Shapit - 12 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 12

Featured Books
Categories
Share

શ્રાપિત - 12











ફોનમાં અવાજ સાંભળતાં અવનીની પગ નીચેથી જમીન સરકી જાય છે. કાનપાસે રાખેલો ફોન હાથમાંથી પડી જાય છે. ત્યાં બાજુમાં ઉભેલી દિવ્યા નીચે પડેલો ફોન ઉઠાવીને અવનીને પુછવા લાગે છે. " અવની કોણ હતું "? અવનીને સ્તબ્ધ અને ડરેલી જોતાં દિવ્યા બન્ને હાથ વડે હચમચાવીને અવનીને પુછવા લાગે છે.

આકાશના ફોઆથી ફોન સ્ત્રીનો અવાજ સંભળાયો અને એ અવાજ મારી કલ્પના બહાર ડરામણો હતો. કોણ હતું ? એણે તને શું કહ્યું ! દિવ્યાને પણ કપાળમાં પરસેવો વળવા લાગે છે. કોણ હતું એતો મને ખબર નથી પણ એણે ભયંકર અવાજથી કહ્યું હતું. " તસવીર " ત્યાં અવની અને દિવ્યા બન્ને એકબીજાના ચહેરા તરફ જોવા લાગે છે.


અવની અને દિવ્યા બન્ને બાલકનીમા ઉભી હતી. ત્યાં ચાંદની આવે છે. દિવ્યા અને આવનીના ચહેરાને જોતાં એને આભાસ થયો કે નક્કી કોઈ ચિંતાજનક બાબત હશે. ત્યાં બાજુનાં રૂમમાંથી અક્ષય અને પિયુષ આવી પહોંચ્યા.

દિવ્યા : " અરે કેમ જાડીયા તને નિંદર નથી આવતી "? કોલેજમાં ચાલુ લેક્ચરમા સુઈ જતો ".

ચાંદની અને દિવ્યા ગંભીર માહોલને થોડોક હળવો કરવાનો પ્રયત્ન કરે છે.

બધાં મિત્રો રૂમમાં એકસાથે બેસે છે. દિવ્યા બધાને વાત કહેવાની કોશિશ કરે છે. ત્યાં રૂમમાં ધીમે-ધીમે પગલા માંડતા જીવીમાં આવી પહોંચ્યા. બધાં કહેવા લાગે છે. આવી દાદીમાં અહીંયા બેસો. જીવીમાં ખુરશી પર બેસે છે. અવની તરફ જોતાં કહ્યું " દિકરી શું થયું તને " ?

અવની : " નહીં... નથી થયુ ".

બાજુમાં બેઠેલા પિયુષનો ફોન વાગે છે. હેલ્લો " હા...હા...હમણાં આવું છું " એટલું બોલીને પિયુષ ફોન કટ કરી નાખે છે.

દિવ્યા: " કોનો ફોન હતો અત્યારે "?

પિયુષ : " સમીરનો ફોન હતો ઘરેથી ચા અને ઓઢવાનું મંગાવ્યું છે. ડોક્ટરે રાત રોકાવાનું કહ્યું છે. હું હમણાં બધી વસ્તુઓ આપીને સમાચાર કાઢીને ઘરે આવી જઇશ".

અવની : પિયુષ હું પણ તારી સાથે આવીશ. મને આકાશની ચિંતા થાય છે".

અવની આગ્રહ કરીને પિયુષ સાથે હોસ્પિટલ જાય છે. એક બેગમાં ઓઢવાની ચાદર અને સમીરના ફોનનું ચાર્જર અને ચાનો થરમોસ ભરીને અવની અને પીયુષ જીપમાં બેસીને હોસ્પિટલ જવા રવાનાં થાય છે.

જેવાં હવેલીથી દુર હાઈવે પર આવ્યાં ત્યારે અવની પિયુષને કહે છે. પિયુષ મને અહીંયા બધું અલંગ અને વિચિત્ર લાગે છે. અચાનક આકાશના લગ્ન નક્કી થયા. બધાં મિત્રો એકબીજાને મળ્યાં. અચાનક આકાશના કાકાની તબિયત ખરાબ થઈ જાય છે. આકાશની કાકી નાહકનું મને ખરું ખોટું સંભળાવ્યું.

પિયુષ : "અરે અવની અહીંયા ગામનાં લોકોનાં વિચારો જુનવાણી હોય એટલે બોલે પણ તું એટલી ભણેલી છે. તારે કશું મગજ પર નહીં લેવાનું " .

હોસ્પિટલના દરવાજે પિયુષ ગાડી ઉભી રાખે છે.

પિયુષ બોલ્યો "અવની તું ચા લયને અંદર જા હું ગાડી પાર્ક કરીને આવું છું".

અવની ચા લયને અંદર જાય છે. લોબીમાં આકાશ અને સમીર બેઠાં હતાં. આકાશ અવનીને જોઈને ઉભો થઇ જાય છે. અવની પણ આકાશને જોતાં દોડીને ગળે ભેટીને રડવા લાગે છે. આકાશ પણ ભાવુક બની જાય છે.

કોલેજના દિવસો યાદ આવી જાય છે. એક વખત આકાશને ત્રણ દિવસ માટે કોલેજમાંથી યુનિવર્સિટીમા પ્રોજેક્ટ સબમીટ કરાવવાં જવાનું હતું. આથી ચોથા દિવસે આકાશ જ્યારે પરત હોસ્ટેલ ફર્યો બસસ્ટેશન આકાશને ઉતરતાં જોઈને અવની દોડીને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.

બાજુમાં બેસેલો સમીર ઉધરસ ખાવા લાગ્યો ત્યાં તરત જ અવની અને આકાશ કઘલેજની યાદોમાંથી બહાર આવે છે. અવની આકાશને અને સમીરને ચા આપે છે. આકાશની બાજુમાં બેસેલી અવની આકાશને ફોનમાં સાંભળેલી વાત કરવા જાય છે. ત્યાં ડોક્ટર ફરી તપાસ માટે આવી પહોંચ્યા.

ડોક્ટરને જોઈને આકાશ અંદર રૂમમાં અધિરાજની તપાસ કરવા જાય છે. સાથે સમીર પણ રૂમમાં જાય છે. થોડીવાર રહીને આકાશ રૂમમાંથી બહાર આવીને ડોક્ટર સાથે વાત કરીને પછી અવનીની બાજુમાં આવીને અવનીને ઘરે જવાનું કહે છે. હું અને સમીર સવારે ઘરે આવશું.

અવની આકાશને મળીને હોસ્પિટલમાંથી બહાર આવે છે. ત્યાં પાછળથી પિયુષ જીપ લઈને અવનીની બાજુમાં આવે છે. અવની પિયુષની બાજુમાં આગળની સીટ પર જીપમાં બેસે ત્યાં એકદમ ઝડપભેર ગાડી ચલાવવા લાગે છે.

અવની : " અરે... પિયુષ નિરાંતે ગાડી ચલાવ આપણે ઉતાવળ નથી ".

પિયુષ જવાબ નથી આપતો અવની ફરીથી પિયુષને કહેવા જાય છે. પિયુષ સામું જોતાં પિયુષ ધીમેથી અવની તરફ જોવે છે. પિયુષની લાલ રંગની અને ડરાવની આંખો અને ચહેરા પર હાસ્ય જોતાં અવનીના ધબકારા વધી જાય છે.


ક્રમશ....