Darkweb - 4 in Gujarati Fiction Stories by Parixit Sutariya books and stories PDF | ડાર્કવેબ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડાર્કવેબ - 4

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.

---*
ચેપ્ટર ૪ :- ટોર નેટવર્ક ⛔

રોકયુ ટીમ ડાર્કવેબ પર ડેટા કોણે અપલોડ કર્યા તેની શોધખોળ કરી રહી હતી જેમાં અર્જુન આખો દિવસ તેમાં જ રચ્યો પચ્યો રહેતો હતો, ખાવાનું પણ સૌમ્યા એ પૂછવું પડતું હતું. સૌમ્યા એક બાઉન્ટી હન્ટર હતી જે મોટા મોટા પ્લેટફોર્મ બગક્રાઉડ, હેકરવન પર મોટી મોટી વેબસાઇટ હેક કરી મહિને કંપની તરફથી લાખો રૂપિયા અને ગિફ્ટ પણ મેળવતી !!

બગ હંટીંગ માં એક મહિનો અથવા તેના થી વધુ સમય પણ લાગતો હોય છે, કોઈ પણ નવી અથવા મોટી કંપનીઓ બગક્રાઉડ અને હેકરવન પર પોતાની વેબસાઇટ અથવા એપ્લિકેશન શેર કરે અને નીચે બાઉન્ટી ની રકમ લખે કોઈ પણ હેકર જે તે કંપની ની વેબસાઇટ હેક કરી તેમાં ખામી (બગ) શોધી તેંની રીપોર્ટ ફાઇલ કંપની ને મોકલવાની હોય છે જેમાં તે બગ ને કેવી રીતે દૂર કરી શકાય તેની વિગતો પણ હોય છે. કંપની પોતે નક્કી કરેલી બાઉન્ટી બગહન્ટર ના ખાતા માં મોકલે છે અને પોતાની વેબસાઈટ ના હોલ ઓફ ફેમ માં પણ સામેલ કરે છે.

સૌમ્યા કાલી લિનક્સ અને સર્વર સાઈડ ડેટા એકસેસ કરવામાં એક્સપર્ટ હતી.

અર્જુને પોતાના કમ્પ્યુટર માં ડાર્કવેબ ની સાઈટ ખોલી દેખાવ માં થોડી વિચિત્ર લાગતી અને તેનું ડોમેઈન પણ અલગ હતું એટલે સન્નીથી રહેવાયું નહીં અને અર્જુન ને પૂછ્યું "અર્જુન આ સાઈટ ગૂગલ માં કેમ દેખાતી નથી ??"

અર્જુને કહ્યું "જે સામાન્ય રીતે ગૂગલ અથવા યાહૂ જેવા સર્ચ એન્જીન માં ન દેખાય એવી છુપાયેલી સાઇટ હોય છે જેનો ઉપયોગ લોકો ગેરકાનૂની કામો માટે કરતા હોય છે."






મુખ્યત્વે આપણે જે ગૂગલ પર સર્ચ કરીયે એ બધું વર્લ્ડ વાઈડ વેબ ની અંદર આવે જેને સર્ફએસ વેબ પણ કહેવામાં આવે છે જે વસ્તુ ગૂગલ અને યાહૂ પર લખવાથી મળે એ બધું સર્ફએસ વેબ છે અને નવાઈ ની વાત એ છે કે એ ખાલી 4% જ છે !!

સન્ની :- " મતલબ ?..તો બાકીના 96% શુ છે ??"

અર્જુન :- "ડાર્કવેબ અને ડીપવેબ આ બન્ને ૯૬% જેટલું મોટું છે , સન્ની વિચાર કર ખાલી 4% માં પણ ગૂગલ કેટલું બધું દુનિયા ના છેડે થી લાવી ને આપણી સામે રાખી દે છે. યૂટ્યૂબ, ફેસબુક આ બધું જ તેમાં આવી ગયું !! "

સન્ની કશું બોલ્યા વગર આંખ ફાડી અર્જુન અને સૌમ્યા ની સામે જોતો રહ્યો. અને ધીમેથી બોલ્યો તું બોલતો જા મને આ ટોપિક માં વધુ રસ પડે છે...

અર્જુન ને પણ આ વિષય માં રસ હતો એટલે એણે પણ બોલવાનું ચાલુ રાખ્યું.

સન્ની તે હમણાં ગૂગલ માં જોયું પણ ગૂગલ માં સાઈટ ઓપન ન થવા પાછળ તેનું અલગ ડોમેઈન છે, જે રીતે ગૂગલ માં .com , .in, .us, વગેરે ડોમેઈન હોય તેવી રીતે ડાર્કવેબ નું અલગ ડોમેઈન હોય છે ".onion".

આ .onion ડોમેઈન અને તે 56 લેટર નું લાબું હોય !!

"jamie23kp7n6xgk3lvy6wnse4cuk4dawfpwl52img7za35tiyex2mvyd.onion"

અને આ ડોમેઈન કોઈ પણ નોર્મલ બ્રાઉઝર માં ઓપન ન થાય તેને ઓપન કરવા માટે પણ એક અલગ બ્રાઉઝર ડાઉનલોડ કરવું પડે !!

" ટોર બ્રોઉઝર - TOR "

આ બ્રાઉઝર શરૂઆત માં સૈન્ય ના વડાઓ ડેટા ટ્રાન્સમિશન અને પોતાના પ્લાનિંગ કરવા માટે ઉપયોગ માં લેતા હતા પછી સમય સાથે લોકો પણ બદલાતા ગયા અને હાલ તેનો ઉપયોગ પણ બદલાઈ ગયો !! આ બ્રાઉઝર ની ખાસ વાત એ હતી કે દર થોડા ટાઈમ માં પોતાની આઇડેન્ટિટી બદલતું હતું જે ટ્રેસ કરવું લગભગ નામુંકીન છે ! ફૂલ પ્રાઈવેટ સાથે સાથે ગવર્મેન્ટ પણ હસ્તક્ષેપ ન કરી શકે એટલા માટે દરેક યુઝર ને અલગ અલગ ઓળખ (IP એડડ્રેસ) આપવામા આવતી.

ટોર બ્રાઉઝર ઓપન કરતાની સાથે જ સૌથી પહેલા યુઝર ની ઓળખ બદલે પછી બધી સાઈટ ઓપન થાય, યુઝર ની સેફ્ટી માટે થોડા સમય માં તેનું લોકેશન જર્મની હોય તો ૧૦ મિનિટ પછી તે ચીનમાં બતાવે. આ જ કારણ થી તેમાં સાઈટ ઓપન થતા થોડી વાર લાગે અને ટોર ના વિશાળ પ્રાઇવેટ નેટવર્ક ના લીધે યુઝરનું લોકેશન અને કઈ સાઈટ ઓપન કરે છે એ માહિતી પણ ગુપ્ત રહે છે.

આટલું બોલ્યા પછી અર્જુન બેવ પર નજર કરી ને જુવે છે તો બેવ સુનમુન થઈ ને અર્જુન ને સાંભળી રહ્યા હતા, આ વિષય સન્ની અને સૌમ્યા માટે નવો હતો, ડાર્કવેબ નું નામ સાંભળેલું પણ એટલી ઝીણી માહિતી ન હતી.

સન્ની અને સૌમ્યા ને હજુ સાંભળવું હતું ! અર્જુને કહ્યું પહેલા આપણે જે કરવા આવ્યા એ કરી લઈએ ડાર્કવેબ વિશે તો આપણે વાતો કરતા રહેશું. એમ કહી અર્જુન પોતાના કામે લાગ્યો , સૌથી પહેલા તેણે ટોર બ્રાઉઝર માં વિકિલિકસ ની સાઈટ ખોલી અને elliot alderson દ્વારા જે rockyou ની ટેક્સ્ટ ફાઇલ અપલોડ કરવામાં આવી હતી તેના નામ પર ક્લિક કરતા એક બીજું પેજ ખુલ્યું જેમાં ફાઇલ અપલોડર ની બેઝિક માહિતી હતી.

તેને પોતાના બાયો માં લખ્યું હતું " નામ ગલત, લોકેશન ગલત, ફોટો પણ ખોટો છે તો બતાવ કેવી રીતે તું મને શોધીશ !!?"

તેની વાત પણ સાચી હતી ડાર્કવેબ એવી જગ્યા હતી ત્યાં સરકારનો પણ અંકુશ નથી, સામેનો અપલોડર કોણ છે એ ત્યારેજ ખબર પડે જયારે તેનું સાચું IP એડ્રેસ મળે. અને એ મળવું ડાર્કવેબ પર મુશ્કેલ તો શું લગભગ નામુંકીન હતું. આ જ વિચાર અર્જુન ને અંદર થી કોરી ખાતો હતો તેને પણ એક વાત તો ખબર પડી ગયી હતી કે અપલોડ કોણે કર્યું એ કદાચ પકડાશે તો નહી ,અર્જુન ને બસ ઉમ્મીદ પર કામ કરવાનું હતું..

અપલોડર પકડાય છે કે નહીં એ તો આગળ ના ચેપટર માં જ ખબર પડશે...!!

વધુ આગળ ના ચેપટર માં ...