણકી વાવ તેના ખોદકામ પછી વર્લ્ડ હેરીટેજ સ્ટેટસ મેળવી ચુકી છે. પ્રવાસીઓના આકર્ષણ નું કેન્દ્ર છે.


રlણકી વાવ .......

પાટણમાં અlવેલ રl ણકી વાવ 'રાણી ઉદયમતી દ્વારા તેના પતિં રાજા ભીમદેવ ૧ ની યાદમા

૧૦૬૩ માં બાંધવામાં આવી હતી. મોઢેરા સુર્ય્ મદિર રાજાભીમ્ દેવે સોલંકી શાશન દમ્યાન બનાવેલ .

વાવના બાંધકામ પાછળ ૪૦ વરસ લાગ્યા હતા.

આ વાવની લંબાઈ ૬૫ મીટર પહોળાઈ ૨૦ મિટર અને ઊંડાણ ૨૭ મિટર છે .

વાવની દીવાલો, છજાઓ, ચેમ્બરો, થાંભલાઓ ,કમાનો વગેરે તમામ સુંદર કોતરણીથી ભરપૂર છે.

હિંદુ દેવદેવીઓ તેમજ પુરાણોની વાત અને પ્રસંગોની કોતરણીઓ ઠેક ઠેકાણે જોવા મળે છે.

૫૦૦ થી વધુ વિષ્ણુભગવાનની નાની મોટી મૂર્તિઓ છે તો ૧000 થી પણ વધુ હિંદુ દેવદેવીઓનાં શિલ્પો

વlવમા ઠેર ઠેર દેખાય છે. આ વાવ મારુ ગુર્જર સ્થપત્ય શેલીમાં છે .

એનું સ્થાપત્ય અને શેલી મોઢેરા મંદિર અને મl અlબુના વિમલવશી મંદિરની શેલી જેવી પણ જણાય છે.

તેને નન્દા ટાઈપની વાવ ની કક્ષlમા મુકવામાં આવે છે.

વાવનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખ જયારે વાવ પશ્ચિમ તરફ આવેલી છે.

વાવ સાત મજલા નીચે ભૂગર્ભમાં આવેલી છે. ભૂગર્ભમાં આવેલા એક ભવ્ય મદિર જેવી જણાય છે.

જેની દિવlલો થાંભલાઓ ,કમાન, ઝરુખાઓ કે છજાઓ હિદુ દેવ્ દેવતા ઓની કોતરણીઓ થી ભરપુર છે.

કોતરણીમાં વિવિધતા છે. હિન્દૂ દેવ દેવીઓની કથા , માતા નો સ્નેહ,, તો પાટણના પટોળl ની ભાત


પ્રેમનl દ્રશ્યો વગેરે અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. વિશાળ અને ભવ્ય ભૂગર્ભ મહેલ

જેવી આ વાવ ૧૯૮૦ આસપાસ પુરાતત્વ વિભlગ દ્વારા થયેલા ખોદકામ બાદ વધારે ભવ્ય ને સંપૂર્ણ

રૂપે આજે દેખાય છે.

લગભગ નવ સદી સુધી આ ભવ્ય વાવ સરસ્વતી નદીના પૂર્ ના કારણે કાંપમાં લગભગ પુરાઈ ગઈ હતી.

અને નદી સાથે જ લુપ્ત થઇ ગયેલ. ૧૯૬૮મl પુરાતત્વ વિભાગે ખોદકામ દરમ્યાન તેને શોધી કાઢી હતી.

ત્યારબાદ શરુ થયેલ ખોદકામ બાદ છેક ૧૯૮૦મl તેનું પૂર્ણ અને ભવ્ય સ્વરુપ બહા ર આવ્યું પછી

તેને યુનેસ્કો પાસે વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે મુકવા ભારત સરકારે દરખાસ્ત મોકલી હતી .

૨૦ ૧૪ મl તેને વિસ્વ વિરાસત તરીકે વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે યુનેસ્કો દ્વારા જાહેર કરવl મl આવી છે.


વાવની છેક નીચે ૩૦ કિમી લાંબુ ભોયરું હોવાનું પણ બહાર આવ્યું છે જે છેક સિદ્ધપુર સુધી પહોચે છે.

જોકે હાલ તેને પત્થરો થી બંધ કરવામl આવ્યું છે.


રાણકીવાવ ની જેમ પાસે જ સહસ્ત્રલિંગ તળાવ પણ જોવા જેવું અને એતિહાસિક તેમજ પ્રાચીન છે.

અહી શિવના એક હજાર જેટલા મદીરો કે શિવલીંગો હતા .જેથી તેને સહસ્ત્ર લિંગ તળાવની ઓળખ મળી .

રાજા જયસિંહ સીધરાજે ૧૦૯૩-૧૧૪૩ માં ગુજરાતમાં અનેક સરોવરો અને તળાવો બાંધ્યl છે. તેમlનું એક આ સહસ્ત્રલિંગ તળાવ છે .

જેની ઉપર શિવના ૧૦૦૦ લિંગો છે .જો કે આજે આ ખંડીયેર હાલતમાં છે .એક મત પ્રમાણે રાજા સીધરાજ દ્વારા આ તળાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે જે અગાઉ બંધાયેલ હતું.

તળાવને ચારે બાજુથી બાંધી દેવામાં આવ્યું છે તેમાં પlણી તરફ જવા પગથીયા છે. આ પગથીયાની ઉપર આ લિંગો ને નાની દેરીઓ આવેલી છે.

જો કે આજે જુજ બચ્યા છે બાકીના ખંડીયેર બની ચુક્યા છે. કેનાલને નદી ખરેખર તો તળાવથી દુર હતા પણ ધરતીકંપના કારણે સરસ્વતી નદીનું વહેણ બદલાતા

તળાવની પાસે આવી ગઈ છે. પાસે જ શાન્તીનાથ્ નું પ્રસિધ્ધ મદિર હતું જે મુસ્લિમ રોજમાં ફેરવાઈ ગયું છે. પશ્ચીમે બીજું મદિર હતું ત્યાં પણ મુસ્લિમ રોઝો થઇ ગયો છે.

તળાવની ઉતરે અને મધ્યમાં રાણીનો મહેલ હતો .જે ખંડીયેર થઇ ગયેલ છે . તળાવ માં પુરાતત્વ વિભાગ દ્વારા વખતો વખત ખોદકામ થયેલ છે.

તેમજ નવીની કરણ પણ થયેલ છે. ૫ કિમી નો વિશાળ ઘેરાવો ધરાવતું આ તળાવ ઘણી દત્ કથાઓ થી પ્રચલિત છે.

આ સો માં જસમા ઓડની કથા ખુબ પ્રચલિત છે. જસમા સ્વરૂપવાન સ્ત્રી હતી અને અહી કડિયા કામ કરતી હતી .

જેની સાથે રાજા સીધરાજ લગ્ન કરવા માંગતો હતો . એના પતિની રાજાના માણસો દ્વારા હત્યા થતા જસમા સતીથઇ ગઈ અને રાજાને શ્રાપ પણ આપતી ગઈ ,

કે તે નિર્વંશ મરશે અને તળાવમાં પાણી નહી આવે. જો કે આ વાતને ઇતિહાસમાં સમર્થન નથી મળતું. જ્સ્માનું નાનું મદિર પણ બાંધવામાં આવ્યું હતું .

આ જ્સ્માના સમાજના લોકો ક્ડીયl કામમાં નિપુણ હતા તેમની પાસે તળાવનું કામ કરાવવામl આવતું હતું. પણ ઘણા આ જે પણ આ કામ કરવાનો ઇનકાર કરે છે.

કોઈ કોઈ કરતા પણ હોય છે. જ્સ્માની યાદમાં અહી મેળો પણ ભરાય છે.

આજે આ સહસ્ત્રલિંગ તળાવ પાટણ માં રlણકી વાવ પાસે આવેલું હોઈ પ્રવાસીઓ એની પણ મૂલાકાત લેતા હોય છે.

શિલ્પ અને સ્થાપત્ય ના વlરસlમાં રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવ બને પાટણ ની શlન રૂપે પુરાતત્વ

વિભાગની દેખરેખ હેઠળ આવે છે. પાટણ એના વિખ્યાત પટોળા માટે પણ જાણીતું છે. કેટલાક પરિવાર પાસે હાલ તો આ કળા સચવાયેલી છે.

જેન મંદિરો એ પાટણ ની શlન છે. પાટણની સ્થાપનાથી અહી ૧૦૦ થી વધુ ભવ્યને વિશાળ સુંદર જૈન મંદિરો હતા.

એક મોટું જૈન તીર્થ હતું. આજે જે પણ બચ્યા છે તેમાં પંચાસરા પાર્શ નાથ નું તીર્થ સોથી મોટું છે.

એ સિવાય નેમી નાથ, શાંતિનાથ, વગેરેના મોટા મદીરો પણ છે. એવા જ કેટલાક પ્રાચીન હિદુ મદીરો પણ બચ્યા છે.

પાટણ જવા અમદાવાદથી ટેક્ષી કે ખાનગી વ્હીકલ સરળ છે. બસ ને રેલ્વે તેમજ હોટલો વગેરે સુવિધા ઓ પણ છે.