Darkweb - 5 in Gujarati Fiction Stories by Parixit Sutariya books and stories PDF | ડાર્કવેબ - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડાર્કવેબ - 5

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.

---*
ચેપ્ટર ૫ :- અંજલી દત્ત 💅

DTU એટલે દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટી, જ્યાં આઇટી થી માંડી બધાજ લેવલ ના અભ્યાસક્રમ ચાલતા હતા, રાકેશ DTU ના દરવાજા પાસે ઉભો હતો ઉલટા w જેવા આકાર નો વિશાળ એન્ટ્રી ગેટ ની સામે સિક્યુરિટીના બૅનર અને ૫ થી ૬ જેટલા સિક્યુરિટી ગાર્ડ પહેરો દઈને ઉભા હતા.






જરૂરી રિપોર્ટરનો આઈડી અને નામ બતાવી રાકેશ શર્મા DTU માં દાખલ થયો.

ઘણા વર્ષોથી દિલ્હી માં હોવા છતાં કોઈ દિવસ DTU ની મુલાકાત લીધી ન હતી પણ સાંભળ્યું હતું કે વિશાળ કેમ્પસ વાળી યુનિવર્સિટી છે આજે નજરે જોયું અંદર ભુલા પડી જવાય એટલા રસ્તા ચારેબાજુ જંગલ જેવું વાતાવરણ, પોતપોતાના કામ માં વ્યસ્ત સફાઈકર્મી ઓ કે જેના લીધી ચારે બાજુ ચોખ્ખાઈ નજરે પડતી હતી.






અંદર ની તરફ આગળ વધતા સર્કલ આવ્યું ત્યાં ઘણા છોકરા ઉભા હતા ત્યાં ટોળામાં જઈ શર્મા એ પૂછ્યું આઇટી ડિપાર્ટમેન્ટ કઈ બાજુ છે.?? ટોળામાંના એકે ઈશારો કરતા કહ્યું અહીં ડાબી બાજુ ગંગા માર્ગ તરફ રસ્તો છે અને સામે ની બાજુ લાલ રંગનું આંબેડકર ઓડિટોરિયમ છે બેવ તરફ થી જવાય છે, કોઇપણ રસ્તે ચાલ્યા જાવ.

શર્મા એ "ધન્યવાદ !" કહી ત્યાંથી ઓડિટોરિયમ વાળા રસ્તે ચાલવા લાગ્યો. બધાને પૂછતાં પૂછતાં આખરે શર્મા ઓડિટોરિયમ માં પહોંચી ગયો.






ત્યાં અંદર કોઈ કાર્યક્રમ ચાલતો હોય એવું લાગ્યું, બહાર ઉભેલા સિક્યુરિટીએ હાંકલો માર્યો અને બોલ્યો "ઓ ભાઈ કઈ બાજુ જવું છે તમારે ?"

"આઇટી ના સ્ટુડન્ટસ કઇ બાજુ હશે ?" શર્મા એ ધીમા અવાજે નજીક જઈને સિકયુરિટી ને પૂછ્યું

"અંદર પ્રેઝન્ટેશન ચાલે છે, અંદર જાવ વાંધો નહીં." સિકયુરિટી એ ઈશારો કરતા કહ્યું.



અંદર વિશાળ ઓડિટોરિયમ અને બધા સ્ટુડન્ટસ અને પ્રોફેસર બેઠા હતા પાછળની બાજુ વાલીઓ અને સ્ટાફ બેઠો હતો, સ્ટેજ પર બે જણ પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા ડેટા મેનિપ્યુલેસન ના ટોપિક પર.!

પ્રેઝન્ટેશન પૂરું થતા જ બધા ઓડિટોરિયમ માંથી બહાર નીકળ્યા, શર્મા એ એક સ્ટુડન્ટસ ને ઉભો રાખી થોડી પૂછપરછ કરી...

"શુ નામ તારું ?" શર્મા એ તે વિદ્યાથી ને પૂછ્યું

"રાહુલ અરોરા, અને તમે તો દેશપ્રેસ ના રિપોર્ટર રાકેશ શર્મા ને ???" રાહુલે ઉત્સાહ થી જવાબ આપ્યો.

"હા.! એ હું જ છું. મારે થોડી વાતચીત કરવી છે.." શર્મા એટલું બોલ્યો ત્યાં અધવચ્ચેથી રોકતા રાહુલ બોલ્યો "સોરી સર , મારે બ્રેક પછી પ્રેઝન્ટેશન છે એટલે તૈયારી કરવી છે પણ ચોક્કસ હું રાત્રે મળી શકું અગર તમે ફ્રી હોવ તો ?!"

"હા વાંધો નહિ.!! આ મારું કાર્ડ છે અને આ નમ્બર પર કોલ કરજે જ્યારે ફ્રી થાય ત્યારે" શર્મા એ ખિસ્સામાંથી પેન કાઢી એક નમ્બર ડાબી બાજુ નો જૂનો નમ્બર ભૂંસી કાર્ડ આપતા રાહુલ ને કહ્યું.

શર્મા ત્યાંથી બહાર નીકળતો હતો ત્યાંજ તેની નજર અંજલી દત્ત પર પડી !!

એ એજ અંજલી હતી જેની સાથે પોતે ખૂબ રિપોર્ટિંગ કરી હતી. અંજલી નું નામ એક જમાના માં શર્મા સાથે લેવાતું લગભગ ૨૦૧૭ સુધી ! ત્યાર બાદ અંજલી એ દેશપ્રેસ છોડી દીધી અને પોતાની વિરોધી ચેનલ માં રિપોર્ટર તરીકે જોડાઈ ગયી. ત્યારથી બંને મળ્યા ન હતા આજ લગભગ બે વર્ષ પછી શર્મા એ પોતાની નજર સામે જોઈ હતી..

શર્મા ત્યાં થાંભલા નજીક સંતાઈ ને દૂર થી જોતો રહ્યો અને જૂના દિવસો ની એ જ અંજલી દત્ત જોઈ રહ્યો હતો જે હંમેશા કોન્ટ્રોવર્સી માં રહેતી નાના બોયકટ વાળ, કપાળ માં મોટો ચાંદલો , ગળામાં દુપટ્ટો અને તેની નીચે લટકતું આઈડી કાર્ડ , તેજ ચાલાક બધી બાજુ નજર ફેરવી લે એવી આંખ ,અને પોતાના માથે ચડાવેલા ચશ્માં એ જ અંજલી ની પહેચાન હતી.!!

શર્મા ને એ પકડી પાડે એ પહેલાં ત્યાંથી મોઢું ફેરવી બહાર નીકળી ગયો, અંદરોઅંદર તેને મળવાની ઘણી ઈચ્છા થતી પણ પોતાના ભૂતકાળ ને યાદ કરતા હિંમત ન થઈ મળવાની અને ત્યાંથી ઓફિસ તરફ નીકળી ગયો.

અંજલી દત્ત પણ જાણતી હતી કે શર્મા અહીં આસપાસ કઈક છે એટલે તે પણ જીણી નજર થી બધે શર્મા ને શોધી રહી હતી. તેને દેશપ્રેસ થી તેની જૂની મિત્ર નો ફોન આવ્યો હતો કે શર્મા DTU માં ગયા છે , મોટા રિપોર્ટ હાથ લાગ્યા છે. એ સાંભળી અંજલી પણ ત્યાં દોડી આવી અને બધે શર્મા નો ચહેરો સ્કેન કરી રહી હતી.!! એ સ્કેનનિંગ માં શર્મા ની જગ્યા એ એક છોકરા પર પડી જે પણ અંજલી સામે તાકીને જોઈ રહ્યો હતો.

જેવી અંજલી એ છોકરા તરફ આગળ વધી કે તરત તે ત્યાંથી ઉભો થઇ જતો રહ્યો.!

અંજલી એ નોટિસ કર્યું કે તેની આંખ માં ગુસ્સો હતો, ખભા માં એક બેગ અને હાથ માં લેપટોપ પણ મેં તો એવું શું કર્યું કે આવી રીતે ભાગી ને ચાલ્યો ગયો ? કોણ હશે એ ? એવા અનેક સવાલો એ અંજલી ને ઘેરી લીધા.

શર્મા ઓફિસે પહોંચ્યો કે તરત અંકિતા ઓફિસ માં દાખલ થઈ અને બોલી "સર કોઈ લીડ મળી ??" શર્મા એ કહ્યું " લીડ તો નથી મળી પણ આજે DTU ના સ્ટુડન્ટસ સાથે વાત કરવાનો છું. લગભગ કોઈ સુરાગ મળે એવી આશા છે."

"હમ્મ કોઈને મળીને આવ્યા લાગો છો,." હસતા હસતા અંકિતા એ કહ્યું.

"નહીં તો કેમ ?" શર્મા એ નવાઈથી કહ્યું

"મને લાગ્યું કે તમે અંજલી ને મળીને આવ્યા એટલે ખુશ ખુશ દેખાવ છો.!!" અંજલી એ મજાક ઉડાવતા કહ્યું

"તને કેવી રીતે ખબર હું અંજલી ને મળી ને આવ્યો ?? અચ્છા તો તે જ અંજલી ને DTU મોકલી હતી !! તો મહેરબાની કરીને બીજી વાર તેને ફોન ન કરવા વિનંતી અને ભૂલતી નહિ એ પણ રિપોર્ટર છે અને બીજી ચેનલ ની !!" ગુસ્સા માં અંકિતા ને કહ્યું

"સોરી સર મને એમ કે તમે બેવ એક થઈ જાવ એટલે મેં ફોન કરી ને અંજલી ને કહ્યું કે તમે DTU ગયા છો." અંકિતા એ દુઃખી અવાજ સાથે કહ્યું

"કઈ વાંધો નહિ પણ બને એટલું એનાંથી દૂર રહે ! ચાલક લોમડી છે એ અંધારામાં ક્યાંય તીર મારશે ને ચેનલ બંધ કરવાના વારા ન આવે ! મને ખબર છે કે તું એની ખાસ મિત્ર છે પણ ઓફિસ ના સમયે ખાસ તેનો ફોન ન ઉપાડવો.." શર્મા એ વિનંતી કરતા કહ્યું

"ઓકે સર." એમ કહી અંકિતા ઓફિસની બહાર નીકળી ગયી

વધુ આગળ ના ચેપટર માં..