પછી તે દિવસ આવી ગયો. તે દિવસ જે દિવસે ૧૧ - એનું નામોનિશાન નહીં રહે. યુટીત્સ્યાના મહેલ પાછળ એક બરફ ઘર છે. બહુ વિશાળ બરફ ઘર. કોઈ પણ વિદ્રોહીને સજા અહી જ આપવામાં આવે છે. આ સજા ખૂબ જ પહેલી છે- મૃત્યુ.
એક સામાન્ય ઇન્જેકશન આપી શાંતિથી મારી નાખવામાં આવે છે. કોઈ તે રૂમમાં હોતું નથી: ખાલી ઠંડી અને તમારો પડછાયો, થોડીક લાઇટ.
તે રૂમમાં તેઓ ત્રણેવને લઈ ગયા. ત્યાં આખું યુટીત્સ્યા આવ્યું. બધા આજુ બાજુ વિખરાઈ ગયા. સમર્થ એડલવુલ્ફાને કાળ દ્રષ્ટિએ જોતો રહ્યો. પણ મૌર્વિની નજર તો ફક્ત યુટીત્સ્યા પર હતી. અસલી યુટીત્સ્યા– એટલે મંથના.
કે મંથરા?
હવે મૌર્વિને તેના નામ પર પણ આશંકા હતી.
ઇન્જેકશન આપવા તેમણે બેસાડ્યા ત્યારે મૌર્વિએ ઘસ્સીને ના પાડી દીધી.
‘મૃત્યુ સ્વીકારવીજ પડશે.’ યુટીત્સ્યાની ભાષામાં પેલો ઇન્જેકશન આપવા વાળો બોલ્યો.
‘મૃત્યુ બરાબર, પણ આવી રીતે નહીં.’ કહી મૈથિલે બાળવાનું કહ્યું.
તેઓ ત્રણેવ બળીને મૃત્યુ પામવા ઇચ્છતા હતા.
યુટીત્સ્યા વાળા હસવા લાગ્યા. પણ આ શું? મંથનાએ હા પાડી.
જ્યારે તેને હા પાડી... ત્યારે ઇન્જેકશન વાળો પેટ્રોલ લઈ આવ્યો. અને તેમની પર નાખવા લાગ્યો. બધા પર આગ ફેકી, તો તેઓ બળવા લાગ્યા.
ત્યાં તો તેઓ બધા યુટીત્સ્ય વાળા પાછળ ભાગવા લાગ્યા. અને મૌર્વિએ મંથનાને જોરથી ભેટી પડી. મંથના કચડાઈ ગઈ.
પણ કોઈ ગાર્ડ્સ કેમ ન આવ્યા?
બધા આમ જાય, તેમ જાય. સમર્થ મૃત્યુ પામ્યો.
મંથના બળવા લાગી. બધા જોર - જોરથી બૂમો પાડતા રહ્યા.
પણ કોઈ ન આવ્યું.
અડધી યુટીત્સ્યા તો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી.
સામે મૌર્વિ પણ મારી, સમર્થ પણ માર્યો, અને મૈથિલીશરણ પણ.
તો પણ કોઈ તેમને બચાવવા ન આવ્યું.
૧૧ - એનું એક માત્ર ધ્યેય યુટીત્સ્યા પર વિપ્લવ કરી તેમનો અંત લાવવાનું હતું.
જે લક્ષ્ય હાસિલ થઈ ગયો.
તમે વિચારતા હશો.. આ કેવી રીતે થયું?
તેનો ઉત્તર ખૂબ જ સામાન્ય છે, પણ જાણીશું આવતા અંકમાં.
અત્યારે તો જાણીએ શું થયું દુનિયામાં.
વિશ્વ નિરાધાર થઈ પડયુ. લોકો એક બીજાને જોતાં રહી ગયા. યુટીત્સ્યાની નીચે કામ કરનાર ઘણા લોકો કોઈ - કોઈ જગ્યા પર તેમનો રાજવંશ સ્થાપ્યો. આ જગ્યાયો હવે તેમના કબજામાં આવી ગઈ. તે પછી ઘણા લોકોએ ચઢાઈ કરવાનું શરૂ કર્યું. રાજ્યો થયા, દેશો થયા, અને રાષ્ટ્ર થયા.
ઇતિહાસના પન્નામાં આખી પૃથ્વી: જળ, જમીન અને વાયુ પર રાજ કરનાર એક માત્ર યુટીત્સ્યાને ક્યાંક ખોઈ બેસ્યો. વિશ્વ વિભાજન થયું.
મિથુનની મૃત્યુનું કારણ ઉત્સવી હતી. તે મંથના સાથે યુટીત્સ્યામાં ભળેલી હતી. તે યુટીત્સ્યામાં કાર્યરત તો હતી જ. ઉત્સવી કોની સગી છે, તેનાથી કોઈ ફરક પડતો ન હતો. જ્યારે મિથુનને તેઓ લઈ ગયા, ત્યારે ખીલ્લીઓની દીવાલ પર તેનું શરીર દબાવી દીધું, અને તેટલું જોરથી કે સિપાહીઓના વેઢામાંથી પણ લોહી નીકળવા લાગ્યું. મિથુનનું મૃત્યુનું કારણ કોને કહેવાય?
કદાચ કોઈને નહીં. આ બાબતમાં દરરેકના અભિપ્રાય જુદા હશે.
કોઈએ મૌર્વિ, મૈથિલ કે સમર્થને બિરદાવ્યા ન હતા. તેમના કર્મોનું ફળ જોવા તેઓ પોતે જ જીવિત ન રહ્યા. ઘણા લોકો પૃથ્વીનું વિભાજન થયું, તે માટે તેમણે કોસતા. પણ તેઓ પણ મૃત્યુ પામ્યા, અને આ ત્રણેવ શહીદોનું નામ ભુલાવી દેવામાં આવ્યું.
યુટીત્સ્યાએ બધાને થોડાક પૌરાણિક બનાવી દીધા હતા. હવે અહીંથી આગળ કઈ દિશામાં વધવું, તે માટે અલગ - અલગ રાષ્ટ્રો પાસે અલગ - અલગ રસ્તા હતા. તેનાથી દરેક રાજ્યમાં કોઈ ને કોઈ ઉતાર ચઢાવ રહેતા. કોઈ રાજ્ય કે રાજ્યનો સમૂહ વધુ વિશાલકાઈ થઈ જતો, તો પછી તે પણ તૂટી જતો. જે સમયે તે વિશાળ હતો, તે સમયે સંસ્કૃતિ દ્રશ્યમાં આવતી, પણ સંસ્કૃતિને ચઢિયાતી કરવા જ્યારે રાજ્ય તૂટી જાય ત્યારે મધ્યસ્થરે તેઓ ઘણું બધુ બદલી નાખતા. સૌથી જૂની રીત કોની હતી, તે તો તેઓ પણ ભૂલી જતાં.
આજ સ્થિતિ છે આપણી પૃથ્વીની, અત્યારે.
તો શું તેવું હોય શકે કે કદાચ પહેલાના જમાનામાં યુટીત્સ્યા જેવુ વિશાલકાય રાજ્ય હતું, જેનું વિભાજન કોઈ મૌર્વિ, સમર્થ, કે મૈથિલીશરણએ કર્યું હોય?
હોય શકે છે. ૧૧ - એના જે સવાલોના જવાબ અપાયા નથી, તે આવતા અંકમાં (છેલ્લા અંકમાં) આપણે જાણીશું.